પોરબંદરના રાણાવાવમાં મજૂરો હાથી સિમેન્ટ ફેક્ટરીની ચીમનીમાં કેવી રીતે પટકાયા?

ઇમેજ સ્રોત, ANI
ગુરૂવારે સાંજે પોરબંદરના રાણાવાવ ખાતે આવેલી હાથી સિમેન્ટ કંપનીમાં શ્રમિકો ચીમનીનું કામ કરી રહ્યા હતા, ત્યારે દુર્ઘટના ઘટી હતી, જેમાં ત્રણ શ્રમિકો ચીમનીમાં પડી જવાથી મૃત્યુ પામ્યાં છે અને ત્રણ ઈજાગ્રસ્ત થયા છે.
દુર્ઘટનાને પગલે ફાયર બ્રિગેડ આરોગ્યવિભાગ તથા અમ્બ્યુલન્સો ફેકટરી ખાતે પહોંચી ગઈ હતી અને નવ કલાક બચાવ કામગીરી ચાલી હતી. રેસ્ક્યુ ઓપરેશનમાં NDRF.કોસ્ટગાર્ડ હેલિકોપટર,ડ્રોન કેમેરા.ફાયર બ્રિગેડ,ક્રેઇનની મદદ લેવાઈ હતી.
રેસ્ક્યુ દરમિયાન ચીમની કાપીને કરી ત્રણ શ્રમિકોનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા તો ત્રણ શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તો રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ ઘટનામાં મૃતકો બિરસિંહ જાટવ, સુનિલ કુશવાહા અને બ્રજેન્દ્ર જાટવ ત્રણે મધ્ય પ્રદેશના છે.
ઈજાગ્રસ્ત કપ્તાન સિંઘ રજક, દારાસિંહ રજક અને શ્રીનિવાસ રજક હાલ સારવાર હેઠળ છે અને તેઓ પણ મધ્ય પ્રદેશના હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ મામલે જીવિત શ્રમિકોનાં નિવેદન બાદ જવાબદાર લોકો સામે કાર્યવાહી થશે એમ પોલીસનું કહેવું છે. હાલ પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે.
એક શ્રમિકના જણાવ્યા પ્રમાણે, "દરવર્ષે ફેકટરીની ચીમનીનું સમારકામ કરવાની તજવીજ હાથ ધરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા સુપેરે પાર પડે તે માટે છેલ્લા 15 દિવસથી કંપનીમાં શટ-ડાઉન જાહેર કરવામાં આવ્યું હતું."

"ગુરૂવારે સાંજે પાંચ વાગ્યા આસપાસ ચીમનીનું સમારકામ કરવા માટે બાંધવામાં આવેલો માંચડો તૂટી ગયો હતો. જેના કારણે મજૂરો ચીમનીમાં નીચે પટકાયા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મળતી માહિતી પ્રમાણે, હાલ હાથી સિમેન્ટના નામે વેંચાતી કંપનીનું ઉત્પાદન સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. કંપની 1956થી કાર્યરત છે. જેની ઉત્પાદનક્ષમતા દરવર્ષે દોઢ મેટ્રિક ટનની છે.
પાસે આવેલા પોરબંદર, વેરાવળ તથા ઓખા પૉર્ટ મારફત તેની મધ્ય-પૂર્વના દેશોમાં તથા વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. કંપની દ્વારા ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ તથા મહારાષ્ટ્રમાં સિમેન્ટ મોકલવામાં આવે છે. પાસે આવેલી લાઇમસ્ટૉનની ખાણો કંપનીને કાચોમાલ સરળતાથી પૂરો પાડે છે.
સૌરાષ્ટ્ર સિમેન્ટ એ જય મહેતાના મહેતા જૂથના ભાગરૂપ છે, જે સિમેન્ટ ઉપરાંત બિલ્ડિંગ મટિરિયલ, પૅકેજિંગ અને એગ્રોકેમિકલ્સનો વેપાર પણ કરે છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.













