સરકારે પાંચ વર્ષમાં 1800 લોકકેન્દ્રી નિર્ણયો લીધા - વિજય રૂપાણી - Top News
સરકારે પાંચ વર્ષમાં 1800 લોકકેન્દ્રી નિર્ણયો લીધા - વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, CMO GUJARAT TWITTER
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીનું કહેવું છે કે એમની સરકારે છેલ્લા પાંચ વર્ષમાં યાને કે 1800-1900 દિવસમાં 1700થી 1800 જેટલા લોકકેન્દ્રી નિર્ણયો લીધા છે અને તેને લીધે લોકોને તેમની માગણીઓ માટે સરકાર સામે પ્રદર્શન કરવાની જરૂર પડી નથી.
ગુજરાત સરકાર વિજય રૂપાણીએ મુખ્ય મંત્રીપદે પાંચ વર્ષ પૂર્ણ કર્યા તેની ઉજવણી કરી રહી છે એમાં આ વાત મુખ્ય મંત્રી રૂપાણીએ કરી છે તેમ ઇન્ડિયન એક્સપ્રેસનો અહેવાલ જણાવે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત સરકાર નવ દિવસની ઉજવણી કરી રહી છે અને રવિવારે શહેરી જનસુખાકારી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં 5001 કરોડની કામગીરીની શરૂઆત કરાવતા વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાતના શહેરોને દુનિયાના ટોચના શહેર બનાવવાની વાત કરી અને તેમની સરકાર 'નિર્ણયાત્મક' અને 'સંવેદનશીલ' હોવાનો દાવો કર્યો.
એમણે કહ્યું કે, ગુજરાતના શહેરો સ્વચ્છતા તરફ સારી રીતે ધ્યાન આપી રહ્યાં છે. જીવન અને વ્યવસાયની સરળતા ઉપરાંત સરકાર લોકોની ખુશમિજાજી અને સુખાકારીને પણ પ્રમોટ કરવા માગે છે.

મુસલમાનો વિરુદ્ધ હિંસક સૂત્રોચ્ચાર કરવાના કેસમાં ભાજપના પૂર્વ પ્રવક્તા સહિત 6ની ધરપકડ

ઇમેજ સ્રોત, Getty Images
દેશની રાજધાની નવી દિલ્હીમાં મુસલમાનોને નિશાન બનાવીને હિંસા આદરવા ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવાની ઘટનામાં પોલીસે દિલ્હી ભાજપના પૂર્વ પ્રવક્તા સહિત છ લોકોની ધરપકડ કરી છે.
દિલ્હી પોલીસના પ્રવક્તા ચિન્મય બિસ્વાલે બીબીસીને જણાવ્યું છે કે આ મામલામાં પ્રદર્શનના આયોજક અશ્વિની ઉપાધ્યાય સહિત છ લોકોની અટકાયત બાદ પૂછપરછ કરાઈ હતી.
પૂછપરછ બાદ તમામની મંગળવાર બપોરે ધરપકડ કરી લેવાઈ હતી.
દિલ્હી પોલીસે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના વકીલ અશ્વિની ઉપાધ્યાય, વિનોદ શર્મા, દીપકસિંહ, વિનીત ક્રાંતિ, પ્રિતસિંહ અને દીપકની ઉશ્કેરણીજનક નારા પોકારવાના કેસમાં ધરપકડ કરાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પહેલાં દિલ્હી પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી.
દેશમાં બ્રિટિશરાજના 'સંસ્થાનવાદી યુગના કાયદા સામે' રવિવારે દિલ્હીના જંતરમંતર પર સંસદથી થોડે દૂર એક માર્ચ દરમિયાન કથિત રીતે મુસ્લિમવિરોધી અને હિંસા ભડકાવનારા નારા પોકારવામાં આવ્યા હતા.
આ રેલીનું આયોજન સુપ્રીમ કોર્ટના વકીલ અને દિલ્હી પ્રદેશ ભાજપના પૂર્વ પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાયે કર્યું હતું, જેમાં 100થી વધુ લોકો સામેલ થયા હતા.
આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. વીડિયોમાં લોકો નારા પોકારી રહ્યા છે અને મુસલમાનોને નુકસાન પહોંચાડવાની ધમકી આપી રહ્યા છે.

ભાજપને ઇલેક્ટોરલ બૉન્ડથી 2,555 કરોડનું ગુપ્ત દાન મળ્યું

ઇમેજ સ્રોત, Sean Gallup/Getty Images
જેમાં રાજકીય દાન આપનારનું નામ ગુપ્ત રાખવામાં એ ઇલેકટોરલ બૉન્ડની વિવાદાસ્પદ જોગવાઈ હેઠળ સત્તાધારી ભાજપને 2,555 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે એમ હિંદુસ્તાન ટાઇમ્સનો અહેવાલ જણાવે છે.
ઍસોસિયેશન ઑફ ડેમૉક્રેટિક રિફોર્મનો અહેવાલ ટાંકીને અખબાર લખે છે કે 2019-20ના વર્ષમાં કુલ 3,435 કરોડ રૂપિયાના ઇલેકટોરલ બૉન્ડનું વેચાણ થયું જેનો 75 ટકા હિસ્સો યાને કે 2,555 કરોડ રૂપિયા ભાજપને ફાળે ગયો છે.
ભાજપની સરખામણીમાં કૉંગ્રેસને ફક્ત 9 ટકા દાન ઇલેકટોરલ બૉન્ડ થકી મળ્યું છે જેની રકમ 383 કરોડ રૂપિયા થાય છે.
ભાજપને ઇલેકટોરલ બૉન્ડથી મળી રહેલા ગુપ્ત રાજકીય દાનમાં આ મોટો વધારો છે. અગાઉના વર્ષમાં ભાજપને 1,450 કરોડ રૂપિયા આ રીતે મળ્યા હતા.
2019-2020ના વર્ષમાં મમતા બેનરજીની પાર્ટીને 100.46 કરોડ, ડીએમકેને 45 કરોડ, શરદ પવારની પાર્ટી એનસીપીને 29.25 કરોડ, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને 18 કરોડ અને લાલુ યાદવના જનતા દળને 2.5 કરોડ રૂપિયા આ રીતે મળ્યા છે.
ઉલ્લેખની છે કે 2018માં આ ઇલેકટોરટ બૉન્ડની વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી અને અનેક લોકોએ આ રીતના રાજકીય દાનમાં પારદર્શિતા નહીં હોવાને કારણે તેનો વિરોધ કર્યો હતો. ઇલેકટોરેલ બૉન્ડનું વેચાણ વર્ષમાં ચાર વાર જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઑક્ટોબરમાં કરવામાં આવે છે. આ બૉન્ડમાં રાજકીય દાન આપનારનું નામ ગુપ્ત રહે છે.

દિલ્હીમા મુસલમાનો વિરુદ્ધ ઉશ્કેરણીજનર નારેબાજી મામલે એકની ધરપકડ

ઇમેજ સ્રોત, Getty Images
રાજધાની દિલ્હીમાં જંતર-મંતર ખાતે મુસલમાનો વિરુદ્ધ હિંસક ઉશ્કેરણનીની નારેબાજી કરવાના કેસમાં સોમવારે રાતે દિલ્હી પોલીસે દીપકસિંહ હિંદુ નામની એક વ્યક્તિની ધરપકડ કરી છે.
અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના અનુસાર દીપકસિંહ પોતાને હિંદૂ ફોર્સ નામના એક સંગઠનના અધ્યક્ષ ગણાવે છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે સંસદ નજીક જંતર-મંતર ખાતે બ્રિટિશકાળના સંસ્થાનવાદી કાયદાઓ વિરુદ્ધ પોલીસની પરવાનગી વિના એક કાર્યક્રમ યોજાયો હતો જેનું આયોજન દિલ્હી ભાજપના પૂર્વ પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાયે કર્યું હતું અને એ કાર્યક્રમમાં આ કથિત નારેબાજી થઈ હતી.
આ મામલે ઢીલી કાર્યવાહી બદલ સોમવારે અનેક લોકોએ સોશિયલ મીડિયામાં દિલ્હી પોલીસની ટીકા કરી હતી.
એ બાદ પોલીસે વીડિયો ફૂટેજના આધારે ચાર લોકોની ઓળખ કરી છે જેમનાં નામ દીપકસિંહ, વિનીત ક્રાંતિ, પિંકી ભૈયા અને ઉત્તમ મલિક જણાવવામાં આવ્યા છે.
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ પોલીસ કમિશનર પ્રવીર રંજનની આગેવાનીમાં એક ટીમને આ લોકોને પકડવાની જવાબદારી સોંપવામાં આવી છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, એક ટીમ દીપકના ઘરની બહાર હતી અને જ્યારે એ મધરાતે એ બહાર દેખાતા એમની ધરપકડ કરવામાં આવી છે.
એક અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, 31 જુલાઈએ દીપકે લોકોને પૂર્વ દિલ્હીના પટપટગંજની એક મઝાર પર હનુમાનચાલીસાનું વાંચન કરવા માટે બોલાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે જંતર-મંતરના આ કાર્યક્રમની પરવાનગી ન હતી અને પોલીસે આઈપીસીની કલમ 153-એ (કોમી ઉશ્કેરણી) અને 188 (લોકસેવકના આદેશની અવગણના)નો મામલો નોંધ્યો છે. આ ઉપરાંત કોરોના મહામારીની ગાઇડલાઇનના ભંગનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












