જિજ્ઞેશ મેવાણીએ કેમ ન લીધું સભ્યપદ? રાહુલ ગાંધીને મળ્યા બાદ કનૈયાકુમાર કૉંગ્રેસમાં જોડાયા

મંગળવારે રાહુલ ગાંધીની હાજરીમાં કનૈયાકુમાર કૉંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કૉંગ્રેસને સમર્થન આપ્યું છે જોકે તેઓ હજુ સુધી વિધિવત્ કૉંગ્રેસના સભ્ય બન્યા નથી.

આ જાહેરાત પહેલાં બન્ને યુવા નેતા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે દિલ્હીમાં આવેલા શહીદ-એ-આઝમ ભગતસિંહમાં પાર્ક મળ્યા હતા.

પત્રકારપરિષદ દરમિયાન મેવાણીએ કહ્યું કે "હું ફોર્મલી નહીં પણ કૉંગ્રેસના વિચાર સાથે જોડાઈ ગયો છું. 22ની ચૂંટણી કૉંગ્રેસના ચિહ્નથી જ લડીશ. તેના તમામ પ્રચારનો ભાગ બનીશ."

વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી કૉંગ્રેસમાં તો આવ્યા પણ વિધિપૂર્વક રીતે તેમણે હજુ સુધી કૉંગ્રેસનું સભ્યપદ લીધું નથી.

કનૈયાકુમાર અને જિજ્ઞેશ મેવાણી

ઇમેજ સ્રોત, Getty Images

અલબત્ત, 2022ની ચૂંટણી કૉંગ્રેસના નિશાન પરથી જ લડવાની મેવાણીએ વાત ચોક્કસથી કરી છે.

આ પહેલાં કૉંગ્રેસના કેસી વેણુગોપાલ અને રણદીપસિંહ સુરજેવાલાએ જિજ્ઞેશ અને કનૈયાનું કૉંગ્રેસમાં સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે જિજ્ઞેશે કહ્યું, "એક રાષ્ટ્રના રૂપે આપણે અભૂતપૂર્વ સંકટનો સામનો કરી રહ્યા છીએ. બંધારણ અને ભારતના વિચાર પર હુમલો થઈ રહ્યો છે. આજે ભાઈભાઈ એકબીજાના દુશ્મન બની જાય એવું ઝેર એક ષડ્યંત્ર હેઠળ દિલ્હી અને નાગપુર સાથે મળીને ફેલાવે છે."

"ત્યારે એક નાગરિક તરીકે મારી ફરજ શું હોય તો મને અંદરથી જવાબ મળે છે કે મારે બંધારણ અને ભારતના વિચારને બચાવવાં જોઈએ. એને બચાવવા હોય તો મારે એમની સાથે ઊભું રહેવું જોઈએ, જેણે સ્વતંત્રના આંદોલનની આગેવાની લીધી છે અને અંગ્રેજોને દેશમાંથી ભગાડ્યા હતા."

line

કૉંગ્રેસમાં 'કેમ ન જોડાયા' જિજ્ઞેશ મેવાણી?

મેવાણી

ઇમેજ સ્રોત, INC

જિજ્ઞેશ મેવાણીએ કૉંગ્રેસનું વિધિવત્ સભ્યપદ કેમ ના લીધું એ અંગે પણ જણાવ્યું.

આ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં મેવાણીએ કહ્યું :

"એક ટેકનિકલ કારણને પગલે હું ફૉર્મલી પક્ષમાં જોડાઈ શકું એમ નથી. "

"હું એક અપક્ષ ધારાસભ્ય છું. જો હું પક્ષમાં જોડાઈ જઉં તો હું ધારાસભ્ય તરીકે કાયમ ન રહી શકું."

"મારી પક્ષના વરિષ્ઠ નેતા સાથે, મારા મતક્ષેત્રના સાથીઓ સાથે, રાહુલ ગાંધી સાથે વાત થઈ, મારી જાત સાથે વાત થઈ તો થયું કે હું આ મિશન, આ અભિયાન સાથે છું, આ સંઘર્ષ સાથે છું એ મોટી વાત છે. બાકીની ઔપચારિકતા બાદમાં પણ પૂર્ણ થઈ જશે."

"રાહુલ ગાંધીએ પણ કહ્યું કે પત્રક ભરીને સભ્યપદ તો કાલે પણ લઈ શકાશે. અત્યારે મતક્ષેત્રના લોકો સાથે ઊભા રહો. 22ની ચૂંટણી હું કૉંગ્રેસના ચિહ્નથી જ લડીશ. કૉંગ્રેસના તમામ પ્રચારઅભિયાનમાં સામેલ રહીશ."

"હું ફૉર્મલી નહીં પણ આ વિચાર સાથે આજથી જોડાઈ ગયો છું."

line

કૉંગ્રેસમાં જોડાયા બાદ કનૈયાકુમારે શું કહ્યું?

કનૈયાકુમાર

ઇમેજ સ્રોત, Getty Images

કનૈયાકુમારે કૉંગ્રેસમાં સામેલ થયા બાદ પત્રકારપરિષદમાં સંગઠનને વ્યક્તિ કરતાં મોટું ગણાવ્યું હતું.

તેમણે કહ્યું, "કૉંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે. ઇતિહાસને કોઈ તોડી-મરોડી શકાતો નથી. હું રાજનીતિમાં આવ્યો તેને 18 વર્ષ થઈ ગયાં છે. મને લાગ્યું કે રાજકીય વારસો ભૂલાઈ ગયો છે."

"હું ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ ફૅડરેશનમાં કાલ સુધી હતો. તેની શરૂઆતમાં નહેરુએ ભાષણ આપ્યું હતું. તેમાં વાજપેયી પણ સામેલ થયા હતા પણ બાદમાં બહાર થઈ ગયા હતા."

"સંગઠન હંમેશાં વ્યક્તિ કરતા મોટું હોય છે. જે પાર્ટી સાથે આપ મને જોડો છો, હું ત્યાં પેદા થયો છું. જોકે ત્યાં જે લડાઈની રીત છે, તેમાં હાલ ઝડપ વધારવાની જરૂર છે. તેમાં વૈચારિક સંકિર્ણતાને પણ તોડવાની જરૂર છે."

આ પહેલાં કૉંગ્રેસમાં જોડાતાં અગાઉ કનૈયાકુમારે મંગળવારે દિલ્હીમાં સામ્યવાદી પક્ષના નેતાઓને ઘણી રાહ જોવડાવી હતી.

અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર, કનૈયાકુમારના કૉંગ્રેસમાં સામેલ થવાનાં અનુમાનોનું ખંડન કરવા માટે સીપીઆઈએ કનૈયાને પત્રકારપરિષદ કરવાનું કહ્યું હતું.

એક પાર્ટીના નેતાએ નામ ન આપવાની શરતે અખબારને જણાવ્યું કે "કનૈયાએ ફોન અને મૅસેજનો કોઈ જવાબ આપ્યો નહોતો."

એવું કહેવાય છે કે કનૈયાકુમાર સામ્યવાદી પક્ષથી નારાજ હતા, કેમ કે તેઓ એક મોટી ભૂમિકા નિભાવવા માગે છે.

line

આગામી વિધાનસભા ચૂંટણી પર નજર

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને હાલમાં સત્તા પક્ષ ભાજપમાં મોટા પાયે ફેરફાર થયા છે.

તો જિજ્ઞેશ મેવાણીએ પણ હવે કૉંગ્રેસનું સમર્થન આપતાં ગુજરાતમાં કૉંગ્રેસને શું લાભ થશે એની પણ ચર્ચા થવા લાગી છે.

વર્ષ 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે જિજ્ઞેશ મેવાણી, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર ભાજપ સામે પડ્યા હતા અને વિશ્લેષકોના મતે તેમણે ભાજપને નુકસાન પણ પહોંચાડ્યું હતું.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો