હાર્દિક પટેલના નામની ચર્ચા વચ્ચે ગુજરાત કૉંગ્રેસના નવા અધ્યક્ષ માટે દિલ્હીમાં બેઠક
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
રાજ્યમાં શિયાળાની ઠંડીની શરૂઆતની વચ્ચે રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે.
શુક્રવારે રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી કૉંગ્રેસના મુખ્ય નેતાઓની એક બેઠક નવી દિલ્હી ખાતે મળી હતી, જેમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં સંગઠનસ્તરે ફેરફારની કવાયત હાથ ધરવામાં આવી છે.
આ બેઠકમાં હાર્દિક પટેલ તથા હજુ સુધી ઔપચારિક રીતે પાર્ટીમાં નહીં જોડાયેલા જિજ્ઞેશ મેવાણી બેઠકમાં હાજર રહ્યા હતા, પરંતુ થોડીવારમાં જ નીકળી જતા અટકળોનો દોર શરૂ થયો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
જે રાજ્યોમાં આવનારા સમયમાં ચૂંટણીઓ યોજાવાની છે તેના કૉંગ્રેસ પ્રદેશપ્રભારીઓ તથા પાર્ટી મહાસચિવોની એક બેઠક આગામી મંગળવારે નવી દિલ્હી ખાતે રાખવામાં આવી છે, જેમાં વિધાનસભા ચૂંટણીને લગતી વ્યૂહરચનાઓ, નવા સભ્યોને જોડવા તથા કાર્યકરોની તાલીમ વિશે પણ ચર્ચા કરવામાં આવશે.
હાર્દિક પટેલે રદિયો આપ્યાં છતાં નવા અધ્યક્ષ તરીકે તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે. દિવાળી આસપાસ પાર્ટીમાં નવા ફેરફાર અમલમાં આવશે.
જે કોઈ બને, તેમની સામે સંગઠન તથા ચૂંટણીલક્ષી મુદ્દાઓને પહોંચી વળવાનો પડકાર હશે.

મેવાણી, મંથન તથા મહારથીઓ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
શુક્રવારે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રઘુ શર્માને સાથે રાખીને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટી (જીપીસીસી)ના વરિષ્ઠ તથા નવોદિત નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
જેમાં હાર્દિક પટેલ, સિદ્ધાર્થ પટેલ, પરેશભાઈ ધાનાણી, અમિત ચાવડા, અર્જુનભાઈ મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, રાજ્યસભાના સંસદસભ્ય શક્તિસિંહ ગોહિલ, મુધુસુદન મિસ્ત્રી, અમીબહેન યાજ્ઞિક, નરેશ રાવલ સહિતના નેતા સામેલ થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બેઠકમાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ તથા હજુ સુધી કૉંગ્રેસમાં નહીં જોડાયેલા તથા પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી ચૂકેલા વડગામની બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ હાજર રહ્યા હતા.
જોકે બંને નવી દિલ્હી ખાતેની બેઠકના અમુક કલાકમાં જ ઍરપૉર્ટ જવા નીકળી ગયા હતા, જેના કારણે અટકળો શરૂ થઈ હતી.
બાદમાં પટેલે સ્પષ્ટતા કરી હતી કે તેઓ, મેવાણી તથા કનૈયાકુમાર બિહાર ખાતે એક પેટાચૂંટણીની રેલીમાં ભાગ લેવાના છે. આ કાર્યક્રમ અગાઉથી જ નક્કી હોવાથી તેઓ રાહુલ ગાંધીની સાથે વાત કરીને નીકળ્યા હતા.
એવી ચર્ચા છે કે હાર્દિક પટેલને પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવશે, જ્યારે જિજ્ઞેશ મેવાણીને સંગઠનમાં કોઈ મહત્ત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે.
સ્થાનિક મીડિયાનું કહેવું છે કે, "વરિષ્ઠ નેતાઓ દ્વારા હાર્દિક પટેલને પ્રમુખ બનાવવા માટે એકમત વ્યક્ત કરવામાં આવ્યો હતો, સાથે જ રજૂઆત કરવામાં આવી હતી કે આ પગલાને કારણે પાર્ટીમાં અસંતોષ ફેલાઈ શકે છે અને ભંગાણ પણ પડી શકે છે."

હાર્દિક પટેલનું નામ પાક્કું ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
હાર્દિક પટેલ પોતે જીપીસીસીના અધ્યક્ષ બનવાની અટકળોને નકારી ચૂક્યા છે. ચાલુ અઠવાડિયે ટ્વિટર ઉપર તેમણે, "જનતાના હિત તથા ગુજરાતની જીત માટે સંઘર્ષ, મને કોઈ પદની લાલચ નથી" એવા શિર્ષક સાથે નિવેદન મૂક્યું હતું.
સ્ટેટમેન્ટમાં તેમણે અધ્યક્ષપદે ચાલી રહેલા તેમના નામની અટકળો પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ, કોઈ પણ સમાજની કોઈ પણ વ્યક્તિ ગુજરાત કૉંગ્રેસની અધ્યક્ષ બને તેના નેતૃત્વમાં પાર્ટી ગુજરાતમાં સત્તાપરિવર્તન માટેની લડાઈ લડશે અને જીતશે, એમ પણ જણાવ્યું હતું.
કૉંગ્રેસના મુખપત્ર 'નેશનલ હેરાલ્ડ'ની વેબ ઍડિશને 'સૂત્રો'ને ટાંકતા દાવો કર્યો છે કે દિલ્હીમાં કૉંગ્રેસનું હાઇકમાન્ડ હાર્દિક પટેલને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીનું અધ્યક્ષ બનાવવા માગે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
મીડિયા સંસ્થા પોતાના લેખમાં લખે છે, જૂની પાર્ટીમાં નવું લોહી અને પ્રાણ ફૂંકવા માટે કેન્દ્રીય નેતૃત્વ કોઈ યુવાને પાર્ટીની કમાન સોંપવા માગે છે, કારણ કે આવતાં વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે.
આ સિવાય જિજ્ઞેશ મેવાણી તથા પૂર્વ સામ્યવાદી નેતા કનૈયાકુમારને પણ પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા છે.
વડા પ્રધાન તથા ગૃહમંત્રીના ગૃહરાજ્યમાં ભાજપને નાથવા માટે કૉંગ્રેસ પાર્ટી રાજ્યમાં પ્રભુત્વ ધરાવતા પટેલ સમુદાય ઉપર મદાર રાખી રહી છે.
રાજ્યમાં લગભગ 15 ટકા વસતિ ધરાવતો પાટીદાર સમુદાય વિધાનસભાની કુલ 182માંથી 75 બેઠક ઉપર અસર પાડી શકે છે.
હાર્દિક પટેલ વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા જ ચર્ચામાં આવ્યા હતા અને યુવા પાટીદારોમાં ખાસ્સું એવું ફેન-ફૉલોઇંગ ધરાવે છે.
પાર્ટી ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાજપથી વિમુખ થયેલા પાટીદાર સમુદાયને હાર્દિક પટેલના ચહેરા દ્વારા આકર્ષવા માગે છે.

'જાદુગર'ના હાથમાં દોરી

ઇમેજ સ્રોત, Getty Images
ઑક્ટોબર મહિનાના બીજા અઠવાડિયામાં પાર્ટી દ્વારા રાજસ્થાનના આરોગ્યમંત્રી રઘુ શર્માને પાર્ટીના ગુજરાત ઉપરાંત દીવ, દમણ અને દાદરાનગર હવેલી કૉંગ્રેસના પ્રભારી નીમ્યા હતા. તેમની સામે દમણની પેટાચૂંટણી જીતવાનો પહેલો પડકાર ઊભો છે.
શર્મા રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતના કૅમ્પના અને તેમની નજીક મનાય છે. 2018માં વધુ એક વખત રાજસ્થાનના મુખ્ય મંત્રી બન્યા તે પહેલાં ગેહલોત ગુજરાતના પ્રભારી હતા. તેમના નેતૃત્વમાં પાર્ટીએ 77 બેઠક મેળવી હતી. જે છેલ્લા ત્રણ દાયકાનું પાર્ટીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બની રહ્યું હતું.
એવું માનવામાં આવે છે કે 2022ની ચૂંટણી દરમિયાન રઘુ શર્મા ચહેરો હશે, પણ તેમની પાછળ ગેહલોતનું ભેજુ હશે.
જેઓ રાજકારણમાં આવતાં પહેલાં જાદુગર હતા અને પાર્ટીને આશા છે કે આગામી વિધાનસભા દરમિયાન પણ તેઓ પાર્ટીને જાદુઈ પરિણામો અપાવી શકશે.
એ વખતે ભાજપ ત્રણ આંકડા પર પણ નહોતો પહોંચી શક્યો અને માત્ર 99 બેઠક મળી હતી.
પાર્ટીને આશા છે કે ત્રણ દાયકા પછી ઊભા થતાં સત્તાવિરોધી વલણ, કોવિડની મહામારી દરમિયાન ફેલાયેલી કથિત અરાજકતા, લૉકડાઉન, બેરોજગારી તથા મંદી વગેરે જેવા મુદ્દા તેને ચૂંટણીરૂપી વૈતરણિ પાર કરાવવામાં મદદ કરશે.

નવા નેતાની જરૂર કેમ ?
સ્થાનિક સ્વરાજચૂંટણીમાં કૉંગ્રેસના ધબડકા પછી અમિત ચાવડા (તસવીર) તથા પરેશ ધાનાણીએ પદત્યાગ કર્યો હતો
ગુજરાત કૉંગ્રેસમાં પણ નેતૃત્વનું સંકટ પ્રવર્તમાન છે. માર્ચ-2021માં સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટીના ધબડકા બાદ ગુજરાત વિધાનસભામાં પાર્ટીના નેતા પરેશ ધાનાણી તથા ગુજરાત કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અમિત ચાવડાએ 'નૈતિક જવાબદારી' સ્વીકારીને પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધાં હતાં.
એ સમયે તેમને નવી જાહેરાત ન થાય, ત્યાર સુધી પદ પર રહેવા માટે કહેવામાં આવ્યું હતું, જોકે આજે આઠેક મહિના પછી નવા પ્રમુખ નિમવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
જ્યારે કોઈ રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે વિપક્ષ સવાથી દોઢ વર્ષ પહેલાં મેદાન ઉપર ઊતરી જતો હોય છે અને જનતાના મુદ્દાને રસ્તા ઉપર ઉઠાવતો હોય છે, પરંતુ નેતૃત્વના અભાવે કૉંગ્રેસમાં આવો કોઈ સળવળાટ જોવા નથી મળતો.
નેતૃત્વસંકટ માત્ર ગુજરાતમાં જ નહીં, કેન્દ્રમાં પણ પ્રવર્તમાન છે. લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધીએ પદ પરથી રાજીનામું આપી દીધું હતું, તેમનાં સ્થાને સોનિયા ગાંધીએ ફરીથી પાર્ટીની ધૂરા સંભાળી હતી. તેઓ 'પૂર્ણકાલીન તથા નિર્ણય લેનાર અધ્યક્ષ' છે, છતાં નવા અધ્યક્ષની ચર્ચા ચાલતી રહે છે.
સામે પક્ષે સી. આર. પાટીલના નેતૃત્વમાં ગુજરાત ભાજપે વિધાનસભાની પેટાચૂંટણી, સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણી તથા છેલ્લે ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં પેહલી વખત સ્પષ્ટ વિજય નોંધાવ્યો છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં '182માંથી 182 બેઠક' જીતવાનું લક્ષ્યાંક રાખી રહી છે.
પાર્ટીએ વિજય રૂપાણીના સ્થાને ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્ય મંત્રી બનાવ્યા છે તથા મંત્રીમંડળમાં જડમૂળથી પરિવર્તન કરી નાખ્યું છે.
કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું અવસાન થયું, તેના પાંચ મહિના પછી પાર્ટીએ રાજસ્થાનના આરોગ્યમંત્રી રઘુ શર્માને ગુજરાત, દીવ, દમણ અને દાદરાનગર હવેલીના પ્રભારી નિયુક્ત કર્યા છે.
જે કોઈ નેતા જીપીસીસીનો આગામી અધ્યક્ષ બનશે, તેની સામે કેટલાક પડકાર જડબું ફાડીને ઊભા હશે.

13 મહિનામાં તૈયારી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
સામાન્ય રીતે રાજ્યમાં ચૂંટણી આવતી હોય તો કોઈ પણ પક્ષ ઓછામાં ઓછા સવાથી દોઢ વર્ષ પહેલાં તેની તૈયારીઓ શરૂ કરી દેતો હોય છે. પરંતુ કૉંગ્રેસના આગામી પ્રમુખને તૈયારી માટે માંડ 13 મહિના જેટલો સમય મળશે, કારણ કે મોડામાં મોડા ડિસેમ્બર-2022ની શરૂઆતમાં ચૂંટણીની જાહેરાત કરવી રહે.
25 વર્ષ કરતાં વધુ સમયથી ગુજરાતમાં કૉંગ્રેસ સત્તાથી વંચિત છે એટલે કાર્યકરોનું મનોબળ નબળું પડે તથા અનેક સ્થળોએ પાર્ટીનું સંગઠન પડી ભાંગ્યું છે. નવા પ્રદેશાધ્યક્ષ ઉપર આગામી મહિનાઓમાં ગુજરાતમાં પક્ષના સંગઠનને બેઠું કરવાની જવાબદારી હશે.
નિર્ધારિત કાર્યક્રમ મુજબ, ડિસેમ્બર-2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે. જોકે 'સરપ્રાઇઝ' આપવા ટેવાયેલી મોદી-શાહની જોડી વહેલાસર ચૂંટણી માટે પણ સ્થાનિક નેતાઓને કહી શકે છે.
ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે સીઆર પાટીલે જ્યારથી જવાબદારી સંભાળી છે, ત્યારથી તેમણે રાજ્યનાં અલગ-અલગ શહેરોની મુલાકાતો લઈને સતત સત્તા પર રહેવાને કારણે સુસ્ત બની ગયેલા સંગઠનમાં પ્રાણ ફૂંકવાના પ્રયાસ કર્યા છે.
તેમણે નેતાઓને પણ કાર્યકરોની વાત સાંભળવા તથા તેમની સમસ્યાઓનો ઉકેલ કરવા ચેતવણી આપી છે. પાટીલ 182માંથી 182 બેઠકનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખે છે.

જૂની પેઢી વિ. નવી પેઢી
હાર્દિક પટેલની ઉંમર માત્ર 28 વર્ષની જ છે. આ ઉંમરે કાર્યકર રાજ્યમાં પાર્ટીની યુવા પાંખ યુવા કૉંગ્રેસ તો ઠીક વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયાના વડા બનવાની પણ કલ્પના ન કરી શકે.
આ સંજોગોમાં જો હાર્દિક પટેલ તથા મેવાણીને કોઈ મોટી જવાબદારી મળે તો નવી તથા જૂની પેઢીને સાથે લઈને ચાલવાની જવાબદારી નવનિયુક્ત પ્રમુખની ઉપર આવશે.
હાર્દિક પટેલ કૉંગ્રેસમાં સામેલ થયાને માંડ અઢી વર્ષ જેટલો સમય થયો છે, જ્યારે મેવાણી તો હજુ સુધી ઔપચારિક રીતે પાર્ટીમાં જોડાયા પણ નથી.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













