ગુજરાતમાં કોરોના : 'તંત્રે આશા મૂકી દીધી, પ્રજાને લાગે છે તેઓ ભગવાનભરોસે છે', હાઈકોર્ટનું અવલોકન

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં કોવિડ-19ના કેસોની સ્થિતિ અને નાગરિકોને ભોગવવી પડતી હાલાકીની મુખ્ય ન્યાયાધીશે સ્વયંભૂ નોંધ લીધી છે અને રાજ્ય સરકારના ઉચ્ચ કાયદા અધિકારીઓની હાજરીમાં સુનાવણી થઈ રહી છે.
ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથની અધ્યક્ષતામાં તેમના નિવાસસ્થાનેથી જસ્ટિસ ભાર્ગવ કારિયા સાથેની ખંડપીઠ આ મુદ્દે સુનાવણી કરી રહી છે.
ઍડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદી, મુખ્ય સરકારી વકીલ મનીષા લવકુમાર, સહાયક સરકારી વકીલ ધર્મેશ દેવનાની ગુજરાત સરકાર વતી હાજર રહ્યાં હતાં. જ્યારે આસિસ્ટન્ટ સૉલિસિટર જનરલ દેવાંગ વ્યાસ કેન્દ્ર સરકાર વતી હાજર રહ્યા હતા.
સવારે સુનાવણી શરૂ થઈ, તે પહેલાં એક હજાર યૂઝર્સ યૂટ્યૂબ ઉપર તેને લાઇવ જોઈ રહ્યા હતા, સુનાવણીને એક કલાક થઈ ત્યારે આ આંકડો સાત હજાર 500 ઉપર પહોંચી ગયો હતો.
હાઈકોર્ટે અવલોક્યું હતું કે રાજ્યમાં 'મેડિકલ ઇમર્જન્સી જેવી સ્થિતિ' હોય તેમ લાગે છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુરૂવારે સવારે 11 વાગ્યે આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ દરમિયાન કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારે તેમના જવાબ ઍફિડેવિટ કે રિપોર્ટ દાખલ કરવા મહેતલ આપી હતી.
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ
મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથે કહ્યું કે ઝાયડસ હૉસ્પિટલની બહાર દોઢ કિલોમિટર લાંબી લાઇનો લાગે છે. મને એ નથી સમજાતું કે કોઈ નર્સિંગ હૉસ્પિટલને કેમ ન મળી શકે? જરૂર હોય ત્યારે જ કોઈ તબીબ તેના દરદી માટે લખતા હોય. કોઈ મોજને ખાતર ખરીદવા નથી જતા.
"તેને ઉપલબ્ધ બનાવવી રહી. તમે સરકારે કહ્યુ છે તે જ ન બોલો. તમારાં પોતોનાં પણ સૂત્રો છે. અમારી સમજ પ્રમાણે, ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં ઇન્જેક્શન ઉપલબ્ધ છે, પરંતુ તે દરદીઓ સુધી નથી પહોંચી રહ્યાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પહેલાં ગત મંગળવારે પણ આ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં રાજ્યમાં કોવિડના વધતાં કેસોને નિયંત્રણમાં લેવા તથા તેના વ્યવસ્થાપન વિશે કેટલાક સૂચન કરવામાં આવ્યા હતા.
ઉચ્ચ અદાલતે જરૂર પડ્યે લૉકડાઉન લાગુ કરવાનું સૂચન કર્યું હતું. રવિવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર સંપૂર્ણ લૉકડાઉનની પક્ષધર નથી.

ખંડપીઠે કરેલા સૂચનો
- લગ્ન તથા અંતિમયાત્રા સિવાયના તમામ મેળાવડા પર પ્રતિબંધ મૂકો.
- કમલ ત્રિવેદીએ જણાવ્યું કે 100 લોકોના સામેલ થવાની ટોચમર્યાદા લાદવામાં આવી છે, જેને ઘટાડીને 50 કરવા બૅન્ચે સૂચન કર્યું હતું.
- આ સિવાય સરકારે અંતિમયાત્રામાં સામેલ થનારાઓની સંખ્યા 50 ઉપર મર્યાદિત કરી છે.

'ડૉક્ટર્સ આડેધડ રેમડેસિવિર પ્રિસ્ક્રાઇબ ન કરે'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ઍડ્વૉકેટ જનરલ કમલ ત્રિવેદીએ સરકારનો પક્ષ રજૂ કરતાં કહ્યું, "રોજમદારોની સ્થિતિને જોતાં સરકાર ફરી એક વખત લૉકડાઉન લાદવા માટે પક્ષધર નથી."
તેમણે કહ્યું, "રેમિડિસિવરને કારણે કિડનીને આડેધડ નુકસાન થતું હોવાથી તેને હૉસ્પિટલમાં રાખીને ગંભીર તબક્કે આપવાનું હોય છે. પરંતુ તબીબો દ્વારા આડેધડ આ ઇન્જેક્શન લખી રહ્યાં છે. એટલે લોકો સાવચેતી માટે પણ ઇન્જેક્શન ખરીદવા લાઇનો લગાવે છે."
"હું હાથ જોડીને વિનંતી કરું છું કે આડેધડ પ્રિસ્ક્રાઇબ ન કરે."
"અમદાવાદની 141 કોવિડ ડેઝિગ્નેટેડ હૉસ્પિટલમાંથી કોઈ સુપરિન્ટેન્ડન્ટમાંથી કોઈને જરૂર હોય તો બે કલાકની અંદર ઇન્જેક્શન પહોંચાડવામાં આવે છે. આ અંગે 'હાઇપ' ઊભી કરવામાં આવી રહી છે."
ત્રિવેદીએ ઉમેર્યું, "દેશભરમાં કુલ એક લાખ 75 હજાર ડોઝનું ઉત્પાદન થાય છે, જેમાંથી 25 હજાર ગુજરાતને મળે છે. પરંતુ કાળાબજારી અને સંગ્રાહખોરીને કારણે લોકોને મોંઘા મળી રહ્યા છે. દેશભરમાં ગુજરાતમાં ઇન્જેક્શનની પ્રાપ્યતા વધુ છે."
ઑક્સિજન અને ICUની અછત અંગે વાત કરતા તેમણે કહ્યું કે ઑક્સિજનના કુલ ઉત્પાદનમાંથી 70 ટકા જથ્થો આરોગ્યકેન્દ્રો માટે સુરક્ષિત કરાયો છે.
તેમણે કહ્યું કે આવો નિર્ણય માત્ર ગુજરાત રાજ્યમાં જ લેવાયો છે. રાજ્ય સરકાર કાળજી લઈ રહી છે અને બધાં પાસાઓ પર ધ્યાન આપી રહી છે.
સુરતમાં ભાજપ પ્રમુખ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન લોકોને આપવા અંગે તેમણે કહ્યું કે આ દાનની ભાવનાથી લેવામાં આવેલું પગલું હતું. તેની પાછળ કોઈ દુર્ભાવના નહોતી અને લોકોની મદદ કરવા માગતા હતા.
તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે આ કાયદેસર મેળવેલા ઇન્જેક્શન હતાં અને તે કેવી રીતે લેવાયાં એ વિશે જાહેરમાં રિપોર્ટ છે.

મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથે શું કહ્યું?
મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથે અવલેક્યું હતું, 'તમારી દલીલોથી અમે અભિભૂત થઈ ગયા છીએ અને કશું થયું જ નથી તેવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે. પરંતુ વાસ્તવમાં એવું નથી."
"કાશ, દરેક રાજ્યો પાસે તમારા મુખ્ય કાયદા અધિકારી હોય જે રાજ્યનો આવી રીતે બચાવ કરે.'
તેમણે કહ્યું કે અમે ગુજરાતની સ્થિતિ અંગે ચિંતિત છીએ. અન્ય રાજ્યોમાં શું થઈ રહ્યું છે, તે અંગે અમારે ચિંતા કરવાની નથી.
તેમણ કહ્યું કે વિશ્વના અન્ય દેશોમાં કોરોનાની બીજી કે ત્રીજી લહેર ચાલી રહી હતી, છતાં રાજ્ય સરકાર ઢીલી થઈ ગઈ અને કોવિડને માટે જે પથારીઓ અનામત રાખવામાં આવી હતી તે પરત આપી દીધી હતી.
મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે આરટી-પીસીઆર ટેસ્ટનું પરિણામ આવતાં પાંચથી સાત દિવસ લાગી જાય છે. અગાઉ આઠેક કલાકમાં પરિણામ આવી જતું હતું, પરંતુ હવે નમૂના વધી ગયા છે એટલે પરિણામ આવતા દિવસો વીતી જાય છે. આ માટે સરકારે થાય તેટલી ઝડપ કરવી રહી.
જેના જવાબમાં કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે આ સમયગાળાને ઘટાડવા માટે સરકાર પ્રયાસ કરશે.

'નિયમનને લગતી ગંભીર બાબતો'

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથે પ્રવર્તમાન સ્થિતિની જાતનોંધ લઈ તેને જાહેર હિતની અરજી દાખલ (પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન) સ્વરૂપે દાખલ કરી હતી.
ચીફ જસ્ટિસે મૌખિક આદેશ દ્વારા "કોવિડ કેસોમાં અનિયંત્રણિત ઉછાળ અને નિયમનને લગતી ગંભીર બાબતો" શીર્ષકથી રજિસ્ટ્રારને કેસ દાખલ કરવા સૂચના આપી હતી.
રેમિડિસવિયર, મૂળભૂત જરૂરિયાતની દવાઓ, ઑક્સિઝન, આઈસીયુ (ઇન્ટેન્સિવ કેર યુનિટ) તથા પથારીઓની અછત, ટેસ્ટિંગનો અભાવ, માળખાકીય બાબતોમાં નિયમન ન થઈ શકવાને કારણે લોકોને પડતી હાલાકીની 'કમનસીબ અને અકલ્પનીય હાલાકીની કહાણીઓ'થી ન્યૂઝ ચેનલ અને અખબાર ભરેલા છે.
મુખ્ય ન્યાયાધીશે નોંધ્યું કે "એકલ-દોકલ કે છૂટક સમાચાર હોત, તો મેં તેને અવગણ્યા હોત, પરંતુ રાષ્ટ્રવ્યાપી ફેલાવો ધરાવતા અખબારોમાં જેટલું રિપોર્ટિંગ થઈ રહ્યું છે, તેને અવગણી શકાય તેમ નથી અને અદાલતે દરમિયાનગીરી કરવી જ રહી."
રાજ્યના મુખ્ય કાયદાઅધિકારી ઍડ્વોકેટ જનરલ તથા એડિશનલ સૉલિસિટર જનરલને સુનાવણી દરમિયાન હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.
આ કેસમાં ગુજરાતના મુખ્યસચિવ, આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના મુખ્ય સચિવ, કેન્દ્રીય ગૃહસચિવ તથા કેન્દ્રીય આરોગ્યસચિવને નોટિસ કાઢવામાં આવી છે. સંબંધિત અધિકારીઓને અનુકૂળતા મુજબ સુનાવણીની પ્રક્રિયાને સાંભળવા તાકિદ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાસંબંધિત કામગીરી મુદ્દે હાઈકોર્ટની આ બીજી સુઓ-મોટો અરજી છે. ગત વર્ષે પણ આવી જ એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેની નિયમિત રીતે સુનાવણી થતી રહે છે.


મૃત્યુ આંક : 4800
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે, રવિવારે (સાંજની સ્થિતિ મુજબ) રાજ્યમાં પાંચ હજાર 469 નવા કેસ નોંધાયા છે.
આ સાથે રાજ્યમાં ઍક્ટિવ કેસની સંખ્યા 27 હજાર 568 ઉપર પહોંચી ગઈ છે, જેમાંથી 203 પેશન્ટ વૅન્ટિલેટર ઉપર છે. રાજ્યમાં કુલ મરણાંક ચાર હજાર 800 ઉપર પહોંચ્યો છે.
રવિવારે 54 દરદીના કોરોનાને કારણે અવસાન થયા હતા, જેમાં અમદાવાદ જિલ્લામાં (20), સુરત જિલ્લામાં (18), વડોદરા (સાત), રાજકોટ (પાંચ), બનાસકાંઠા (બે) ઉપરાંત ગાંધીનગર અને જામનગરમાં એક-એક અવસાન થયા હતા.
રવિવારે બે હજાર 976 દરદીઓએ કોરોનાને મ્હાત આપી હતી. અત્યારસુધી રાજ્યમાં કુલ ત્રણ લાખ 15 હજાર 127 દરદીઓએ કોરોનાને મ્હાલ આપી છે. સાજા થવાનો દર ઘટીને 90.69 ટકા ઉપર આવી ગયો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન ઉપર આયોજિત 'ટીકા (રસીકરણ) ઉત્સવ'ના પ્રથમ દિવસે રાજ્યમાં બે લાખ 20 હજાર 994 ડોઝ આપવામાં આવ્યા હતા.
રાજ્યમાં 80 લાખ 55 હજાર 986 નાગરિકોને પ્રથમ ડોઝનું અને 10 લાખ 67 હજાર 733 નાગરિકોને બીજો ડોઝ અપાઈ ગયો છે.

'સરકાર લૉકડાઉનની પક્ષધર નથી'

ઇમેજ સ્રોત, Getty Images
રવિવારે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે રાજ્યમાં લૉકડાઉન લાગુ કરવા માટે તેમની સરકાર પક્ષધર નથી. સાથે જ ઉમેર્યું હતું કે રાત્રિ કર્ફ્યુએ જરૂરિયાત છે, જેથી કરીને બિનજરૂરી અવરજવર અટકે તથા વાઇરસનો પ્રસાર અટકે.
ઇન્ડિયા ટીવીના 'સ્વાસ્થ્ય સંમેલન 2021'માં વાત કરતી વેળાએ રૂપાણીએ આ વાત કહી છે. બીજી બાજુ, રાજ્ય સરકારે તમામ સરકારી અને ખાનગી કૉલેજોમાં ઑફલાઇન શૈક્ષણિકકાર્ય આગામી 30મી એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
દરેક સેમિસ્ટર માટે કૉલેજો ઑનલાઇન શિક્ષણ પોતાની આવશ્યકતા પ્રમાણે યથાવત્ રાખી શકશે. અગાઉ રાજ્ય સરકારે ધોરણ 1-9ના વર્ગો બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
ગત મંગળવારે હાઈકોર્ટના અવલોકનો બાદ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે 'લોકોને તકલીફ ન પડે કે ઓછામાં ઓછી તકલીફ જે અને કોરોનાનો ફેલાવો પણ ન થાય તે રીતે નિર્ણય લઈશું. સાથે જ હાઈકોર્ટની લાગણીને ધ્યાને લઈશું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
મોડી સાંજે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સુરતથી ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે વરિષ્ઠ પ્રધાનો તથા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
આ બેઠકમાં ઍડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં થયેલી કાર્યવાહી તથા ખંડપીઠના 'અવલોકનો' અંગે માહિતી આપી હતી. એ પછી સરકારે કેટલાક પગલાં લેવાની જાહેરાત કરી હતી.
સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ગાંધીનગર, જૂનાગઢ, વડોદરા, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, પાટણ, મોરબી, ગોધરા, દાહોદ, ભૂજ, ભરૂચ, સુરેન્દ્રનગર અને અમરેલી એમ 20 શહેરમાં રાત્રે આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ લાદવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
આ સિવાય લગ્નસમારંભમાં મહત્તમ 100 લોકોને બોલાવી શકાય એવો નિર્ણય કરાયો હતો. આ સિવાય રાજકીય અને સામાજિક મેળાવડા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો
તા. 30મી એપ્રિલ સુધી સરકારી કર્મચારીઓને શનિવારે રજા આપવામાં આવી છે. એપ્રિલ માસ દરમિયાન શનિ-રવિવારે સરકારી કચેરીઓ બંધ રહેશે.

શું થયું હતું હાઈકોર્ટમાં?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ગત મંગળવારે ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ તથા જસ્ટિસ ભાર્ગવ કારિયાની ખંડપીઠે કોરોનાના કેસોની વધતી જતી સંખ્યા ઉપર ચિંતા પ્રગટ કરી હતી.
ખંડપીઠે જરૂર જણાય તો કોરોનાની ચેઇનને તોડવા માટે ત્રણ-ચાર દિવસનો કર્ફ્યુ લાદવાનું અવલોક્યું હતું.
મંગળવારે સવારે હાઈકોર્ટે કોવિડના વધતા જતા કેસ વિશે ચિંતા વ્યક્ત કરી સરકાર તે માટે શું કરી રહી છે, તે જાણવા માટે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને મુખ્ય સરકારી વકીલ મનીષા લવકુમારને બોલાવ્યાં હતાં.
ઍડ્વોકેટ જનરલ ત્રિવેદીએ કહ્યું હતું, હવેનો સંઘર્ષ ખરેખર લોકો અને કોવિડ વચ્ચે છે અને લોકોએ જ સમજીને બહાર જવાનું કે લોકોને મળવાનું બંધ કરવું પડશે. તેમણે એમ પણ કહ્યું હતું કે કોવિડનું સંક્રમણ વધારે છે, પરંતુ તેનાથી મરનાર લોકોની સંખ્યા વધારે નથી અને જે લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં રહ્યાં છે, તેના માટે અન્ય બીમારીઓ જવાબદાર છે.
એ સુનાવણી દરમિયાન જસ્ટિસ ભાર્ગવ કારિયાએ અવલોક્યું હતું કે, ગુજરાતમાં કોરોના મૃત્યુદર હાલમાં 4.5 ટકા છે ખૂબ વધારે છે.
જસ્ટિસ વિક્રમનાથે ઍડ્વોકેટ જનરલ ત્રિવેદીને કહ્યું હતું કે, હવેથી ગુજરાતમાં કોઈ પણ રાજકીય મેળાવડા, લગ્નપ્રસંગો વગેરે ન થવાં જોઈએ. લગ્નપ્રસંગોમાં લોકોની સંખ્યા 200થી ઘટાડી 20-25 જ કરી દેવી જોઈએ.
તેમણે એમ પણ કહ્યું હતું કે ગત વર્ષ માર્ચ મહિનામાં જે પ્રકારનું લૉકડાઉન હતું, તે પ્રકારનું લૉકડાઉન, જેમ કે એક-બે દિવસનો કર્ફયું, વિકઍન્ડ કર્ફ્યુ વગેરે જેવા પ્રયાસો કરીને સરકારે વાઇરસની ચેઇન તોડવી જોઈએ.
તેમણે એમ પણ કહ્યું કે, જો સરકારને તે માટે હાઈકોર્ટની કોઈ મદદ જોઈતી હોય તો તે ફરીથી તેમની પાસે આવી શકે.
જોકે, ઍડ્વોકેટ કમલ ત્રિવેદીએ કહ્યું કે, લૉકડાઉન પછી બીજી સમસ્યાઓ ઊભી થાય છે, પરંતુ સરકારે હાલમાં હૉસ્પિટલોની સંખ્યા વધારી છે, કૉન્ટૅક્ટ ટ્રેસિંગ માટે મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ ઘરે-ઘરે જઈ સર્વે કરી રહ્યાં છે.
કમલ ત્રિવેદીએ ક્હ્યું, કે સરકારના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓએ રવિવારે બેઠક કરી લૉકડાઉન લાદવા અંગે ચર્ચા કરી હતી, પરંતુ તે અંગે કોઈ નિર્ણય નહોતો લીધો કારણ કે લૉકડાઉન બીજી અનેક સમસ્યાઓ ઊભી થાય છે.
ગત મંગળવારની સુનાવણી દરમિયાન જસ્ટિસ વિક્રમનાથે કહ્યું કે, અમદાવાદ શહેરનો એક દિવસનો આંકડો 700 કેસ સુધી પહોંચી ચૂક્યો છે, શહેરમાં 3000 જેટલી પથારીઓ ઉપલબ્ધ છે, જે ઝડપથી ભરાઈ રહી છે, અને બીજી તરફ કેસ વધી રહ્યાં છે માટે સરકારે હવે પછી શું કરવું જોઇએ તે અંગે વિચારવું જોઈએ.
અત્રે એ નોંધવું ઘટે કે લૉકડાઉન અંગે ખંડપીઠનું 'અવલોકન' માત્ર હતું, તે 'આદેશ' કે 'નિર્દેશ' ન હતો. માટે તે રાજ્યની વિજય રૂપાણીની સરકાર માટે બંધનકર્તા નહોતો.'સરકાર લૉકડાઉનની પક્ષધર નથી'.


ઇમેજ સ્રોત, MohFW, GoI
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













