યુક્રેન સંકટ : 'આખી રાત ચાલીને બૉર્ડર પહોંચ્યા, હવે શું થશે ખબર નથી', ભારતીય વિદ્યાર્થીઓની આપવીતી

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા

'ત્રણ દિવસ પહેલાં ધડાકાનો જે સિલસિલો શરૂ થયો છે એ હજુ અટક્યો નથી. બાકી બધા લોકોની સાથે અમે ભારતીય વિદ્યાર્થીઓ પણ બંકરમાં છીએ. જ્યારે કોઈ જોરદાર ધડાકો થાય છે ત્યારે અમારા ધબકારા વધી જાય છે. થાય છે કે આ યુદ્ધ અમારા સુધી ના પહોંચી જાય. અમે નથી જાણતાં આગળ શું થશે.'

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના મૂળ વતની આસિફ ચૌધરી મેડિકલનો અભ્યાસ કરવા યુક્રેન ગયા છે. તેઓ ખારકિએવની નૅશનલ મેડિકલ યુનિવર્સિટીના વિદ્યાર્થી છે.

અનસ ચૌધરી અને તેમના સાથીઓ, બંકરમાં

ઇમેજ સ્રોત, ANAS CHAUDHARY

ઇમેજ કૅપ્શન, અનસ ચૌધરી અને તેમના સાથીઓ, બંકરમાં

અનુમાન છે કે ભારતના લગભગ બે હજાર વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. એમાંથી કેટલાકને ઍર ઇન્ડિયાની વિશેષ ફ્લાઇટ દ્વારા બહાર કાઢી લવાયા હતા. પરંતુ ઍરસ્પેસ બંધ થયા પછી આ બધા ત્યાં ફસાઈ ગયા છે.

ખારકિએવ પૂર્વ યુક્રેનમાં રશિયાની સરહદની બિલકુલ નજીક છે. યુક્રેનનું બીજા ક્રમનું સૌથી મોટું શહેર ભીષણ હુમલા સહન કરી રહ્યું છે.

શહેરની ચારેબાજુ યુદ્ધ ચાલે છે. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો શહેર છોડીને જઈ ચૂક્યા છે. પરંતુ અહીંયાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની પાસે અહીંથી નીકળવાનો કોઈ માર્ગ નથી.

line

વિદ્યાર્થીઓને કેવી મુશ્કેલી પડી રહી છે?

શનિવારે જ્યારે થોડીક વાર માટે બૉમ્બાર્ડિંગ બંધ થયું હતું ત્યારે અનસ ખાવા-પીવાનો સામાન લેવા માટે બંકરમાંથી બહાર નીકળ્યા હતા, વહીવટીતંત્રએ થોડીક વાર માટે જીવનજરૂરી સામાનોની દુકાનો ખોલાવી હતી

ઇમેજ સ્રોત, ANAS CHAUDHARY

ઇમેજ કૅપ્શન, શનિવારે જ્યારે થોડીક વાર માટે બૉમ્બાર્ડિંગ બંધ થયું હતું ત્યારે અનસ ખાવા-પીવાનો સામાન લેવા માટે બંકરમાંથી બહાર નીકળ્યા હતા.

શનિવારે જ્યારે થોડીક વાર માટે બૉમ્બાર્ડિંગ બંધ થયું હતું ત્યારે અનસ ખાવા-પીવાનો સામાન લેવા માટે બંકરમાંથી બહાર નીકળ્યા હતા. વહીવટીતંત્રએ થોડીક વાર માટે જીવનજરૂરી સામાનોની દુકાનો ખોલાવી હતી.

વીડિયો કૉલ મારફતે બીબીસી સાથે વાત કરતાં અનસે ત્યાંની પરિસ્થિતિ બતાવી. ત્યાં એકલદોકલ છોડીને બધી દુકાનો બંધ હતી. માર્ગો પર સન્નાટો છવાયેલો હતો અને માત્ર થોડાક જ ભારતીય વિદ્યાર્થીઓ નજરે પડતા હતા જેઓ સામાન લેવા નીકળ્યા હતા.

શહેરનાં મેટ્રો સ્ટેશન બૉમ્બ શૅલ્ટર બની ગયાં છે. અનસે મેટ્રો સ્ટેશન પણ બતાવ્યું જેમાં સેંકડો સ્થાનિક લોકોએ શરણ લીધું છે. એમાં બાળકો, ઘરડાં, યુવા સૌ છે.

યુદ્ધ તીવ્રતાથી વધ્યું હોવાના કારણે સ્થાનિક લોકો પણ પોતપોતાના ઘરે નથી જઈ શકતાં. ભારતીય વિદ્યાર્થીઓ માટે પરિસ્થિતિ વધારે મુશ્કેલીભરી છે.

ખારકિએવમાં ભણતા ઘણા ભારતીય વિદ્યાર્થીઓ યુદ્ધ શરૂ થયા પહેલાંથી બીબીસી સાથે સંપર્કમાં હતા

ઇમેજ સ્રોત, ANAS CHAUDHARY

ઇમેજ કૅપ્શન, ખારકિએવમાં ભણતા ઘણા ભારતીય વિદ્યાર્થીઓ યુદ્ધ શરૂ થયા પહેલાંથી બીબીસી સાથે સંપર્કમાં હતા

ખારકિએવમાં ભણતા ઘણા ભારતીય વિદ્યાર્થીઓ યુદ્ધ શરૂ થયા પહેલાંથી બીબીસી સાથે સંપર્કમાં હતા. એક અઠવાડિયા પહેલાં ત્યાંથી વાત કરતાં એમણે કહેલું કે તેઓ અહીંથી નીકળવાનો પ્રયાસ કરે છે પરંતુ નીકળી શકતા નથી.

હૈદરાબાદના મૂળ નિવાસી તારિક પણ એમાંના એક છે. તારિકે ત્યારે જણાવેલું કે, "ફ્લાઇટની ટિકિટ ચાર ગણી મોંઘી થઈ ગઈ છે. જે 25-30 હજારમાં સરળતાથી મળી જતી હતી તે હવે લાખ-દોઢ લાખમાં પણ નથી મળતી."

તારિક ભારત પાછા ફરવા માટે સખત પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ નીકળી ના શક્યા. તેઓ નવ વિદ્યાર્થીઓના એક સમૂહ સાથે કોઈક રીતે યુક્રેનની રાજધાની કિએવ પહોંચ્યા પરંતુ અહીંથી આગળ નથી જઈ શકાયું.

શનિવારે કિએવથી વાત કરતાં તારિકે જણાવ્યું કે, "અમને એક ફ્લૅટમાં આશરો મળી ગયો છે. અમે શહેરના જે વિસ્તારમાં છીએ ત્યાં યુદ્ધ નથી થતું. અમે બધા અત્યારે સુરક્ષિત છીએ પરંતુ આગળ શું થશે, ખબર નથી."

તારિક અને એમના મિત્રોએ પોતાને ફ્લૅટમાં પૂરી દીધા છે. એમણે લાઇટો અને બારીઓ બંધ કરી દીધી છે. પાટનગર કિએવમાં સોમવાર સુધી કર્ફ્યૂ લગાવી દેવાયો છે.

ગયા અઠવાડિયે એમણે જણાવેલું કે યુનિવર્સિટી વ્યવસ્થાતંત્ર અને એમને ભારતથી લાવનારા એજન્ટ બંનેએ એમના પર મીડિયા સાથે વાત કરવાનું દબાણ કર્યું છે.

line

'અમારી પાસે ખાવા-પીવાનો સામાન ખતમ થઈ રહ્યો છે'

બૉર્ડર પર રાહ જોતા લોકોની લાઇન

ઇમેજ સ્રોત, STANISLAV KRASILNIKOV

ઇમેજ કૅપ્શન, બૉર્ડર પર રાહ જોતા લોકોની લાઇન

યુનિવર્સિટી તરફથી કહેવાયું હતું કે ભણવાનું ચાલુ રહેશે અને જે વિદ્યાર્થીઓ જવા માગતા હોય તેઓ પોતાની અટેન્ડન્સના રિસ્ક પર ભારત જાય. પછી અચાનક જ યુક્રેનની હાલત બદલાઈ ગઈ અને હવે બધા વિદ્યાર્થીઓ પોતાને ફસાઈ ગયેલા અનુભવે છે.

હાલના સંજોગોમાં ખારકિએવના એક બંકરમાં રહેતા અનસે જણાવ્યું કે, "અમારી પાસે ખાવા-પીવાનો સામાન ખતમ થઈ રહ્યો છે. અમે પાણી ભેગું કર્યું છે, જેથી જ્યારે કશું ન વધે ત્યારે અમે પાણી પીને ટકી શકીએ. હાલના સંજોગોમાં ખારકિએવની બહાર નીકળી શકવું શક્ય નથી લાગતું."

અનસે કહ્યું કે, "અમે ઇચ્છીએ છીએ કે ભારત સરકાર યુક્રેન અને રશિયાની સરકાર સાથે વાર્તાલાપ કરીને ખારકિએવમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવાનો પ્રયાસ કરે. અમે દૂતાવાસ ફોન કરીએ છીએ તો કોઈ નક્કર જવાબ નથી મળતો."

ભારત સરકારનું કહેવું છે કે તેઓ ભારતીય વિદ્યાર્થીઓને ત્યાંથી બહાર કાઢવા માટેના દરેક સંભવ પ્રયાસ કરી રહી છે અને તે માટે યુક્રેનના પડોશી ઘણા દેશોના સંપર્કમાં છીએ.

છેલ્લા બે દિવસમાં રોમાનિયાના રસ્તે કેટલાક ભારતીય વિદ્યાર્થીઓને ત્યાંથી બહાર કઢાયા છે

ઇમેજ સ્રોત, RAJAT JOHAL

ઇમેજ કૅપ્શન, છેલ્લા બે દિવસમાં રોમાનિયાના રસ્તે કેટલાક ભારતીય વિદ્યાર્થીઓને ત્યાંથી બહાર કઢાયા છે

છેલ્લા બે દિવસમાં રોમાનિયાના રસ્તે કેટલાક ભારતીય વિદ્યાર્થીઓને ત્યાંથી બહાર કઢાયા છે. ભારત સરકાર હંગરી, રોમાનિયા, પોલૅન્ડ અને સ્લોવાકિયાના રસ્તે વિદ્યાર્થીઓને ભારત લાવવાના પ્રયાસો કરી રહી છે.

પરંતુ આ દેશોની સરહદ સુધી પહોંચવું ભારતના વિદ્યાર્થો માટે આસાન કામ નથી. સેંકડો વિદ્યાર્થીઓએ પોલૅન્ડ પહોંચવાની કોશિશ કરી છે પરંતુ સરહદ બંધ હોવાના કારણે તેઓ બૉર્ડર પર જ ફસાઈ ગયા છે.

ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓનું એક જૂથ પણ એમાં સામેલ છે. મેરઠના મૂળ વતની રજત જોહાલ પોતાના સાથીઓ સાથે પોલૅન્ડની સરહદ પાસે ફસાયેલા છે.

લવીવ યુનિવર્સિટીમાં મેડિકલના વિદ્યાર્થી રજતે બીબીસીને જણાવ્યું કે, "ભારત સરકારના સંદેશા પછી અમે પોલૅન્ડ બૉર્ડરે પહોંચવાનો નિર્ણય કર્યો. પરંતુ પોલૅન્ડ બૉર્ડર પર પરિસ્થિતિ ઘણી ખરાબ છે."

"અમે બે ગણું ભાડું ચૂકવીને કોઈક રીતે બૉર્ડર તરફ આગળ વધ્યા પરંતુ ડ્રાઇવરે અમને 40 કિલોમીટર દૂર જ ઉતારી મૂક્યા. કેમ કે, અહીંયાં ખૂબ લાંબો ટ્રાફિકજામ હતો."

રજતે જણાવ્યું કે, "અહીંનું તાપમાન શૂન્યની નીચે છે. અમે આખી રાત ચાલતા રહ્યા. કોઈક રીતે 30 કિલોમીટરની મુસાફરી તો પૂરી કરી. આખો રસ્તો જામ છે."

line

લોકો શું માગણી કરી રહ્યા છે?

યુનિવર્સિટી તરફથી કહેવાયું હતું કે ભણવાનું ચાલુ રહેશે અને જે વિદ્યાર્થીઓ જવા માગતા હોય તેઓ પોતાની અટેન્ડન્સના રિસ્ક પર ભારત જાય

ઇમેજ સ્રોત, RAJAT JOHAL

ઇમેજ કૅપ્શન, યુનિવર્સિટી તરફથી કહેવાયું હતું કે ભણવાનું ચાલુ રહેશે અને જે વિદ્યાર્થીઓ જવા માગતા હોય તેઓ પોતાની અટેન્ડન્સના રિસ્ક પર ભારત જાય

રજતે કહ્યું કે, "ઠંડીના લીધે અમારાં શરીર જકડાઈ ગયાં હતાં. અમને લાગતું હતું કે ક્યાંક ઠંડીથી જ અમે મરી ના જઈએ! પરંતુ અમે પોલૅન્ડ પહોંચવાની આશામાં આગળ વધતા રહ્યા. બૉર્ડર પાસે પહોંચીને અમે ખાસ્સા નિરાશ થયા, કેમ કે ભારતીય વિદ્યાર્થીઓ માટે બૉર્ડર બંધ હતી. પોલૅન્ડ અમને એન્ટ્રી નથી આપતું."

રજત અને એમના સાથીઓએ અત્યારે બૉર્ડર પાસેના એક શૅલ્ટરમાં આશ્રય લીધો છે.

રજતે કહ્યું કે, "અમે ભારત સરકારને અપીલ કરીએ છીએ કે તેઓ પોતાના અધિકારીઓનું એક દળ પોલૅન્ડ બૉર્ડરે મોકલે, જે અહીં ફસાયેલા હજારો વિદ્યાર્થીઓની મદદ કરી શકે."

પોલૅન્ડ બૉર્ડર પર પહોંચેલા હરિદ્વારના નિવાસી એક બીજા વિદ્યાર્થીએ બીબીસીને કહ્યું કે, "અહીં ભારતીય વિદ્યાર્થીઓ સૌથી વધારે મુશ્કેલીમાં છે. અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને નાઇઝીરિયા જેવા દેશોના અધિકારીઓ અહીં હાજર છે, જેઓ પોતપોતાના વિદ્યાર્થીઓને મદદ કરી રહ્યા છે. પરંતુ ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે કોઈ અધિકારી અહીં નથી."

આ વિદ્યાર્થીનો દાવો છે કે, "અહીંના અધિકારીઓનું અમારા માટેનું વલણ સારું નથી. તેઓ લાઠીચાર્જ કરે છે. ઘણી વાર તો એમણે અમારા મોં પર સિગરેટનો ધુમાડો છોડ્યો છે."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

યુદ્ધ શરૂ થયા પહેલાં ભારતના લગભગ 20 હજાર વિદ્યાર્થીઓ યુક્રેનમાં હતા. યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધીમાં ત્રણ ફ્લાઇટ ભારતીય વિદ્યાર્થીઓને પાછા લઈ આવી છે.

ભારત સરકાર સતત દાવો કરી રહી છે કે પ્રત્યેક વિદ્યાર્થીને ત્યાંથી બહાર કાઢી લાવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. પરંતુ જે વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે એમના શ્વાસ તાળવે ચોંટ્યા છે. જોકે સરકારે હજુ સુધી સત્તાવાર રીતે એમ જાહેર નથી કર્યું કે અત્યાર સુધીમાં કેટલા વિદ્યાર્થીઓને ત્યાંથી બહાર કાઢી શકાયા છે અને કેટલા હજુ પણ ફસાયેલા છે.

રવિવારે, યુદ્ધના ત્રીજો દિવસે પણ યુક્રેનમાં ભીષણ યુદ્ધ ચાલે છે. ખારકિએવ પર જોરદાર હુમલા થઈ રહ્યા છે. રાજધાની કિએવને પણ ઘેરી લેવાયું છે અને યુદ્ધ હવે ત્યાંની ગલીઓ સુધી પહોંચી ગયું છે.

ખારકિએવના એક બંકરમાં રહેલા અનસે કહ્યું કે, "અમારા માટે દુઆ કરો. અમને તમારી દુઆઓની ખૂબ જરૂર છે."

યુક્રેનમાં ભારતીય ઍમ્બૅસીની નવી ઍડવાઇઝરી

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

રવિવારે યુક્રેનથી બે ભારતીય ફ્લાઇટો 490 ભારતીયોને લઇને દિલ્હી પહોંચી છે. ત્યારે હજુ પણ હજારો ભારતીય નાગરિકો અને તેમાં પણ ખાસ કરીને વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે.

ત્યારે યુક્રેનમાં ભારતીય ઍમ્બૅસીએ રવિવારે એક એડવાઇઝરી જારી કરી છે. જેમાં જણાવ્યા મુજબ ભારતીયોને રોમાનિયા અને હંગેરીથી પાછા લાવવામાં આવી રહ્યા છે, જેથી હજુ પણ યુક્રેનમાં ફસાયેલા લોકોને રેલવે દ્વારા પશ્વિમી પ્રાંત તરફ જવાની અપીલ કરવામાં આવી છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

જોકે, યુક્રેનનાં મોટાં બે શહેરોમાં રશિયાની સેના પ્રવેશી ચૂકી હોવાથી લોકો ઘરની બહાર પણ નીકળી શકે તેમ નથી.

આથી ઍમ્બૅસી દ્વારા ટ્વિટર પર જારી કરાયેલી ઍડવાઇઝરી પર લોકો પોતાની રજૂઆતો કરી રહ્યા છે.

એક યૂઝરે ટ્વીટ કર્યું હતું કે ખારકિએવમાં અંદાજે ચાર હજાર ભારતીય વિદ્યાર્થીઓ છે અને અહીંની પરિસ્થિતિ એવી છે કે બૉર્ડર સુધી પહોંચવું શક્ય નથી. પ્લીઝ, અમને બેલગોરોડ પાસેથી બચાવો.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

અન્ય એક યૂઝરે ટ્વીટ કર્યું કે ખારકિએવમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા મદદની જરૂર છે. અહીં ચારેબાજુ મિસાઇલ, હવાઈ હુમલા થઈ રહ્યા છે અને રસ્તા પર ટૅન્કો ચાલી રહી છે. લોકો માઇનસ બે ડિગ્રીમાં બૉમ્બ શૅલ્ટર્સમાં આશરો લઇ રહ્યાં છે.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

અન્ય એક યૂઝરે લખ્યું છે કે અમે કઈ રીતે ખારકિએવમાંથી બહાર જઇએ, જ્યારે અહીં લડાઈ ચાલી રહી હોય. અમે ગોળીઓ અને બૉમ્બનો અવાજ પણ સાંભળી શકીએ છીએ.

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

ફૂટર
line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો