યુક્રેનના બીજા સૌથી મોટા શહેર પર રશિયાનો હુમલો, ખારકિએવમાં તબાહીનાં દૃશ્યો

યુક્રેન પર રશિયાએ કરેલા હુમલાનો આજે છઠ્ઠો દિવસ છે. રશિયાની સેનાએ યુક્રેનના બીજા મોટા શહેર ખારકિએવમાં હુમલા કર્યા છે. તો યુક્રેનિયન સેનાના સત્તાધીશોએ દાવો કર્યો છે કે યુક્રેનની ધરતી પર બન્ને દેશો વચ્ચે ચાલી રહેલા જંગમાં પ્રથમ પાંચ દિવસમાં 5,710 રશિયન સૈનિકોનાં મૃત્યુ થયાં છે.

યુક્રેન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુક્રેન
યુક્રેન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયન દળોએ ખારકિએવમાં ગવર્નરની ઑફિસ પર મિસાઇલ હુમલો કર્યો હતો, જે બાદની તસવીર.
યુક્રેન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ ફોટો યુક્રેનિયન-રશિયન સરહદથી લગભગ 50 કિમી દૂર આવેલા યુક્રેનિયન શહેર ખારકિએવમાં લડાઈના પરિણામે નાશ પામેલી શાળાનું દૃશ્ય દર્શાવે છે.
યુક્રેન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુક્રેનમાં રશિયાના હુમલા બાદ નષ્ટ થયેલું યુક્રેનિયન કર્મચારીઓનું વાહક (એપીસી) BTR-4.
યુક્રેન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયાએ ખારકિએવમાં હુમલો કર્યા બાદ અહીં ભયનો માહોલ છે, હુમલા બાદ તબાહ થઈ ગયેલી શાળા.
યુક્રેન

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, યુરોપિયન એક્સપર્ટ ઍસોસિયેશન થિંક ટેન્કના સંશોધન નિર્દેશક મારિયા અવદીવા ખારકિએવમાં વહીવટીતંત્રની ઑફિસ પાસે રહે છે. તેમણે બીબીસીને કહ્યું કે "આ ઇમારતની આસપાસ યુનિવર્સિટીઓ, હોટલો અને મકાનો છે. રશિયન સૈનિકો જાણીજોઈને નાગરિક-વસ્તુઓને નિશાન બનાવી રહ્યા હતા."
યુક્રેન

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ખારકિએવમાં ઇમરજન્સી અધિકારીઓનું કહેવું છે કે ત્યાં રાજ્ય વહીવટી કચેરી પર ગોળીબાર દરમિયાન ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા છે. બીબીસી આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી શક્યું નથી. કાટમાળ ફસાઈ ગયેલા લોકોને બહાર કાઢવાનું કાર્ય ચાલુ છે.