વૅક્સિન પાસપોર્ટ : કોવિશિલ્ડ-કોવૅક્સિન રસી લેનાર વ્યક્તિ યુરોપનો પ્રવાસ નહીં કરી શકે?

રસી મુકાવતાં મહિલા

ઇમેજ સ્રોત, Hindustan Times

ઇમેજ કૅપ્શન, ભારતમાં કોરોનાની જે રસી મુકાઈ રહી છે તેને અન્ય દેશોમાં મંજૂરી ન મળતા પ્રવાસ કરવાની ઇચ્છા ધરાવતા લોકોની મુશ્કેલી વધી શકે છે.

વિશ્વમાં કોરોના વાઇરસની મહામારી ત્રાટકી ત્યારથી એક દેશમાંથી બીજે દેશમાં જવાનું અને એક દેશમાં આંતરિક પ્રવાસ-યાત્રા કરવાનું મુશ્કેલ બન્યું છે.

વિવિધ દેશોએ પોતાની સરહદો સીલ કરી રાખી છે અથવા તે નિશ્ચિત દેશો સાથે જ ફ્લાઇટ ઑપરેશન ચલાવી રહ્યા છે.

જોકે કોરોના સામેની રસીની શોધને પગલે વૅક્સિન પાસપોર્ટ બાદ હવે યુરોપિયન યુનિયનમાં ‘ગ્રીન પાસ’નો કૉન્સેપ્ટ અમલમાં આવી રહ્યો છે.

યુરોપમાં બિઝનેસ અથવા પ્રવાસ માટે મુકત રીતે અવરજવર કરવા માટે ગ્રીન પાસની સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે. જે પહેલી જુલાઈથી અમલમાં આવી જશે.

પરંતુ સૌથી મોટો વિવાદ એ થયો છે કે ગ્રીન પાસ માટે લાયક રસીઓની યાદીમાં કોવિશિલ્ડને સ્થાન નથી મળ્યું. કે ન કૉવેક્સિન કે ન સ્પુતનિક-વીને સ્થાન મળ્યું છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

જોકે ભારતમાં એસ્ટ્રેઝેનેકા-ઑક્સફર્ડની રસી કોવિશિલ્ડ બનાવનાર સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું છે કે આ પ્રશ્નનો ઉકેલ જલદી નીકળશે.

તેમણે એક ટ્વીટ કરીને કહ્યું કે "મારા ધ્યાને આવ્યું છે કે કેટલાટ ભારતીયો જેમણે કોવિશિલ્ડ લીધી છે તેમને યુરોપીય સંઘના પ્રવાસે જવામાં મુશ્કેલીઓ આવી રહી છે. હું ભરોસો અપાવવા માગું છું કે મેં આ બાબતને (યુરોપીય સંઘના) દેશોના નિયામકો અને અધિકારીઓ સામે ઉચ્ચતમ સ્તરે ઉઠાવી છે."

line

શું છે ગ્રીન પાસ?

યુવતીઓ

ઇમેજ સ્રોત, SAM PANTHAKY

ઇમેજ કૅપ્શન, ગ્રીન પાસે જેટલી પણ રસી યાદીમાં છે તે તમામ યુરોપિયન મેડિસિન્સ એજન્સી દ્વારા મંજૂર થયેલી છે. કોવિશિલ્ડને હજુ આ મંજૂરી નથી મળી.

યુરોપિયન સંઘે ચાર રસીઓની યાદી તૈયાર કરી છે. જેમાં ઍસ્ટ્રાઝેનેકા, જ્હોન્સન ઍન્ડ જ્હોન્સન, ફાઇઝર, મૉડર્નાને સામેલ કર્યાં છે.

તેમાં ફાઇઝર-બાયોએનટેકની કૉમિર્નાટી, જ્હોન્સનની જેન્સીન, ઍસ્ટ્રાઝેનેકાની વૅક્સઝેવિરાનો સમાવેશ થાય છે. આમ ઍસ્ટ્રાઝેનેકાનું કોવિશિલ્ડ વર્ઝન તેમાં સામેલ નથી.

અત્રે નોંધવું કે કોવિશિલ્ડને વિશ્વ આરોગ્ય સંગઠનની મંજૂરી મળેલી છે. ઇમરજન્સી યુઝ માટેની યાદીમાં તેને સામેલ કરાઈ છે. આથી અન્ય દેશોમાં તે માન્ય છે. પણ તેને યુરોપમાં ગ્રીન પાસ મામલે માન્ય નથી રાખવામાં આવી.

કોવિશિલ્ડ

ઇમેજ સ્રોત, SII

ઇમેજ કૅપ્શન, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું છે કે આ પ્રશ્નનો ઉકેલ જલદી નીકળશે.

ગ્રીન પાસે જેટલી પણ રસી યાદીમાં છે તે તમામ યુરોપિયન મેડિસિન્સ એજન્સી દ્વારા મંજૂર થયેલી છે. કોવિશિલ્ડને હજુ આ મંજૂરી નથી મળી.

આમ ગ્રીન પાસ મામલેની યાદી માટે ભારતમાં બનેલી એકેય રસી વૅલિડ નથી.

યુરોપિયન યુનિયનના વિઝા મામલેની વેબસાઇટ પર આ યાદી મૂકવામાં આવી છે. જેમાં ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કોવિશિલ્ડને માન્ય નથી ગણવામાં આવી.

line

અમેરિકા અને વિશ્વ આરોગ્ય સંગઠને કૉવેક્સિનને મંજૂરી નથી આપી?

રસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાની કેટલીક યુનિવર્સિટીએ જે વિદ્યાર્થીઓએ કૉવેક્સિન લીધી છે તેમને ફરીથી અન્ય રસી સાથે રસીકરણ કરાવવા કહ્યું હોવાના અહેવાલ પણ આવ્યા હતા.

વળી બીજી તરફ સ્થિતિ એવી છે કે વિશ્વ આરોગ્ય સંગઠને ભારત બાયોટેકની કૉવેક્સિને પણ તેની યાદીમાં સામેલ નથી કરી. કૉવેક્સિનને ભારત બાયોટેક અને આઈસીએમઆર દ્વારા તૈયાર કરાઈ છે.

અમેરિકાની કેટલીક યુનિવર્સિટીએ જે વિદ્યાર્થીઓએ કૉવેક્સિન લીધી છે તેમને ફરીથી અન્ય રસી સાથે રસીકરણ કરાવવા કહ્યું હોવાના અહેવાલ પણ તાજેતરમાં નોંધાયા હતા.

આમ ભારતની બંને રસી આંતરરાષ્ટ્રીય પ્રવાસ મામલે મુશ્કેલીરૂપ બાબત બની રહી છે.

જોકે ઈયુના કેટલાક સભ્યોનું કહેવું છે કે તેઓ તેમના દેશમાં પ્રવેશ મામલે નિયમમાં સુધારો કરી શકે છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

પરંતુ ફ્રાન્સે સ્પષ્ટ કરી દીધું છે કે તે માત્ર ઈએમએ એટલે કે યુરોપિયન મેડિસિન્સ એજન્સી દ્વારા મંજૂર રસીને જ માન્ય ગણશે. ફ્રાન્સે કહ્યું કે તે ભારત અને રશિયામાં બનેલી રસીને માન્ય નહીં ગણશે.

હવે સ્થિતિ એવી છે કોવિશિલ્ડ અને સ્પુતનિક માત્ર ભારતમાં અને રશિયામાં જ નહીં પણ અન્ય નાના ગરીબ દેશોમાં પણ વિશ્વ આરોગ્ય સંગઠનના કોવૅક્સ નેટવર્ક હેઠળ પૂરી પાડવામાં આવી છે.

આ મામલો બોલીવૂડ અભિનેત્રી સોની રાઝદાન અને પત્રકાર બરખા દત્તે પણ સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે એ વાત અયોગ્ય છે અને ભેદભાવયુક્ત છે કે ભારતમાં બનેલી રસીને ગ્રીન પાસ માટે માન્ય નથી ગણવામાં આવી.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

રસી મામલે અમેરિકા અને યુરોપિયન યુનિયનના આ વલણને કારણે ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જનારા વિદ્યાર્થીઓ અને બિઝનેસ તથા પ્રવાસ માટે પણ વિદેશયાત્રા કરવા ઇચ્છુક લોકોમાં ચિંતા વધી છે.

જોકે આ મામલે હજુ સુધી ભારત સરકાર કે રસી કંપનીઓ તરફથી કોઈ સત્તાવાર નિવદેન નથી આવ્યું. પરંતુ આ મુદ્દે ચર્ચા છેડાઈ છે.

line

અમેરિકાની કૉલેજ-યુનિવર્સિટી કૉવેક્સિનને માન્ય નથી ગણતી?

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

અત્રે નોંધવું કે માર્ચ મહિનાથી અત્યાર સુધી અમેરિકાની લગભગ 400થી વધારે યુનિવર્સિટીઓ અને કૉલેજોએ વિદ્યાર્થીઓને તેમના આગામી શૈક્ષણિક સત્ર પહેલા રસીકરણ કરાવી લેવા કહ્યું છે.જોકે જે વિદ્યાર્થીઓએ કોવૅક્સિન અથવા સ્પુતનિકની રસી લીધી હોય તેમને ફરીથી બીજી કોઈ રસી દ્વારા રસીકરણ કરવા માટે કહેવાયું છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર કોવૅક્સિન અને સ્પુટનિક રસીને વિશ્વ આરોગ્ય સંગઠનની મંજૂરી નહીં હોવાથી તેમને ફરી બીજી કોઈ રસી લેવા કહેવામાં આવ્યું છે.

અહેવાલ અનુસાર એક ભારતીય વિદ્યાર્થિની મિલોની દોષી કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે જવાનાં છે. તેમણે કોવૅક્સિનના બંને ડોઝ લઈ લીધા છે.

તેમણે જણાવ્યું કે તેમને કોલંબિયા યુનિવર્સિટીએ ફરીથી રસી લેવા કહ્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં રાજ્ય સરકારે વિદેશ અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓ માટે ખાસ રસીકરણ કાર્યક્રમોની વ્યવસ્થા કરી તેમને પ્રાધાન્ય આપવાનો નિર્ણય કર્યો છે.

પરંતુ કોવિશિલ્ડ અને કોવૅક્સિન મામલે વૈશ્વિક સ્તરે તેની માન્યતા અને પ્રવાસ મામલે તેના અવરોધોના કારણે સ્થિતિ મુશ્કેલ બની છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો