You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : નરેન્દ્ર મોદીએ રાજ્યોને મહામારીને રોકવા માટે શું સલાહ આપી?
દેશમાં કોરોના વાઇરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોનાં મુખ્ય મંત્રીઓ સાથે મિટિંગ કરી હતી.
આ વર્ચ્યુઅલ બેઠકમાં વડા પ્રધાને મુખ્ય મંત્રીઓ સાથે કોરોના રોકવાની સાથે રસીકરણની યોજના પર પણ વાત કરી હતી.
તેમણે કહ્યું, "કોરોનાની સામે દેશની લડાઈને એક વર્ષથી વધારેનો સમય થઈ ગયો છે. ભારતના લોકોએ કોરોના વાઇરસનો જે પ્રકારે સામનો કર્યો છે, તેને લોકો ઉદાહરણની જેમ રજૂ કરે છે. આજે દેશમાં 96 ટકાથી વધારે લોકો રિકવર થઈ ચૂક્યા છે. મૃત્યુદરની બાબતમાં પણ ભારતની સ્થિતિ સારી છે. કેટલાંક રાજ્યોમાં કેસની સંખ્યા વધી રહી છે. દેશના 70 જિલ્લામાં આ વધારો 150 ટકાથી પણ વધારે છે. આપણે કોરોનાની વધી રહેલી આ બીજી પીકને તરત રોકવી પડશે અને જલદી નિર્ણાયાત્મક પગલાં ભરવા પડશે."
એમણે કહ્યું કે, "આણે જ્યાં જરૂરી હશે ત્યાં માઇક્રોકન્ટેઇમૅન્ટ ઝોન બનાવવામાં સંકોચ ન કરવો જોઈએ, આ અંગે દરેક સ્તરે ચર્ચા થવી જોઈએ. આપણે એટલી ગંભીરતા દાખવવાની જરૂર છે જેટલી આપણે એક વર્ષથી દાખવી રહ્યા છીએ. અનેક રાજ્યોમાં રેપિડ ઍૅન્ટિજન ટેસ્ટ પર જ આધાર છે. પરંતુ આરટીપીસીઆઈ ટેસ્ટ પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. આ વખતે ટીયર-2ના શહેર વધારે પ્રભાવિત થઈ રહ્યા છે. આપણે નાના શહેરોમાં ટેસ્ટિંગ વધારવું પડશે."
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "આખો દેશ ટ્રાવેલિંગ માટે ખુલી ગયો છે એવામાં દરેક રાજ્યના લોકોનું કૉન્ટેક્ટ ટ્રેસિંગ કરતા રહેવું જોઈએ. વૅક્સિનની બરબાદી પર રાજ્યોએ ખાસ ધ્યાન આપવું જોઈએ. દરેક સાંજે આનું વૅક્સિનેશન સેન્ટર પર આકલન થવું જોઈએ. એક પણ ડોઝ બરબાદ થવાથી આપણે કોઈ બીજાના હકને મારી રહ્યા છીએ જેની પરવાનગી નથી. રાજ્યોએ ઝીરો વૅક્સિન વેસ્ટના એજન્ડા પર કામ કરવું જોઈએ."
એમણે કહ્યું કે, સામૂહિક નીતિઓ અને પ્રયત્નોનું આપણને જલદી પરિણામ દેખાશે. 'દવાઈ ભી ઔર કડાઈ ભી'ના મંત્ર પર કામ કરવું પડશે.
ગુજરાતમાં અને દેશમાં શું છે કોરોની સ્થિતિ?
ગુજરાતમાં કોરોના વાઇરસના 934 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ કૉર્પોરેશનના હદ વિસ્તારમાં 241 કેસ નોંધાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ્યમાં સૌથી વધારે કેસ સુરતમાં 263 કેસ નોંધાયા છે. અમદાવાદ કૉર્પોરેશનની હદ વિસ્તારમાં બે વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે.
વડોદરા કૉર્પોરેશનમાં 92 અને રાજકોટ કૉર્પોરેશનમાં 80 કેસ નોંધાયા છે.
ગુજરાત સરકાર દ્વારા મંગળવારે જાહેરાત કરાઈ હતી રાજ્યના ચાર મોટા શહેરોમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કર્ફ્યૂ 12 વાગ્યાની જગ્યાએ 10 વાગે લાગુ થશે આમ હવે કર્ફ્યુ 10થી 6નો લાગુ કરવામા આવ્યો છે.
અમદાવાદ શહેરમાં કોરોના વાઇરસના કેસ વધવાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં આવેલા તમામ બાગ-બગીચાઓ, કાંકરિયા લેકફ્રન્ટ, પ્રાણીસંગ્રહાલય વગેરે 18 માર્ચથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરેલો છે.
ભારતમાં છેલ્લાં 24 કલાકમાં 28903 નવા કોરોના વાઇરસના કેસ આવ્યા છે, જ્યારે 17741 લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે 188 લોકોના મૃત્યુ થયા છે.
મહારાષ્ટ્રમાં 17864, કેરળમાં 1970, કર્ણાટકમાં 1135 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 87 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે કેરળમાં 15 અને કર્ણાટકમાં છ લોકોના મૃત્યુ થયા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો