શૉર્ડ મૉરિન : ભારતીય મહિલા હૉકી ટીમને નવજીવન આપનારા કોચ કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, હરપાલસિંહ બેદી
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી માટે
ઑલિમ્પિકમાં ક્વાર્ટર ફાઇનલ્સ વખતે ઑસ્ટ્રેલિયાની ટીમને ભારત સામે બે પૅનલ્ટી કૉર્નર મળ્યા ત્યારે બહુ દિલધડક સ્થિતિ સર્જાઈ હતી. કોચને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે મજાકમાં કહેલું: "હજી (દિલ) ઘડકી રહ્યું છે. જીવતો રહ્યો છું."
47 વર્ષના ડચમેન શૉર્ડ મૉરિન ભારતીય મહિલા હૉકી ટીમના પ્રથમ વિદેશી કોચ છે અને આજે દેશમાં તેમનું નામ જાણીતું થઈ ગયું છે.
ઑસ્ટ્રેલિયા જેવી જોરદાર ટીમ સામે ભારતીય મહિલાઓ જીતી ગઈ ત્યારે તેમણે ટ્વીટ કરેલું તે પણ વાઇરલ થયું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
તેમણે લખેલું, "સૉરી ફૅમિલી, હું હજી મોડો આવીશ." ક્રિકેટઘેલા દેશમાં હૉકી માટેની આવી આતુરતા નવાઈ પમાડે તેવી જ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
શૉર્ડ એક દાયકા સુધી નૅધરલૅન્ડની અગ્રણી ક્લબ ડેન બૉશમાં રમતા રહ્યા હતા.

કોચ તરીકે સફળતા

ઇમેજ સ્રોત, Getty Images
1998 અને 2001 એમ બે વાર તેમની ટીમ ડચ પ્રીમિયર લીગ જીતી ગઈ હતી. 1999માં યુરો હૉકી ક્લબ ચૅમ્પિયન્સ કપ પણ મેળવી લીધો હતો.
2011થી 2014 સુધી શૉર્ડ ડચ જુનિયર મૅન હૉકી ટીમના કોચ હતા અને આ ટીમ 2013માં નવી દિલ્હીમાં જુનિયર વર્લ્ડકપ રમવા આવી ત્યારે ત્રીજા સ્થાને રહી હતી.
ભારતીય મહિલા હૉકી ટીમને તાલીમ આપતા પહેલાં શૉર્ડ મૉરિન નૅધરલૅન્ડની મહિલા ટીમ સાથે પણ સફળતાપૂર્વક કામ કરી ચૂક્યા હતા. તેમની તાલીમને કારણે આ ટીમ 2015માં એન્ટવર્પ હૉકી વર્લ્ડ લીગમાં સુવર્ણચંદ્રક જીતી શકી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2014માં તેમની આગેવાનીમાં જ ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં કાંસ્યચંદ્રક પણ મળ્યો અને 2015માં યુરો હૉકી નેશન્સ ચૅમ્પિયનશિપમાં રજતચંદ્રક નૅધરલૅન્ડ જીતી ગયું.
જોકે આ વિજય પછી ડચ નેશનલ હૉકી ફેડરેશન અને શૉર્ડ વચ્ચે વિવાદો થયા અને તેમણે કોચિંગ છોડી દીધું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
તેમને પુરુષોની સિનિયર હૉકી ટીમના કોચિંગનો અનુભવ હજી મળ્યો નહોતો, તેથી 2017માં ભારતીય મહિલા હૉકી ટીમના કોચિંગ માટે પાંચ વર્ષનો કૉન્ટ્રેક્ટ તેમની સાથે કરવામાં આવ્યો ત્યારે ઘણાને નવાઈ લાગી હતી.
તેમની પસંદગી અન્ય ડચમૅન રૉલેન્ટ ઑલ્ટમેન્સે કરી હતી, જે ભારતીય હૉકીના સફળ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા.
જોકે થોડા જ વખતમાં તેમને પુરુષોની ટીમ માટે કામ સોંપવામાં આવ્યું, કેમ કે મુખ્ય કોચ ઑલ્ટમેન્સને હવે હઠાવી દેવાયા હતા. કૉમનવેલ્થ ગેમ્સ પહેલાં આ ફેરફાર થયો હતો.
શૉર્ડ મૉરિનને ડચની મહિલા ટીમનો અને અંડર-21 પુરુષ ટીમને કોચિંગનો અનુભવ હતો, પરંતુ પુરુષોની સિનિયર રાષ્ટ્રીય ટીમ સંભાળવાનો અનુભવ નહોતો.
તેથી 2018ની કૉમનવેલ્થ ગેમ્સ પહેલાં શૉર્ડ મૉરિનને પુરુષોની ટીમની જવાબદારી સોંપાઈ ત્યારે પણ ઘણાને નવાઈ લાગી હતી.

કડક શિસ્તપાલનના આગ્રહી

ઇમેજ સ્રોત, Getty Images
ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય પુરુષ હૉકી ટીમનો દેખાવ નબળો રહ્યો. તેથી શૉર્ડ મૉરિનને ફરીથી મહિલા હૉકી ટીમ માટે મોકલી દેવાયા અને હરેન્દ્રસિંહને ભારતની પુરુષ હૉકી ટીમની જવાબદારી સોંપી દેવાઈ.
2018માં જકાર્તા એશિયાડમાં ભારતીય મહિલા હૉકી ટીમ જાપાન સામે ફાઇનલમાં હારી ગઈ અને તેના કારણે ટોક્યો ઑલિમ્પિકમાં આપોઆપ પ્રવેશ માટેની તક જતી રહી.
આમ છતાં હૉકીના સંચાલકોએ તેમને કોચ તરીકે ચાલુ રાખ્યા. એક તો તેમનો ચાર વર્ષનો કૉન્ટ્રેક્ટ હજી બાકી હતો અને બીજું કે ખેલાડીઓએ તેમના વિશે સારો અભિપ્રાય આપ્યો હતો. તેની કોચિંગ સ્ટાઇલ ભારતીય યુવતીઓને માફક આવે તેવી હતી.
હવે શૉર્ડ મૉરિને ટોક્યો ઑલિમ્પિક માટે ટીમને ક્વૉલિફાઇ કરવા માટે તૈયારીઓ શરૂ કરી.
નવેમ્બર 2019માં અમેરિકા સામે ભારતે જોરદાર ક્વૉલિફાયર મૅચ રમી હતી. તેમાં ભારતીય ટીમ જીતી અને તે રીતે ટોક્યોમાં રમવાની તક મળી.
તે પછી શૉર્ડ મૉરિન માટે હવે પાછું વળીને જોવાનું નહોતું. એક ખેલાડી કહે છે, 'તેઓ કડક શિસ્તપાલનમાં માને છે, પણ સાથે જ અમારી વાત સાંભળતા હોય છે."
આ રીતે આખરે ટોક્યોમાં પણ ભારતીય મહિલા હૉકી ટીમ એક પછી એક સારો દેખાવ કરતી રહી અને ટોક્યો ઑલિમ્પિકમાં કાંસ્યચંદ્રકની શક્યતા સાથે છેલ્લી મૅચમાં રમવા ઊતરી હતી.

કોરોનામાં પણ ટીમ સાથે રહ્યા

ઇમેજ સ્રોત, CLIVE MASON/GETTY IMAGES
કોરોના મહામારી વખતે પણ શૉર્ડ મૉરિન બેંગલુરુમાં ટીમ સાથે જ રહ્યા. પત્ની અને ત્રણ બાળકોથી દૂર રહીને પણ તેમણે પ્રતિબદ્ધતા દાખવી.
ટ્રેનિંગ કૅમ્પમાં પણ કોરોનાનો ચેપ પહોંચ્યો અને અડધોઅડધ સભ્યો પૉઝિટિવ આવ્યા ત્યારે પણ શૉર્ડ મૉરિન ગભરાયા નહીં તેના કારણે ખેલાડીઓમાં તેમનું માન વધી ગયું. આરોગ્યની આ કટોકટીમાં પણ તેઓ ખેલાડી સાથે રહ્યા તેના કારણે તેમના પર ભરોસો વધ્યો.
ડચ લીગમાં તેમની સાથે રમનારી જેનેક શૉપમૅનને તેઓ ઍનેલિટિકલ કોચ તરીકે લઈ આવ્યા.
મજાની વાત એ છે કે ભુવનેશ્વરમાં ભારતે અમેરિકાની જે ટીમને હરાવી હતી તેના કોચ તરીકેની કામગીરી જેનેક કરી રહી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ટોક્યોમાં ભારતીય ટીમના ઉત્તમ દેખાવ પછી સૌ કોઈ તેમનાં વખાણ કરી રહ્યા છે, સાથે જ તેમના ફિલોસોફિકલ અભિગમનાં પણ વખાણ થઈ રહ્યા છે.
ઑસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમે જોરદાર વિજય મેળવ્યો તે પછી શૉર્ડ મૉરિને કહેલું, "આ મૅચથી સાબિત થાય છે કે સપનાં સાચાં પડી શકે છે. તમે વિશ્વાસ મૂકો, વિશ્વાસ કરવાનું ચાલુ રાખો, મહેનત કરતા રહો તો પરિણામ આવે છે. તમારે તમારાં સપનાં પૂરાં કરવાં માટે પરિશ્રમ કરવો પડે અને તે જ આજે આપણે કર્યું."
'મેં ટીમને કહ્યું હતું રમતી વખતે જે તે ક્ષણોનું મહત્ત્વ હોય છે અને ત્યારે શું થશે, કેવી રીતે થશે તે વિચારવાનું હોતું નથી. ઍથ્લીટ્સ માટે તે મુશ્કેલ હોય છે, કેમ કે અનેક બાબતો મનમાં એક સાથે ચાલતી હોય છે. જીતીશું તો શું, નહીં જીતીએ તો શું થશે, હું બોલને રોકી શકીશ નહીં તો શું... તેથી મેં ટીમને એક મૂવી બતાવી, જેમાં વર્તમાનમાં અને અત્યારની ક્ષણોમાં જીવી જવાની વાત હતી અને મને લાગે છે કે તેનાથી ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં ઘણો મોટો ફરક પડી ગયો."
"મારો ખેલાડીઓને અત્યારે એક જ મૅસેજ છે કે ખુશીની આ ક્ષણોને જીવી લો, તે જ અગત્યની છે. પણ પહેલાં એ પણ વિચારો કે શું હાંસલ કર્યું છે."

અભિનંદનની વર્ષા

ઇમેજ સ્રોત, CHARLY TRIBALLEAU/AFP VIA GETTY IMAGE
વ્યૂહરચનાની વાત કરતા તેઓ કહે છે, "ઑલિમ્પિક્સ પહેલાં બહુ પ્રૅક્ટિસ મૅચો થઈ શકી નહોતી, તેથી હું ગર્લ્સને કહેતો કે દરેક મૅચમાં સુધારો કરતા રહો. અમે દરેક ખેલાડી પર ધ્યાન કેન્દ્રીત કર્યું કે તેનામાં સુધારો થતો રહે, કેમ કે એક એક ખેલાડીની રમત સુધરે તેનાથી ટીમ જ વધારે સારી થવાની.
"અમે જાણતા હતા કે દરેક મૅચમાંથી અમારે શીખવાનું, કેમ કે અહીં સ્પર્ધામાં ઊતરતી વખતે અમે બહુ મૅચ રમી શક્યા નહોતા. અમે નૅધરલૅન્ડ સામે 1-5થી હારી ગયા ત્યારે બધું ભાંગી પડ્યું એવું લાગ્યું હતું, પણ એવું હતું નહીં. અમારે બસ નાનામોટા સુધારા જ કરવાના હતા."
ગ્રેટ બ્રિટન સામે કાંસ્યચંદ્રક માટેની મૅચ શરૂ થઈ તે પહેલાં જ ભારતના હૉકી ફેન્સ માટે શૉર્ડ મૉરિન હીરો બની ગયા હતા. એક યુવાચાહકે પોસ્ટ કર્યું કે "જોરદાર કામ છે, તેમને દ્રોણાચાર્ય આપો."
અન્ય ચાહકે લખ્યું, "તમને પ્રણામ સર, તમારા પ્રયત્નોને કારણે જ અમારી સવાર સુધરી ગઈ. ગોડ બ્લેસ યૂ!!!"
"ટીમ પર ભરોસો રાખવા બદલ તમારો આભાર સર. આવી ટીમ બનાવવા બદલ આભાર. તમારો આભાર માનવા શબ્દો નથી. આશા રાખીએ ક્વાર્ટર ફાઇનલ્સમાં ઑસ્ટ્રેલિયાને હરાવ્યા પછી આપણને મેડલ મળી જાય. 130 કરોડો લોકો તમારી સાથે જ અને તમને વધાવી રહ્યા છે," એમ પણ એક જણે લખ્યું હતું.
આટલું જ નહીં, વડા પ્રધાન મોદીએ પણ તેમને ફોન કરીને અભિનંદન આપ્યા હતા અને વખાણ કર્યાં હતાં કે તમે ખરેખર હૉકી ટીમ માટે ખૂબ મહેનત કરી છે.
શૉર્ડ મૉરિને વડા પ્રધાનનો "પ્રેરણાત્મક ફોન કૉલ" બદલ આભાર માન્યો હતો અને ખાતરી આપી હતી કે બ્રોન્ઝ મેડલ માટે ટીમ બરાબર લડત આપશે.
શૉર્ડ મૉરિને ટ્વીટ કર્યું હતું કે "આભાર સર @narendramodi તમારા પ્રેરણાત્મક ફોન કૉલ માટે. હું ટીમને તમારો મૅસેજ આપીશ, અમે મજબૂતી દાખવીશું અને ભારતીય શેરનીઓ બ્રોન્ઝ મેડલ માટે લડતી રહેશે તે દેખાડીશું."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














