KOO : મોદી સરકાર જેને પ્રમોટ કરી રહી છે તે કૂ ઍપ શું છે?

કૂ ઍપ્લિકેશન

ઇમેજ સ્રોત, Koo App

તમારી ફેવરિટ ભારતીય મહિલા ખેલાડીને વોટ આપવા માટે CLICK HERE

બુધવારે #kooapp ટ્રૅન્ડ થવા લાગ્યું અને આ એ વખતે ઘટ્યું જ્યારે ભારત સરકાર અને ટ્વિટર વચ્ચે મતભેદ સર્જાયો છે. મોદી સરકારના મંત્રીઓ હવે આ ઍપ પર જોડાઈ રહ્યા છે અને ઍપ ભારતીય હોવાને નાતે એને પ્રમોટ પણ કરી રહ્યા છે.

'ખેડૂત આંદોલન અંગે ખોટા અને ઉશ્કેરણીજનક માહિતી ફેલાવી રહેલા ટ્વિટર ઍકાઉન્ટ્સ બંધ કરવા' બાબતે મોદી સરકાર અને ટ્વિટર વચ્ચે વિવાદ થયો છે.

પીટીઆઈના અહેવાલ અનુસાર ભારત સરકારે કથિત રીતે પાકિસ્તાન અને ખાલિસ્તાન સમર્થકોના 1178 ઍકાઉન્ટ બંધ કરવા માટે ટ્વિટરને આદેશ કર્યો છે. સરકારે ટ્વિટર ઍકાઉન્ટ્સની માહિતી પણ આપી હતી.

ટ્વિટરે સરકારના આદેશ પ્રમાણે પગલાં લીધાં છે અને બુધવારે ટ્વિટર ઇન્ડિયાના સત્તાવાર બ્લૉગમાં કહેવામાં આવ્યું કે કંપનીએ 500થી વધુ ટ્વિટર ઍકાઉન્ટ્સ બંધ કરી દીધાં છે, જે સ્પષ્ટ રીતે સ્પેમની શ્રેણીમાં આવતાં હતાં અને પ્લૅટફૉર્મનો ખોટો ઉપયોગ કરી રહ્યાં હતાં.

જોકે ટ્વિટરની કાર્યવાહીથી સંતોષ ન થતાં ભારત સરકારે ટ્વિટર સામે એક નવું શસ્ત્ર ઉગામ્યું છે. ભારત સરકારના મંત્રીઓ અને જુદા-જુદા વિભાગો ભારતીય માઇક્રો-બ્લૉગિંગ ઍપ કૂમાં જોડાયા છે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટ કરીને જણાવ્યું, "હું હવે કૂમાં છું. રિયલ-ટાઇમ, ઍક્સાઇટિંગ અને ઍક્સક્લુઝીવ અપડેટ માટે આ ભારતીય માઇક્રો-બ્લૉગિંગ ઍપમાં મારી સાથે જોડાઓ. ચાલો કૂમાં પોતાના વિચારો અને આઇડિયાઝ શૅર કરીએ."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ ટ્વીટ કરીને કહ્યું છે કે તેઓ કૂમાં જોડાઈ ગયા છે. તેમણે લોકોને કૂમાં જોડાવવાની અપીલ પણ કરી છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

નીતિ આયોગે પણ ટ્વીટ કરીને કૂમાં જોડાવવાની જાહેરાત કરી છે.

નીતિ આયોગે લખ્યું છે કે કૂ ઍપનો ભાગ બનવા માટે નીતિ આયોગ આનંદની લાગણી અનુભવે છે. ઍપ ઇનોવેશન ચૅલેન્જમાં કૂ ઍપ સોશિયલ કૅટેગરીમાં વિજેતા બની છે.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

'ધ હિંદુ'ના અહેવાલ અનુસાર નાણાં મંત્રાલયના મુખ્ય નાણાકીય સલાહકાર સંજીન સાન્યાલ પણ કૂમાં જોડાવવાના છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને તેમનો વિભાગ પણ કૂમાં ઍકાઉન્ટ છે.

ભારતીય પોસ્ટ, સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇન્ડાયરેક્ટ ટૅક્સેસ ઍન્ડ કસ્ટમ્સ અને માયગોવઇન્ડિયા પણ કૂમાં છે. આ ઉપરાંત સંસદસભ્ય તેજસ્વી સૂર્યા, કર્ણાટકના મુખ્ય મંત્રી બી. એસ. યેદુરપ્પા અને પૂર્વ ક્રિકેટર જવાગલ શ્રીનાથ અને અનિલ કુંબલે પણ કૂ પર છે.

line

કૂ ઍપ્લિકેશન શું છે?

કૂ ઍપ્લિકેશન

ઇમેજ સ્રોત, KOO

ઇમેજ કૅપ્શન, કૂ ઍપ્લિકેશન

કૂ ઍપ્લિકેશન ટ્વિટર જેવી માઇક્રો-બ્લૉગિંગ સાઇટ છે, જે 10 મહિના પહેલાં લૉન્ચ કરવામાં આવી હતી. કૂને ગૂગલ પ્લેસ્ટોર અને આઈઓએસ ઍપસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

ટ્વિટરની જેમ તમે કૂમાં તમે પોતાના વિચારો, અપડેટ, તસવીરો અને કોઈ પણ માહિતી શૅર કરી શકો છો.

ગૂગલ પ્લેસ્ટોરમાં કૂ વિશે લખવામાં આવ્યું છે કે ભારતીયો માટે બનાવવામાં આવ્યું છે, જેથી તેઓ માતૃભાષામાં પોતાના વિચારો રજૂ કરી શકે અને સાર્થક ચર્ચા કરી શકે.

કૂની ટેગલાઈન છે, "ભારતીયો સાથે જોડાવો ભારતીય ભાષામાં."

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ધ હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર કૂમાં સેલિબ્રિટીઓને પણ ફોલો કરી શકાય છે અને તે હિંદી, તેલુગુ, કન્નડ, બંગાળી, તામિલ, મલયાલમ, ગુજરાતી, મરાઠી, પંજાબી, ઉડિયા અને આસામી ભાષામાં ઉપલબ્ધ છે.

આ ઍપ એ પણ બતાવશે કે હાલમાં શું ટ્રૅન્ડિંગ છે. કૂ ડાઉનલોડ કર્યા બાદ મોબાઇલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવે છે, જે બાદ ઍપનો ઉપયોગ કરી શકાય છે.

ચીનની ઍપ્સ પર પ્રતિબંધ મૂક્યા બાદ ભારત સરકારે આત્મનિર્ભર ઍપ ઇનોવેશન ચૅલેન્જ લાવી હતી, જેનો હેતુ સ્વદેશી ઍપને પ્રોત્સાહન આપવાનો હતો.

ધ ઇન્ડિય એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે આ સ્પાર્ધામાં કૂ ઍપ્લિકેશન વિજેતા જાહેર કરવામાં આવી હતી. સ્પર્ધા જીત્યા બાદ કૂ લોકોની નજરમાં આવી હતી.

અહેવાલ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત કાર્યક્રમ'માં કૂ વિશે વાત પણ કરી હતી.

line

કૂ ઍપ્લિકેશન કોણે બનાવી છે?

આંત્રપ્રિન્યૉર અપરામેયા રાધાક્રિશ્ના અને મયંક બિડવાટકા દ્વારા કૂ ઍપ્લિકેશન બનાવવામાં આવી છે. લિંક્ડઇનમાં તેમની પ્રોફાઇલ મુજબ ઍન્જિનિયરિંગ કર્યા બાદ તેમણે આઈઆઈએમ અમદાવાદમાંથી એમબીએ કર્યું છે. તેઓ હાલમાં કૂમાં સીઈઓ તરીકે કામ કરી રહ્યા છે.

ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર 2010માં રાધાક્રિશ્નાએ ટેક્સી ફૉર શ્યોર નામની કંપની સ્થાપી હતી, જે બાદમાં ઓલા કૅબ્સએ ખરીદી લીધી હતી.

બૉમ્બીનેટ ટેકનૉલૉજીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કૂ ઍપ્લિકેશન બનાવવામાં આવી છે અને કૂ સિવાય આ કંપની ક્વોરનું ભારતીય વર્ઝન પણ ધરાવે છે.

2018માં કૂને મૂડીરોકાણ કરતી વિવિધ કંપનીઓ તરફથી ફન્ડિંગ મળ્યું હતું. એક મહિના પહેલાં કંપનીએ વધુ 30 કરોડ રુપિયાનું ફન્ડિંગ મેળવ્યું હતું.

કૂમાં રોકાણ કરનારી વ્યક્તિઓમાં ઇન્ફોસિસના પૂર્વ સીઈઓ મોહનદાસ પાઈ પણ સામેલ છે. ફન્ડિંગ મળ્યા બાદ કંપની પોતાનો વ્યાપ વધારવામાં લાગી ગઈ છે, હાલમાં કૂ પોતાની ટીમનું વિસ્તરણ કરી રહી છે.

line

શું કૂ ટ્વિટરને અસર કરી શકે છે?

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસ્વીર

યાહૂ ફાઇનાન્સના રિપોર્ટ મુજબ આઈએએમએઆઈ - નિલસેનને જણાવ્યું છે કે 2019માં ભારતના ગ્રામીણ વિસ્તારોમાં 277 મિલિયન લોકો ઇન્ટરનેટનો ઉપોયગ કરે છે.

શહેરી વિસ્તારોમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારની સંખ્યા 227 મિલિયન છે. રિપોર્ટ અનુસાર કૂ અંગ્રેજી સાથે ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે, જ્યારે ટ્વિટર માત્ર અંગ્રેજી ભાષાઓમાં ઉપલબ્ધ છે.

ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ હોવાના કારણે કૂને શહેરી વિસ્તારોની સાથે-સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ મોટી સફળતા મળી શકી છે.

અપરામેયા રાધાક્રિશ્ના અનુસાર સ્થાનિક ભાષા બોલતા લોકોને પોતાની વાત રજૂ કરવા માટે કોઈ પ્લૅટફૉર્મ નહોતું અને એટલા માટે કૂ ઍપ્લિકેશન બનાવવામાં આવી છે.

ન્યૂઝ18ના અહેવાલ અનુસાર આત્મનિર્ભર ઍપ ઇનોવેશન ચૅલેન્જ જીત્યા બાદ કૂના ડાઉનલોડ્સમાં ચારગણો વધારો થયો છે. અત્યાર સુધીમાં કૂને 3 મિલિયન લોકોએ ડાઉનલોડ કરી છે અને આ આંક સતત વધી રહ્યો છે.

અહેવાલ અનુસાર ભારતીયો ટ્વિટરનો સૌથી વધુ ઉપયોગ કરે છે અને ટ્વિટરના આંકને વટાવવામાં ઘણો સમય લાગશે. પણ જે રીતે ભારત સરકાર કૂને પ્રોત્સાહન આપી રહી છે, તે જોતાં યુઝર્સની સંખ્યા ઝડપથી વધે તેવું લાગે છે.

ફૂટર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો