ગુજરાત સરકારનો કોરોનો મૃત્યુઆંક, એક માયાજાળ કે હકીકત?

ઇમેજ સ્રોત, PUNIT PARANJPE/Getty
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
શનિવારે એક પત્રકારપરિષદમાં ગુજરાતમાં કોરાનાથી થયેલાં મૃત્યુનો સાચો આંક સરકાર છુપાવી રહી હોવાનો આરોપ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ફગાવી દીધો છે. જોકે, આરોપ ફગાવી દેવામાં આવ્યા છતાં ગુજરાતમાં કોરોનાથી મૃત્યુનો કુલ આંક કેટલો એ સવાલનો જવાબ રહસ્યમયી તો છે જ.
ગુજરાત સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે નવસારી જિલ્લામાં માર્ચ 2020થી એપ્રિલ 31, 2021 સુધી 17 લોકોનાં મૃત્યુ કોવિડ-19ને કારણે થયાં છે.
જોકે જિલ્લાનું સૌથી મોટું સ્મશાન જે નવસારી સ્મશાન ભૂમિ અગ્નિસંસ્કાર સહાયક ટ્રસ્ટ દ્વારા સંચાલિત કરવામાં આવે છે, તેમાં માત્ર એપ્રિલ મહિનામાં જ 833 હિન્દુ સમાજના લોકોના મૃતદેહોનો નિકાલ કરાયો છે.
ગુજરાતમાં માર્ચ 2020થી જ્યારે આ કોવિડની મહામારી શરૂ થઈ હતી, ત્યારથી માંડી હજી સુધી છોટા ઉદેપુર જિલ્લામાં કુલ મૃત્યુનો આંકડો 31 છે.
જોકે અહીંના સાર્વજનિક સેવામંડળ (આ ટ્રસ્ટ નગરપાલિકા માટે અહીંના સ્મશાનગૃહનું સંચાલન કરે છે) પ્રમાણે માત્ર એપ્રિલ મહિનામાં જ આશરે 300 લોકોની અંતિમવિધિ અહીંના સ્મશાનગૃહમાં હિન્દુ રીતરિવાજો પ્રમાણે થઈ છે.
આવી જ રીતે ગીર સોમનાથ જિલ્લાની જો વાત કરીએ તો તેમાં હજી સુધી છેલ્લાં કુલ મૃત્યુઆંક 46 છે. જોકે અહીંના માત્ર બે ગામડાં (ડોડાસા અને દેવલી)માં જ 20 અને 25 એમ કુલ 45 લોકોનાં મૃત્યુ માત્ર એપ્રિલ મહિનામાં થયાં છે.
ઉપરના આ ત્રણ જિલ્લાની દશા એકંદરે ગુજરાત આખાનું એક દૃશ્ય આપી શકે તેમ છે.
કોરોના મહામારીમાં થયેલાં મૃત્યુના આંકડા છુપાવવા અને સાચા આંકડા ન આપવા માટે ગુજરાત સરકારની સતત ટીકા થઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને ગૃહરાજ્યમંત્રી આંકડા છુપાવવામાં આવે છે એ વાતનો ઇનકાર કરે છે.
પત્રકારપરિષદમાં જાડેજાએ જણાવ્યું, "ગુજરાત સરકાર દેશનાં અન્ય રાજ્યોની માફક જ કોરોના સંદર્ભનાં મૃત્યુ મામલે ICMR ((ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ)ની માર્ગદર્શિકા અનુસરે છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ વિશે બીબીસી ગુજરાતીએ ગીર સોમનાથ અને નવસારી જિલ્લાના કલેક્ટરો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ લખાય છે ત્યાં સુધી તેમની સાથે સંપર્ક થઈ શક્યો નથી. તેમણે એસએમએસનો જવાબ પણ આપ્યો નથી.
તો મૃત્યુના આંકડાને ઓછા કરીને બતાવવા વિશે વાત કરવા ગુજરાતના આરોગ્યમંત્રી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ તેમની સાથે સંપર્ક થઈ શક્યો નથી.
એક તરફ મીડિયામાં અહેવાલો જોવા મળે છે કે અનેક સ્મશાનો સતત કામ કરી રહ્યાં છે અને તેમાં કામ કરતા લોકોને સરકારે ફ્રન્ટલાઇન વર્કર તરીકે ગણવાની જાહેરાત કરી દીધી છે, ત્યાં જ બીજી બાજુ સરકારી આંકડા પ્રમાણે હજી સુધી છ જિલ્લાઓ એવા છે, જેમાં મરણાંક 50 પણ નથી.
ગુજરાત હાઈકોર્ટે પણ સરકારને સાચા આંકડા આપવા બાબતે ટકોર કરી છે હતી.
જો નવસારી જિલ્લાની જ વાત કરીએ તો અહીંયાં પારસી સમુદાયનું નવસારી સમસ્ત અંદુમન ટ્રસ્ટ આવેલું છે.
પારસી સમાજના લોકોની અંતિમવિધિ અહીંયાં થાય છે.
આ ટ્રસ્ટના એક ટ્રસ્ટી કેરસી ઢેબોએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "માત્ર એપ્રિલ મહિનામાં 20 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જેમાંથી 17 દર્દીઓ કોવિડ-19ના હતા, જેમની અંતિમવિધિ આસપાસનાં અલગઅલગ સ્મશાનોમાં થઈ છે."

ગામેગામ મૃત્યુ થઈ રહ્યાં છે

ઇમેજ સ્રોત, Anindito Mukherjee/Getty
જો છોટા ઉદેપુરમાં રહેતા લોકો, ત્યાંના પત્રકારો કે પછી સમાજસેવકો કે રાજકીય નેતાઓની વાત માનીએ તો ખબર પડે કે અહીંના આંકડા તો ખૂબ જ વ્યાપક રીતે ઓછા કરીને નોંધવામાં આવી રહ્યા છે.
આ વિશે બીબીસી ગુજરાતીએ અહીંના સાર્વજનિક સેવામંડળના ટ્રસ્ટી રાજુભાઈ બારિયા સાથે વાત કરી તો તેમણે કહ્યું કે નગરપાલિકાના આ સ્મશાનમાં સરેરાશ આઠથી દસ મૃતદેહો દરરોજ આવે છે.
જોકે કોરોના પહેલાં અહીં અઠવાડિયામાં એક કે બે મૃતહેદો અંતિમવિધિ માટે આવતા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
છોટા ઉદેપુરના આંકડાની વાત કરતા અહીંના એક સ્થાનિક આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા પ્રોફેસર અર્જુન રાઠવાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "સરકારના જે આધિકારિક આંકડા છે એટલાં મૃત્યુ તો અહીં એકએક ગામમાં છે. માત્ર ક્વાંટ ડેવા ગામમાં આ બીજી લહેરમાં 40થી વધારે લોકો મૃત્યુ પામ્યાં છે. માટે સરકારે સાચા આંકડા જાહેર કરવા જોઈએ."
ગીર સોમનાથના ડોડાસા ગામના સરપંચ આ જિલ્લાના સરપંચ ઍસોસિયેશનના પણ પ્રમુખ છે.
જ્યારે બીબીસી ગુજરાતી સાથે તેમની મૃત્યુઆંક વિશે વાત કરી તો તેમણે કહ્યું કે માત્ર તેમના ગામમાં એપ્રિલ મહિનામાં આશરે 20થી 25 લોકોનાં મૃત્યુ થયાં છે, તેમાંથી આશરે 14 લોકો તો તેમના પરિવારમાં જ મૃત્યુ પામ્યાં હતાં.
તેઓ કહે છે કે મોટા ભાગના લોકો કોવિડ-19ને કારણે મૃત્યુ પામ્યાં હતાં.
ડોડાસાની બાજુનું ગામ છે દેવલી. આ ગામના અશ્વિનભાઈ બારડે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે તેમના પરિવારમાં તાજેતરમાં જ બે મૃત્યુ થયાં છે અને ગામમાં લોકોને શ્વાસની કે તાવની ફરિયાદ બાદ 25 જેટલાં લોકોનાં મૃત્યુ થયાં છે.

કોવિડને કારણે મૃત્યુ એટલે શું?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
કોવિડ-19થી મૃત્યુ પામતા લોકોના આંકડાને લઈને ગુજરાત સરકારની દલીલ છે કે કેન્દ્રની ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ની ગાઇડલાઇન્સ મુજબ તેઓ કોવિડ-19 સિવાય અન્ય કોઈ બીમારી, જેમ કે કૅન્સર, ડાયાબિટીસ કે બ્લડપ્રેશર હોય તો તેવા લોકોને કોવિડ-19ના મૃત્યુ તરીકે નહીં ગણીને નૉન-કોવિડ મૃત્યુ તરીકે ગણવામાં આવે છે.
કોવિડને કારણે થતા મૃત્યુને રજિસ્ટર કરવાની આઈસીએમઆરની ગાઇડલાઇન્સને સમજવા માટે બીબીસી ગુજરાતીએ એક વરિષ્ઠ ડૉક્ટર સાથે વાત કરી.
આ ડૉક્ટરે પોતાનું નામ ન આપવાની શરતે કહ્યું કે "સરકારનું આ પૃથક્કરણ બિલકુલ ખોટું છે. આઈસીએમઆરે સ્પષ્ટ કર્યું છે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ, કૅન્સર કે કોઈ પણ બીજી બીમારી હોય અને તે વ્યક્તિને કોવિડ-19 થાય અને ત્યારબાદ તેનું ડાયાબિટીસ વધી જવાને કારણે કે હૃદય હુમલાના કારણે કે પછી બીજી કોઈ પણ આડઅસરને કારણે મૃત્યુ થાય તો તે મૃત્યુને કોવિડ મૃત્યુ તરીકે જ ગણવાનું રહેશે."
"એટલે કોમોર્બિડ દર્દીઓને તેઓ કોવિડ દર્દી તરીકે મૃત્યુ નથી ગણતા તે સરકારની દલીલ આઈસીએમઆરની ગાઇડલાઇન્સ પ્રમાણે ખોટી છે."

શું કહે છે આ આંકડા?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
આ મહામારીની શરૂઆતથી ગુજરાતમાં હજી સુધી 8728 લોકોનાં મૃત્યુ નોંધાયાં છે.
કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કરેલી વાત પ્રમાણે, ગુજરાતમાં ખરા આંકડા 15 ગણા વધારે છે, એટલે કે આશરે 1.30 લાખ લોકો મૃત્યુ પામ્યાં છે.
જો એક નિષ્ણાત ડૉક્ટરની વાત કરીએ તો તેમના અંદાજ પ્રમાણે જે સ્મશાનગૃહો તેમની ક્ષમતા કરતાં 20 કે 30 ટકા જેટલું જ કામ કરતા હતા, એટલે કે ભલે સ્મશાનમાં 10 સગડી હોય પણ એક સમયે માત્ર 2 કે 3 જ સગડી કામે લાગી હોય, ત્યાં આજકાલ આવાં સ્મશાનગૃહો 24 કલાક કામ કરી રહ્યાં છે, અને પોતાની ફુલ ક્ષમતામાં, તેનાથી જ અંદાજ લગાવી શકાય કે આ આંકડો કેટલો વધારે હોઈ શકે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












