બાબરી મસ્જિદ વિધ્વંસની વરસીએ મથુરામાં 144 લાગુ કરવાની જરૂર કેમ પડી?

    • લેેખક, અનંત ઝણાણે
    • પદ, લખનૌથી, બીબીસી હિંદી માટે

મથુરામાં સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પોલીસદળની ભારે તહેનાતીની સાથોસાથ સીસીટીવી અને ડ્રોન કૅમેરામાં શાહી ઈદગાહ પર પોલીસની નજર છે. સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે.

મથુરા શહેરને ચાર સુપર ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. આઠ સેક્ટરમાં ઇન્સ્પેક્ટર તહેનાત કરાયા છે.

શહેરમાં 143 એવા પૉઇન્ટ્સ છે જ્યાં પિકેટ ડ્યૂટી લગાવાઈ ચે. રૅપિડ ઍક્શન ફોર્સની એક કંપની અને સીઆરપીએફની છ કંપનીઓ તહેનાત કરાઈ છે.

આ સિવાય પીએસીની દસ કંપનીઓ, 1400 કૉન્સ્ટેબલ અને હેડ કૉન્સ્ટેબલ, 200 સબ ઇન્સ્પેક્ટર અને 60 ઇન્સ્પેક્ટર પણ તહેનાત કરાયા છે.

મથુરા ASP ગૌરવ ગ્રોવરે જણાવ્યું, "જનપદીય પોલીસ સાથે સાથે આપણને આગ્રા રૅન્જ અને આગ્રા ઝોનથી પણ ભારે સંખ્યામાં પોલીસદળની પ્રાપ્તિ થઈ છે. કોઈ પણ વ્યક્તિ એવી કોઈ ઘટનાને અંજામ આપવાની કોશિશ કરે છે, ક પછી કોઈ પણ વાંધાજનક કૃત્યુ કરવાનો પ્રયાસ કરશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે."

અખિલ ભારત હિંદુ મહાસભાની જાહેરાત

ખરેખર, અખિલ ભારત હિંદુ મહાસભા નામના એક સંગઠને પ્રેસકૉન્ફરન્સ પર આ વાતની જાહેર કરે કે તેઓ છ ડિસેમ્બરે મથુરાની શાહી ઈદગાહ માટે માર્ચ કાઢીને મસ્જિદમાં બાળગોપલની મૂર્તિ સ્થાપિત કરીને તેનું જળાભિષેક કરશે.

પરંતુ, મથુરા પ્રશાસને આ કાર્યક્રમની પરવાનગી ન આપી. હવે આ સંગઠન પ્રમાણે આ કાર્યક્રમ દિલ્હીના જંતર-મંતર ખાતે સોમવારે બપોરે 12 વાગ્યે રાખવામાં આવ્યો છે.

આ સિવાય શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ દળ નામના એક ધાર્મિક સંગઠને પણ છ ડિસેમ્બરે શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંકલ્પયાત્રાનું આહ્વાન કર્યું હતું પરંતુ બાદમાં જાહેરાત કરી કે તેઓ પ્રશાસનને સહયોગ કરવા માટે યાત્રા સ્થગિત કરી રહ્યા છે. પરંતુ તેમ છતાં પ્રશાસને મથુરામાં સુરક્ષાવ્યવસ્થા વધારી દીધી છે.

મથુરા પોલીસનો દાવો છે કે સોશિયલ મીડિયા પર ભડકાવનારી અને વિવાદિત પોસ્ટ કરનાર પર પણ કાર્યવાહી કરી રહી છે.

એસએસપી ગૌરવ ગ્રોવરે કહ્યું, "સોશિયલ મીડિયા પર પણ વિશેષપણે નજર રાખવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર ભ્રામક અને ભડકાવનારી પોસ્ટ નાખનારા પર પહેલાં પણ કેસ કરાયા છે અને હવે જો કોઈ આવી પોસ્ટ મૂકે છે તો તેમના પર પણ કાર્યવાહી કરાશે."

ઉપમુખ્ય મંત્રીએ મંદિરનિર્માણ અંગે કર્યું હતું ટ્વીટ

એક ડિસેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના ઉપમુખ્ય મંત્રી કેશવપ્રસાદ મૌર્યે કહ્યું હતું કે, "અયોધ્યા કાશી ભવ્ય મંદિરનિર્માણ ચાલુ છે, મથુરાની તૈયારી છે." આ ટ્વીટ બાદ રાજકીય વાદવિવાદ છેડાઈ ગયો.

આ વિવાદિત ટ્વીટ બાદ કેશવપ્રસાદ મૌર્યે આ મુદ્દાને આગળ વધારતાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને પૂછ્યું હતું કે, "જણાવો કે શ્રીકૃષ્ણ જન્મભૂમિ પર ભગવાન શ્રીકૃષ્ણના ભવ્ય મંદિરના નિર્માણનો તેઓ વિરોધ કરે છે કે તેના સમર્થનમાં છે? ચૂંટણીનો મુદ્દો ન શ્રીરામ જન્મભૂમિ મંદિર છે, ન બાબા વિશ્વનાથનું મંદિર છે અને ના શ્રીકૃષ્ણ મંદિર છે. અખિલેશ યાદવ કહે છે કે તેઓ કૃષ્ણભક્ત છે, હું રામભક્ત છું. તો જણાવો કે તેઓ કૃષ્ણ જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ થાય તેવું ઇચ્છે છે કે કેમ?"

મથુરાની સાથોસાથ અયોધ્યમાં બાબરી વિધ્વંસની વરસી પર સુરક્ષા વધારાઈ છે. અહીં પોલીસની તહેનાતીમાં વધારો કરાયો છે.

છ ડિસેમ્બર 1992ના રોજ સોળમી સદીમાં બનેલ બાબરી મસ્જિદને એક ભીડે પાડી દીધી હતી. જેને લઈને દેશમાં સાંપ્રદાયિક તણાવ વધી ગયો અને હિંસા પણ થઈ હતી. વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટના નિર્ણ બાદ અયોધ્યમાં હવે રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો