પ્રદીપ મહેરા : રોજ 10 કિલોમિટર દોડીને નોકરીથી ઘરે જતા યુવકનો વીડિયો વાઇરલ, શું છે કારણ?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

પીઠ પર બૅગ અને ચહેરા પર સ્મિત સાથે દસ કિલોમિટરની દોડ. તમે કદાચ સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયો હશે. રેસ્ટોરાંમાં કામ કરતો 19 વર્ષીય યુવાન પોતાની નોકરી પૂરી કરીને 10 કિલોમિટર દૂર ઘર સુધી દોડીને જાય છે.

વીડિયો વાઇરલ થયા બાદ વિનોદ કાપડીએ પ્રદીપ મહેરા સાથે વાતચીત કરી હતી

ઇમેજ સ્રોત, Social Media Grab

ઇમેજ કૅપ્શન, ફિલ્મમૅકર વિનોદ કાપડીએ પ્રદીપ મહેરા સાથે વાતચીત કરી હતી

આ વીડિયો ફિલ્મમૅકર વિનોદ કાપડીએ ટ્વિટર પર શૅર કર્યો છે અને વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોને કાપડીએ ટૅગલાઇન આપી – આ છે ખરું સોનું.

વીડિયોમાં જોવા મળી રહેલા યુવાનનું નામ પ્રદીપ મહેરા છે અને તેઓ મૂળ ઉત્તરાખંડના રહેવાસી છે. તેઓ રેસ્ટોરાંમાં કામ કરવાની સાથે સેનામાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે અને તેના માટે દરરોજ દોડીને ઘરે જાય છે.

આ યુવાનનો વીડિયો કાપડીએ 20 માર્ચે સાંજે ટ્વીટ કર્યો હતો અને ત્યારથી આ યુવાન સોશિયલ મીડિયા પર હીરો બની ગયા છે.

અત્યાર સુધી પ્રદીપના આ વીડિયોને 5 મિલિયન વ્યૂઝ મળી ગયા છે અને 61 હજાર કરતાં વધારે લોકો આ વીડિયોને રિટ્વીટ કરી ચૂક્યા છે. જાણો આખો મામલો શું છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

line

શું થયું હતું એ રાત્રે?

પૂર્વ પત્રકાર અને ફિલ્મમૅકર વિનોદ કાપડીએ નોઇડાના રસ્તા પર બૅગ લટકાવીને દોડી રહેલા યુવાનને જોયો. તેમણે કાર ધીમી કરી અને એ યુવાનને લિફ્ટ ઑફર કરી, પણ તેણે ના પાડી. તેણે લિફ્ટ ન લેવાનું કારણ જણાવતાં કહ્યું કે સેનામાં જોડાવાનું તેમનું સપનું છે. જેની તૈયારી કરવા માટે સવારે સમય મળતો નથી, એટલે રાત્રે પ્રૅક્ટિસ કરે છે.

વિનોદ કાપડી પ્રદીપને તેમના ઘર-પરિવાર વિશે પૂછે છે તો પ્રદીપ જણાવે છે કે તેમનાં માતાનો ઇલાજ ચાલી રહ્યો છે અને તેઓ હૉસ્પિટલમાં દાખલ છે. તેઓ પોતાના ભાઈ સાથે રહે છે.

line

ફિલ્મમૅકર સાથે ડિનરની ઑફર પણ ન સ્વીકારી

પ્રદીપ મહેરા નામના આ યુવાન દરરોજ 10 કિલોમિટર દોડીને ઘરે જાય છે

ઇમેજ સ્રોત, Social Media Grab

ઇમેજ કૅપ્શન, પ્રદીપ મહેરા દરરોજ 10 કિલોમિટર દોડીને ઘરે જાય છે

વિનોદ કાપડીએ કહ્યું કે ‘ચલ હું તને ડિનર કરાવું’ તો જવાબમાં પ્રદીપ કહે છે કે તેઓ ઘરે જઈને જમવાનું બનાવશે. સાથે જ તેમણે કહ્યું કે તેઓ જો વિનોદ કાપડી સાથે જમી લેશે તો તેમના ભાઈ શું કરશે. કેમ કે તેમના ભાઈ નાઇટ શિફ્ટ કરે છે, એટલે તેઓ ભોજન બનાવી નહીં શકે.

2.20 મિનિટનો આ વીડિયો લોકોનાં દિલ જીતી રહ્યો છે. હરભજનસિંહથી માંડીને મનીષ સિસોદિયા, હરિશ રાવત, સ્વાનંદ કિરકિરે જેવા અનેક લોકોએ આ વીડિયોને શૅર કર્યો છે.

દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ વીડિયોને રિ-ટ્વીટ કરીને લખ્યું છે, “અઢળક વખત આ વીડિયો જોયો તો પણ મન નથી ભરાતું. આવી ખુદ્દારી માત્ર 19 વર્ષની ઉંમરે. હું શું મોટા-મોટા IAS, રાજનેતા પણ આ યુવાનનો જુસ્સો જોઈને કદાચ નાનપ અનુભવતા હશે.”

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

સમાજવાદી પાર્ટીના નેતા રાજીવ રાયે ટ્વીટ કરીને લખ્યું, “આવાં બાળકો દેશની આશા છે. વિનોદ કાપડીજી, જો તે માની જાય તો અમે તેને ભણાવવા અને સફળતા અપાવવા માટે દરેક જવાબદારી ઉઠાવવા તૈયાર છીએ. માનો ઇલાજ પણ. જો શક્ય હોય તો વાત કરજો.”

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

હરભજનસિંહે ટ્વીટ કરીને લખ્યું, “ચૅમ્પિયન આ રીતે બને છે. પછી તે સ્પૉર્ટ્સ હોય કે જીવનમાં બીજું કંઈક કરતા હોય. તે એક વિજેતા બનશે. વિનોદનો ખૂબ-ખૂબ આભાર કે તેમણે આ શૅર કર્યું.”

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

સ્વાનંદ કિરકિરેએ લખ્યું, “ઓ મારી જાન... યાર, જીવન તને સૌથી સુંદર રૂપમાં મળે મારા દોસ્ત, મારા ભાઈ, મારા બચ્ચા.”

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

જાણીતા લોકોની સાથે-સાથે સામાન્ય જનતાએ પણ પ્રદીપને ખૂબ પ્રેમ આપ્યો.

મર્કસ ભારત નામના ટ્વિટર હૅન્ડલ પરથી લખવામાં આવ્યું છે, “પ્રદીપ, તું કમાલ છે. દરેક વ્યક્તિ પોતાનાં બાળકોની આ વીડિયોના માધ્યમથી પ્રદીપ સાથે મુલકાત કરાવે.”

બદલો X કન્ટેન્ટ, 6
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 6

મનુ ગુલાટી ટ્વિટર પર લખે છે, “હું આ વીડિયો કાલે મારી સ્કૂલમાં પ્લે કરીશ. મારા વિદ્યાર્થીઓએ પણ આ જોવું જોઈએ. ખૂબ જ સરળ પરંતુ પ્રતિભાશાળી કહાણી છે.”

બદલો X કન્ટેન્ટ, 7
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 7

આવાં અઢળક ટ્વીટ છે, જેમાં પ્રદીપની સરાહના થઈ છે.

line

વીડિયો વાઇરલ થયા બાદ પ્રદીપ શું બોલ્યા?

બદલો X કન્ટેન્ટ, 8
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 8

વીડિયો વાઇરલ થયા બાદ વિનોદ કાપડી પ્રદીપ જે રેસ્ટોરાંમાં કામ કરે છે ત્યાં પહોંચ્યાં. સમય રાત્રે 11 વાગ્યા પછીનો હતો, જ્યારે પ્રદીપની શિફ્ટ પૂરી થઈ ગઈ હતી.

જ્યારે વિનોદ કાપડીએ તેમની સાથે વાત કરી અને કહ્યું કે તેમનો વીડિયો ખૂબ વાઇરલ થઈ ગયો છે, તો પ્રદીપ કહે છે, “મહેનતની આગળ દુનિયા ઝૂકે છે. લોકો દરરોજ મને લિફ્ટ આપવાનું કહે છે, પરંતુ હું ના કહી દઉં છું.”

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો