મુંબઈ : કોરોનામાં લોકોને ફ્રીમાં ઓક્સિજન આપવા લાખોની કાર વેંચી નાખનારા શખ્સની કહાણી

શાહનવાઝ શેખ

ઇમેજ સ્રોત, SHAHNAWAZ SHEIKH

ઇમેજ કૅપ્શન, શાહનવાઝ શેખ
    • લેેખક, ઇકબાલ પરવેઝ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર દરમિયાન હૉસ્પિટલમાં બેડથી લઈને ઓક્સિજનની અછતના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે.

એવામાં મુંબઈના મલાડ સ્થિત માલવણીના 32 વર્ષના શાહનવાઝ શેખ લોકોની જિંદગીઓ બચાવવા માટે મેદાને પડ્યા છે.

પૈસા ખૂટી ગયા તો તેમણે પોતાની મોંઘી એસયુવી કાર વેચી દીધી અને ઓક્સિજન સિલિન્ડર ખરીદીને લોકોને મફતમાં ઓક્સિજન પહોંચાડ્યો અને લોકોના જીવ બચાવ્યા.

શાહનવાઝ શેખે કહ્યું, “ઓક્સિજનની અછતના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. એવામાં અમારા પ્રયાસ છે કે તમામ સંભવ જિંદગીઓને બચાવી લેવાય, અમે લોકોને મફતમાં ઓક્સિજન પહોંચાડ્યો અને લોકોનો જીવ બચાવ્યો. આના માટે મેં પોતાની એસયૂવી કાર સહિત કેટલીક કિંમતી વસ્તુઓ વેચી દીધી.”

શાહનવાઝથી ઓક્સિજન લઈ ચૂકેલા યગણેશ ત્રિવેદી કહે છે કે આ મહામારીના સમયમાં શાહનવાઝ ભાઈ જે કરી રહ્યા છે તે સરાહનીય છે. ઘણા બધા ટ્રસ્ટ નામના છે પરંતુ અસલમાં શાહનવાઝ ભાઈ લોકોની સેવા કરી રહ્યા છે અને કોઈ ડૉક્યુમેન્ટ અથવા સિક્યૉરિટી વગર સિલિન્ડર આપી રહ્યા છે.”

line

ગત વર્ષે જ શરૂ કરી હતી મદદ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ખરેખર જ્યારે દેશમાં પહેલીવખત કોરોના વાઇરસની પહેલી લહેર ગત વર્ષે આવી ત્યારે જ શાહનવાઝે પીડિતોની મદદ શરૂ કરી દીધી હતી.

અચાનક તમામ જગ્યાઓ બંધ હોવાના કારણે રોજ કમાઈને રોજ ખાનારા લોકો માટે બે સમયની રોટલી ભેગી કરવી મુશ્કેલ બની ગઈ હતી.

મુંબઈના મલાડમાં માલવણીમાં મોટા ભાગના ગરીબ લોકો ઝૂપડપટ્ટીમાં રહે છે.

ઘરોનું સમારકામ અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું કામ કરનારા શાહનવાઝે જ્યારે માલવણીમાં લોકોને પરેશાન જોયા ત્યારે પોતાની જમા રકમમાંથી ગરીબોના ઘર સુધી રાશન પહોંચાડવાનું કામ શરૂ કર્યું.

પ્રવાસી મજૂર, જે ગામ જવા માટે જદ્દોજહદ કરી રહ્યા તેમને ખાવાનું આપ્યું.

શાહનવાઝનો દાવો છે, “જ્યારે પહેલીવખત લૉકડાઉન લાગ્યું ત્યારે માલવણી વિસ્તારમાં રોજ કમાઈને રોજ ખાનારા લોકો માટે રોજી રોટીનો રસ્તો બંધ થઈ ગયો હતો. અમારી પાસે જે પણ પૈસા હતા તેનાથી તેમની મદદ કરવાની શરૂ કરી.”

“એની વચ્ચે માલવણીના એક મેદાનમાં પ્રવાસી મજૂરોને બેસેલા જોયા. તે દિવસોમાં મજૂરો પોતાના ગામ જવા માટે લડી રહ્યા હતા. તેમણે રજિસ્ટ્રેશન કરાવવું પડતું હતું અને આ પ્રક્રિયામાં તે ખુલા આકાશની નીચે પોતાની પત્ની અને બાળકોની સાથે ગરમીમાં બેસીને ભૂખ્યા-તરસ્યા રાહ જોયા કરતા હતા.”

“તે સમયે મને બહુ તકલીફ થઈ અને અમે તે મજૂરો માટે નાસ્તા અને ખાવાની વ્યવસ્થા કરી.”

આ દરમિયાન તેમના દોસ્ત અબ્બાસ રિઝવીની 27 વર્ષીય બહેન આમસા બાનો માતા બનવાના હતા. પરંતુ મુંબઈની પાસેના મુંબ્રામાં તેમની તબિયત ખરાબ થઈ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ હોવાના કારણે અને હૉસ્પિટલમાં ચક્કર લગાવતી વખતે આસમાંને મુંબ્રા સ્થિત કલસેકર હૉસ્પિટલની બહાર મૃત્યુ પામી.

જ્યારે અબ્બાસે પોતાના સંબંધીઓની કહાણી શાહનવાઝને કહી ત્યારે શાહનવાઝે યોજના બનાવી હતી કે તે જરૂરિયાતમંદોને મફતમાં ઑક્સિજન પહોંચાડશે કારણ કે કોરોનાના કપરા કાળમાં હૉસ્પિટલોમાં ઓક્સિજનની અછતના કારણે લોકોના જીવ જઈ રહ્યા હતા.

શાહનવાઝે કહ્યું કે સ્થિતિ ખરાબ હતી અને જ્યારે અબ્બાસે આસમાંની કહાની કહી તો મારા ધ્યાનમાં આવ્યું કે લોકોને ઓક્સિજન મફતમાં આપવું જોઈએ કારણ કે અનેક વખતે હૉસ્પિટલમાં બેડ નથી મળતા ત્યારે પણ ઑક્સિજન જો સમય પર મળી જાય તો જીવ બચી શકે છે.

શાહનવાઝ શેખ

ઇમેજ સ્રોત, SHAHNAWAZ SHEIKH

ઇમેજ કૅપ્શન, શાહનવાઝ શેખ

આ સમયમાં આપણને એ પણ ખબર પડે છે કે ઓક્સિજનની ખૂબ જ કમી છે. અમે કેટલાક લોકો સાથે અને કેટલાક ડૉક્ટરો સાથે ઓક્સિજન સિલિન્ડર વિશે વાત કરી અને જાણ્યું કે અમે કેવી રીતે સિલિન્ડર મેળવી શકીએ છીએ અને કેવી રીતે લોકોની મદદ કરી શકીએ છીએ.’

‘અમે યોજના બનાવી કે સિલિન્ડર લગાવીશું અને તે લોકોને ત્યાં સુધી ઓક્સિજન આપીશું જ્યાં સુધી તેમને હૉસ્પિટલ મળી નથી જતી. અમારી પાસે જેટલા પૈસા હતા તેનાથી 30-40 ઓક્સિજનના સિલિન્ડર ખરીદ્યાં. સોશિયલ મીડિયા પર આનો પ્રચાર કર્યો. લોકોએ અમારો સંપર્ક કરવાનો શરૂ કર્યો.”

“જરૂરિયાત એટલી વધી કે 30-40 સિલિન્ડર ઓછા પડવા લાગ્યાં ત્યારે મેં પોતાની એસયૂવી કાર અને કેટલોક સોનાનો સામાન વેચી દીધો અને અંદાજે 225 સિલિન્ડર ખરીદી લીધાં.”

“આ દરમિયાન અમારી પાસે પણ ફોન આવતા હતો અમે તરત ઓક્સિજન આપતા હતા. દરરોજ રાત્રે એક ટીમ ખાલી સિલિન્ડરને રિફિલ કરાવતી હતી જેથી ઓક્સિજનની અછત ના સર્જાય.’

શાહનવાઝના ભાઈ સૈયદ અબ્બાસ રિઝવીએ કહ્યું, “અમે બંને સાથે મળીને લોકોની મદદ કરતા હતા. કેટલીક વ્યસ્તતાઓના કારણે હું શાહનવાઝની સાથે સતત કામ ન કરી શક્યો પરંતુ હાલ પણ જરૂરિયાતમંદને મદદ કરી રહ્યા છીએ.”

“ઘણી ખુશી થાય છે તેમનું આ કામ જોઈને. મારા સંબંધીના મૃત્યુ પછી ઓક્સિજનનો સપ્લાય કરવાની યોજના તેમણે બનાવી અને હાલ પણ તે લોકો શ્વાસ આપી રહ્યા છે.”

line

લૉકડાઉનના કારણે કામ પર અસર

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

લૉકડાઉનથી શાહનવાઝના કામ પર પણ અસર પડી. તેમની ઑફિસ બંધ થઈ ગઈ. ઘરથી થોડું ઘણું કામ કરી રહ્યા છે. ગાડી વેચાઈ ગઈ. હિંમત તૂટી નથી. કોરોનાની બીજી લહેર અને મોટી આપત્તિ બનીને આવી ત્યારે શાહનવાઝ જરૂરિયાતમંદ સુધી મફતમાં ઓક્સિજન પહોંચાડી રહ્યા હતા.

ગત વર્ષે અનેક લોકોના જીવ બચાવનારા શાહનવાઝ કોરોના વાઇરસની બીજી લહેરમાં પણ અંદાજે 600 લોકોના જીવ બચાવવામાં કામયાબ થયા છે.

અંદાજે 4000 રૂપિયાની કિંમતના 225 નાના સિલિન્ડર તેમની પાસે છે. શાહનવાઝની તેને વારંવાર ભરાવે છે અને જરૂરિયાતમંદ સુધી તે પહોંચાડે છે.

એક સિલિન્ડરને ભરવાનો ખર્ચ 300 રૂપિયા આવે છે. શાહનવાઝ ઇચ્છે છે કે વધારેમાં વધારે લોકોને સહાયતા કરવા માટે જો ઓક્સિજનની અછતની જગ્યાએ દિવસમાં 40 થી 50 સિલિન્ડર જ રીફિલ કરાવી શકાય છે.

શાહનવાઝે કહ્યું કે અમે બીજા વધારે લોકોની મદદ કરવા માગીએ છીએ પરંતુ ઓક્સિજન નથી મળી રહ્યો. ઘણી મુશ્કેલ જદ્દોજહદ કરીને દિવસમાં 40 થી 50 સિલિન્ડર રીફિલ થાય છે. જો તમામ સિલિન્ડર રીફિલ થઈ જાય તો અમે બીજા લોકોની મદદ જરૂર કરી શકીએ છીએ.

“ક્યારેક ક્યારેક 80થી 90 કિલોમીટર દૂર જવું પડે છે સિલિન્ડર ભરાવવા માટે. વધતી જરૂરિયાતના હિસાબે રીફિલની કિંમત પણ વધી ગઈ છે.”

“ગત વર્ષે 150થી 180 રૂપિયામાં એક સિલિન્ડર ભરી દેવાતું હતું જેની કિંમત આ વર્ષે 400 થી 600 રૂપિયા સુધી ગઈ છે પરંતુ મને 300 રૂપિયાં મળી જાય છે. કારણ કે તે જાણે છે કે હું લોકોની સેવા કરી રહ્યો છું.”

કોરોના વાઇરસની બીજી લહેરમાં મુંબઈના બાંદ્રા ખાતેના હિલ રોડ પર રહેલા એજાઝ ફારૂક પટેલના 67 વર્ષના પિતા ફારૂક અહમદની તબિયત બગડી ત્યારે કોઈ હૉસ્પિટલમાં જગ્યા મળી રહી ન હતી. ફારૂક પટેલને શુગર અને હૃદયની બીમારી પહેલાંથી જ હતી.

એજાઝ પટેલ હૉસ્પિટલનું ચક્કર લગાવી રહ્યા હતા પરંતુ ક્યારેય કાંઈ મળી રહ્યું ન હતું. ઓક્સિજનની જરૂર પડી તો એજાઝને કોઈએ શાહનવાઝ વિશે કહ્યું.

એજાઝે તરત જ શાહનવાઝનો સંપર્ક કર્યો અને એક કલાકની અંદર ઓક્સિજનનું સિલિન્ડર મળી ગયું. એજાઝ પટેલના પિતા આજે સ્વસ્થ છે.

line

અનેક લોકોને મળી રહી છે મદદ

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

એજાઝ ફારૂક પટેલે કહ્યું કે, “મારા પિતા ડાયાબિટીક છે, હૃદયની બીમારી પણ છે. જ્યારે તેમની તબિયત 8 એપ્રિલ, 2021એ ખરાબ થઈ તો હૉસ્પિટલમાં પલંગ મળી રહ્યો ન હતો અને ના ઓક્સિજન."

"તેમનું ઓક્સિજન લેવલ 80-81 પર હતું. જ્યારે હૉસ્પિટલમાં બેડ નહોતાં મળી રહ્યા ત્યારે ઘરમાં જ અલગ રાખ્યા. હું પૈસાથી ઓક્સિજન ખરીદવા માગતો હતો પરંતુ મળી રહ્યો ન હતો."

"પછી મને શાહનવાઝ ભાઈ વિશે ખબર પડી અને તરત મને ઓક્સિજન આપ્યો. હું તેમનો આભારી છું. શાહનવાઝ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. તે મારી પાસેથી રીફિલિંગના પૈસા પણ લઈ રહ્યા નથી. મેં ભાર દઈને રીફિલિંગના પૈસા આપ્યા જેથી તે બીજાને સિલિન્ડર આપી શકે.”

મુંબઈના મલાડ ઇસ્ટ પાસેની કાઠિયાવાડી ચકીના યગણેશ ત્રિવેદી અડધી રાત્રે શાહનવાઝનો દરવાજો ખખડાવ્યો અને તેમને ઓક્સિજન સિલિન્ડર મળ્યું. યગણેશ પોતાની 75 વર્ષની નાની બહેન કંચનબહેન ડેડિયાની સારવાર માટે ભટકી રહ્યા હતા. અનેક સંસ્થાના પણ ચક્કર લગાવ્યા પરંતુ ઓક્સિજન શાહનવાઝ શેખે આપ્યો.

શાહનવાઝ શેખ

ઇમેજ સ્રોત, SHAHNAWAZ SHEIKH

ઇમેજ કૅપ્શન, શાહનવાઝ શેખ

યગણેશ ત્રિવેદી કહે છે, “મારાં નાની બીમાર પડ્યા. હૉસ્પિટલોમાં જગ્યા મળી રહી ન હતી. જે હૉસ્પિટલમાં બેડ મળી રહ્યા હતા તેના પેસા અમે આપી શકતા ન હતા. અમે અનેક સંસ્થાઓનો સંપર્ક કર્યો પરંતુ ક્યાં ન મળી. તે સંસ્થાઓ ઘણી જે દસ્તાવેજ માગી રહી હતી. પછી હું 21 એપ્રિલ, 2021એ શાહનવાઝ ભાઈની પાસે ગયો. કાંઈ પૂછ્યા વિના કાંઈ જાણ વિના આધાર કાર્ડની કોપી લઈને રાત્રે સાડા બાર વાગે મને ઓક્સિજન સિલિન્ડર આપ્યું.”

એટલું જ નહીં કેટલાક સ્થાનિક નેતાઓ પણ શાહનવાઝ પાસેથી મદદ મેળવી રહ્યા છે. ઉત્તર મુંબઈના કૉંગ્રેસના કાર્યકારી જિલ્લા અધ્યક્ષ રાજૂ સિરસટે કહ્યું, "અમે પેન્ડેમિક ટાસ્ક ફોર્સ માટે હેલ્પલાઈન નંબર નાખ્યો હતો. જે પછી અમારી પાસે મદદ માટે ફોન આવે છે. જો કોઈને ઓક્સિજનની જરૂરિયાત હોય છે તો અમે શાહનવાઝ ભાઈ પાસેથી ઓક્સિજન અપાવીએ છીએ. મેં પણ કેટલાક દિવસોમાં અનેક લોકોને ઓક્સિજન અપાવ્યા છે. અમે રાત્રે એક વાગે ફોન કર્યો અને શાહનવાઝ ભાઈએ અમારી મદદ કરી."

દિનેશ અન્નપ્પા દેવાડિગાના 63 વર્ષના પિતા જ્યારે કોરોના વાઇરસથી સંક્રમિત થયા ત્યારે પણ શાહનવાઝની મદદ પણ ત્યાં પહોંચી.

કરવાડી, મલાડમાં રહેનારા દિનેશ કહે છે કે મારા પિતા જ્યારો કોરોના વાઇરસથી સંક્રમિત થયા ત્યારે ઓક્સિજન મળી રહ્યો ન હતો.

મારા પાડોશીએ શાહનવાઝ ભાઈને કહ્યું અને તેમનો સંપર્ક કર્યો અમને થોડાક સમયમાં મદદ મળી. હવે મારા પિતાને હૉસ્પિટલમાં જગ્યા મળી ગઈ છે પરંતુ મુશ્કેલ સ્થિતિમાં શાહનવાઝ ભાઈએ અમારી ઘણી મદદ કરી.

હારિશ શેખ કહે છે કે ઘણાં લોકો સોશિયલ મીડિયા પર મદદનો વાયદો કરે છે પરંતુ મોટા ભાગના ફોન બંધ હોય છે. અમે જ્યારે મોબાઇલ પર સંદેશો મોકલ્યો તો પંદર મિનિટની અંદર જવાબ આવ્યો. જ્યારે અમારે ઓક્સિજનની જરૂર પડી તો 15 મિનિટની અંદર સિલિન્ડર મળ્યો.

શાહનવાઝનો જન્મ મુંબઈમાં થયો છે. તેમનું મૂળ વતન ઉત્તર પ્રદેશના આઝમગઢનું છે. તે પોતાના ભાઈ, બહેન, પત્ની અને દીકરીની સાથે મુંબઈમાં રહે છે. પહેલાંથી જ યુનિટી એન્ડ ડિગ્નિટી નામની એક સંસ્થા બનાવી ચૂક્યા છે. પરંતુ કોરોનાની મહામારીમાં લોકોની બેબસીના કારણે શાહનવાઝને સંપૂર્ણ રીતે જરૂરિયાત મંદોની મદદ કરવાના કામમાં લાગી ગયા.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો