મ્યાનમાર : આંગ સાન સૂ ચીની ધરપકડ કરીને સત્તા મેળવનારા જનરલ હ્લાઇંગ કોણ છે?

ઇમેજ સ્રોત, Reuters
સૈન્ય તખતાપલટો બાદ સેનાના જનરલ મિન આંગ હ્લાઇંગ મ્યાનમારના સૌથી શક્તિશાળી વ્યક્તિ બની ગયા છે.
64 વર્ષીય હેલિંગ આ વર્ષે જુલાઈ મહિનામાં નિવૃત્ત થવાના હતા. પરતું કટોકટીની જાહેરાત સાથે મ્યાનમારમાં હ્લાઇંગની પકડ બહુ મજબૂત થઈ ગઈ છે.
પરતું અહીં સુધી પહોંચવા માટે મિન આંગ હ્લાઇંગ લાંબી મજલ કાપી છે. સેનામાં ભર્તી થવા માટે બે વખત અસફળ રહ્યા બાદ હ્લાઇંગ ત્રીજા પ્રયાસમાં નેશનલ ડિફેન્સ એકેડમીમાં પ્રવેશ મેળવવામાં સફળ થયા હતા.
એ બાદ મ્યાનમારના શક્તિશાળી સેના તાત્મદામાં જનરલના પદ સુધી પહોંચવાની મજલ તેમને ધીમે-ધીમે કાપી છે.

તખતાપલટો પહેલાં હ્લાઇંગ કેટલા મજબૂત હતા?

ઇમેજ સ્રોત, Reuters
1લી ફેબ્રુઆરી 2021ન રોજ કરવામાં આવેલ તખતાપલટ પહેલા પણ જનરલ હ્લાઇંગ કમાન્ડરલ ઈન ચીફ તરીકે રાજકીય રીતે ઘણો પ્રભાવ ધરાવતા હતા.
મ્યાનમારમાં લોકશાહી વ્યવસ્થા શરુ થયા બાદ પણ હ્લાઇંગએ ક્યારે પણ મ્યાનમારની સૈન્ય તાત્મદાની તાકાત ઘટવા નહોતી દીધી.
આ માટે હ્લાઇંગની આંતરાષ્ટ્રીય સ્તરે ઘણી નિંદા પણ થઈ છે અને લધુમતીઓ પર કરવામાં આવેલા સૈન્ય હુમલા માટે તેમને પ્રતિબંધો પણ સહન કરવા પડ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરતું હવે જ્યારે મ્યાનમાર તેમના નેતૃત્વમાં સૈન્યશાસન તરફ જઈ રહ્યું છે ત્યારે જનરલ હ્લાઇંગ પોતાની તાકાત વધારવા અને મ્યાનમારનું ભવિષ્ય નક્કી કરવાની દિશા કામ કરી રહ્યા છે.
યંગૂન યુનિવર્સિટીમાં કાયદના વિદ્યાર્થી રહેલા હ્લાઇંગને ત્રીજા પ્રયાસમાં મ્યામનમારની નેશનલ ડિફેન્સ એકેડમીમાં પ્રવેશ મેળવવામાં સફળતા મળી હતી.
એ બાદ સૈનિકથી લઈને જનરલ સુધીની મજલ કાપી છે. સેનામાં પોતાની કાર્કિદી દરમિયાન તેમને સતત પ્રમોશન મળતું રહ્યું અને 2009માં તેઓ બ્યૂરો ઑફ સ્પેશયલ ઑપરેશન -2 ના કમાન્ડર બન્યા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ પદ પર રહેતા તેમને ઉત્તર પૂર્વ મ્યાનમારમાં ચાલતાં સૈન્ય અભિયાનોનું નેતૃત્વ કર્યું. આ અભિયાનોના કારણે જાતિય લધુમતી શરણાર્થીઓને ચીનની સરદહથી લઈને પૂર્વ શાન પ્રાંત અને કોકાંગ વિસ્તાર છોડીને ભાગવું પડ્યું.
હ્લાઇંગની ટૂકડીઓ પર હત્યા, બળાત્કાર અને આગ લગાવવાના આરોપ મૂકવામાં આવ્યા. પરતું તેઓ સતત ઉપર વધતા રહ્યા અને ઑગસ્ટ 2010માં હેલિંગ જોઈન્ટ ચીફ ઑફ સ્ટાફ બની ગયા.
તેના થોડાં મહિના બાદ 2011માં ઘણા વરિષ્ઠ સૈન્ય અધિકારીઓને પછાડીને હ્લાઇંગ લાંબા સમય સુધી મ્યાનમારની સેનાનું નેતૃત્વ કરનાર સેનાનાયક થાન શ્વેની જગ્યા લઈ લીધી.
હ્લાઇંગના સેનાનાયક તરીકે નિમણૂંક થવા પર બ્લૉગર અને લેખક હલાઉ દાવો કરે છે કે તેઓ અને હ્લાઇંગ એકબીજાને નાનપણથી ઓળખે છે.
હ્લાઇંગ વિશે તેઓ જણાવે છે કે હ્લાઇંગ એ મ્યાનમારની ખતરનાક સેનાના સંઘર્ષોમાં ઘાટ પામેલા સૈનિક છે.
હલાઉ તેમને એક શિક્ષિત અને જેન્ટલમેનની ઉપાધિ પણ આપે છે.

રાજકીય પ્રભૂત્વ અને નરસંહાર

ઇમેજ સ્રોત, Reuters
હ્લાઇંગે જ્યારે સેના પ્રમુખ તરીકે પોતાનો કાર્યકાળમાં શરુ કર્યો ત્યારે મ્યાનમારમાં લાંબા સમય સુધી રહેલા સૈન્ય શાસનને પૂર્ણ થઈ રહ્યું હતું અને લોકશાહીનું આગમન થઈ ગયું હતું. પરતું તેમ છતાં તેઓ તાત્મદાની તાકાત અકબંધ રાખવા માટે તત્પર હતા.
સેનાનું સમર્થન ધરાવતો રાજકીય પક્ષ યૂનિયન સૉલિડેરિટી ઍન્ડ ડેવલપમૅન્ટ પાર્ટી સત્તા પર આવતા જ હ્લાઇંગના રાજકીય પ્રભૂત્વ અને સોશિયલ મીડિયામાં તેમની હાજરીમાં નોંધપાત્ર વધારો થયો હતો.
પરતું 2016માં જ્યારે આંગ સાન સૂ ચીની પાર્ટી નેશનલ લીગ ફૉર ડેમૉક્રસી સત્તા પર આવી ત્યારે પરિવર્તનનો સ્વીકાર કરતા હ્લાઇંગ સાર્વજનિક કાર્યક્રમોમાં આંગ સાન સૂ ચી સાથે હાજરી આપવા લાગ્યા.
એનએલડી દ્વારા બંધારણમાં સુધારા અને સૈન્યની તાકાતને મર્યાદિત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા.
પરતું આ બધા પ્રયાસોને નકારી કાઢતા હ્લાઇંગે એ સુનિશ્ચિત કર્યું કે સંસદની 25 ટકા બેઠકો સેના પાસે રહે અને સુરક્ષા સાથે સંકળાયેલા દરેક મહત્ત્વના ખાતાઓ સેના પાસે હોય.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
2016-17માં સેનાએ ઉત્તર રખાઈન સ્ટેટમાં સજાતિય લધુમતી સમુદાય રોહિંગ્યા સામે આક્રમક કાર્યવાહી કરતા રોહિંગ્યા મુસ્લિમોને મ્યાનમાર છોડીને ભાગવું પડ્યું.
ઑગસ્ટ 2018માં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદે કહ્યું હતું કે મ્યાનમાર સેનાના કમાન્ડર ઈન ચીફ મિન આંગ હ્લાઇંગ સહિત બીજા ટોચના જનરલો સામે રખાઈન પ્રાંતમાં નરસંહાર અને રખાઈન, કચિન અને શાન પ્રાંતમાં માનવતી વિરુદ્ધ ગુના અને યુદ્ધ ગુના માટે તપાસ થવી જોઈએ અને સજા મળવી જોઈએ.
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના નિવેદન બાદ ફેસબુકે તેમનું ઍકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું હતું.
સાથે એ લોકો અને સંસ્થાઓનો પણ ઍકાઉન્ટ ડિલીટ કરી નાખવામાં આવ્યા હતા જેમના વિશે કહેવામાં આવ્યું હતું કે તેમને મ્યાનમારમાં માનવાધિકારોનું ગંભીર ઉલ્લંધન કર્યું છે અથવા આવું કરવામાં ભૂમિકા ભજવી છે.
2019માં અમેરિકાએ એથનિક ક્લીંઝીંગ અને માનવાધિકાર ઉલ્લંધન માટે હ્લાઇંગ પર બે વખત પ્રતિબંધ મૂક્યો હતો. 2020માં બ્રિટેને પણ તેમની ઉપર પ્રતિબંધ લગાવ્યા છે.
સત્તા કબજે કરી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
નવેમ્બર 2020માં યોજાયલ સામાન્ય ચૂંટણીમાં નેશનલ લીગ ફૉર ડેમૉક્રસી (એનએલડી)એ એકતરફી જીત મેળવી હતી.
પરંતુ આ પછી તાત્મદા અને સેનાનું સમર્થન ધરાવતી યૂએસડીપીએ સતત દાવો કર્યો કે ચૂંટણીનાં પરિણામો વિવાદિત છે. યૂએસડીપીએ મોટા પાયે ચૂંટણી કૌભાંડનો આક્ષેપ કર્યો છે. પરંતુ ચૂંટણી પંચે આ આરોપોને ફગાવી દીધા છે.
નવી સરકારને 1લી ફેબ્રુઆરીએ ઔપચારિક સ્વીકૃતિ મળવાની હતી. પરંતુ સરકાર અને સેના વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે તખતાપલટોની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી હતી.
27 જાન્યુઆરીએ 1962 અને 1988ના બળવાને ટાંકીને મિન આંગ હ્લાઇંગે ચેતવણી આપી હતી કે "જો બંધારણનું પાલન ન કરવું હોય તો તેને નાબૂદ કરી નાખવું જોઈએ".
જોકે, 30મી જાન્યુઆરી સુધીમાં તેમની કચેરીએ હ્લાઇંગના નિવેદથી હાથ ખંખેરતા જણાવ્યું કે બંધારણને ખતમ કરવા માટે મીડિયાએ લશ્કરી અધિકારીઓના નિવવેદનોને ખોટી રીતે રજૂ કર્યું છે.
જોકે, 1લી ફેબ્રુઆરીની સવારે, તાત્મદાએ સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સુ ચી, પ્રમુખ વિન મ્યિંટ સહિત ઘણા નેતાઓની અટકાયત કરીને વર્ષ માટે કટોકટીની જાહેરાત કરી.
ત્યારબાદ હ્લાઇંગે મ્યાનમારની સત્તા પોતાના હાથમાં લઈ લીધી અને ચૂંટણીમાં કથિત કૌભાંડના મુદ્દાના પ્રાધાન્ય આપ્યું.
હ્લાઇંગની આગેવાની હેઠળની નેશનલ ડિફેન્સ ઍન્ડ સિક્યૉરિટી કાઉન્સિલની બેઠકમાં એવું કહેવામાં આવ્યું છે કે કાઉન્સિલ ચૂંટણીમાં થયેલા કૌભાંડના આરોપોની તપાસ કરશે અને નવી ચૂંટણી યોજશે. આ રીતે એનએલડીનો વિજય ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું.
65 વર્ષ વટાવી જવાના કારણે મિન આંગ હ્લાઇંગ આ વર્ષે જુલાઈમાં કમાન્ડર ઇન ચીફ તરીકે નિવૃત્ત થવાના હતા પરંતુ હવે તેમણે પોતાને વધુ એક વર્ષ આપ્યું છે. પરંતુ મ્યાનમારમાં સૈન્ય શાસન પરત આવવાના કારણે હ્લાઇંગ કદાચ લાંબા સમય સુધી પદ પર રહી શકે છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













