Ind v Pak : મોહમ્મદ શમીના ટ્રૉલિંગ પર પાકિસ્તાનના સ્ટાર બૅટ્સમૅન રિઝવાને શું કહ્યું?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

આઈસીસી ટી-20 વર્લ્ડકપની ગ્રૂપ મૅચમાં 24 ઑક્ટોબરે પાકિસ્તાને ભારતને 10 વિકેટ હરાવ્યું હતું, બાદમાં ટીમ ઇન્ડિયાના બૉલર મોહમ્મદ શમીને લોકો ઑનલાઇન ટ્રૉલ કરી રહ્યા છે.

મોહમ્મદ શમીના સમર્થનમાં કેટલાક પૂર્વ ક્રિકેટરો પણ આવ્યા છે અને લોકોની આવી ટીકા પર તેમની નિંદા કરી છે.

મોહમ્મદ શમીએ આ મૅચમાં 3.5 ઓવરમાં 43 રન આપ્યા હતા અને એક પણ વિકેટ લીધી નહોતી.

પાકિસ્તાનના ખેલાડીઓ સાથેની વિરાટ કોહલીની તસવીરો અંગે ચર્ચા કેમ થઈ રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના ખેલાડીઓ સાથેની વિરાટ કોહલીની તસવીરો અંગે ચર્ચા કેમ થઈ રહી છે?

આ હારની સાથે જ સોશિયલ મીડિયા પર અનેક પ્રતિક્રિયાઓ આવવા લાગી, તે પ્રતિક્રિયાઓમાં ક્રિકેટર મોહમ્મદ શમી પણ લોકોના નિશાને ચઢ્યા હતા.

ઘણા લોકો હતા જેમણે શમીને પાકિસ્તાની ગણાવીને તેમની ટીકા કરી, તો કેટલાક લોકોએ તેમના પર મૅચ હારવા માટે પૈસા લેવાનો પણ આરોપ લગાવ્યો.

line

મોહમ્મદ શમીનું ઑનલાઇન ટ્રૉલિંગ

ભારત-પાકિસ્તાન મૅચ દરમિયાન બૉલિંગ કરી રહેલા મોહમ્મદ શમી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત-પાકિસ્તાન મૅચ દરમિયાન બૉલિંગ કરી રહેલા મોહમ્મદ શમી

ઇન્સ્ટાગ્રામ પર થયેલા ટ્રૉલિંગમાં શમી વિશે એવા એવા શબ્દોનો ઉપયોગ કરાયો છે, જેનો ઉલ્લેખ અહીં કરી શકાય તેમ નથી.

નદીમ ખાન નામના એક ઇન્સ્ટાગ્રામ યૂઝરે મોહમ્મદ શમીને ટાંકીને લખ્યું, "મૅન ઑફ પાકિસ્તાન."

અજય રાજપૂતે લખ્યું, "જો વેચાઈ જ જવું હતું, તો રમો છો શા માટે?" શિમવસિંહ નામના યૂઝરે લખ્યું, "કોની ટીમમાંથી રમી રહ્યા હતા?"

પ્રજ્વલ નામના એક યૂઝરે લખ્યું, "ભારતીય ટીમમાં પાકિસ્તાની."

તો પાકિસ્તાનની ક્રિકેટ ટીમના વિકેટકીપર અને બૅટ્સમૅન મોહમ્મદ રિઝવાને પણ એક ટ્વીટ કર્યું છે.

પાકિસ્તાનની જીતમાં 55 બૉલમાં 79 રનોનું યોગદાન આપનારા મોહમ્મદ રિઝવાને મોહમ્મદ શમીને ટ્રૉલ કરાતા ટ્વીટ કર્યું છે.

તેમણે લખ્યું કે "કોઈ પણ ખેલાડીને પોતાના દેશ અને પોતાના લોકો માટે જે રીતે દબાણ, સંઘર્ષ અને બલિદાનમાંથી પસાર થવું પડે એ અતુલ્ય છે. મોહમ્મદ શમી એક સ્ટાર છે અને દુનિયાના સર્વશ્રેષ્ઠ બૉલરોમાંથી એક છે. મહેરબાની કરીને પોતાના સ્ટાર્સનું સન્માન કરો. આ રમતના માધ્યમથી લોકોને સાથે લાવવા જોઈએ અને તેમને વિભાજિત ન કરવા જોઈએ."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

line

મોહમ્મદ શમીના સમર્થનમાં સચીન અને સેહવાગ

સચીન તેંડુલકર

ઇમેજ સ્રોત, Getty Images

સોમવારે સચીન તેંડુલકરે મોહમ્મદ શમીના સમર્થનમાં લખ્યું કે "જ્યારે આપણે ટીમ ઇન્ડિયાનું સમર્થન કરીએ ત્યારે એ બધા ખેલાડીઓનું સમર્થન કરીએ છીએ જે ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરે છે. મોહમ્મદ શમી પ્રતિબદ્ધ અને વિશ્વસ્તરના બૉલર છે."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

તો જાણીતા કૉમેન્ટેટર હર્ષા ભોગલે પણ ટ્રૉલ્સ પર નિશાન સાધતા લખ્યું કે "જે લોકો મોહમ્મદ શમી અંગે ખરાબ વાતો કરી રહ્યા છે, તેમને મારી એક વિનંતી છે, તમે ક્રિકેટ ન જુઓ અને તમારી કમી પણ નહીં અનુભવાય."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

એઆઈએમઆઈએમના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ શમીના બચાવમાં કહ્યું, "મૅચ બાદ સોશિયલ મીડિયામાં શમીને ટાર્ગેટ કરાઈ રહ્યો છે. આ દર્શાવે છે કે મુસલમાનો પ્રત્યે કેટલી કટ્ટરતા અને નફરત છે. ક્રિકેટમાં કાં તો જીત થાય છે, કાં તો હાર. ટીમમાં કુલ 11 ખેલાડી છે, પરંતુ ટાર્ગેટ માત્ર એક મુસ્લિમ ખેલાડીને કરાઈ રહ્યો છે. શું ભાજપ સરકાર આની નિંદા કરશે?"

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

સોશિયલ મીડિયા પર એક તરફ લોકોનો ગુસ્સો જોવા મળ્યો, તો બીજી તરફ ઘણા લોકો એવા પણ હતા કે જેમણે શમીનો બચાવ કર્યો.

શમીનો બચાવ કરનારા લોકોમાં ભારતના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ પણ સામેલ છે.

મોહમ્મદ શમી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ શમી

વીરેન્દ્ર સહેવાગે કહ્યું છે કે, "મોહમ્મદ શમી પરનો ઑનલાઇન ઍટેક ચોંકાવનારો છે અને અમે તેમની સાથે છીએ."

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

એ લોકોમાં જમ્મુ-કાશ્મીર નેશનલ કૉન્ફરન્સના ઉપપ્રમુખ ઓમર અબ્દુલ્લાહનો પણ સમાવેશ થાય છે.

તેમણે ટ્વીટ કરીને લખ્યું, "મોહમ્મદ શમી એ 11 ખેલાડીઓમાંથી એક હતા, જેઓ ગઈકાલે રાત્રે મૅચ હાર્યા, મેદાન પર તેઓ એકમાત્ર ખેલાડી નહોતા."

ભારતીય ક્રિકેટ ટીમ વિશે તેમણે લખ્યું, "બ્લૅક લાઇવ્સ મેટર્સ માટે ઘૂંટણિયે પડવાનો કંઈ જ અર્થ નથી, જો તમે તમારી ટીમના ખેલાડી માટે કંઈ કરી ન શકો, જેમની સોશિયલ મીડિયા પર ખૂબ જ ટીકા થઈ રહી છે."

બદલો X કન્ટેન્ટ, 6
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 6

દક્ષિણ ભારતના અભિનેતા રાહુલ રવીન્દ્રને ટ્વીટ કરીને કહ્યું, "અમે તમને પ્રેમ કરીએ છીએ મોહમ્મદ શમી. હા અત્યારે અમે નિરાશ છીએ. પણ મને ખાતરી છે કે અમારા કરતાં તમારું મન દુખી છે."

"મને વિશ્વાસ છે કે ટીમ અને તમે ગઈકાલ રાત કરતાં આગળ વધારે સારું રમશો. અમારામાંથી કેટલાક લોકો તરફથી હું માફી માગું છું. તે ખૂબ ખરાબ છે. અમે આગળની મૅચ માટે તમારો ઉત્સાહ વધારીશું. તમે એકલા નહીં ચાલો."

બદલો X કન્ટેન્ટ, 7
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 7

અશ્ફાક નામના યૂઝરે લખ્યું, “તમે ગમે તેટલી દેશભક્તિ બતાવવાનો પ્રયાસ કરો, તેઓ તમને ભારતીય મુસ્લિમ તરીકે શોધી જ લેશે. હવે સવાલ છે કે શું ભારતીય ક્રિકેટ ટીમ મોહમ્મદ શમીની પડખે ઊભી રહેશે?”

બદલો X કન્ટેન્ટ, 8
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 8

હુઝૈફા નામના યૂઝરે એક તસવીર સાથે પોતાની પ્રતિક્રિયા આપી અને કહ્યું, “જો આ જ વસ્તુ મોહમ્મદ શમી કરી રહ્યા હોત તો?”

બદલો X કન્ટેન્ટ, 9
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 9

અદ્વૈદ નામના યૂઝરે લખ્યું, “બે મહિના પહેલાં જ્યારે હૉકીખેલાડી વંદના કટારિયા વિરુદ્ધ જાતીય ટિપ્પણી થઈ હતી, ત્યારે ભારતીય મહિલા હૉકી ટીમનાં કૅપ્ટન રાની રામપાલ તેમની સાથે ઊભા રહ્યાં હતાં. હવે જોઈએ કે શું વિરાટ કોહલી શમી પર થઈ રહેલા આ શાબ્દિક હુમલાની નિંદા કરે છે કે નહીં.”

બદલો X કન્ટેન્ટ, 10
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 10

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો