ઝારખંડ : ખેતમજૂર પરિવારની પુત્રીની અમેરિકાની 'હાર્વર્ડ'માં પહોંચવાની સંઘર્ષભરી કહાણી

સીમા નેશનલ સ્કૂલ ઑફ ઓપન સ્કૂલિંગ (એનઆઈઓએસ)માં ભણે છે અને પરીક્ષાની રાહ જોઈ રહી છે

ઇમેજ સ્રોત, ANAND DUTT

ઇમેજ કૅપ્શન, સીમા નેશનલ સ્કૂલ ઑફ ઓપન સ્કૂલિંગ (એનઆઈઓએસ)માં ભણે છે અને પરીક્ષાની રાહ જોઈ રહી છે
    • લેેખક, આનંદ દત્ત
    • પદ, રાંચીથી, બીબીસી માટે

ગત 7 એપ્રિલની વહેલી સવારે સાડા ચાર વાગ્યે ઝારખંડના એક ગામની બે છોકરીઓ અદમ્ય ઉત્સાહથી ઇન્ટરનેટ પર કંઈક સર્ચ કરતી હતી.

આ બંને છોકરીઓ વારંવાર હાર્વર્ડ યુનિવર્સિટીની વેબસાઇટ ચેક કરતી હતી. એ સમયે ઇન્ટરનેટની સ્પીડ ધીમી હતી.

રાહ જોઈ ફરીથી સર્ચ કર્યું. એટલામાં સીમા નામની એક છોકરીએ જોરથી બૂમ પાડી.

હાર્વર્ડ યુનિવર્સિટીની વેબસાઇટ પર તેનું નામ પ્રવેશની સૂચિમાં સામેલ હતું. સીમા હવે ત્યાં બેચલર કોર્સ માટે ચાર વર્ષ ભણશે. એ પણ ફુલ સ્કૉલરશિપ સાથે.

17 વર્ષની સીમાકુમારીએ બીબીસીને જણાવ્યું કે અરજી કરતી વખતે તેણે ઇકૉનૉમિક્સની પસંદગી કરી હતી. પણ હવે કદાચ તેને સોશિયોલૉજી કે વિમેન્સ સ્ટડીઝ કોર્સમાં પ્રવેશ મળશે. આમ તો વર્ષમાં બધા વિષયોનો અભ્યાસ કરવાનો રહેશે.

સીમા હાલમાં બારમા ધોરણમાં ભણે છે. તે ભારત સરકારની નેશનલ સ્કૂલ ઑફ ઓપન સ્કૂલિંગ (એનઆઈઓએસ)માં ભણે છે અને પરીક્ષાની રાહ જોઈ રહી છે.

સીમા રાંચીના એક ગામની રહેવાસી છે

સીમાની સિદ્ધિનો તેના પરિવારને કોઈ અંદાજ નથી

ઇમેજ સ્રોત, ANAND DUTT

સીમા રાંચીના જિલ્લાના મુખ્યાલયથી 28 કિલોમિટર દૂર ઓરમાંઝી બ્લૉકના દાહો ગામની રહેવાસી છે.

તેમના પિતા સિકંદર મહતો (44) માત્ર બે ધોરણ ભણ્યા છે. તેમનાં માતા સરસ્વતી દેવી (40) પહેલું ધોરણ ભણેલાં છે. સીમાએ પણ ગામની સરકારી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.

તે બાદમાં 'યુવા' નામની એક એનજીઓમાં જોડાઈ અને પછી ત્યાંથી આગળનો અભ્યાસ કર્યો. સંસ્થામાં એનઆઈઓએમના સિલેબસના આધારે બાળકીઓને ભણાવાય છે.

સીમા કહે છે, "આ સ્કૉલરશિપ માટે તેણે ગત વર્ષે અપ્લાય કર્યું હતું. બાદમાં મારો ઇન્ટરવ્યૂ થયો."

ઇન્ટરવ્યૂમાં તેને અત્યાર સુધીનાં કામકાજ, અભ્યાસ, યુવા સંસ્થામાં તેની ભૂમિકા, આવનારા સમયમાં શું કરવા માગે છે જેવા સવાલ પૂછ્યા હતા.

તેની પાસે ઘણા લેખ પણ લખાવડાવ્યા હતા. આ સિવાય ઇન્ટરવ્યૂમાં તેમના પરિવાર અંગે પણ ઘણા સવાલ કરવામાં આવ્યા હતા.

તે આગળ કહે છે, "રિઝલ્ટ બાદ મારી સાયન્સની ટીચર ફ્રીડાએ સૌથી પહેલા મને ફોન કર્યો. બાદમાં અમેરિકામાં મારા શિક્ષકોને પણ ફોન કર્યો."

એ સમયે તેની પાસે સૂઈ રહેલાં તેમનાં માતાને પણ કહ્યું, પણ તેઓ કંઈ સમજી ન શક્યાં.

સીમાએ હાર્વર્ડ સહિત યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયા, કોલંબિયા યુનિવર્સિટી અને પ્રિંસ્ટન યુનિવર્સિટીમાં પણ અપ્લાય કર્યું હતું.

line

પરિવારને તેની સિદ્ઘિનો અંદાજ નથી

સીમાની સિદ્ધિનો તેના પરિવારને કોઈ અંદાજ નથી

ઇમેજ સ્રોત, ANAND DUTT

ઇમેજ કૅપ્શન, સીમાની સિદ્ધિનો તેના પરિવારને કોઈ અંદાજ નથી

તે કહે છે, "મારા ઘરમાં આ વાતને લઈને કોઈ ખાસ ખુશી કે હલચલ નથી. મારા પરિવારને હાર્વર્ડ યુનિવર્સિટી અંગે કશું ખબર નથી. તેમને માત્ર એટલી ખબર છે કે અમેરિકામાં કોઈ સારી કૉલેજ છે, ત્યાં મારું ઍડમિશન થવાનું છે."

સીમા એક સંયુક્ત પરિવારમાં રહે છે. પરિવારમાં તેમનાં માતાપિતા સહિત એક મોટો ભાઈ, છ બહેનો અને અન્ય ચાર ભાઈ, દાદી, કાકા અને કાકી છે.

પિતા પહેલાં દોરાની એક ફેક્ટરીમાં કામ કરતા હતા. લૉકડાઉનમાં એ બંધ થતા હાલમાં તેઓ એક બેકરીની ફેક્ટરીમાં મજૂરી કરે છે.

તેમની માસિક આવક અંદાજે સાત હજાર રૂપિયા છે. થોડી ખેતી પણ છે, જેમાં તેઓ ધાન અને શાકભાજી ઉગાડે છે.

સીમાએ બીબીસી સાથે પોતાના સંઘર્ષની વાત કરી હતી.

તેણે જણાવ્યું, "2012માં એક દિવસે હું મારા કાકા સાથે ગાય માટે ઘાસ લેવા જતી હતી. ત્યારે મેં જોયું કે મારા ગામની ઘણી છોકરીઓ ફૂટબૉલ રમતી હતી અને જોરજોરથી હસતી હતી. મને એ સારું લાગ્યું. ઘર આવીને મેં પણ રમવા માટે મંજૂરી માગી. માતાએ ના ન પાડી."

તેણે જણાવ્યું, "છોકરીઓ ફૂટબૉલ રમતી હતી, તે બધી એક એનજીઓ 'યુવા' દ્વારા ચલાવાતા એક વિશેષ કૅમ્પનો ભાગ હતી. હું પણ આ સંસ્થા સાથે જોડાઈ. મને બૂટ, સૂઝ અને કપડાં આપ્યાં. બાદમાં હું ત્યાં સતત જવા લાગી."

તે કહે છે કે ત્યાં જ રહીને અંગ્રેજી શીખી અને કેટલાંક વર્ષો બાદ નવી બાળકીઓને ફૂટબૉલ શીખવવા લાગી. તે સાતમા ધોરણથી ત્યાં અભ્યાસ પણ કરવા લાગી.

સીમાએ જણાવ્યું કે પરિવારે શરૂઆતમાં સપોર્ટ કર્યો, પણ હાફ પૅન્ટ પહેરીને ફૂટબૉલ રમવાને લઈને ગામલોકો તેની ટીકા કરતા. તેના ઘણા મિત્રોને એટલે રમવાની મંજૂરી ન મળી અને તેમનાં લગ્ન કરાવી દીધાં.

તે કહે છે જ્યારે પહેલી વાર ફૂટબૉલ રમવા તે સ્પેન ગઈ તો લોકોએ તેનાં માતાપિતાને કહ્યું કે તેને વિદેશ લઈ જઈને વેચી મારશે. તેણે જણાવ્યું કે તેમ છતાં તેનાં માતાપિતાએ તેને સપોર્ટ કર્યો. તેનાથી ગામના ઘણા લોકો નાખુશ હતા.

line

'હંડિયા' વેચવું પરિવારની મજબૂરી

સીમા સ્કૂલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ 2019માં ઑગસ્ટમાં પેંનિનસૂલા હાઈસ્કૂલ, વૉશિંગ્ટન ગઈ હતી

ઇમેજ સ્રોત, ANAND DUTT

ઇમેજ કૅપ્શન, સીમા સ્કૂલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ 2019માં ઑગસ્ટમાં પેંનિનસૂલા હાઈસ્કૂલ, વૉશિંગ્ટન ગઈ હતી

ઝારખંડ અને ઓડિશાના આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સમુદાય ચોખાથી દારૂ જેવો પેય પદાર્થ બનાવે છે. ત્યાં તેને 'હંડિયા' કે 'રાઇસ બીયર' કહેવાય છે.

સીમાના કહેવા અનુસાર, તેના ગામના ઘણા લોકો હંડિયા વેચે છે. તેના ઘરના લોકો પણ આવું કરે છે. કેટલાક લોકો તેને પીવે પણ છે.

તે કહે છે, "જ્યારે હું નાની હતી ત્યારે મને કશો ફરક પડતો નહોતો, પણ બાદમાં પરેશાની થવા લાગી, કેમ કે તેને પીનારા લોકો છોકરીઓને ધારી ધારીને જોતા. મેં તેને બંધ કરાવવાની ઘણા કોશિશ કરી, પણ હજુ સુધી સફળતા મળી નથી."

તે કહે છે, "હું સ્કૂલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ 2019માં ઑગસ્ટમાં પેંનિનસૂલા હાઈસ્કૂલ, વૉશિંગ્ટન ગઈ હતી. ત્યાંથી જૂન 2020માં પરત આવી તો મને અહીંનો માહોલ થોડો ખટકવા લાગ્યો. મેં મારાં માતાપિતાને હંડિયા વેચવાની ના પાડી, પણ તેઓ ન માન્યાં."

તેનાથી નિરાશ સીમાએ કહ્યું કે તેમની પણ મજબૂરી હતી, કેમ કે લૉકડાઉનને કારણે તેમનું કામકાજ બંધ છે, જ્યારે પરિવાર મોટો છે.

તેમનાં માતા હંડિયા વેચવા સહિત બકરીઓ પાળે છે. થોડું ખેતીકામ પણ કરે છે. સરકાર 20 કિલો ચોખા આપે છે, પણ તેનાથી ઘર ચાલતું નથી.

સીમાના જીવનમાં ફૂટબૉલની મોટી ભૂમિકા રહી છે. તે કહે છે, "હું ફૂટબૉલની સારી પ્લેયર બની શકી નથી, પણ જ્યાં હું પહોંચી છું, તેમાં તેનું મોટું યોગદાન છે."

તેણે જણાવ્યું કે 2016માં સ્પેનમાં રમવું તેના જીવનનો એક ટર્નિંગ પૉઇન્ટ સાબિત થયો. ત્યાં તેને દુનિયાનો એક અલગ રંગ જોયો. અને તેનાથી એવું જ જીવન જીવવાની મનમાં ઇચ્છા જાગી.

line

અમેરિકામાં ઘણું બધું શીખવાની તમન્ના

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

હાર્વર્ડ ગયા બાદ સીમાની ઘણી બધી યોજના છે. તેણે એ અંગે જણાવ્યું, "હું ત્યાં અભ્યાસ સહિત ઘણા મિત્રો બનાવવા માગું છું."

તે ત્યાં વિદ્યાર્થીસંગઠન સાથે પણ જોડાવવા માગે છે. ત્યાં ચાલતી ગતિવિધિઓમાં ભાગ લેવા સહિત પ્રોફેસરોને જાણવા ઉત્સુક છે. તે અમેરિકા પણ ફરવા માગે છે.

તેણે કહ્યું કે આગામી ચાર વર્ષમાં ક્યારેક જ તેને ઘરે આવવાનો મોકો મળશે. તે સપ્ટેમ્બરમાં કોર્સ શરૂ થતા પહેલાં ઑગસ્ટમાં ત્યાં જશે.

તેણે એ પણ જણાવ્યું કે તેને એક વર્ષમાં 83,000 અમેરિકન ડૉલરની સ્કૉલરશિપ મળશે. વિદ્યાર્થીનાં પ્રદર્શનને લીધે તેને દર વર્ષે વધારવામાં પણ આવે છે.

'પ્રિયંકા ચોપરાની કૉમેન્ટ વાંચીને ઘણી ખુશી થઈ'

સીમાની સિદ્ધિ પર અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ ખુશી વ્યક્ત કરી છે.

ટ્વીટ કરીને તેમણે લખ્યું, "છોકરીઓને ભણાવો. તે દુનિયા બદલી શકે છે. પ્રેરણા આપનારી સિદ્ધિ. શાનદાર સીમા. હું એ જોવા ઉત્સુક છું કે આગળ તું શું કરે છે."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

સીમાએ આ અંગે કહ્યું, "હાં, મેં ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર તેમની પોસ્ટ જોઈ. પહેલા તો વિશ્વાસ ન આવ્યો. મારા માટે આ મોટી વાત છે. મારી પૂરી કોશિશ રહેશે કે તેમની આશા પર ખરી ઊતરું. હું ભારત પરત આવવા માગું છું. મહિલાના ઍમ્પાવરમેન્ટ, ડેવલપમૅન્ટ માટે કંઈક કરવાની સાથે બાળકો-મહિલાઓ માટે પુસ્તકો લખવા માગું છું."

તો બાયોકૉમ લિમિટેડનાં ચૅરપર્સન કિરણ મજુમદાર શૉએ પણ સીમાને અભિનંદન આપ્યાં છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

તેમણે ટ્વીટમાં લખ્યું, "ઝારખંડના અભણ ખેડૂતની ફૂટબૉલ રમનારી પુત્રીને હાર્વર્ડમાં એડમિશન મળ્યું. આપણા નિરાશાના દિવસોમાં આ કંઈક ઉત્સાહ વધારનારી ખબર છે."

આ સિવાય તેને ઝારખંડના સ્વાસ્થ્યમંત્રી બન્ના ગુપ્તાએ પણ અભિનંદન આપ્યાં છે.

line

છોકરીના જન્મ સાથે જ લગ્નની ચર્ચા

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ઝારખંડની છોકરીઓ અંગે સીમાએ જણાવ્યું કે લોકો અહીં છોકરીઓના જન્મ થતાની સાથે જ તેમનાં લગ્ન અંગે વિચારવા લાગે છે. તેના માટે પૈસા પણ જમા કરવા લાગે છે. સીમાનાં માતા પણ પૈસા જમા કરી રહ્યાં છે.

હાલમાં ઝારખંડ સરકારે પણ એક ખાસ સ્કૉલરશિપ શરૂ કરી છે. જે હેઠળ દર વર્ષે 10 આદિવાસી યુવાને વિદેશી યુનિવર્સિટીમાં ભણવાનો બધો ખર્ચ સરકાર ભોગવશે.

જોકે સીમાને આ યોજનાનો લાભ લેવાની જરૂર નહીં પડે.

તો 'યુવા' એનજીઓનાં ચાઇલ્ડ ડેવલપમૅન્ટ ઑફિસર નિહારિકા બાખલાએ કહ્યું કે "સીમાની સિદ્ધિ આજના સમયમાં એક પૉઝિટિવ ન્યૂઝ છે. તેને લઈને અમે બધા બહુ ગૌરવ અનુભવીએ છીએ."

આ લાખો બાળકો માટે ઉદાહરણ છે કે પ્રતિયા ક્યાંય પણ છૂપી રહેતી નથી. બસ તેને શોધવાની જરૂર હોય છે.@

તેણે પોતાની સંસ્થા અંગે જણાવ્યું કે તેની સાથે હાલમાં 102 ગરીબ બાળકીઓ જોડાયેલી છે. આ છોકરીઓના અંગ્રેજી શીખવા પર વધુ ભાર આપવામાં આવે છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો