Income Tax : નવા પૉર્ટલ દ્વારા ઇન્કમટૅક્સ રિટર્ન કઈ રીતે ભરશો અને નવા પૉર્ટલમાં શું છે ખાસ?

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્કમટૅક્સ રિટર્નના ઈ-ફાઇલિંગ માટે નવું પૉર્ટલ નાણામંત્રાલય દ્વારા સોમવારે 7 જૂને લૉન્ચ કરવામાં આવશે.
ઇન્કમટૅક્સ રિટર્નના નવા ઈ-ફાઇલિંગ પૉર્ટલનો ઉપયોગ કરદાતા www.incometax.gov.in વેબસાઇટથી કરી શકશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આ પૉર્ટલ દ્વારા સરળતાથી ઇન્કમટૅક્સ રિર્ટન ભરી શકાશે, એવો દાવો કરવામાં આવે છે.

ઇન્કમટૅક્સ રિટર્ન ઑફલાઇન કઈ રીતે ભરશો?
ઑફલાઈન રિટર્ન ફાઇલ કરવા માટે સૌથી પહેલાં આઈટીઆર ફૉર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. ફૉર્મ ભર્યા બાદ તૈયાર થયેલી XML ફાઇલને સેવ કરીને અપલોડ કરવાની હોય છે.
- સૌથી પહેલાં www.incometaxindia.gov.in પર જઈને ડાઉનલોડમાં ITR યુટિલિટી ડાઉનલોડ કરો. જેથી ઝીપ ફાઇલ ડાઉનલોડ થશે.
- ફાઇલ ખોલો અને તેમાં બધી માહિતી ભરો.
- આઈટીઆર ફૉર્મના તમામ ટેબ ચકાસો અને સ્વીકૃતિ આપ્યા બાદ ટૅક્સની ગણતરી કરો.
- ત્યારબાદ XML જનરેટ કરો અને સેવ કરો.
- યુઝર આઈડી પાસવર્ડ નાખીને ઈ-ફાઇલિંગ પૉર્ટલમાં લોગ-ઇન કરો.
- 'ઈ-ફાઇલ' મેનુ પર ક્લિક કરો અને ત્યારબાદ 'ઇન્કમટૅક્સ રિટર્ન' પર ક્લિક કરો.
- ઇન્કમટૅક્સ રિટર્ન પર ક્લિક કરશો એટલે ITRમાં PAN આપોઆપ ભરાઈ જશે.
- જે વર્ષનું રિટર્ન ભરવું હોય તે વર્ષ પસંદ કરો.
- ITR ફૉર્મ-નંબર પસંદ કરો અને નવું રિર્ટન ભરો છો કે રિવાઇઝ્ડ રિર્ટન, તે જણાવો.
- રિટર્નને ચકાસવા માટે ડિજિટલ સહી પ્રમાણપત્ર (ડીએસસી), આધાર ઓટીપી અથવા અન્ય વિકલ્પની પસંદગી કરી શકો છો.
- આઈટીઆર XML ફાઈલ ઍટેચ કરો. વૅરિફિકેશન બાદ આઈટીઆર સબમિટ કરો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ઇન્કમટૅક્સ રિટર્ન ઑનલાઇન કઈ રીતે ભરશો?
- ઑનલાઈન ઈ-ફાઇલિંગ માટે www.incometaxindia.gov.in વેબસાઇટની મુલાકાત લો.
- યુઝર આઈડી, પાસવર્ડ દાખલ કરીને ઈ-ફાઇલિંગ પૉર્ટલ પર લોગિન કરો.
- 'ઈ-ફાઇલ' મેનુ પર ક્લિક કરો અને 'ઇન્કમટૅકસ રિટર્ન' પર ક્લિક કરો.
- ઇન્કમટૅક્સ રિટર્ન પર ક્લિક કરશો એટલે ITRમાં PAN આપોઆપ ભરાઈ જશે.
- જે વર્ષનું રિટર્ન ભરવું હોય તે વર્ષ પસંદ કરો. ITR ફૉર્મનંબર પસંદ કરો અને નવું રિર્ટન ભરો છો કે રિવાઇઝ્ડ રિટર્ન, તે જણાવો.
- માહિતીને ચકાસીને ઑનલાઇન રિર્ટન ભરો.
- 'ટૅક્સ પેઇડ' અને 'વૅરિફિકેશન' ટેબમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો. જો તમે ઇચ્છો તો રિટર્ન ભરતી વખતે ઈ-વૅરિફાય કરાવી શકો છો અથવા રિર્ટન ફાઇલ કરવાના 120 દિવસની અંદર ઈ-વૅરિફિકેશન કરી શકો છો.
- જો ઈ-વૅરિફાય ન કરવું હોય તો ITRની એક નકલ પર સહી કરીને તમે ઇન્કમટૅક્સ કચેરીમાં મોકલી શકો છો.
- રિર્ટન ભરતી વખતે ઈ-વૅરિફિકેશન કરો તો તમને એક OTP આવશે, જે સબમિટ કરવાથી વૅરિફિકેશન પૂર્ણ થઈ જશે.
- ઇન્કમટૅક્સ રિર્ટનમાં જે પણ માહિતી આપી છે, તેને ચકાસો અને રિર્ટન સબમિટ કરો.
ઇન્કમટૅક્સ રિટર્નના નવા પૉર્ટલમાં શું ખાસ છે?

ઇમેજ સ્રોત, Getty Images
નાણામંત્રાલયના જણાવ્યા પ્રમાણે www.incometax.gov.in વેબસાઇટ દ્વારા થોડી જ મિનિટોમાં ઇન્કમટૅક્સ રિટર્ન ફાઇલ કરી શકાશે.
કરદાતા પોતાની આવક, મકાનનું ભાડું સહિતની વિગતોને પડેટ કરી શકશે.
રિર્ટન ફાઇલ કર્યા બાદ કોઈ માહિતી ભરવાની બાકી રહી ગઈ હશે અથવા કોઈ દસ્તાવેજ અપલોડ કરવાના બાકી રહી ગયા હશે તો તેની માહિતી સિંગલ ડૅશબોર્ડની મદદથી જોઈ શકાશે.
ઇન્કમટૅક્સ રિટર્ન ફાઇલિંગની ઝડપી પ્રક્રિયા સાથે રીફંડની પ્રક્રિયા પણ ઝડપી બનશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

જૂની વેબસાઇટ www.incometaxindiafiling.gov.in કામ કરશે?
અત્યાર સુધી ઇન્કમટૅક્સ રિટર્ન ફાઇલિંગ માટે www.incometaxindiafiling.gov.in વેબસાઇટનો ઉપયોગ કરવામાં આવતો હતો.
નાણામંત્રાલય પ્રમાણે હવે રિટર્ન માટે www.incometaxindiafiling.gov.in વેબસાઇટના બદલે www.incometax.gov.in વેબસાઇટનો ઉપયોગ કરવાનો રહેશે.

ઇન્કમટૅક્સ રિટર્ન ભરવા મોબાઇલ ઍપ
આ સાથે જ ઇન્કમટૅક્સ રિટર્ન ભરવા માટે એક મોબાઇલ ઍપ્લિકેશન પણ તૈયાર કરવામાં આવી છે, જેને આગામી 18 જૂને લૉન્ચ કરવામાં આવશે.
ઇન્કમટૅક્સ રિર્ટન ફાઇલ કરવા માટે કોઈ અગવડતા ન થાય તે માટે નાણાં મંત્રાલયે એક કૉલ સેન્ટર પણ લૉન્ચ કર્યું છે.

રિટર્ન ફાઇલ કરતી વખતે પ્રશ્નો હોય તો શું કરવું?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
રિર્ટન ફાઇલ કરનારાઓ માટે આ નવા પૉર્ટલમાં ITR પ્રિપરેશન સોફ્ટવૅર આપવામાં આવ્યું છે. રિર્ટન ભરતી વખતે જો કોઈ પ્રશ્નો હોય તો તેના જવાબ અહીં મેળવી શકાશે.
હાલમાં ITR-1 અને ITR-4 ફાઇલ કરતા કરદાતાઓ માટે પૉર્ટલમાં આ સોફ્ટવૅર આપવામાં આવ્યું છે, જેનો ઑનલાઇન અને ઑફલાઇન ઉપયોગ કરી શકાય છે.
ITR-2 ફાઇલ કરવા આ સુવિધા ઑફલાઈન આપવામાં આવી છે.
સાથે જ ITR-3, 5, 6 અને ITR-7 ફાઇલ કરનારાઓને ટૂંક સમયમાં પ્રિપરેશન સોફ્ટવૅરની સુવિધા મળશે.
ઇન્કમટૅક્સ રિર્ટન ફાઇલ કરવા માટે વિગતવાર પ્રશ્નોતરી (જવાબો સહિત), યુઝર મેન્યુઅલ, વીડિયો અને ચૅટ-બૉક્સ પણ ઉપલબ્ધ હશે, જ્યાંથી પણ નિરાકરણ મેળવી શકાશે.

ઇન્કમટૅક્સ માટે UPI અને ક્રૅડિટ કાર્ડ પૅમેન્ટ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
નવા પૉર્ટલમાં ઇન્કમટૅક્સ ભરવા મલ્ટિપલ પૅમેન્ટ ઑપ્શન આપવામાં આવશે. તમને ક્રૅડિટ કાર્ડ, UPI, નેટ બૅન્કિંગ અને આરટીજીએસ-એનઈએફટી દ્વારા ઇન્કમટૅક્સ ભરી શકશે.
એકવાર TDS અને SFT સ્ટેટમૅન્ટ અપલૉડ કર્યા બાદ આવક, વ્યાજ, ડિવિડંડ અને કૅપિટલ ગેન્સની માહિતી પ્રિ-ફાઈલ કરી શકાશે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો