નીતિન ગડકરી : GPS બૅઝ્ડ ટોલ સિસ્ટમથી શું ભારતમાં ટોલનાકું ભૂતકાળ બની જશે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Reuters

જો બધું યોજના મુજબ રહેશે તો ભારતમાં ટોલનાકું (ફિઝિકલ ટોલ બૂથ) રાષ્ટ્રીય રાજમાર્ગોથી ગાયબ થઈ જશે.

ગુરુવારે લોકસભામાં પ્રશ્નકાળમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે "એક વર્ષની અંદર ભારતમાં ટોલનાકુંની વ્યવસ્થા નાબૂદ કરાશે અને વાહનો પાસેથી ટોલ વસૂલવામાં માટે જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) ઇમેઝિંગ આધારિત સુવિધા ઊભી કરવામાં આવશે.

સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર નીતિન ગડકરીએ લોકસભામાં કહ્યું કે "રોડના ઍન્ટ્રી પૉઇન્ટમાં કૅમેરા મૂકવામાં આવશે અને રોડના એક્ઝિટ પૉઇન્ટમાં કૅમેરો હશે."

"જ્યારે તમે રોડ પર પ્રવેશ કરશો ત્યારે ફોટો ખેંચવામાં આવશે અને બહાર નીકળો ત્યારે ફોટો લેવામાં આવશે. તેના કારણે તમે જેટલા કિલોમીટર સુધી પ્રવાસ કર્યો છે, તેટલા કિલોમીટર માટે ટોલ આપવો પડશે."

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ગડકરીએ જણાવ્યું કે "FASTag લાગુ થયા બાદ 93 ટકા વાહનો FASTagથી ટોલ ચૂકવી રહ્યાં છે. બમણો ટોલ ચૂકવવા છતાં 7 ટકા વાહનચાલકોએ હજુ સુધી FASTag લીધું નથી."

"અમે એવાં વાહનોની પોલીસ તપાસ માટેની સૂચના આપી છે, જે FASTagનો ઉપયોગ કરીને ટોલ ચૂકવતાં નથી. જો વાહનોમાં FASTag ન હોય તો અર્થ થયો કે ટોલ અને જીએસટીની ચોરી થઈ રહી છે."

બિઝનેસ સ્ટાન્ડર્ડના અનુસાર ડિસેમ્બર 2020માં નીતિન ગડકરીએ જીપીએસ આધારિત ટોલ કલેકશનની વાત કરી હતી.

આ કાર્યક્રમમાં ગડકરીએ જણાવ્યું હતું કે "વાહનોની મૂવમૅન્ટના આધારે ટોલ સીધું વાહનમાલિકના બૅન્ક ખાતામાંથી કપાઈ જશે."

તેમણે જણાવ્યું હતું કે "માર્ચ 2021 ટોલ કલેકશન 34000 કરોડ રુપિયા સુધી પહોંચી જશે અને આવનારાં પાંચ વર્ષમાં આ આંક 1.34 ટ્રિલિયન થઈ જશે."

ગડકરીએ જણાવ્યું હતું કે તકનીકનો ઉપયોગ કરવાથી ટોલ કલેકશનમાં જે નુકસાન થાય છે તેને અટકાવી શકાશે.

line

શું છે જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શું છે જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ?

જીપીએસ આધારિત ટોલિંગ સિસ્ટમ એક સેટેલાઇટ આધારિત ઈટીસી સિસ્ટમ છે જે જીપીએસ અને જીપીઆરએસ (જનરલ પૅકેટ રેડિયો સર્વિસ)નો ઉપયોગ કરશે.

જીપીઆરએસનો ઉપયોગ પહેલાંથી જ ભારતમાં કેટલાક ટેલિકૉમ્યુનિકેશન પ્રદાતાઓ દ્વારા સેલ્યુલર આધારિત ડેટા સેવાઓ પ્રદાન કરવા માટે કરવામાં આવે છે.

2019 પછી ભારતમાં જેટલાં પણ વ્યાપારી વાહનો વેચાય છે તે ઇનબિલ્ટ વ્હિકલ ટ્રેકિંગ સિસ્ટમ (વીટીએસ)થી સજ્જ હોય છે.

આ રીતે જીપીએસ-આધારિત સિસ્ટમ દેશભરમાં વાહનોની ગતિવિધિને સચોટ રીતે ટ્રેક કરીને ટોલ કલેક્શનને વધુ કાર્યક્ષમ બનાવવામાં વધુ મદદ કરશે.

ફાયનાન્શિયલ એક્સપ્રેસ અનુસાર માર્ચ 2020 સુધી દેશમાં નેશનલ હાઈવેની લંબાઈ 29,666 કિલોમીટર છે અને દેશમાં 566 ટોલ બૂથ છે. નાણાકીય વર્ષ 2018-19ની સરખામણીમાં 2019-20માં ટોલ હોય તેવા હાઇવેની લંબાઈમાં 19 ટકાનો વધારો થયો છે. ટોલ કલેકશનમાં પણ ગત વર્ષની સરખામણીમાં 10 ટકાનો વધારો થયો છે.

line

15 ફેબ્રુઆરીની મધરાતથી ફાસ્ટ ટેગ ફરજિયાત કરવામાં આવ્યું હતું

FASTag એક ડિજિટલ સ્ટિકર છે

ઇમેજ સ્રોત, WWW.FASTAG.ORG

ઇમેજ કૅપ્શન, 15 ફેબ્રુઆરીની મધરાતથી ફાસ્ટ ટેગ ફરજિયાત કરવામાં આવ્યું હતું

ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 15 ફેબ્રુઆરી, 2021ની મધરાતથી નેશનલ હાઈવેના ટોલ પ્લાઝામાં ફાસ્ટ ટેગ ફરજિયાત કરી નાખ્યું હતું.

મંત્રાલયે જણાવ્યું હતું કે એનએચ ફી રૂલ્સ 2008 મુજબ જો વાહનમાં ફાસ્ટ ટેગ ન હોય અથવા માન્ય ફાસ્ટ ટેગ વગરનું વાહન જો ફાસ્ટ ટેગ લેનમાં પ્રવેશ કરશે તો મંજૂર થયેલા ટોલ કરતાં બમણો ટોલ ચૂકવવો પડશે.

કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ફાસ્ટ ટેગ લાગુ કરવાની છેલ્લી તારીખ બેથી ત્રણ વખત લંબાવવામાં આવી છે અને ડેડલાઇન હવે તેને વધુ લંબાવી શકાય નહીં.

તેમણે કહ્યું હતું કે "ફાસ્ટ ટેગની ખરીદી કરવા માટે નેશનલ હાઈવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એનએચએઆઈ) દ્વારા 40000 પીઓએસ સુવિધા ઊભી કરવામાં આવી છે."

line

શું છે FASTag?

FASTagથી સૌથી મોટો ફાયદો એ થશે કે ટોલનાકા પર ભીડ ઓછી થશે.

ઇમેજ સ્રોત, NPCI

ઇમેજ કૅપ્શન, FASTagથી સૌથી મોટો ફાયદો એ થશે કે ટોલનાકા પર ભીડ ઓછી થશે.

કૅશલેસ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટેનું FASTag એક ડિજિટલ સ્ટિકર છે, જે રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેકનોલૉજી એટલે કે આરએફઆઈડી પર આધારિત છે.

હાલમાં ટોલનાકા પર જે વ્યવસ્થા લાગુ છે, તેમાં કૅશ અને કૅશલેસ બંને રીતે ટૅક્સ ભરી શકાય છે.

નવી વ્યવસ્થા પ્રમાણે FASTagવાળી ગાડીઓએ ટોલનાકા પર રોકાવાની જરૂર નથી.

ટોલટૅક્સની રકમ જે તે વ્યક્તિના એકાઉન્ટમાંથી પ્રીપેડ એકાઉન્ટ કે લિંક કરાયેલા બૅન્ક એકાઉન્ટથી કાપી લેવાશે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ટોલનાકા પર લોકોએ હેરાન ન થવું પડે એ માટે સરકારે રાષ્ટ્રીય માર્ગો પર ટોલની બધી લેનને FASTag લેન બનાવવાનો નિર્ણય કર્યો છે.

આવનજાવનની દરેક લેનને વર્તમાન વ્યવસ્થા અંતર્ગત અલગઅલગ રીતોથી ટૅક્સ મેળવવા માટે હાઇબ્રિડ લેન નામ અપાશે.

FASTagથી સૌથી મોટો ફાયદો એ થશે કે ટોલનાકા પર ભીડ ઓછી થશે. ગાડીઓ રોકાશે નહીં તો મુસાફરો પરેશાન નહીં થાય અને ગાડીઓમાંથી ધુમાડો પણ નહીં નીકળે, આથી પર્યાવરણ પણ પ્રદૂષિત નહીં થાય.

સરકાર પાસે દરેક ગાડીઓનો એક ડિજિટલ રેકૉર્ડ પણ આપોઆપ થઈ જશે. જેથી જરૂર પડ્યે ગાડીને ટ્રૅક કરવામાં સરળતા રહે.

વાહનચાલકે સાથે કૅશ લઈને નીકળવાની જરૂર પણ નહીં રહે. તમે મહિનામાં કેટલો ખર્ચ કર્યો છે એ પણ જાણી શકાશે, કેમ કે ડિજિટલ પૅમેન્ટની જાણકારી તમને એકાઉન્ટ સ્ટેટમેન્ટના માધ્યમથી મળી રહેશે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો