બ્લૅક ફંગસ : શું ડાયાબિટીસને કારણે ભારતમાં વધુ કેસ જોવા મળે છે?

ભારતમાં બ્લૅક ફંગસના અંદાજે 12,000 કેસ સામે આવ્યા છે

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ભારતમાં બ્લૅક ફંગસના અંદાજે 12,000 કેસ સામે આવ્યા છે
    • લેેખક, શ્રુતિ મેનન
    • પદ, બીબીસી રિયાલિટી ચેક

ભારતમાં બ્લૅક ફંગસના અંદાજે 12,000 કેસ સામે આવ્યા છે, તેમાંના મોટા ભાગે કોવિડ-19થી સાજા થયેલા દર્દીઓ છે.

આ ગંભીર સંક્રમણ થવું સામાન્ય રીતે બહુ અસાધારણ માનવામાં આવે છે, કેમ કે તેનાથી થતા મૃત્યુનો દર અંદાજે 50 ટકા છે.

ચિકિત્સા ક્ષેત્રના કેટલાક જાણકારો અનુસાર, ભારતમાં ડાયાબિટીસના દર્દીઓ વધુ હોવાને કારણે બ્લૅક ફંગસના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે.

પણ તેની પાછળ કોઈ અન્ય કારણ પણ છે અને વિદેશોમાંથી કેવી સ્થિતિ છે?

line

બ્લૅક ફંગસના કેસ બીજે ક્યાં મળ્યા?

ભારત સહિત કેટલાક અન્ય દેશોમાં પણ મ્યુકરમાયકોસિસના કેસ સામે આવ્યા છે, જ્યાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધુ છે

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ભારત સહિત કેટલાક અન્ય દેશોમાં પણ મ્યુકરમાયકોસિસના કેસ સામે આવ્યા છે, જ્યાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધુ છે

કોરોના વાઇરસ મહામારી પહેલાં દુનિયાભરમાં કમસે કમ 38 દેશોએ મ્યુકરમાયકોસિસના કેસના રિપોર્ટ આપ્યા હતા, જેને સામાન્ય રીતે 'બ્લૅક ફંગસ'ના નામે ઓળખવામાં આવે છે.

લીડિંગ ઇન્ટરનેશનલ ફંગલ એજ્યુકેશન અનુસાર, પ્રતિ 10 લાખ લોકો પર 140 કેસ સાથે ભારત અને પાકિસ્તાનમાં આ દર બધાથી વધુ હતો.

મૅન્ચેસ્ટર યુનિવર્સિટીમાં ફંગલ સંક્રમણ વિશેષજ્ઞ ડૉ. ડેવિડ ડેનિંગ કહે છે કે ભારતમાં બ્લૅક ફંગસના કેસ કોરોના મહામારી પહેલાં 'દુનિયાના કોઈ પણ ભાગની તુલનામાં વધુ' હતા.

તેઓ કહે છે, "મ્યુકરમાયકોસિસ ઘણે અંશે અનિયંત્રિત ડાયાબિટીસ સાથે જોડાયેલો છે અને ભારતમાં તેના કેસ વધુ છે."

આખી દુનિયામાં હાલમાં કરેલા રિસર્ચ પ્રમાણે, કોવિડ-19થી સાજા થયેલા દર્દીઓમાં ફંગલ ઇન્ફેક્શનના કેસ જોવા મળ્યા છે, તેમાંથી 94 ટકા લોકો ડાયાબિટીસથી પીડિત હતા. તેમાં અંદાજે 71 ટકા કેસ ભારતના હતા.

line

શું અન્ય દેશોમાં પણ ડાસાબિટીસની લિંક જોવા મળી?

મ્યુકરમાયકોસિસ સાઇનસને અસર કરે છે અને તેના કારણે આંખ પણ કાઢવી પડી શકે છે

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, મ્યુકરમાયકોસિસ સાઇનસને અસર કરે છે અને તેના કારણે આંખ પણ કાઢવી પડી શકે છે

ભારત સહિત કેટલાક અન્ય દેશોમાં પણ મ્યુકરમાયકોસિસના કેસ સામે આવ્યા છે, જ્યાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધુ છે.

પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધુ છે. આ બંને દેશોમાં મ્યુકરમાયકોસિસના કેસ પણ જોવા મળી રહ્યા છે, પણ તેની સંખ્યા એટલી વધુ નથી.

બાંગ્લાદેશમાં ડૉક્ટરોની ટીમ મ્યુકરમાસકોસિસના એક કેસની સારવાર કરી રહી છે, જ્યારે બીજા સંદિગ્ધ કેસમાં તપાસનાં પરિણામોની રાહ જોવાઈ રહી છે.

ડૉક્ટરોએ બીબીસીને જણાવ્યું કે બંને દર્દીઓને ડાયાબિટીસ પણ છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં મ્યુકરમાયકોસિસના પાંચ દર્દીઓ સામે આવ્યા છે, જેમાંથી 12 મે સુધી ચારનાં મોત થઈ ગયાં.

બ્રાઝિલમાં અત્યાર સુધીમાં બ્લૅક ફંગસના 29 કેસ સામે આવ્યા છે, પણ હાલ એ સ્થિતિ સ્પષ્ટ નથી કે તેમાંથી કેટલા લોકોને પહેલાં કોરોના થયો હતો અને કેટલાને ડાયાબિટીસ પણ છે.

રશિયાએ હાલમાં જ કોરોનાના કેટલાક દર્દીઓ મ્યુકરમાયકોસિસથી પીડિત હોવાની જાણકારી આપી હતી, પણ તેમાંથી ડાયાબિટીસવાળા દર્દીઓઓની હજુ સુધી ખબર પડી નથી.

અમેરિકામાં પણ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધુ છે. એક આકલન અનુસાર ત્યાં વસતીના 9.3 ટકા લોકોને ડાયાબિટીસ છે.

કોવિડના દર્દીઓના કેસમાં પણ અમેરિકા આખી દુનિયામાં સૌથી ઉપર છે.

યુએસ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ અનુસાર, આખી દુનિયામાં મ્યુકરમાયકોસિસના કેસ બહુ ઓછા જોવા મળે છે અને માત્ર 3 ટકા ડાયાબિટીસના કેસને છોડી દેવામાં આવે તો વ્યાપક રૂપે તેની સારવાર કરી શકાય છે.

line

ડાયાબિટીસવાળા દર્દીઓ માટે આ કેટલી ખતરનાક થઈ શકે?

ભારતનાં અનેક રાજ્યોમાં કોરોનાની સારવાર બાદ દર્દીઓમાં જોવા મળી હતી બ્લૅક ફંગસની સમસ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતનાં અનેક રાજ્યોમાં કોરોનાની સારવાર બાદ દર્દીઓમાં જોવા મળી હતી બ્લૅક ફંગસની સમસ્યા

જાણકારોનું કહેવું છે કે મુશ્કેલી એટલા માટે છે કે ઘણા કેસમાં દર્દીઓને એ વાતની ખબર નથી હોતી કે તેમને ડાયાબિટીસ છે.

આઈટીએફના એક અનુમાન અનુસાર, ભારત, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં અંદાજે 57 ટકા લોકોને ડાયાબિટીસ અંગે ખબર જ હોતી નથી.

એ પણ અનુમાન છે કે પાકિસ્તાનમાં આવા લોકોની સંખ્યા ઘણી વધારે છે.

કિર્ગિસ્તાનની ઇન્ટરનેશનલ સ્કૂલ ઑફ મેડિસિનમાં ડૉક્ટર હરિપ્રસાદ પ્રકાશ કહે છે, "ભારતમાં મોટી સંખ્યામાં અનિયંત્રિત ડાયાબિટીસના કેસ છે, કેમ કે લોકો પોતાની સ્વાસ્થ્યની નિયમિત તપાસ કરાવતા નથી."

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તેમનું કહેવું છે કે ડાયાબિટીસના મોટા ભાગના કેસની ખબર સ્વાસ્થ્યની અન્ય બીમારીઓની તપાસ વખતે પડે છે અને તેની સારવાર કરાતી નથી.

ડાયાબિટીસને કાબૂમાં ન રાખવાને કારણે કેટલાંક સંક્રમણ થવાની શક્યતા વધુ રહે છે, જેમાં ફંગલ ઇન્ફેક્શન પણ સામેલ છે.

આફ્રિકી દેશોમાં પણ ડાયાબિટીસની ખબર ન હોય એવા લોકોની સંખ્યા 60 ટકા ગણાવાઈ છે, પણ ગણતરી પ્રમાણે ત્યાં મ્યુકરમાયકોસિસના માત્ર 3 ટકા કેસ જોવા મળ્યા છે.

ડૉ. ડેનિંગ ઇશારો કરે છે, "તેનું કારણ મ્યુકરમાયકોસિસના કેસની ઓળખ જ નથી થતી એ પણ હોઈ શકે. તેની ઓળખ કરવી સરળ કામ નથી."

ઘણી શોધો અનુસાર, ટિસ્યૂનાં સૅમ્પલ કલેક્શનમાં કઠણાઈ અને ડાઇગ્નોસ્ટિક ટેસ્ટની સંવેદનશીલતામાં પણ કમીને કારણે બ્લૅક ફંગસની ઓળખ કરવું મુશ્કેલ છે.

line

બ્લૅક ફંગસ અન્ય શેના કારણે થઈ શકે છે?

કોવિડના કેટલાક દર્દીઓની સારવારમાં અંધાધૂંધ સ્ટેરૉઇડના ઉપયોગને પણ મ્યુકરમાયકોસિસ કે અન્ય ફંગસ સાથે જોડી શકાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોવિડના કેટલાક દર્દીઓની સારવારમાં અંધાધૂંધ સ્ટેરૉઇડના ઉપયોગને પણ મ્યુકરમાયકોસિસ કે અન્ય ફંગસ સાથે જોડી શકાય છે

વિશેષજ્ઞોના કહેવા અનુસાર, કોવિડના કેટલાક દર્દીઓની સારવારમાં અંધાધૂંધ સ્ટેરૉઇડના ઉપયોગને પણ મ્યુકરમાયકોસિસ કે અન્ય ફંગસ સાથે જોડી શકાય છે.

ભારતમાં કોવિડના દર્દીઓની સારવારમાં બે સ્ટેરૉઇડ ખાસ પ્રચલિક છે- ડેક્સામેથાસોન અને મિથાઇલપ્રેડનિસોલોન. તેનો ઉપયોગ કોવિડના દર્દીઓમાં પ્રતિરક્ષા તંત્રને બગડતા સોજો ઓછો કરવા કરાય છે.

જોકે દર્દીઓની અચાનક સંખ્યા વધી જતા હૉસ્પિટલ અને ડૉક્ટર ઝૂઝતા હતા, તો ઘણાં પ્રમાણ મળ્યાં છે કે આ સ્ટેરૉઇડ ડૉક્ટરની દેખરેખ વિના લેવાતી હતી.

ભારત સરકાર લોકોને ચેતવણી આપતી રહી છે કે ચિકિત્સકીય સલાહ વિના જાતે દવાઓ ન લે, તેનાં ગંભીર પરિણામ હોઈ શકે છે.

ડૉક્ટર ડેનિંગ કહે છે કે તેના કારણે મ્યુકરમાયકોસિસ જેવા બહુ ગંભીર લક્ષણ પેદા થવા જેવા પરિણામ પણ આવી શકે છે.

યુકેમાં લગભગ 2000 કોવિડ દર્દીઓ પર કરેલા સંશોધનથી ખબર પડી કે ડેક્સામેથાસોન કોવિડના મૉડરેટ કે ગંભીર સંક્રમણવાળા લોકોમાં મૃત્યુદર ઓછો કરવામાં મદદ કરે છે, પણ સામાન્ય સંક્રમણવાળા દર્દીઓમાં તેનો ઉપયોગ હાનિકારક હોઈ શકે છે.

આ શોધમાં હૉસ્પિટલમાં ઉપયોગ દરમિયાન સ્ટેરૉઇડની અસરને પણ જોવાઈ હતી. ભારતનાં કેટલાંક રાજ્યોમાં હોમ આઇસોલેશન કિટની સાથે લોકોને ડેક્સામેથાસોન વહેંચવાના સમાચાર પણ છે.

ડૉક્ટર ડેનિંગ કહે છે, "રિસર્ચથી બિલકુલ સ્પષ્ટ છે કે સ્ટેરૉઇડની વધુ માત્રા સારી નથી."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો