Cyber Crime : ઓમિક્રૉનના ટેસ્ટ અને બૂસ્ટર ડોઝના નામે ઠગ કઈ રીતે બૅન્કખાતાં ખાલી કરી નાખે છે?
- લેેખક, બાદલ દરજી
- પદ, બીબીસી ગુજરાતી
કોરોના મહામારીમાં પણ તકસાધુ સાયબર ઠગો લોકોને છેતરવા માટે અવનવા નુસખા અપનાવી રહ્યા છે. ઓમિક્રૉન વૅરિયન્ટના વધી રહેલા વ્યાપ વચ્ચે મફત ઓમિક્રૉન ટેસ્ટ તેમજ બૂસ્ટર ડોઝ આપવાના નામે લોકોને ઠગવાના કિસ્સા પણ સામે આવ્યા છે.
ઓમિક્રૉન વૅરિયન્ટનના નામે થ ઈરહેલા સાયબર ક્રાઇમ અંગે લોકોને સાવધ કરવા માટે તાજેતરમાં જ ગુજરાત રાજ્યના સાયબર સેલ દ્વારા ઍડ્વાઇઝરી જારી કરવામાં આવી છે.

ઇમેજ સ્રોત, iStock
આ ઍડ્વાઇઝરી મુજબ સાયબર ઠગો દ્વારા ઈ-મેઇલના માધ્યમથી મફત ઓમિક્રૉન ટેસ્ટ કરાવવા માટે લોકોને રજિસ્ટ્રેશન લિંક મોકલવામાં આવે છે.
સાયબર ઠગો દ્વારા મોકલવામાં આવેલી લિંક ઓપન કર્યા બાદ તેમાં માહિતી ભરવાનું કહેવામાં આવે છે, એ સાથે જ વ્યક્તિની માહિતી ઠગો સુધી પહોંચી જાય છે. ત્યાર બાદ બૅન્કને લગતી માહિતીથી બૅન્ક ઍકાઉન્ટ ખાલી કરી નાખે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતના પાડોશી રાજ્યમાં છેતરપિંડીના કિસ્સા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
અમદાવાદ સાયબર ક્રાઇમ સેલના એસીપી જે. એમ. યાદવના જણાવ્યા પ્રમાણે આ પ્રકારે છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો અત્યાર સુધી તેમના સુધી ધ્યાને આવ્યો નથી.
જોકે ઓમિક્રૉન વૅરિયન્ટનાં સૌથી વધુ કેસ જ્યાં નોંધાયા છે, એવા ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ઓમિક્રૉનના નામે ઠગાઈની ઘટનાઓ ઘટી હોવાનું સાયબર ઍક્સપર્ટ મયૂર ભુસાવળકર જણાવે છે.
મયૂર ભુસાવળકરના જણાવ્યા પ્રમાણે થોડા દિવસો પહેલાં મુંબઈનાં એક બહેને તેમનો સંપર્ક કર્યો હતો.
બીબીસી ગુજરાતીએ આ બહેનનો સંપર્ક કરીને તેમની સાથે વાત કરી હતી. તેમને પોતાની ઓળખ છતી ન કરવાની શરતે માહિતી આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બહેનને રસીના બૂસ્ટર ડોઝ માટે રજિસ્ટ્રેશન કરાવવાના નામે એક લિંક મોકલવામાં આવી હતી. એ લિંક ખોલ્યા બાદ તેમના ફોન સાથે કંઈક વિચિત્ર થવા લાગ્યું હતું. તેમના ફોન પર અચાનક ઓટીપી આવવા લાગ્યા, જે નાણાકીય લેવડદેવડને લગતા હતા.
મયૂર કહે છે કે, “જ્યારે મેં એ લિંક ચકાસી તો તે આબેહૂબ સરકારી ફોર્મ જેવી લાગતી હતી, પરંતુ તે અસલી ન હતી. જેથી મેં તરત જ તેમને ફોન ‘ફેક્ટરી રિસેટ’ કરવાની સલાહ આપી હતી.”
આ જ રીતે અન્ય એક યુવાને બૂસ્ટર ડોઝના રજિસ્ટ્રેશનના બહાને પોતાના બૅન્કખાતાની તમામ રકમ ગુમાવી હતી.
જે મહિલા ઑનલાઇન ઠગનો શિકાર બન્યાં હતાં, તેમનું કહેવું છે કે તેમની સોસાયટીમાં રહેતા અન્ય ત્રણ લોકો સાથે પણ આવું જ થયું હતું.

કઈ રીતે થાય છે છેતરપિંડી? શું છે MO?

ઇમેજ સ્રોત, Getty Images
ઓમિક્રૉન વૅરિયન્ટના ટેસ્ટ તેમજ બૂસ્ટર ડોઝના નામે થતી છેતરપિંડી કરનારા લોકો પૂરતી તૈયારી સાથે લોકોને ઠગતા હોય છે અને તેઓ ખૂબ જ ઝીણવટપૂર્વક યોજના ઘડતા હોય છે.
તેઓ લોકોને વિશ્વામાં લે છે અને તેમનાં ફોન કે કૉમ્પ્યુટરને હૅક કરી લે છે. કેટલાક કિસ્સામાં લોકોને મોડેથી જાણ થતી હોય છે કે તેઓ સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે.
સાયબર ઍક્સ્પર્ટ મયૂર જણાવે છે કે ઓમિક્રૉનની દહેશત વચ્ચે બૂસ્ટર ડોઝ કે પછી ઓમિક્રૉન ટેસ્ટ. બન્ને માટે એક સરખી જ પદ્ધતિથી ઠગાઈ કરવામાં આવે છે.
સાયબર ઠગોની કાર્યપ્રણાલી સમજાવતા ભુસાવળકર કહે છે કે, ”સૌથી પહેલાં ફોન અથવા તો ઈ-મેઇલ મારફતે લોકોનો સંપર્ક કરવામાં આવે છે.”
“આ ફોન કે ઈ-મેઇલનો ભરોસો કરનારા લોકો લિંક ખોલે, ત્યારે તેમની સમક્ષ એક ફોર્મ ખૂલે છે. જેમાં તેમને પોતાની માહિતી ભરવા કહેવામાં આવે છે. આ ફોર્મ આબેહૂબ અસલી ફોર્મ જેવું જ લાગે છે. જેથી મોટાભાગે કોઈને શંકા જતી નથી કે તે બનાવટી ફોર્મ છે.”
તેઓ વધુમાં કહે છે કે, ”તેઓ ફોર્મ ભરતા હોય, ત્યારે બૅકગ્રાઉન્ડમાં તેમના ફોન કે પીસીમાં એક ઍપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય છે. જે સ્પાયવૅર હોય છે અને એના થકી ફોનમાં થતી દરેક હલચલને ઠગ જોઈ શકે છે.”
“ત્યાર બાદ વ્યક્તિ ફોનમાં રહેલી બૅન્કિંગ ઍપ્લિકેશન ખોલે અને તેમાં પાસવર્ડ નાખે, તો તે પાસવર્ડ ઠગને મળી જાય છે અને ગણતરીના કલાકોમાં તેઓ બૅન્કખઆતું ખાલી કરી દે છે.”

કઈ રીતે ફરિયાદ કરી શકો?
સાયબર ક્રાઇમની ફરિયાદ રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પૉર્ટલ પર કરી શકાય છે. જેની પર નીચેની માહિતી આપવાની રહે છે.
- જે ઈ-મેઇલ પરથી મૅસેજ આવ્યો હોય તે ઈ-મેઇલ ઍડ્રેસ
- જો ફોન પર વાતચીત થઈ હોય તો ફોનનંબર આપવા
- જે બૅન્કઍકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હોય, તે ઍકાઉન્ટની વિગતો આપવી
- જે ડિજિટલ વૉલેટમાંથી પૈસા ગયા હોય તેની વિગતો આપવી
- બૅન્કમાંથી રકમ ઊપડી ગઈ હોય તો તે ઍકાઉન્ટનું સ્ટેટમૅન્ટ



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












