યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ : 'કર્ફ્યૂ હઠ્યા પછી ભોજન લેવા ગયા પણ પાછા ના આવ્યા'

    • લેેખક, ઇમરાન કુરૈશી
    • પદ, બીબીસી, બેંગલુરુ

યુક્રેનમાં એક ભારતીય વિદ્યાર્થીના મૃત્યુની ભારતે પુષ્ટિ કરી છે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ બાબતની માહિતી આપી છે. બીબીસીએ મૃત્યુ પામનાર વિદ્યાર્થી નવીનના મિત્ર સાથે વાત કરી છે.

એમના મિત્રએ જણાવ્યું કે, 'નવીન એક બંકર (ભોંયરા)માંથી બહાર નીકળીને સુપરમાર્કેટમાં ભોજનનું લેવા ગયા હતા અને પછી પાછા જ ન આવ્યા.'

કર્ણાટકના નવીન જે યુક્રેનના ખારકિએવમાં થયેલા ગોળીબારમાં માર્યા ગયા છે

ઇમેજ સ્રોત, TWITTER/DIVYASPANDANA

ઇમેજ કૅપ્શન, કર્ણાટકના નવીન યુક્રેનના ખારકિએવમાં થયેલા બૉમ્બાર્ડિંગમાં મૃત્યુ પામ્યા છે

આ ઘટના વિશે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વિટમાં લખ્યું કે, "ઊંડા દુઃખ સાથે અમે એ વાતની પુષ્ટિ કરીએ છીએ કે ખારકિએવમાં બૉમ્બાર્ડિંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે." એમણે જણાવ્યું કે મંત્રાલય મૃતકના પરિવારજનોના સંપર્કમાં છે અને એમણે પરિવારજનો માટે સહાનુભૂતિ પ્રકટ કરી છે.

બીબીસીએ ખારકિએવમાં નવીનની સાથે રહેતા એક ભારતીય વિદ્યાર્થી શ્રીકાંત ચેન્નાગૌડા સાથે વાતચીત કરી છે. નવીને પોતાના નિકટના મિત્ર શ્રીકાંતને પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું હતું જેથી તે ખાવા-પીવાની વસ્તુઓ ખરીદી શકે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

ખારકિએવથી બીબીસી સાથે વાત કરતાં મેડિકલના સ્ટુડન્ટ શ્રીકાંતે કહ્યું કે, "એમણે મને સવારે 8 વાગ્યે ફોન કર્યો અને પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું, કેમ કે એમની પાસે ખાવાનું લેવા માટે પૈસા ખૂટતા હતા. તેઓ અમારા બધા માટે ભોજન ખરીદવા ગયા હતા."

કર્ણાટકમાં હાવેરી જિલ્લાના રાનેબેન્નૂર તાલુકાના ચલગેરી ગામના રહેવાસી નવીન છેલ્લાં ચાર વર્ષથી ખારકિએવ નૅશનલ મેડિકલ યુનિવર્સિટીમાં શ્રીકાંતની સાથે મેડિસિનનો અભ્યાસ કરતા હતા.

line

કર્ફ્યૂ પછી નીકળ્યા હતા નવીન - પાછા ન આવ્યા

ખારકિએવમાં ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ખારકિએવમાં ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે

કહેવાય છે કે સવારે કર્ફ્યૂ ઉઠાવી લેવાયા પછી લગભગ સાડા છ વાગ્યે નવીન પોતે જ્યાં હતા એ બંકરમાંથી બહાર નીકળ્યા હતા.

શહેરમાં બપોરે ત્રણ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. નવીન અને શ્રીકાંત પોતાના મિત્રોની સાથે જ ત્યાં રહેતા હતા.

આ બંકર એમના અપાર્ટમેન્ટની નીચે જ છે. એ જગ્યાએથી સુપરમાર્કેટ લગભગ 50 મીટર દૂર આવેલું છે.

શ્રીકાંતે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "મેં પૈસા ટ્રાન્સફર કરી દીધા અને પાંચથી દસ મિનિટની અંદર જ એને ફોન કર્યો પરંતુ એમણે ફોન ના ઉપાડ્યો. ત્યાર બાદ મેં એમના સ્થાનિક નંબર પર ફોન કર્યો. તો પણ એમણે ફોન ના ઉપાડ્યો. ત્યાર બાદ કોઈએ ફોન ઉપાડ્યો અને યુક્રેની ભાષામાં વાત કરવા લાગ્યા જે મને સમજાતી નથી."

શ્રીકાંતે શૅલ્ટરમાં હાજર એક વ્યક્તિને ફોન આપ્યો. વાતચીત કર્યા પછી એ વ્યક્તિએ શ્રીકાંતને જણાવ્યું કે, 'તમારો મિત્ર હવે નથી રહ્યો.'

શ્રીકાંતે જણાવ્યું કે, "મને વિશ્વાસ નહોતો થતો. ત્યાર બાદ હું સુપરમાર્કેટ ગયો. ત્યાં ધડાકા જેવી કોઈ વસ્તુનું કશું નિશાન નહોતું."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

શ્રીકાંતને લાગે છે કે નવીનને ક્યાંકથી ગોળી મારવામાં આવી છે. એમણે કહ્યું, "ખારકિએવમાં ખૂબ જ બૉમ્બાર્ડિંગ થઈ રહ્યું છે. બંકરમાં અમે નવ લોકો હતા. પાંચ જતા રહ્યા પરંતુ અમે રિસ્ક લેવા માગતા નહોતા તેથી અહીં જ રહ્યા. અમે કાલે સવારે નીકળવાની યોજના પર વિચારતા હતા."

"નવીન એક પ્રેમાળ માણસ હતા. ભણવામાં પણ તેઓ હોશિયાર હતા. એમણે અહીં મેડિકલના ત્રીજા વર્ષના રિઝલ્ટમાં 95 ટકા સ્કોર મેળવ્યો હતો. નવીન ખૂબ વિનમ્ર હતા."

"હાલ તો ભારતીય ઍમ્બેસીએ અમારો કશો સંપર્ક નથી કર્યો. અમને નથી ખબર કે એમનો મૃતદેહ ક્યાં છે."

શ્રીકાંત કર્ણાટકના મૈસુરના રહેવાસી છે.

વિદેશ મંત્રાલયે શું કહ્યું?

શ્રીકાંતે જણાવ્યું કે નવીન ખૂબ જ વિનમ્ર હતા.

ઇમેજ સ્રોત, IMRAN QURESHI/BBC

ઇમેજ કૅપ્શન, શ્રીકાંતે જણાવ્યું કે નવીન ખૂબ જ વિનમ્ર હતા.

અરિંદમ બાગચીએ ટ્વિટમાં લખ્યું છે કે વિદેશ સચિવ રશિયા અને યુક્રેનના રાજદૂતો સાથે વાત કરી રહ્યા છે અને ભારતની માંગ ફરી ફરીને જણાવી રહ્યા છે કે ભારતીય નાગરિકોને ત્યાંથી સુરક્ષિત બહાર લઈ આવવામાં આવે, જેઓ ખારકિએવ અને સંઘર્ષવાળાં અન્ય ક્ષેત્રોમાં છે. સાથે જ યુક્રેન અને રશિયામાં રહેલા ભારતીય રાજદૂત પણ આ જ માગણી કરી રહ્યા છે.

થોડાક જ કલાક પહેલાં ભારતને પોતાના નાગરિકોને તત્કાલ યુક્રેનની રાજધાની કિએવમાંથી નીકળી જવાનું કહ્યું હતું. યુક્રેનસ્થિત ભારતીય દૂતાવાસે ટ્વિટ કરીને ભારતીય નાગરિકોને કહ્યું હતું કે જે કંઈ સાધન ઉપલબ્ધ હોય એનાથી તેઓ ત્યાંથી નીકળી જાય.

ટ્વિટમાં કહેવાયું હતું કે, "વિદ્યાર્થીઓ સહિત બધા ભારતીય નાગરિકોને આજે, તરત જ કિએવ છોડી દેવાની સલાહ આપવામાં આવે છે. જો ટ્રેન ઉપલબ્ધ હોય તો ટ્રેનથી, અન્યથા કોઈ પણ માધ્યમથી."

વડા પ્રધાન અને મુખ્ય મંત્રીએ કરી પરિવાર સાથે વાત

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

કર્ણાટકના મુખ્ય મંત્રી કાર્યાલયે એ વાતની પુષ્ટિ કરી છે કે, "યુક્રેનના ખારકિએવમાં જે ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે તે કર્ણાટકના હતા."

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર મુખ્ય મંત્રી બાસવરાજ બોમ્મઈએ હાવેરી જિલ્લાના નિવાસી નવીન શેખરપ્પાના પિતા સાથે વાત કરી છે.

મુખ્ય મંત્રીએ કહ્યું કે, "નવીનના મૃતદેહને ભારત લાવવા માટેના શક્ય તેટલા બધા પ્રયાસ કરવામાં આવશે. મુખ્ય મંત્રી બોમ્મઈએ માહિતી આપી છે કે વિદેશ મંત્રાલયના અધિકારીઓની સાથે આ મુદ્દે વાતચીત ચાલી રહી છે."

કર્ણાટકમાં સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીના કમિશનર મનોજ રાજને જણાવ્યું કે, "નવીન શેખરપ્પા ચલાગેરીના રહેવાસી હતા. મનોજ રાજને જણાવ્યા અનુસાર નવીન ખારકિએવમાં નજીકમાં આવેલા સ્ટોરમાંથી કશુંક ખરીદવા ગયા હતા. પછીથી એમના મિત્રને એક અધિકારીનો ફોન આવ્યો કે નવીનનું મૃત્યુ થયું છે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નવીનના પરિવાર સાથે વાત કરી છે.

યુક્રેનમાંના ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર લઈ આવવા માટેની વિનંતી

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ અંગે પોતાની લાગણી પ્રકટ કરતાં બધાં જ ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢી લાવવા માટે ભારત સરકારને વિનંતી કરી છે.

કૉંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા અધીરરંજન ચૌધરીએ યુક્રેનમાં એક ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ અંગ દુઃખ પ્રકટ કર્યું છે.

એમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે માગ કરી છે કે તેઓ ચૂંટણીના બદલે યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢી લાવવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે.

અધીરરંજન ચૌધરીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીના અત્યંત આઘાતજનક મૃત્યુની ઘટનાથી સ્તબ્ધ અને વ્યથિત છું. નરેન્દ્ર મોદીજીએ ચૂંટણીના બદલે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંના ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢી લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ."

ખારકિએવની હાલની સ્થિતિ

રશિયન દળોએ ખારકિએવમાં ગવર્નરની ઑફિસ પર મિસાઇલ હુમલો કર્યો હતો, જે બાદની તસવીર.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયન દળોએ ખારકિએવમાં ગવર્નરની ઑફિસ પર મિસાઇલ હુમલો કર્યો હતો, જે બાદની તસવીર.

ખારકિએવના ગવર્નરે જણાવ્યું છે કે, "રશિયન સેના રહેણાક વિસ્તારો પર મિસાઇલો વરસાવી રહી છે. ગવર્નર ઓલેહ સિનેહુબોવે જણાવ્યું છે કે રશિયન સેના મિસાઇલોથી ખારકિએવના રહેણાક વિસ્તારોને ટાર્ગેટ કરી રહી છે. ગ્રૅડ મિસાઇલો ટ્રકો પર સ્થિત આર્ટિલરી સિસ્ટમમાંથી છોડવામાં આવે છે."

એનાથી એકસાથે ડઝનબંધ રૉકેટ છોડી શકાય છે. ઓલેહ સિનેહુબોવે ટેલિગ્રામ પર એક પોસ્ટ દ્વારા કહ્યું છે કે રશિયન સેનાઓએ અહીંની વહીવટી ઑફિસોની સામે ચાર રસ્તા પર ફાયર કર્યા છે. અધિકારીઓ નાગરિકોના જાનમાલના નુકસાનનો અંદાજ મેળવી રહ્યા છે.

સ્થાનિક ઇમરજન્સી અધિકારીઓએ ફેસબુક પર લખ્યું કે વહીવટી ઑફિસો પર કરવામાં આવેલા હુમલામાં છ લોકોનાં મૃત્યુ થયાં છે. એમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. જોકે, બીબીસી આ દાવાની પુષ્ટિ નથી કરી શકી.

સિનેહુબોવે જણાવ્યું છે કે, "અમારા દુશ્મન પાસે આ રીતે દગાભર્યો યુદ્ધ અપરાધ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી, કેમ કે અમારી સેના મજબૂત છે અને અમે અમારો બચાવ કરી રહ્યા છીએ."

જિનિવા સમજૂતી અનુસાર યુદ્ધ દરમિયાન આ રીતે રહેણાક વિસ્તારો પર હુમલો કરવો એ યુદ્ધગુનો ગણાય છે. રશિયાએ પણ આ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો