કેપી શર્મા ઓલી : નેપાળના વડા પ્રધાન વિશ્વાસમતમાં હાર્યા

પી શર્મા ઓલીએ ગત વર્ષે 20 ડિસેમ્બરના રોજ સંસદને ભંગ કરી હતી. નેપાળની સુપ્રીમ કોર્ટે વડા પ્રધાન કેપી શર્મા ઓલીના સંસદ ભંગ કરવાના નિર્ણયને પલટી નાખ્યો હતો.

ઇમેજ સ્રોત, PM SECRETARIAT

ઇમેજ કૅપ્શન, પી શર્મા ઓલીએ ગત વર્ષે 20 ડિસેમ્બરના રોજ સંસદને ભંગ કરી હતી. નેપાળની સુપ્રીમ કોર્ટે વડા પ્રધાન કેપી શર્મા ઓલીના સંસદ ભંગ કરવાના નિર્ણયને પલટી નાખ્યો હતો.

નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલી પ્રતિનિધિસભામાં વિશ્વાસ મત હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યા છે.

સોમવારે નીચલા ગૃહમાં વિશ્વાસમત પર વોટિંગ થયું હતું જેમાં 93 સાંસદોએ ઓલીના પક્ષમાં મત આપ્યો જ્યારે 214 સાંસદોએ એમની વિરુદ્ધ મત આપ્યો.

સોમવારે ગૃહમાં 232 સાંસદોએ હાજરી આપી હતી જેમાં 15 સાંસદોએ મતદાન કર્યું ન હતું.

ગૃહમાં વિશ્વાસમતની ચર્ચામાં વડા પ્રધાન ઓલીએ કહ્યું કે, વર્તમાન સરકાર પર ભરોસો નહીં કરવાનું કોઈ કારણ નથી.

એમણે દાવો કર્યો કે એમની સરકારે રાષ્ટ્રવાદ, સ્વતંત્રતા અને ભૌગોલિક અખંડતા માટે ઉલ્લેખનીય કામ કર્યું છે.

ઓલીએ કહ્યું કે, એમની સરકારે વિકાસ માટે ખૂબ કામ કર્યું.

એમણે એમ પણ સ્વીકાર્યું કે, અમુક કારણોથી અમારી ગતિવિધીઓ અને ધ્યાન એ બાબતો પર ન હતું જેનાં પર હોવું જોઈએ."

નેપાળ કૉંગ્રેસ અને સીપીએમ-માઓવાદી સેન્ટરે ઓલીને સમર્થન નહીં આપવાનો નિર્ણય કર્યો હતો.

પી શર્મા ઓલીએ ગત વર્ષે 20 ડિસેમ્બરના રોજ સંસદને ભંગ કરી હતી. ઓલીના આ નિર્ણયની વિરુદ્ધ સુપ્રીમ કૉર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી.

નેપાળની સુપ્રીમ કોર્ટે વડા પ્રધાન કેપી શર્મા ઓલીના સંસદ ભંગ કરવાના નિર્ણયને પલટી નાખ્યો હતો.

કોર્ટે પીએમ ઓલીને 13 દિવસની અંદર પ્રતિનિધિ સભાનું અધિવેશન બોલાવવા આદેશ આપ્યો હતો.

એ અગાઉ કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળના પ્રચંડ-માધવ જૂથ દ્વારા કે. પી. ઓલીનું સભ્યપદ રદ કર્યું હતું.

પાર્ટીની કમિટીના સભ્ય જનાર્દન શર્માએ જાન્યુઆરીમાં કહ્યું હતું છે કે ઓલી શર્માએ બેઠકમાં કરાયેલા પ્રશ્નો અંગે સ્પષ્ટીકરણ નહોતું કર્યું અને પાર્ટીવિરોધી કામ કર્યું હતું.

ડિસેમ્બર 2020માં નેપાળમાં સત્તારૂઢ સીપીએન (માઓવાદી)માં ચાલી રહેલા આંતરિક વિવાદો વચ્ચે વડા પ્રધાન ઓલીએ સંસદ ભંગ કરવાનો પ્રસ્તાવ કરી દીધો હતો.

પાર્ટીના ઉપાધ્યક્ષ પુષ્પ કમલ દહલ 'પ્રચંડ', માધવ કુમાર નેપાલ અને જાલાનાથ ખાનલ જેવા વરિષ્ઠ નેતા ઓલી પર પાર્ટી અને સરકાર એકતરફી રીતે ચલાવવાનો આરોપ લગાવતા રહ્યા છે.

line

પાકિસ્તાની ક્રિકેટરના આરોપ પર ઉન્મુક્ત ચંદે આપ્યો આ જવાબ

ભારતના અંડર-19 ટીમના પૂર્વ કૅપ્ટન ઉન્મુક્ત ચંદ

ઇમેજ સ્રોત, Matt King-ICC/ICC via Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતના અંડર-19 ટીમના પૂર્વ કૅપ્ટન ઉન્મુક્ત ચંદ

ભારતના અંડર-19 ટીમના પૂર્વ કૅપ્ટન ઉન્મુક્ત ચંદે કહ્યું છે કે તેઓ અમેરિકાની મેજર લીગ ક્રિકેટમાં ભાગ નથી લઈ રહ્યા અને તેમાં રમવાની આગળ પણ કોઈ યોજના નથી.

ધ ઇન્ડિયન એક્સપ્રેસ ડૉટકોમ અનુસાર ઉન્મુક્ત ચંદે જણાવ્યું કે તેઓ પોતાના સંબંધીઓને મળવા માટે અમેરિકામાં આવ્યા છે અને માત્ર પ્રેક્ટિસ કરવા માટે તેમણે બેટિંગ કરી હતી. અમેરિકામાં કોઈ કૉન્ટ્રૅક્ટ સાઈન કરવાનો તેમનો કોઈ ઇરાદો નથી.

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર સમી અસલમના એક નિવેદનને પગલે ઉન્મુક્ત ચંદને ખુલાસો કરવો પડ્યો છે.

ન્યુઝ 18 ડૉટકોમ અનુસાર સમી અસલમે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે અમેરિકાની મેજર લીગ ક્રિકેટમાં સામેલ થવા માટે 30-40 વિદેશી ખેલાડીઓ અમેરિકા આવ્યાં છે. આ ખેલાડીઓમાં ભારતીય ક્રિકેટરો ઉન્મુક્ત ચંદ, હરમિત સિંઘ અને સ્મિત પટેલ પણ સામેલ છે.

ધ ઇન્ડિયન એક્સપ્રેસ ડૉટકોમ અનુસાર ઉન્મુક્ત ચંદ મેજર લીગ ક્રિકેટમાં નથી રમી રહ્યા પરતું હરમિત સિંઘ અને સ્મિત પટેલ તેમાં ભાગ લઈ રહ્યા છે.

અહેવાલ અનુસાર કોઈ પણ ભારતીય ક્રિકેટર જ્યાં સુધી નિવૃત્તિ જાહેર ન કરે ત્યાં સુધી વિદેશી ક્રિકેટ ફ્રેન્ચાઇઝી માટે રમી ન શકે.

line

કોરોનાથી ગભરાશો નહીં, ગુજરાતમાં પૂરતાં સંસાધન, સરકાર તમારી પડખે છે : રૂપાણી

ગુજરાતમાં કોરોનાનો કેર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિજય રૂપાણીએ લોકોને ન ગભરાવવાની સલાહ આપી

ઇન્ડિયન એક્સપ્રેસ ડોટકૉમના અહેવાલ અનુસાર ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રવિવારે કહ્યું કે 'મારું ગામ, કોરોનામુક્ત ગામ' કૅમ્પેન અંતર્ગત 50 લાખ લોકોના સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવાઈ છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં કોરોના જેવાં લક્ષણો ધરાવતાં પાંચ હજાર દર્દીઓને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે.

આ દરમિયાન તેમણે કોવિડથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવાની વાત પર ભાર મૂક્યો હતો.

તેમણે આ સૂચન ન અનુસરવાની વાતને 'ઘાતક' ગણાવી હતી અને કહ્યું હતું કે આના કારણે 'સમગ્ર કુટુંબને કોરોનાનો ચેપ' લાગી શકે છે.

આ બાબતે રાજ્ય સરકાર મારફતે જારી કરાયેલા નિવેદનમાં મુખ્ય મંત્રી રૂપાણીને ટાંકીને કહેવાયું હતું કે "રાજ્યમાં તમામ જરૂરી સંસાધનો ઉપલબ્ધ છે. લોકોએ ગભરાવવાની જરૂર નથી. કારણકે સરકાર તમારી પડખે ઊભી છે."

નોંધનીય છે કે પાછલા બે માસથી ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હતા.

જે કારણે ગુજરાતની અનેક હૉસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને અન્ય સુવિધાઓની ભારે અછતની ફરિયાદો ઊઠી હતી. જે બાદ રાજ્ય સરકારની ઘણી ટીકા પણ થઈ હતી.

line

કોરોનાકાળમાં ભારતનાં શહેરો પછી હવે ગામડાં બન્યાં 'રામભરોસે' : રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીએ કોરોનાના નિયંત્રણ મામલે કેન્દ્ર સરકારની ટીકા કરી

NDTV ડોટકૉમના એક અહેવાલ પ્રમાણે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાઇરસની મહામારીની નોંધ લેતા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રવિવારે કહ્યું હતું કે ભારતનાં શહેરો જ નહીં પરંતુ ગામડાં પણ હવે 'રામભરોસે' છે.

ટ્વિટર પર વાત મૂકતાં રાહુલ ગાંધીએ ભારતનાં ગામડાંમાં કોરોનાની આગેકૂચ અંગેનો એક અહેવાલ ટાંક્યો હતો.

તેમણે ટ્વીટ કર્યું હતું કે, "હવે ગામડાં પણ પરમાત્માનિર્ભર બની ગયાં છે."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

નોંધનીય છે કે પાછલા કેટલાક સમયથી રાહુલ ગાંધી કેન્દ્ર સરકારની અવ્યવસ્થા માટે ટીકા કરી રહ્યા છે.

આ અગાઉ તેમણે 7 મેના કેન્દ્ર સરકારને લખેલા પોતાના એક પત્રમાં સરકારને કોરોના વાઇરસનો વ્યાપ વધતો અટકાવવા માટે ચાર મુદ્દા સૂચવ્યા હતા.

line

આપણા વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરાયેલ વૅક્સિન આપણા જ લોકો માટે ઉપલબ્ધ નથી : મનીષ સિસોદિયા

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

દિલ્હીના ઉપ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ દેશમાં સર્જાયેલી વૅક્સિનની અછત માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી છે.

તેમણે આ વિશે લખ્યું, "આપણા જ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરાયેલી વૅક્સિન આપણા જ લોકો માટે ઉપલબ્ધ નથી"

તેમણે એક પછી એક ઘણાં ટ્વીટ કર્યાં અને લખ્યું કે પાછલા ત્રણ માસમાં કેન્દ્ર સરકારે 93 દેશોને કોરોના વૅક્સિનના 6.5 કરોડ ડોઝની નિકાસ કરી છે.

તેમણે લખ્યું, "કોરોના મહામારીની બીજી લહેરે ભારતમાં લગભગ એક લાખ લોકોના જીવ લીધા છે, જો વૅક્સિનની નિકાસ ન કરાઈ હોત તો લોકોના જીવ બચાવી શકાયા હોત."

"આંતરરાષ્ટ્રીય જગતની ચિંતા કરવી એ સારી વાત છે પરંતુ અમેરિકા, કૅનેડા, યુરોપના દેશ, પહેલાં સમગ્ર વિશ્વમાંથી, પોતાના લોકો માટે વૅક્સિનની વ્યવસ્થા કરવામાં લાગેલા છે, માત્ર ફ્રાન્સે જ પાછલા મહિને એક લાખ વૅક્સિનની નિકાસ કરી છે."

તેમણે આગળ લખ્યું, "જ્યારે આટલી સંખ્યામાં વૅક્સિન બની ગઈ હતી તો તે પોતાના લોકોને આપીને કોરોનાને કાબૂમાં લઈ શકાયો હોત, પરંતુ કેન્દ્ર સરકાર પોતાના ઇન્ટરનેશનલ ઇમેજ મૅનેજમેન્ટમાં લાગેલી હતી."

line

ગુજરાતના આ ગામે કોરોનાના ઇલાજ માટે ગૌશાળાને બનાવી કોવિડ સેન્ટર

કોરોનાના ઇલાજ માટે ગૌશાળા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં ગૌશાળામાં થશે કોરોનાના દર્દીઓનો ગૌમૂત્ર અને દૂધની ઔષધિ વડે ઇલાજ

ન્યૂઝ 18ના એક અહેવાલ પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ટેટોડા ગામમાં ગૌશાળામાં કોવિડ સેન્ટર શરૂ કરાયું હતું.

જ્યાં એલોપથીની સાથોસાથ ગાયનાં દૂધ અને ગૌમૂત્ર દ્વારા કોરોનાના સાત દર્દીઓનો ઇલાજ કરાઈ રહ્યો છે.

અહેવાલ પ્રમાણે રાજારામ ગૌશાળા આશ્રમ દ્વારા કોરોનાના દર્દીઓના ઇલાજ માટે આ સેન્ટર 5 મેના રોજ સ્થાપવામાં આવ્યું હતું.

ગૌશાળાના એક ટ્રસ્ટી મોહન જાધવે આ અંગે વાત કરતાં કહ્યું કે, "અહીં અમે કોરોનાનાં હળવાં લક્ષણોવાળા દર્દીઓનો દૂધ, ઘી અને ગૌમૂત્રથી બનતી આઠ આયુર્વેદિક ઔષધિઓથી ઇલાજ કરી રહ્યા છીએ."

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો