કોરોના સંકટ : વૈજ્ઞાનિકોની ચેતવણીની મોદી સરકારે ઉપેક્ષા કરી - રૉયટર્સ

ઇમેજ સ્રોત, PTI
સરકાર તરફથી ગઠન કરવામાં આવેલ વૈજ્ઞાનિક સલાહકારોના એક ફોરમે માર્ચની શરૂઆતમાં ભારતીય અધિકારીઓને દેશમાં એક નવા અને વધું સંક્રામક વેરિયન્ટ ફેલાવાની ચેતવણી આપી હતી. ફોરમમાં સામેલ પાંચ વૈજ્ઞાનિકોએ સમાચાર એન્જસી રૉયટર્સને આ જાણકારી આપી છે.
ચાર વૈજ્ઞાનિકોએ કહ્યું કે ચેતવણી છતાં કેન્દ્ર સરકારે વાઇરસને ફેલાતો રોકવા માટે મોટા સ્તરે પ્રતિબંધો લાગુ કર્યા ન હતા.
માસ્ક પહેર્યા વિના લાખો લોકોએ ધાર્મિક આયોજન અને રાજકીય રેલીઓમાં ભાગ લીધો, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સત્તાધારી ભાજપ અને વિપક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવી હતી.
આ વચ્ચે વડા પ્રધાન મોદીના કૃષિ સંબંધિત ફેરફારોને લઈને દિલ્હીની સીમાઓ પર હજારો ખેડૂતોએ પોતાનું પ્રદર્શન ચાલુ રાખ્યું.
દુનિયાનો બીજા ક્રમનો સૌથી વધારે વસતિ ધરાવતો દેશ હવે કોરોનાની બીજી લહેર સામે લાચાર બની ગયો છે. આ લહેર પ્રથમ કરતાં વધારે સંક્રામક અને વધારે ગંભીર છે.
બીજી લહેર માટે કેટલાક વૈજ્ઞાનિકો નવા વેરિયન્ટને જવાબદાર માને છે તો કેટલાક બ્રિટનમાં સૌથી પહેલાં મળી આવેલા વેરિયન્ટને જવાબદાર માને છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
માર્ચની શરૂઆતમાં નવા વેરિયન્ટને લઈને ઇન્ડિયન સાર્સ-કોવ-2 જેનેટિક્સ કંસોર્ટિયમ અથવા INSACOG એ ચેતવણી જારી કરી હતી.
એક વૈજ્ઞાનિક અને ઉત્તર ભારતમાં એક રિસર્ચ સેન્ટરના નિદેશકે ઓળખાણ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે આ ચેતવણી એક ઉચ્ચ અધિકારી સુધી પહોંચાડવામાં આવી હતી, જે સીધા જ વડા પ્રધાનને રિપોર્ટ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રૉયટર્સ એ પુષ્ટી નથી કરી શક્યું કે શું INSACOGની ફાઇડિંગ ખુદ વડા પ્રધાન સુધી પહોંચાડાઈ હતી. રૉયટર્સે આ સંબંધમાં વડા પ્રધાન કાર્યાલયનો સંપર્ક કર્યો, જ્યાં તેમને કોઈ જવાબ મળ્યો ન હતો.
વૈજ્ઞાનિક સલાહકારોના આ ફોરમનું ગઠન સરકારે ડિસેમ્બરના અંતમાં કર્યું હતું. જેનો ઉદ્દેશ કોરોના વાઇરસના એ જીનોમિક વેરિયન્ટની જાણકારી એકઠી કરવાનો હતો, જે સાર્વજનિક સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે. આ ફોરમે 10 રાષ્ટ્રીય લૅબને એક સાથે લાવી જે વાઇરસના વેરિયન્ટ્સ પર અધ્યયન કરવા માટે સક્ષમ છે.

ઇમેજ સ્રોત, Getty Images
ફોરમના સદસ્ય અને સરકાર તરફથી સંચાલિત જીવ વિજ્ઞાન સંસ્થાનના નિદેશક અજય પરિદાએ રૉયટર્સને જણાવ્યું કે INSACOGના રિસર્ચરોએ ફેબ્રુઆરી મહિનામાં જ B.1.617 જાણકારી મેળવી લીધી હતી. જેને વાઇરસનું ભારતીય વેરિયન્ટ કહેવામાં આવી રહ્યું છે.
ઉત્તર ભારતના રિસર્ચ સેન્ટરના નિદેશકે રૉયટર્સને કહ્યું, "ફોરમે કરેલા સંશોધનની માહિતી 10 માર્ચ પહેલાં સ્વાસ્થ્ય મંત્રાલયના નેશનલ સેન્ટર ફૉર ડિઝીઝ કંટ્રોલ (એનસીડીસી)ને મોકલાવી હતી. સાથે જ ચેતવણી આપી હતી કે સંક્રમણ દેશના વિવિધ વિસ્તારોમાં તેજીથી વધી શકે છે."
આ વ્યક્તિ પ્રમાણે, તે બાદ સંશોધનમાં મળેલી માહિતી ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલય સુધી પહોંચી ગઈ. સ્વાસ્થ્ય મંત્રાલયે આ મામલામાં માગવામાં આવેલી પ્રતિક્રિયાનો કોઈ જવાબ આપ્યો નથી.
આ તારીખની આસપાસ, ફોરમે સ્વાસ્થ્ય મંત્રાલય માટે એક મીડિયા સ્ટેટમેન્ટનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. એ ડ્રાફ્ટની એક કૉપી રૉયટર્સે જોઈ છે. જેમાં ફોરમે કરેલા સંશોધનની માહિતી દર્શાવવામાં આવી છે.
જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય વેરિયન્ટનાં બે મુખ્ય મ્યૂટેશન છે, જે માણસની કોશિકામાં ચોંટી જાય છે અને તે મહારાષ્ટ્રના 15થી 20 ટકા સૅમ્પલોમાં જોવાં મળ્યાં છે.
કોરોના સંક્રમણમાં ઉછાળો 2014 બાદ સત્તામાં આવેલા નરેન્દ્ર મોદી માટે સૌથી મોટું સંકટ છે.
એ જોવાનું રહેશે કે સંક્રમણને હૅન્ડલ કરવામાં તેમની રીત અને તેમને અને તેમની પાર્ટીની રાજકીય પાર્ટીને કેવી રીતે પ્રભાવિત કરે છે.
હવે દેશમાં લોકસભાની ચૂંટણીઓ 2024 થવાની છે. સ્થાનિક ચૂંટણીઓ માટેનું મતદાનમાં કોરોના વાઇરસના રેકૉર્ડ બ્રેક મામલાઓ આવવાના શરૂ થયા તે પહેલાં જ પૂર્ણ થયું છે.

ભારતમાં કોરોનાનું રેકૉર્ડ સંક્રમણ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ભારતમાં કોરોનાની બીજી લહેરે કહેર વર્તાવ્યો છે. શનિવારે દેશમાં રેકૉર્ડ 4 લાખથી વધારે કોરોના વાઇરસના કેસ આવ્યા છે.
જે આ મહામારી બાદ આવેલા સૌથી વધારે કેસ છે, ઉપરાંત દેશમાં કોરોના વાઇરસના કારણે શનિવારે છેલ્લા 24 કલાકમાં 3,500 કરતાં વધારે લોકોનાં મોત થયાં છે.
ભારત હાલ કોરોના વાઇરસના કુલ સંક્રમણમાં અમેરિકા બાદ વિશ્વમાં બીજા સ્થાને છે. જોકે, કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ભારતમાં સંક્રમણ અને તેનાથી થતાં મોત સરકારી આંકડા કરતાં અનેક ગણાં વધારે છે.
આ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના મુખ્ય આરોગ્ય સલાહકાર અને જાણીતા મહામારી નિષ્ણાંત ડૉ. એન્થની ફાઉચીએ આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, "તાત્કાલિક ધોરણે દેશને થોડાંક અઠવાડિયાં માટે બંધ કરી દો."
ડૉ. એન્થની ફાઉચીએ કહ્યું, "કોઈપણ દેશને પોતાને બંધ કરવો ગમતો નથી પરંતુ તાત્કાલિક પગલાં ભરવા માટે કેટલાંક અઠવાડિયાં માટે બંધ કરવો જરૂરી છે જેથી ભારતમાં ટ્રાન્સમિશનની સાઇકલને તોડી શકાય."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












