#IPLAuction2021 : ગુજરાતના ચેતન સાકરીયા 1.2 કરોડમાં ખરીદાયા, ક્રિસ મૉરિસ સૌથી મોંઘા ખેલાડી

ચેતન સાકરીયા

ઇમેજ સ્રોત, CHETAN SAKRIA

તમારી ફેવરિટ ભારતીય મહિલા ખેલાડીને વોટ આપવા માટે CLICK HERE

આઈપીએલ (ઇન્ડિયન પ્રીમિયમ લીગ)ની વર્ષ 2021ની આવૃત્તિ માટે ખેલાડીઓની હરાજી ચેન્નાઈમાં હાથ ધરવામાં આવી. જેમાં ક્રિસ મૉરિસ સર્વાધિક 16.25 કરોડ રૂપિયામાં રાજસ્થાન રોયલ્સ દ્વારા ખરીદવામાં આવ્યા છે. વળી આ વખતે ગુજરાતના પણ કેટલાક યુવા ખેલાડીઓને આઈપીએલમાં એન્ટ્રી મળી છે.

તો વળી કાઇલ જેમિસનને આરસીબીએ 15 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. તેમની બૅઝ પ્રાઇસ 75 લાખ રૂપિયા હતી. દરમિયાન ગ્લૅન મૅક્સવેલને 14.25 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે.

મૉરિસને ખરીદવા માટે ઉપયોગમાં લેવાયેલ રકમની બોલી આઈપીએલ ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોંઘી બોલી છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ક્રિસ મૉરિસે યુવરાજ સિંહનો પણ રૅકર્ડ તોડી નાખ્યો છે. 2018માં યુવરાજને 16 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા. હાલની હરાજી સુધી મૉરિસ આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોંધા વિદેશી ખેલાડી બન્યા છે. જેમને આટલી ઊંચી રકમ સાથે ખરીદવામાં આવ્યા છે.

ક્રિસ મૉરિસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ક્રિસ મૉરિસ

દરમિયાન પ્રાપ્ત તાજા અહેવાલો અનુસાર ગુજરાતના ભાનવગરના ફાસ્ટ બૉલર ચેતન સાકરીયાને 1.2 કરોડમાં રાજસ્થાન રોયલ્સ દ્વારા ખરીદવામાં આવ્યા છે.

અત્રે નોંધવું કે ચેતન અન-કૅપ ખેલાડી છે. તેમ છતાં તેમને રાજસ્થાને ઊંચી કિંમતે ખરીદ્યા છે. ઉપરાંત તેમના સિવાય ચેતેશ્વર પૂજારાને ચેન્નાઈ કિંગ્સે તથા રીપલ પટેલને દિલ્હી કૅપિટલ્સે 20 લાખમાં અને વડોદરાના લૂકમેન મેરીવાલાને પણ 20 લાખ રૂપિયામાં દિલ્હી કૅપિટલ્સે ખરીદ્યા છે.

ચેતેશ્વર પૂજારા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચેતેશ્વર પૂજારા

પૂજારાએ છ વર્ષો બાદ આઈપીએલમાં ફરી એન્ટ્રી લીધી છે. ચેતેશ્વર પૂજારાને ચેન્નાઈની ટીમે 50 લાખ રૂપિયામાં ટીમમાં લીધા છે. વળી રીપલ પટેલ બૅટ્સમૅન છે અને તેઓ ખેડાના છે.

દરમિયાન સચીન તેડુંલકરના પુત્ર અર્જુન તેંડુલકરને મુંબઈ ઇન્ડિયન્સે 20 લાખમાં ટીમમાં ખરીદ્યા છે. 20 લાખ રૂપિયા તેમની બૅઝ પ્રાઇસ હતી.

ગ્લેન મૅક્સવેલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ દ્વારા 14.25 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે. પછી ઝાય રિચર્ડસન 14 કરોડ રૂપિામાં પંજાબ કિંગ્સમાં ખરીદવામાં આવ્યા છે.

મૅક્સવેલ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ગ્લેન મૅક્સવેલ

મૉરિસની બૅઝ પ્રાઇસ 75 લાખ હતી જ્યારે મૅક્સવેલની બૅઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી.

હરાજીમાં શરૂઆત કરુણ નાયરની બોલી સાથે થઈ તેમની બૅઝ પ્રાઇસ 50 લાખ રૂપિયા હતી પણ તેમને કોઈ ટીમે ખરીદ્યા નહીં. વળી દરમિયાન સ્ટીવ સ્મિથને દિલ્હી કૅપિટલે 2.2 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. જોકે ઍરોન ફિન્ચને પણ કોઈ ખરીદદાર નથી મળ્યું.

મૅક્સવેલને ખરીદવા માટે ચેન્નાઈ સુપરકિંગ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુએ રસ દાખવ્યો હતો. પણ આરસીબીએ 14.25 કરોડ રૂપિયામાં બાજી મારી હતી. શિવમ દુબેને રાજસ્થાન રોયલ્સે 4.4 કરોડમાં ખરીદ્યા છે. ઑલ રાઉન્ડર મોઇન અલીને ચેન્નાઈ કિંગ્સે 7 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.

અત્રે નોંધવું કે આઈપીએલની 8 ફ્રૅન્ચાઈઝી માટે 61 જગ્યાઓને ભરવા માટે હરાજી થઈ રહી છે.

line

કયા વર્ષે કોણ સૌથી મોંઘું વેચાયું?

હરાજી

ઇમેજ સ્રોત, IPL

હરાજીમાં કયા ખેલાડી માટે સૌથી ઊંચી બોલી લગાવવામાં આવે છે તે જોવાનું મહત્ત્વનું રહેશે. અગાઉની હરાજીમાં કયા ખેલાડીઓ માટે સૌથી ઊંચા ભાવ લગાવાયા હતા તે જાણીએઃ

સૌથી ઊંચો ભાવ મેળવનારા ખેલાડીઓની વર્ષ મુજબ યાદી :

2008- મહેન્દ્ર સિંહ ધોની (6 કરોડ)

2009- એન્ડ્રુ ફ્લિનટોફ અને કેવિન પિટરસન (બંનેના 7.35 કરોડ)

2010- કેરન પોલાર્ડ અને શેન બોન્ડ (બંનેના 3.4 કરોડ)

2011- ગૌતમ ગંભીર (11.4 કરોડ)

2012- રવીન્દ્ર જાડેજા (9.72 કરોડ)

2013- ગ્લેન મેક્સવેલ (5.3 કરોડ)

2014- યુવરાજ સિંહ (14 કરોડ)

2015- યુવરાજ સિંહ (16 કરોડ)

2016- શૅન વૉટ્સન (9.5 કરોડ)

2017- બેન સ્ટોક્સ (14.5 કરોડ)

2018- બેન સ્ટોક્સ (12.50 કરોડ)

2019- જયદેવ ઉનડકટ અને વરુણ ચક્રવર્તી (બંનેના 8.4 કરોડ)

2020- પેટ કમિન્સ (15.5 કરોડ)

line

કોણનીકળીગયાછે?

ગઈ સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી રમી ચૂકેલા ઑસ્ટ્રેલિયાના ડાબોડી ફાસ્ટ બૉલર માઇકલ સ્ટાર્ક અને જેમ્સ પેટિન્સન 2021ની સિઝનમાંથી બહાર નીકળી ગયા છે.

ઇંગ્લૅન્ડની ટેસ્ટ ટીમના કૅપ્ટન જો રૂટ અને બાંગ્લાદેશના બૅટ્સમૅન અને વિકેટકિપર મુશફકીર રહીમ પણ હરાજી માટે રજિસ્ટર થયા નથી.

line

કેવી હોય છે હરાજીપ્રક્રિયા?

આઇપીએલની શરૂઆત થઈ ત્યારથી ઘણાં વર્ષોથી રિચાર્ડ મેડલી સમગ્ર હરાજી પ્રક્રિયા સંભાળતા હતા. તેઓ જુદા જુદા ક્ષેત્રમાં થયેલી વિવિધ હરાજી સાથે પણ સંકળાયેલા હતા. પ્રથમ દસ વર્ષ સુધી મેડલી અને આઇપીએલની હરાજી એકબીજાના પર્યાય બની ગયા હતા. ત્યાર બાદ છેલ્લાં કેટલાંક વર્ષોથી હ્યુજ એડમિડ્સ હરાજીપ્રક્રિયા સંભાળે છે. તેમનું કામ હરાજી યોજવાનું તથા તમામ ફ્રેન્ચાઈઝી, હાજર રહેનારાઓ અને બીસીસીએલના વહીવટી તંત્ર વચ્ચે સંકલન સાધવાનું હોય છે.

દરેક ખેલાડી માટે એક બેઝ ભાવ નક્કી કરવામાં આવે છે. તે ભાવથી ઉપર કોઈ પણ ભાવ માટે તે ખેલાડી દરેક ટીમ માટે ઉપલબ્ધ હોય છે. એક કરતા વધુ ટીમને તે ખેલાડીમાં રસ હોય તો તેઓ બિડ શરૂ કરે છે. સૌથી ઊંચી બિડ કરનાર ટીમમાં તે ખેલાડી સામેલ થાય છે.

ક્વોટ થયેલા બેઝ ભાવ પર ટીમને કેટલાક ખેલાડીઓ મળે છે. કોઈ ખેલાડીનું નામ જાહેર થયા પછી કોઈ ટીમ તેના માટે બિડ ન કરે તો તે ખેલાડી વેચાયા વગરના રહે છે. તમામ ખેલાડીઓની હરાજી થઈ જાય ત્યાર પછી વેચાયા વગરના ખેલાડીઓનું નામ વધુ એક વખત જાહેર કરવામાં આવે છે અને કોઈ ટીમને રસ હોય તો તેમને ખરીદી શકે છે.

ફૂટર

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો