You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુખ્ય ચૂંટણી અધિકારીની વડા પ્રધાન કાર્યાલયની મુલાકાત અંગેનો વિવાદ શું છે?
ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત રિપોર્ટ મુજબ મુખ્ય ચૂંટણી અધિકારી સુશીલચંદ્ર અને બે ચૂંટણી કમિશનર રાજીવકુમાર તથા અનુપચંદ્ર પાંડેએ તારીખ 16 નવેમ્બરે વડા પ્રધાન કાર્યાલય દ્વારા આયોજિત ઑનલાઇન "સંવાદ"માં ભાગ લીધો હતો.
વિપક્ષ કૉંગ્રેસના નેતાઓએ આ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે.
અખબારના અહેવાલ મુજબ આ સંવાદ ચૂંટણીપંચને કાયદા મંત્રાલય તરફથી એક પત્ર મળ્યા બાદ યોજાયો હતો.
આ પત્ર મુજબ વડા પ્રધાનના પ્રિન્સિપાલ સેક્રેટરી પી. કે. મિશ્રા સમાન મતદારયાદી પર એક બેઠકની અધ્યક્ષતા કરવાના હતા અને મુખ્ય ચૂંટણી અધિકારી ભાગ લે તેવી અપેક્ષા છે.
ઇન્ડિયન એક્સપ્રેસ અખબાર સાથે વાત કરતાં રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આગામી ચૂંટણીની નિષ્પક્ષતા અંગે પ્રશ્ન કર્યા હતા.
તેમણે કહ્યું કે "વડા પ્રધાન કાર્યાલય આવું ન કહી શકે. ચૂંટણીપંચ સ્વતંત્ર હોવું જોઈએ. તે સ્વતંત્ર સંસ્થા જ છે. તેઓ કેવી રીતે ચૂંટણીપંચને બોલાવી શકે? અમે કેવી રીતે આશા રાખીએ કે ચૂંટણી નિષ્પક્ષ હશે? પાંચ રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે. કેવી રીતે આશા રાખીએ કે આગામી ચૂંટણીમાં અમારી સાથે ન્યાય થશે?"
તો બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ વિપક્ષના અનેક નેતાઓએ સંસદના શિયાળુ સત્રમાં આ મુદ્દે લોકસભામાં સ્થગિતતા પ્રસ્તાવ મૂક્યો હતો અને રાજ્યાસભામાં સસ્પેન્શન ઑફ બિઝનેસ નોટિસ આપી હતી.
આખો મામલો શું છે અને કૉંગ્રેસે શું કહ્યું?
કૉંગ્રેસ મહાસચિવ અને પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ કેન્દ્ર સરકાર પર કેટલાક આરોપો લગાવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે સરકાર દેશની સંસ્થાઓને બરબાદ કરવા એક નવા સ્તર પર પહોંચી ગઈ છે.
રણદીપસિંહ સુરજેવાલાએ મીડિયામાં છપાયેલા કેટલાક રિપોર્ટનો હવાલો આપ્યો હતો.
આ રિપોર્ટ અનુસાર, કાયદા મંત્રાલયના એક અધિકારીએ નોટ જારી કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, મુખ્ય ચૂંટણી કમિશનરને આ નોટ પર વાંધો હતો.
આ નોટમાં વડા પ્રધાનના પ્રિન્સિપાલ સેક્રેટરી પી.કે. મિશ્રા સાથે થનારી એક બેઠકમાં દેશના મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોના હાજર રહેવાની આશા રાખવામાં આવી હતી.
આ નોટમાં લખવામાં આવ્યું હતું કે વડા પ્રધાનના મુખ્ય સચિવ પી.કે. મિશ્રા મતદાતા સૂચિને લઈને "એક બેઠકની અધ્યક્ષતા" કરશે અને આ બેઠકમાં "સીઈઓ સામેલ થાય તેવી આશા" રાખે છે.
સુરજેવાલાએ કહ્યું કે "આઝાદ ભારતમાં આવી વાત સાંભળી નહોતી."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો