ગુજરાત ભાજપનો 'એન્ટી ઇન્કમ્બન્સી' પણ ન નડે એવો અભેદ્ય કિલ્લો કેવી રીતે બન્યું છે?

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
રવિવારે ગુજરાતમાં સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓના ભાગરૂપે યોજાયેલ મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમામ છ મહાનગરપાલિકામાં ભાજપ નિશ્ચિત વિજય તરફ છે. કૉંગ્રેસનો કારમો પરાજય થયો છે તો આમ આદમી પાર્ટીનો સુરતમા ઉદય થયો છે. નોંધનીય છે કે રવિવારે યોજાયેલ ચૂંટણીની મતગણતરી માટેની પ્રક્રિયા મંગળવારે હાથ ધરાઈ હતી. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર તમામ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ભાજપે વિજયી પ્રદર્શન કર્યું છે. જ્યારે તમામ મહાનગરપાલિકાઓમાં કૉંગ્રેસને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે.
આ સિવાય ગુજરાતની સ્થાનિકસ્વરાજની આ ચૂંટણી જે બે પક્ષોના આગમનને લીધે રસપ્રદ બની હોવાનું કહેવાતું હતું, તેવી આમ આદમી પાર્ટીને પણ સુરતમાં અમુક વોર્ડમાં અને AIMIMને અમદાવાદમાં જમાલપુર વૉર્ડમાં જીત મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજ્ય ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર સાંજના 8.00 વાગ્યા સુધી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 192 બેઠકોમાંથી ભાજપને 151, કૉંગ્રેસને 16 જ્યારે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને સાત બેઠક મળી છે. સુરત મહાનગરપાલિકાની કુલ 120 બેઠકો પૈકી ભાજપને 93, કૉંગ્રેસને શૂન્ય જ્યારે આમ આદમી પાર્ટીને 27 બેઠકો મળી છે.
તો, રાજકોટ મહાનગરપાલિકાની કુલ 72 બેઠકો પૈકી ભાજપના ખાતામાં 68 જ્યારે કૉંગ્રેસને માત્ર 4 સીટો મળી જીત છે. વડોદરા મહાનગરપાલિકાની 76 બેઠકો પૈકી ભાજપને 69 જ્યારે કૉંગ્રેસને 7 બેઠકો મળી છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 64 બેઠકો પૈકી 50 પર ભાજપ,11 પર કૉંગ્રેસ જ્યારે બીએસપીને 3 બેઠક મળી છે. ભાવનગર મહાનગરપાલિકાની કુલ 52 બેઠકો પૈકી 44 પર ભાજપનો જ્યારે 8 બેઠકો પર કૉંગ્રેસનો વિજય થયો છે. અમદાવાદ, સુરત અને જામનગરમાં અનુક્રમે AIMIM, આપ અને BSPનું ખાતું ખુલ્યું છે.
રાજ્યમાં યોજાયેલી પાછલી ચૂંટણીઓની વાત કરીએ તો ગુજરાતમાં ભાજપ સતત વર્ષ 1998થી રાજ્યની વિધાનસભા પર કબજો ધરાવે છે. પાછલી ઘણી લોકસભા ચૂંટણીઓમાં પણ ભાજપના ઉમેદવારોને રાજ્યની જનતાએ વધાવી લીધા હોવાનું જોવા મળ્યું છે.
એમાં પણ સોળમી અને સત્તરમી લોકસભાની ચૂંટણીમાં રાજ્યની લોકસભાની તમામ 26 સીટો પર ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી. કંઈક આવું જ વલણ પાછલાં ઘણાં વર્ષોથી સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓમાં પણ જોવા મળ્યું છે.
રવિવારે યોજાયેલી ચૂંટણીમાં તમામ મહાનગરપાલિકાઓમાં નીરસ મતદાન થયું હોવાનું કહેવાઈ રહ્યું હતું. તેમજ ઘણા રાજકીય વિશ્લેષકો આ વાતને સત્તાપક્ષ ભાજપ માટે ચિંતાનો વિષય પણ ગણાવી રહ્યા હતા.
પરંતુ ભાજપે ફરી એક વાર તમામ મહાનગરપાલિકાઓ કબજે કરી રાજકીય વિશ્લેષકોને ફરી એક વાર વિચારતા કરી દીધા છે. આ જીતથી ગુજરાતના ભાજપ પ્રદેશના કાર્યકર્તાઓનો આત્મવિશ્વાસ તો વધ્યો જ છે સાથે જ ફરી વાર, ગુજરાતમાં ભાજપને કેમ હરાવી નથી શકાતો? એ મુદ્દે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ તો ત્યાં સુધી કહ્યું કે ભાજપને એન્ટી ઇન્કમ્બન્સી શબ્દ લાગુ પડતો નથી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ મુદ્દાને કેન્દ્રમાં રાખી તે અંગે વધુ સ્પષ્ટતા મેળવવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક વરિષ્ઠ પત્રકારો અને રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી હતી.
આખરે એવું તો કયું કારણ છે કે આટઆટલાં વર્ષોના શાસન બાદ પણ ગુજરાતની જનતા ભાજપને દર વખતે ચૂંટણીમાં વધાવી લે છે? બીજાં સ્થળો અને રાજ્યોની ચૂંટણીઓમાં દેખાતી સત્તાવિરોધી લહેર આખરે ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ કેમ કામ કરી શકતી નથી? આખરે કેમ ગુજરાત ભાજપ માટે એક અભેદ્ય કિલ્લાસમું રાજ્ય સાબિત થાય છે?
આ તમામ પ્રશ્નો અંગે ગુજરાતના રાજકારણનો નજીકથી અભ્યાસ કરનારા રાજકીય વિશ્લેષકો અને પત્રકારોનો મત જાણવાનો અમે પ્રયાસ કર્યો હતો. વાંચો આ વાતચીતના ખાસ અંશો.

‘ભાજપની જીત માટે મજબૂત વિપક્ષની ગેરહાજરી જવાબદાર’
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપના વિજય માટે મજબૂત વિપક્ષની ગેરહાજરી અને કૉંગ્રેસના સંગઠનમાં સત્તા મેળવવાની ઇચ્છાશક્તિના અભાવને મુખ્ય કારણો માને છે.
તેઓ કહે છે કે, “ગુજરાતમાં ભાજપની જીત માટે ભાજપની ક્રિયાશીલતા કરતાં કૉંગ્રેસની નિષ્ક્રિયતા વધુ જવાબદાર છે. કૉંગ્રેસ ગુજરાતની જનતાનાં મનમાં વર્ષોથી સત્તામાં રહેલી પાર્ટીના એક મજબૂત વિકલ્પ તરીકે પોતાને સ્થાપિત કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે.”
કૌશિક મહેતા આ અંગે વધુ વાત કરતાં કહે છે કે, “ભાજપની સરખામણીએ કૉંગ્રેસ પાસે પ્રતિબદ્ધ સંગઠનનો અભાવ છે. આ સિવાય પ્રદેશમાં વિપક્ષની ભૂમિકા ભજવવા માટેની કૉંગ્રેસની ઇચ્છાશક્તિ સામે પણ સવાલો ઊભા થયા છે. ભાજપની સરખામણીએ કૉંગ્રેસ પાસે નેતૃત્વ માટેના ચહેરા તો નથી જ સાથે જ પક્ષમાં શિસ્તનો પણ અભાવ જોવા મળે છે. તેથી ગુજરાતની પ્રજા ભાજપના વિકલ્પ તરીકે કૉંગ્રેસને સ્વીકારી શકતી નથી.”
ગુજરાતમાં સતત જીત મેળવવા માટે ભાજપની સંગઠનશક્તિ કરતાં કૉંગ્રેસની મજબૂત વિપક્ષ તરીકેની ઇચ્છાશક્તિના અભાવને વરિષ્ઠ પત્રકાર અજય નાયક પણ કારણભૂત માને છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
તેઓ કહે છે કે, “કૉંગ્રેસ જેવા વિપક્ષની ભાજપનો સામનો કરવા માટે જરૂરિયાત છે તેવા વિપક્ષની ભૂમિકા ભજવવામાં બિલકુલ નિષ્ફળ નીવડી છે. પાછલી ઘણા વખતની જેમ આ વખતની ચૂંટણીમાં પણ ભાજપને હરાવવા માટે કૉંગ્રેસે પૂરો જોર લગાવ્યો નથી. તેના સંગઠનમાં ઘણી જગ્યાએ ખામી જોવા મળી છે. જેનો હંમેશાં ભાજપને જ લાભ થયો છે અને આ વખતે પણ એવું જ બન્યુ છે.”
રાજકીય વિશ્લેષક મનીષી જાની પણ વિકલ્પના અભાવને આટલાં વર્ષોથી ગુજરાતમાં ભાજપ સત્તાસ્થાને આરૂઢ છે એ માટેનું મૂળ કારણ ગણાવે છે.
તેઓ આ વિશે વાત કરતાં કહે છે કે, “ગુજરાતમાં ભાજપ પાસે જેવી નેતાગીરી છે તેની સરખામણી કૉંગ્રેસમાં નેતૃત્વની કમાન સંભાળનાર ચહેરાઓની અછત હોવાનું જણાય છે. કૉંગ્રેસ વિકલ્પ તરીકે પોતાને સ્થાપિત કરવા માટે ગુજરાતમાં ઝઝૂમી રહી છે. તેનો આ સંઘર્ષ આ વખતે પણ યથાવત્ રહેલો જોવા મળ્યો છે.”
આ સિવાય રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ પણ ગુજરાતમાં ભાજપ સતત વિજયી સાબિત થાય છે તે માટે કૉંગ્રેસમાં રાજકીય ઇચ્છાશક્તિ અભાવને જવાબદાર ગણે છે. તેઓ કહે છે કે, “ભાજપ પાસે જે સંગઠનશક્તિ છે તેના કરતાં કૉંગ્રેસનું સંગઠન ઘણું નબળું છે. આ સિવાય કૉંગ્રેસમાં રાજ્યમાં સત્તા હાંસલ કરવાની ઇચ્છાશક્તિનો પણ અભાવ જોવા મળે છે. જેનો દરેક વખત લાભ ભાજપને થાય છે.”
તેમજ તેઓ ભાજપનું પ્રચારતંત્ર પણ કૉંગ્રેસ કરતાં ચઢિયાતું હોવાની વાત કરતાં કહે છે કે, “કૉંગ્રેસ પાસે પોતાની સત્તા સમયે કરેલાં કામોના પ્રચાર માટેનું તંત્ર ભાજપ જેટલું મજબૂત નથી. નબળા પ્રચારતંત્રને કારણે નવી પેઢી જે હાલ મતદારો છે તે કૉંગ્રેસના કામોથી વાકેફ થઈ શકતી નથી. જેનો લાભ ભાજપને મળે છે.”

કૉંગ્રેસ સિવાયના વિકલ્પો હોવા છતાં કેમ ભાજપ પર પસંદગીનો કળશ ઢોળાય છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
વર્તમાન મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં અરવિંદ કેજરીવાલના પક્ષ આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીના પક્ષ AIMIMની વિકલ્પ તરીકેની હાજરી છતાં ભાજપની સીટો પર બહુ મોટો ફરક પડી શક્યો નથી.
આ વલણ પાછળનો તર્ક સમજાવતાં વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા જણાવે છે કે, “ગુજરાતની જનતાએ હંમેશાં કૉંગ્રેસ અને ભાજપ સિવાયના ત્રીજા વિકલ્પને ચૂંટણીમાં નકાર્યો છે, આ વાત વર્તમાન ચૂંટણીનાં પરિણામો પછી પણ સાબિત થઈ છે. ગુજરાતી પ્રજાની પ્રકૃતિ ત્રીજા કોઈ વિકલ્પને શોધવાની રહી જ નથી. તેઓ ભાજપ અથવા કૉંગ્રેસ પર જ સત્તાની જવાબદારી સોંપે છે. જોકે, સુરતમાં આમ આદમી પાર્ટીને મળેલ જીત પાછળ આ અંગેના અપવાદમાં સમાવિષ્ટ છે. પરંતુ સુરતમાં પટેલ ઇફેક્ટે આપની જીતમાં ભાગ ભજવ્યો હશે તે પણ ધ્યાને લેવું જોઈએ. ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે ગુજરાતમાં ગુજરાતી પ્રજાએ ભાજપ અને કૉંગ્રેસ સિવાયના ત્રીજા પક્ષને હંમેશાં નકાર્યો છે.”
જોકે, વરિષ્ઠ પત્રકાર અજય નાયક સુરતમાં આમ આદમી પાર્ટીના વિકલ્પને પ્રજાએ વધાવી લીધો હોવાની વાત કરે છે. તેઓ કહે છે કે, “ભલે તમામ મહાનગરપાલિકાઓમાં ભાજપની જીત થઈ હોય પરંતુ સુરતમાં આમ આદમી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે. આ એ વાતની સાબિતી છે કે જો આગામી વિધાનસભાની ચૂંટણીમાં આપ દ્વારા અત્યારે પેદા થયેલ ઉત્સાહ જાળવી રાખવામાં આવશે તો તેનું પરિણામ જરૂર મેળવી શકશે.”

‘સત્તાવિરોધી લહેરને ટાળવાની પાટીલની રણનીતિ ફળી’
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
બીજાં રાજ્યોની જેમ સતત સત્તામાં રહેવાના કારણે સત્તાવિરોધી લહેરની અસર આ વખત કેમ ભાજપને વેઠવી પડી નથી? આ પ્રશ્નના જવાબમાં વરિષ્ઠ પત્રકાર અજય નાયક ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની રણનીતિ ભાજપને ફળી હોવાની વાત કરે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
તેઓ કહે છે કે, “સતત સત્તામાં રહેવાના કારણે સર્જાતી સત્તાવિરોધી લહેરની અસર ચૂંટણીમાં ન થાય તે માટેના આગમચેતીનાં પગલાંના ભાગરૂપે જ ભાજપે નો રિપીટ, 60 વર્ષથી વધુ વયના ઉમેદવારોની બાદબાકી અને સત્તામાં રહેલા લોકોનાં સગાંની બાદબાકી કરી હતી. અર્થાત્ આવા ઉમેદવારોને ભાજપે ટિકિટ ફાળવી નહોતી. તેથી ભાજપ સત્તાવિરોધી લહેરને ટાળવામાં ઘણા અંશે સફળ થયો છે તેવું કહી શકાય.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ પણ રાજ્યમાં સત્તાવિરોધી લહેર ટાળવામાં સી. આર. પાટીલે રાજ્યમાં અપનાવેલી રણનીતિ ઠીકઠીક પ્રમાણમાં ભાજપ માટે ફાયદાકારક રહી હોવાનું માને છે.
‘વિકાસના રાજકારણના કારણે નહીં કોમવાદી સમીકરણોને સાધીને વિજયી થાય છે ભાજપ’

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
રાજકીય વિશ્લેષક મનીષી જાની ગુજરાતમાં ભાજપના સતત વિજય થવાના વલણને સમજાવતાં કહે છે કે, “ભાજપ કોમવાદી સમીકરણોને સાધવામાં હંમેશાં ગુજરાતમાં સફળ રહ્યો છે. ગુજરાત ફરી એકવાર હિંદુત્વની પ્રયોગશાળાના એક સફળ ઉદાહરણ તરીકે આ જીતથી સ્થાપિત થયું છે. ગુજરાતમાં ભાજપ ધ્રુવીકરણની રાજનીતિથી સતત વિજયી થતો આવ્યો છે. ભાજપને સતત મળતી જીત પાછળ વિકાસનું રાજકારણ નહીં પરંતુ જાતિવાદી સમીકરણોને સાધવાના તેના સફળ પ્રયત્નો જવાબદાર છે. જ્યારે વિકાસની વાતો એ માત્ર આડશ પૂરતી જ સીમિત છે.”
રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ ગુજરાતમાં ભાજપની સતત જીત માટે કોમવાદી સમીકરણો સાધવાની રણનીતિ કામ કરી ગઈ હોવાની વાત સાથે સહમતી વ્યક્ત કરે છે. તેઓ કહે છે કે, “ભાજપને જ્યારે પણ લાગ્યું છે કે સત્તાવિરોધી લહેરને કારણે પોતાને ગુજરાતમાં ચૂંટણીમાં નુકસાન વેઠવું પડી શકે છે ત્યારે તેઓ પ્રજામાં કોમવાદ અને રાષ્ટ્રભક્તિની ભાવના વધે તેવા સંદેશા જાહેર માધ્યમોમાં વહેતા કરે છે. જેનો તેમને દરેક વખત લાભ મળે છે.”
ઓછા મતદાન છતાં ભાજપની જીત કેવી રીતે થઈ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
રવિવારે છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગત વર્ષની સરખામણીએ ઠંડું અને નીરસ મતદાન થયું હોવાના અહેવાલો જોવા મળ્યા હતા. આ વાતને ઘણા રાજકીય વિશ્લેષકો શરૂઆતમાં ભાજપ માટે ચિંતાનો વિષય ગણાવી રહ્યા હતા. જોકે, મંગળવારે થયેલી મતગણતરીમાં ઓછા મતદાનની ભાજપ માટે કોઈ પ્રતિકૂળ અસર ઊપજી હોય તેવું જોવા મળ્યું નહોતું.
ઓછા મતદાનની કોઈ ભૂમિકા હોવાની વાતથી ઇનકાર કરતાં રાજકીય વિશ્લેષક મનીષી જાની કહે છે કે, “ઓછું મતદાન પ્રજામાં નિરાશાનો ભાવ દર્શાવે છે, પ્રજામાં નિરાશા હતી કારણ કે પાછલી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કૉંગ્રેસના ઘણા ધારાસભ્યો ભાજપમાં જોડાયા હોવાની ઘટનાઓ જોઈ ચૂક્યા હતા.”
”તેથી પરિવર્તન માટે ઇચ્છુક મતદારોએ તો મત કરવાનું જ ટાળ્યું છે તેવું કહી શકાય. કારણ કે પરિવર્તનવાંછુ મતદારો કૉંગ્રેસ કે અન્ય કોઈ રાજકીય પક્ષ પર પણ વિશ્વાસ વ્યક્ત કરવા માગતા નહોતા. કેમ કે તેમને લાગી રહ્યું હતું કે છેલ્લે તો આ બધા જઈને ભાજપમાં જ ભળી જાય છે, તો મત કરીને શો લાભ?”
રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ પણ ઓછા મતદાનને સત્તા પક્ષ સામે વિરોધની લહેર હોવાની સાથે જોડીને જુએ છે. તેઓ કહે છે કે, “ઓછું મતદાન એ વાતની સાક્ષી પૂરે છે કે મતદારોમાં સત્તાપક્ષ અને તેના વિકલ્પો સામે ઘોર નિરાશા છે. એના કારણે જ તેઓ લાઇનમાં ઊભા રહી પોતાનો મત વેડફવા નથી ગયા. સત્તાપક્ષની સાથોસાથ તેના વિકલ્પ તરીકે પોતાને રજૂ કરતા પક્ષોમાં પણ પ્રજાને વિશ્વાસ ન હોવાની વાત ઓછા મતદાનથી પુરવાર થાય છે.”

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો