You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જાતીય સ્વાસ્થ્ય : સતત બે કલાક પોર્ન વીડિયો જોવાથી શું નુકસાન થાય?
- લેેખક, સંવાદદાતા
- પદ, બીબીસી તમિળ
સેક્સ અને ગર્ભધારણમાં તકલીફ થતી હોવાથી રાકેશ અને માલા બન્નેએ સેક્સોલૉજિસ્ટ પાસે જવાનો નિર્ણય કર્યો હતો.
(રાકેશ અને માલા કાલ્પનિક નામ છે. આ દંપતીની ગોપનિયતાનો આદર કરીને તેમનાં નામ બદલવામાં આવ્યાં છે).
તપાસને અંતે ડૉક્ટરે એવું તારણ કાઢ્યું હતું કે આ યુગલ પૈકીની એકેય વ્યક્તિને કોઈ શારીરિક બીમારી નથી.
ડૉક્ટરે એ બન્ને સાથે અલગ-અલગ ચર્ચા કરી ત્યારે માલાએ કહ્યું હતું કે "રાકેશ રોજ રાતે બે વાગ્યા સુધી પોર્ન વીડિયો જોતો રહે છે."
રાકેશની સમાજમાં પ્રતિષ્ઠા છે, લોકો તેને આદર આપે છે. એ ધ્યાનમાં લઈને માલાએ રાકેશની પોર્ન વીડિયો જોવાની આદત બાબતે ક્યારેય કોઈ સાથે વાત કરી ન હતી.
સ્ત્રીરોગોના નિષ્ણાત અને સેક્સોલૉજિસ્ટ જયરાણી કામરાજે બીબીસીને જણાવ્યું હતું કે માલાએ આપેલી માહિતીના આધારે રાકેશની સારવાર શરૂ કરવામાં આવી હતી.
પોર્ન વીડિયો જોવાની આદત ધરાવતી દરેક વ્યક્તિને તબીબી સારવારની જરૂર હોય છે કે કેમ અને પોર્નોગ્રાફીનો જાતીય શિક્ષણ સાથે શું સંબંધ છે એ વિશે બીબીસીએ જયરાણી કામરાજ સાથે વાત કરી હતી.
તેમની સાથે થયેલી વાતચીત પ્રશ્નોત્તરના સ્વરૂપમાં અહીં રજૂ કહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સવાલઃ પોર્ન વીડિયો જોવા આરોગ્ય માટે સારી બાબત છે?
જવાબઃ કોવિડ લૉકડાઉન દરમિયાન પોર્ન વીડિયો જોવાના પ્રમાણમાં અનેક ગણો વધારો થયો છે. પોર્ન વીડિયો જોવાનું ઘણા લોકો માટે સ્ટ્રેસબસ્ટરનું, માનસિક તાણના નિવારણનું કામ કરતું હોવાનું માનવામાં આવે છે. કેટલાક લોકો જાતીય ઉપચારના હેતુસર પોર્નોગ્રાફી જોતા હોય છે.
પોર્નોગ્રાફીનો ઉપયોગ ક્યારેક જાતીય સમસ્યાથી પીડાતા લોકોમાં ઉત્તેજના લાવવા માટે કરવામાં આવે છે. કોઈ યુગલ પારસ્પરિક સહમતિથી પોર્નોગ્રાફી જોતું હોય તો તે વાંધાજનક નથી.
જોકે, 18 વર્ષથી ઓછી વયનાં બાળકો માટે પોર્નોગ્રાફી જોવું તે જોખમી છે. પોર્નોગ્રાફીને સેક્સ એજ્યુકેશન સાથે સાંકળી શકાય નહીં.
સવાલઃ પોર્નોગ્રાફી જોવાનાં માઠાં પરિણામ વિશે જણાવો
જવાબઃ એક અભ્યાસના તારણ મુજબ, એકલતા અનુભવતા લોકો પોર્ન વીડિયો જુએ તો તેમનાં માનસિક તણાવ અને મૂંઝવણમાં ઘટાડો થાય છે.
કોઈ સતત પોર્નોગ્રાફી જોયા કરે ત્યારે તેનું નકારાત્મક પરિણામ આવી શકે છે અને તે મૂંઝારા અને માનસિક તણાવનું કારણ બની શકે છે.
વારંવાર કે વધારે પ્રમાણમાં પોર્નોગ્રાફી જોવાથી વ્યક્તિના જાતીય સંબંધમાં પણ સમસ્યા સર્જાઈ શકે છે.
પોર્નોગ્રાફી જોવાની લત લાગી ગઈ હોય એવા લોકોની સેક્સ સંબંધી અપેક્ષામાં મોટા પ્રમાણમાં વધારો થાય છે, તેઓ સેક્સ દરમિયાન અશક્ય જણાતી બાબતોના પ્રયાસ કરે છે અને તેમાં નિષ્ફળતા મળે ત્યારે તેમના નિરાશ થવાની શક્યતા વધે છે.
સવાલઃ કોઈને પોર્નોગ્રાફીનું વ્યસન થઈ ગયું છે એ કઈ રીતે જાણી શકાય?
કેટલાક લોકો સપ્તાહમાં સરેરાશ 17થી 24 મિનિટ પોર્ન જોતા હોય છે. એ ખતરનાક વાત નથી. લગભગ 75 ટકા લોકોનો આ વર્ગમાં સમાવેશ થાય છે. આ લોકોએ પોર્નોગ્રાફીને કારણે પારિવારિક કે માનસિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
બીજા પ્રકારના લોકો ઓછો સમય પોર્નોગ્રાફી જુએ છે. એક વર્ગ એવો છે, જે પોર્નોગ્રાફી જોવા માટે સતત આતુર હોય છે અને વારંવાર પોર્નોગ્રાફી જોતો હોય છે. એવા લોકોનું પ્રમાણ 13 ટકા છે.
એક વર્ગ એવો છે, જે સપ્તાહમાં 110 મિનિટ પોર્નોગ્રાફી જુએ છે અને એવા લોકોનું પ્રમાણ 14 ટકા છે.
આવા લોકોએ ચિંતા, ક્રોધ, ચીડિયાપણું અને એકલતા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ પ્રકારના પુરુષોનું લિંગ સવારે ઉત્તેજિત થતું નથી.
સવાલઃ પોર્નોગ્રાફીના વ્યસનીઓની તબીબી સારવાર જરૂરી હોય છે?
જવાબઃ હા. જે પુરુષો કે સ્ત્રીઓ મોટા પ્રમાણમાં પોર્નોગ્રાફી જોતાં હોય તેમને મસ્તિષ્ક સંબંધી તકલીફો થાય છે.
સતત પોર્નોગ્રાફી નિહાળવાથી સ્મરણશક્તિ, ઊંઘ, આકલનશક્તિ અને એકાગ્રતા પર માઠી અસર થાય છે. તેથી આવા વ્યસનીઓની સારવાર નિશ્ચિત રીતે જરૂરી હોય છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો