વિરાટ કોહલીની પુત્રીને કથિત રેપની ધમકીઓ બાદ રાહુલ ગાંધી આવ્યા સમર્થનમાં, સોશિયલ મીડિયામાં જામી ચર્ચા

યુએઈમાં આયોજિત ટી-20 વર્લ્ડ કપમાં 24 ઑક્ટોબરે પાકિસ્તાન સામેની મૅચમાં ભારતનો કારમો પરાજય થયો હતો.

આ હાર બાદ ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સે મોહમ્મદ શમીના પ્રદર્શનને લઈને વિવાદાસ્પદ નિવેદનોવાળાં ટ્વીટ કર્યાં હતાં. જેમાં તેમના ધર્મને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો.

વિરાટ કોહલીના સપૉર્ટમાં આવ્યા રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિરાટ કોહલીના સપૉર્ટમાં આવ્યા રાહુલ ગાંધી

સમાચાર સંસ્થા એએનઆઈ પ્રમાણે વિરાટ કોહલી જ્યારે મોહમ્મદ શમીના સપૉર્ટમાં આવ્યા ત્યારે કથિત રીતે તેમની નવ માસની દીકરીના રેપ માટે ધમકીઓ આપવામાં આવી હતી. જેને લઈને દિલ્હી કમિશન ફૉર વિમૅને આ મામલે સ્વસંજ્ઞાન લઈને અને દિલ્હી પોલીસને આ મામલામાં ‘ઍક્શન ટૅકન રિપોર્ટ’ આપવા જણાવ્યું છે.

નોંધનીય છે કે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ આ વાતની નોંધ લીધી અને તેઓ સોશિયલ મીડિયા પર વિરાટના સમર્થનમાં આવ્યા છે.

તેમણે ટ્વિટર પર લખ્યું કે, “પ્રિય વિરાટ, આ લોકોને કોઈ પ્રેમ પૂરું પાડનાર નથી તેથી તેઓ આટલી બધી નફરતથી ભરાયેલા છે. તેમને માફ કરી દો. ટીમને સાચવો.”

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

આ સાથે જ યૂઝરો ટ્વિટર પર #DearVirat સાથે ટ્વીટ કરવા લાગ્યા હતા.

line

વિરાટ તમે તો દેશનું ગૌરવ છો અને હંમેશાં રહેશો’

વિરાટ કોહલીની પુત્રીના રેપની કથિત ધમકી મામલે સોશિયલ મીડિયામાં શરૂ થઈ ચર્ચા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિરાટ કોહલીની પુત્રીના રેપની કથિત ધમકી મામલે સોશિયલ મીડિયામાં શરૂ થઈ ચર્ચા

યશ નામના એક ટ્વિટર યૂઝરે વિરાટ કોહલીના સમર્થનમાં લખ્યું હતું કે, “પ્રિય વિરાટ, તમે તો દેશનું ગૌરવ છો અને હંમેશાં રહેશો. તમારી કાળજી રાખો. લવ યુ.”

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

નીતિન લખન સિંગલા નામના એક યૂઝરે લખ્યું હતું કે, “એક દીકરીનો પિતા હોવાને લીધે હું સમજી શકું છું કે તમને અને અનુષ્કાને હાલ કેવું લાગી રહ્યું છે. તમે ખાતરી રાખો કે દેશ તમારી સાથે અને આ લોકોના વિરોધમાં ઊભો છે.”

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

શિલ્પા નામનાં એક યૂઝરે ટ્વિટર પર લખ્યું હતું કે, “પ્રિય વિરાટ, ખરેખર હાલ ભગવાન તમારી રક્ષા કરે. સમગ્ર ટીમ અને તમારી સાથે અમારી પ્રાર્થનાઓ છે.”

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

line

શું હતો સમગ્ર વિવાદ?

શમીના પ્રદર્શન અને ધર્મને જોડતી ટિપ્પણીઓ મામલે વિરાટ કોહલી આવ્યા હતા તેમના સમર્થનમાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શમીના પ્રદર્શન અને ધર્મને જોડતી ટિપ્પણીઓ મામલે વિરાટ કોહલી આવ્યા હતા તેમના સમર્થનમાં

ભારતીય ટી-20 ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ શનિવારે ફાસ્ટ બૉલર મોહમ્મદ શમી પર ટિપ્પણી કરતા લોકોની ટીકા કરી અને કહ્યું કે તેઓ લોકો ‘કરોડરજ્જુ વિના’ના ટ્રોલ છે.

પાકિસ્તાન સામેના આ કારમા પરાજય પછી સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ ભારતના ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીની પણ ટીકા કરી હતી અને ધાર્મિક ટિપ્પણી પણ કરી હતી.

શમીને ઇન્સ્ટાગ્રામ પર ટ્રોલ કરવામાં આવ્યા હતા અને તેમના પર મુસ્લિમ હોવાને કારણે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી.

ન્યૂઝીલૅન્ડની વિરુદ્ધ મહત્ત્વપૂર્ણ મૅચ પહેલાં પત્રકારો સાથે વાત કરતાં કોહલીએ સ્પષ્ટ શબ્દોમાં ટ્રોલ્સની ટીકા કરી હતી.

કોહલીએ કહ્યું કે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારા લોકો કરોડરજ્જુ વિનાના લોકો છે જેઓ વાસ્તવિક જીવનમાં કોઈ અસલી પડકારનો સામનો કરી શકતા નથી.

કોહલીએ કહ્યું કે, અમે મેદાન પર મુકાબલો કરીએ છીએ સોશિયલ મીડિયા પર નહીં. એવા કરોડરજ્જુ વિનાના લોકોની વાસ્તવમાં કોઈની સામે કંઈ બોલવાની હિંમત થતી નથી હોતી."

મોહમ્મદ શમીને ટ્રોલ કરાયા પછી સચીન તેંડુલકર સહિત ભારતના કેટલાક સ્ટાર ખેલાડીઓ તેમના સમર્થનમાં આવ્યા હતા.

કોહલીએ કહ્યું કે, "લોકો કઈ પરિસ્થિતિ વિશે શું વિચારે છે તે વ્યક્ત કરવાનો અધિકાર તેમની પાસે છે પરંતુ મેં ક્યારે પણ વ્યક્તિગત રીતે કોઈની સાથે ધર્મના આધારે ભેદભાવ કર્યો નથી."

તેમણે કહ્યું કે " ધર્મ એક પવિત્ર અને વ્યક્તિગત બાબત છે અને કોઈને પણ કોઈની ધાર્મિક બાબતમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ."

તેમણે વધુમાં કહ્યું કે તેઓ આવા નિષ્ફળ લોકો પર સમય વ્યર્થ નથી કરવા માગતા જેમણે એ વાતની અવગણના કરી કે શમીએ અત્યાર સુધી કેટલી મૅચ જિતાડી છે.

તેમણે કહ્યું કે, "મોહમ્મદ શમી છેલ્લાં કેટલાંક વર્ષોથી અમારા મહત્ત્વપૂર્ણ બૉલર છે અને તેમણે ભારતને કેટલીક મૅચ જિતાડી છે. "

line

‘દેશનું પ્રતિનિધિત્વ કરતા લોકો ત્યાગ કરે છે, એ વિશે લોકો અજાણ’

કોહલી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોશિયલ મડિયા પર લોકો પર નિશાન સાધવાની સંસ્કૃતિ પર કોહલીએ કહ્યું હતું કે આ માનવીય વર્તનનું સૌથી નીચલું સ્વરૂપ છે.

કોહલીએ કહ્યું કે ટીમની ભાવના પર આ રીતેના વિવાદની કોઈ અસર નથી થતી અને તેમણે ડ્રેસિંગ રૂમમાં એવો માહોલ ઊભો કર્યો છે કે ત્યાં સુધી આ વાત પહોંચશે પણ નહીં.

તેમણે કહ્યું કે અમે પૂર્ણ રીતે શમીની સાથે ઊભા છીએ. અમે 200 ટકા તેમની સાથે છીએ. જે લોકો તેમના પર હુમલો કરે છે, તેઓ ઇચ્છે તો બે ગણી શક્તિ વાપરે, અમારા પર કોઈ અસર નહીં થાય. અમારો ભાઈચારો, અમારી મિત્રતા અને અમારી વચ્ચે પ્રેમ યથાવત્ રહેશે."

સોશિયલ મડિયા પર લોકો પર નિશાન સાધવાની સંસ્કૃતિ પર કોહલીએ કહ્યું કે આ માનવીય વર્તનનું સૌથી નીચલું સ્વરૂપ છે.

તેમણે કહ્યું કે લોકો પોતાની ઓળખ છુપાવીને સોશિયલ મીડિયા પર લોકોની પાછળ પડે છે અને તેનાથી મનોરંજન મેળવે છે. આજના સમયમાં આ સોશિયલ એન્ટરટેન્મૅન્ટ બની ગયું છે. આ દુર્ભાગ્યપૂર્ણ અને દુ:ખદ પરિસ્થિતિ છે."

તેમણે કહ્યું કે જે લોકો શીર્ષ સ્તર પર દેશનું પ્રતિનિધિત્વ કરે છે તેઓ બહુ ત્યાગ કરે છે જેનો લોકોને અંદાજ પણ નથી હોતો.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો