Ind Vs. Eng : બુમરાહ, શમી, ઉમેશ અને ઇશાંત - ભારતનો પૅસ ઍટેક કેટલો મજબૂત?

- લેેખક, મેથ્યુ હેનરી
- પદ, બીબીસી સ્પોર્ટ્સ
છેલ્લાં ચાર વર્ષમાં ભારતના આશરે 60 ટકા ટેસ્ટ વિકેટ ફાસ્ટ બૉલરો દ્વારા લેવામાં આવ્યાં છે. છેલ્લાં 75 વર્ષોની તુલનામાં આ 20 ટકાનો વધારો છે.
જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને ઇશાંત શર્માએ સૌથી વધુ વિકેટો ખેરવી છે. ચાર-ટેસ્ટ મૅચની સિરીઝ જે શુક્રવારથી ચેન્નઈમાં શુરુ થઈ રહી છે, તેમાં ભારતીય ફાસ્ટ બૉલર્સના જોખમથી ઈંગ્લેન્ડ પણ વાકેફ છે.
જો આ બૉલર્સને ક્રિકેટના મેદાનમાં પ્રવેશવાની તક ન મળી હોત તો એક પોલીસમેન બની ગયો હોત અને અને અને બીજી વ્યક્તિ ટ્રેનિંગ કરતાં ઊંઘવામાં વધુ સમય ગાળતી હોત.
દરમિયાન ભારતના ઈતિહાસના સૌથી મહાન ફાસ્ટ બૉલિંગ ઍટેક સાથે રમનાર વ્યક્તિઓ અને જેમને કોચિંગ આપનાર વ્યક્તિઓ સાથે બીબીસી સ્પોર્ટ્સે વાત કરી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ફ્રેન્ડલી સુપરસ્ટાર - જસપ્રિત બુમરાહ

એ વાતમાં કોઈ શંકા નથી કે ભારતના ફાસ્ટ બૉલરોમાં બુમરાહ સુપરસ્ટાર છે.
કરિયરની સારી શરુઆત પહેલાં 27 વર્ષના આ ફાસ્ટ બૉલરે પોતાનું નામ બનાવી લીધું હતું અને સાથે કરોડો રુપિયા પણ (ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી રમીને) મેળવ્યા હતા.
ભૂતપૂર્વ ભારતીય બૅટ્સમેન સુરેશ રૈના કહે છે, "વિરાટ (ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી) તેને પસંદ કરે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં રૈના ચારેય ફાસ્ટ બૉલરો સાથે રમી ચૂક્યા છે."જ્યારે પણ તે (કોહલી) મુશ્કેલ સ્થિતિમાં હોય છે, ત્યારે તેઓ બુમરાહને બૉલ આપી દે છે."
બુમરાહ એકદમ સચોટ છે, સફેદ બોલમાં કુશળતા ધરાવે છે અને ટેસ્ટ ક્રિકેટમાં તેઓ હાઈસ્પીડમાં બૉલને બંને રીતે ફેરવી શકે છે.
બુમરાહ પોતાના ઘરની પાછળના ભાગે એક નાનકડી જગ્યામાં બૉલીગ કરતાં શીખ્યા છે. ટૂંકા રન-અપથી આવીને બુમરાહ મધ્યમસર ગતિથી ટૂંકા-ટૂંકા પગલાં ભરીને દોડે છે અને 90 માઈલ પ્રતિ કલાકની ઝડપે બોલ બૅટ્સમેન તરફ નાખે છે. આ શક્ય થાય છે રેપિડ આર્મ સ્પીડ, ફ્રન્ટ-ઑન એક્શન અને ફ્રન્ટ લેગના કારણે.
બુમરાહ સામે બેટિંગ કરનાર અભિષેક ઝુનઝુનવાલા કહે છે, "અમે બધા વિચારતા હતા આ વ્યક્તિ કોણ છે? તેમનો ઍક્શન શું છે? મુંબઈ ઇન્ડિયન્સ વતી રમવા માટે તેમની પસંદગી કેમ કરવામાં આવી છે?"
બુમરાહ અન્ય આક્રમક ફાસ્ટ બોલરોની જેમ નથી. તેઓ મેદાનમાં ક્યારેય પણ હસવાનું ચૂકતા નથી અને ધીમું સંગીત સાંભળવું તેમને પસંદ છે.
રૈના કહે છે, "હું અત્યાર સુધી જેટલા પણ ખેલાડીઓ સાથે ક્રિકેટ રમ્યો છું, તેમાં બુમરાહ સૌથી સારી વ્યક્તિ છે. બુમરાહ ક્યારેય પણ બીજા બૉલરોની જેમ ઊજવણી કરતા નથી. તેઓ બહુ શાંત સ્વભાવના છે."

ઊંઘતા રહેનાર - મોહમ્મદ શમી

છેલ્લાં 4 વર્ષમાં મોહમ્મદ શમી જેટલી વિકેટ કોઈ ભારતીય ફાસ્ટ બૉલરે લીધી નથી.
30 વર્ષીય ખેલાડીની બૉલ પર અભૂતપૂર્વ પકડ અને બૉલને હવામાં અને ઑફ ધ પીચ ફેરવવાની ક્ષમતા તેમને એક મહત્ત્વના ખેલાડી બનાવે છે.
પરતું પહેલાં આવું નહોતું. ઝુનઝુનવાળા કહે છે, "મોહમ્મદ શમી એવી વ્યક્તિ છે જેમને જમવું અને સૂઈ રહેવું પસંદ છે."
ઝુનઝુનવાળા મોહમ્મદ શમી સાથે બંગાળની ટીમમાં રમી ચૂક્યા છે અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમના રુમ-મેટ પણ હતાં.
"જો કોઈ ક્રિકેટ મૅચ ન હોય તો ખેલાડીઓ બીજું કંઈક કરતા, પરતું શમી આવતા નહોતા. તેઓ આખા દિવસ પલંગ પર પડી રહેતા હતા. જો અમારી મૅચ ન હોય તો શમી 24માંથી 18 કલાક પલંગ પર પડી રહેતા હતા."
"અમે બધા તેમની પ્રતિભા વિશે જાણતા હતા. પ્રશ્ન માત્ર તેમના અભિગમને લઈને હતો. બધા ખેલાડીઓએ શમીને ફિટનેસ વિશે પણ જણાવ્યું. અમને લાગતું હતું કે જો મોહમ્મદ શમી પોતાનો અભિગમ બદલી નાખે તો ભારત વતી રમી શકે છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

1 જાન્યુઆરી 2017થી ભારતના ચાર ફાસ્ટ બૉલર

ઇમેજ સ્રોત, GETTY IMAGES
2012-13માં સ્થાનિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યા બાદ જાન્યુઆરી 2013માં મોહમ્મદ શમી ભારત વતી પોતાનો પ્રથમ વન-ડે રમ્યા અને 2014માં ટેસ્ટ મૅચમાં ડેબ્યૂ કર્યું.
ઝુનઝુનવાળા કહે છે, "અહીં શમીને ખ્યાલ આવ્યો કે હવે તેઓ માત્ર મજા માટે નહીં પોતાના દેશ માટે રમી રહ્યા છે. હવે ઑફ-ફિલ્ડમાં વધુ ધ્યાન આપનાર શમી આ વિશે બહુ વાત કરતા નથી."
ઝુનઝુનવાળા કહે છે, "શમી બહુ શાંત સ્વાભાવની વ્યક્તિ છે. તેમનામાં કોઈ ગુસ્સો નથી. અમે તેમને કહેતા કે બૅટ્સમેનને ઉશ્કેરો પરતું તેઓ ઉશ્કેરાતા નહીં."
ડ્રેસિંગરુમમાં પણ શમી બહુ વાત કરતા નથી અથવા જ્યાં-ત્યાં ફર્યાં કરતા નથી.
ઉમેશની જેમ મોહમ્મદ શમી પણ ઈજાના કારણે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ ચૂકી જશે. પરતું પાછળથી તેઓ સિરીઝમાં જોડાઈ શકે છે.

ઉમેશ યાદવઃ પોલીસદળમાં જતા રહી ગયા...

છેલ્લાં થોડાં વર્ષોમાં જ્યારે બુમરાહ, શમી અથવા ઇશાંત ઈજાના કારણે રમી શકવાની સ્થિતિમાં ન હોય ત્યારે રિપ્લેસમેન્ટ તરીકે 33 વર્ષના ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવે છે.
એક ખેલાડીને હોવી જોઈઓ એવો બાંધો ધરાવતા ઉમેશ યાદવ ઝડપથી બૅટ્સમેનને મુશ્કેલ સ્થિતિમાં નાખી દે છે. ઉમેશ ભારતના ફાસ્ટ બૉલર છે પરતું તેઓ કંઈક બીજું કરવા માગતા હતા.
શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પોલીસદળમાં ભરતી થવા માટે ઉમેશ યાદવે અરજી કરી હતી. જો તેમને ભરતી પ્રક્રિયામાં વધારાના બે પૉઈન્ટ મળી ગયા હોત તો આજે તેઓ એક અલગ જીવન જીવી રહ્યા હોત.
નાગપૂરમાં સેકન્ડ ડિવિઝન ક્લબ ક્રિકેટ મૅચ ચાલી રહી હતી, ત્યારે એક અમ્પાયરની નજર એક ઝડપી બૉલર પર પડી. આ બૉલર સ્પાઈકની જગ્યાએ સ્ટડ બૂટ પહેરીને બોલીંગ કરી રહ્યો હતો.
અમ્પાયર સ્થાનિક ર્ફ્સ્ટ ક્લાસ ટીમ વિદર્ભના કૅપ્ટન પ્રીતમ ગન્ધેના ભાઈ હતા, જેમણે બૉલર ઉમેશ યાદવને નેટ્સમાં આવવા માટેનું આમંત્રણ આપ્યું.
ગન્ધે કહે છે કે, "ઉમેશની રન-અપ બરાબર નહોતી અને તેઓ સ્ટમ્પની પાછળથી બોલીંગ કરતા હતા. પરતું બૉલર તરીકે ઉમેશ યાદવની ઝડપ સારી હતી. મને વિચાર આવ્યો કે આ બૉલરમાં કંઈક વાત તો છે."
ગન્ધે ર્ફ્સ્ટ ક્લાસ ક્રિકેટનો 22 વર્ષનો અનુભવ ધરાવે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
ગન્ધે કહે છે કે, "શરુઆતમાં લોકોને બહુ રસ નહોતો. તેઓ કહેતા કે ઉમેશ યાદવ યુવાન છે, અપરિપક્વ છે અને સારી લાઈન અને લેન્થમાં બોલીંગ કરતા નથી. પરતું હું મારા મનમાં એકદમ સ્પષ્ટ હતો. જો દરેક ઓવરમાં ઉમેશ ત્રણ બોલ પણ સ્પોટ પર નાખે તો એ સામેની ટીમને આઉટ કરવા માટે પર્યાપ્ત છે."
21 વર્ષની ઉંમરે ઉમેશ ઉર્ફે બબલુ (જેના નામથી તેઓ ઓળખાય છે) વિદર્ભ ટીમ વતી રણજી ટ્રોફીમાં મધ્ય પ્રદેશની ટીમ સામે રમવા ઉતર્યા હતા.
ગન્ધે કહે છે, "એક બૅટ્સમેનના હેલ્મેટ પર ઉમેશે ફેંકેલો દડો વાગતાં હેલ્મેટમાં તીરાડ પડી ગઈ હતી. બીજા બૅટ્સમેનના ચેસ્ટ ગાર્ડમાં ઉમેશનો બોલ વાગતાં તેમાં પણ તીરાડ પડી ગઈ હતી."
"જ્યારે પ્રથમ ડ્રિંક્સ બ્રેક આવ્યો ત્યારે ભારતના ભૂતપૂર્વ બૅટ્સમેન અને મધ્ય પ્રદેશના બેટ્સમેન ઋષિકેશ કાનિટકરે મને પૂછ્યું, આ કોણ છે? એવું લાગે છે કે જાણે હું વેસ્ટ ઇન્ડિઝના બૉલર સામે રમી રહ્યો છું."
પોતાની પ્રથમ ઈનિંગમાં ઉમેશ યાદવે 72 રન આપીને 4 વિકેટ ખેરવી હતી. તેઓ અત્યાર સુધી ભારત વતી ટેસ્ટમાં 148 વિકેટ લઈ ચૂક્યા છે.

કરી એક્સપર્ટ - ઇશાંત શર્મા

ભારતના ફાસ્ટ બૉલિંગ ઍટેકમાં ઇશાંત શર્મા સૌથી અનુભવી છે અને 97 ટેસ્ટ રમ્યા છે. ચારેયમાં સૌથી લાંબા િશાંત શર્મા બૉલને વિચિત્ર રીતે બાઉન્સ કરવામાં માહેર છે અને ફુલટોસ દ્વારા પેડને નિશાન બનાવવામાં કાબેલિયત ધરાવે છે. તેઓ સારા લેન્થથી ફુલટોસ નાખે છે.
2018માં ઇશાંતે સસેક્સ સાથે કાઉન્ટી ક્રિકેટમાં ભાગ લીધો હતો. ઇશાંત મુજબ કાઉન્ટી ક્રિકેટના કારણે તેમની રમતમાં સુધારો થયો છે. કાઉન્ટી ક્રિકેટના કારણે ઇશાંત અને બેન બ્રાઉન ભેગા થયા. બ્રાઉન અંડર-19 આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં જાણીતું નામ છે.
બ્રાઉન કહે છે, "અમને હજુ પણ એ દિવસો યાદ છે જેમાં ખાસ કરીને કોહલી અમારી સામે સ્ફોટક બેટીંગ કરતા હતા. 50 ઓવરની મૅચમાં ભારતીય ટીમ એકથી દોઢ કલાકની અંદર રન ચેઝ પૂર્ણ કરી નાખતી હતી."
ઇશાંત બહુ રમૂજી વ્યક્તિ છે અને તેમની સેન્સ ઑફ હ્યુમર પણ સારી છે.
"અમે વાગામામામાં ગયા હતા અને ઇશાંતે જણાવ્યું કે મેન્યૂમાં ફાયરક્રેકર સૌથી સારી ડિશ છે. તેમને કહ્યું કે બહુ મસાલા હોવાના કારણે અમારે આ ડિશ ઓર્ડર કરવી જોઈએ નહીં."
"ઇશાંતે ડિશનો ઓર્ડર આપ્યો પરતું તેઓ ખાઈ શક્યા નહીં. મસાલા સહન ન કરી શકવાના કારણે ઇશાંત ગુસ્સે પણ થયા હતા.
"32 વર્ષના ઇશાંત મસાલાની ગરમીને સહન ન કરી શક્યા પરતું તેઓ મિડલમાં ગર્મી ઉત્પન્ન કરી શકે છે.
બ્રાઉન કહે છે કે, "ઑફ ફિલ્ડ તે બહુ સારી વ્યક્તિ છે પરતું ફિલ્ડમાં તેઓ સખત સ્પર્ધા આપે છે."
ઇશાંતે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બૅટ્સમેન ઈયાન બેલને જે સ્પેલ નાખ્યો તેને યાદ કરતા બ્રાઉન કહે છે કે, "કાઉન્ટી ચૅમ્પિયનશીપમાં વારવિકશાયર અને સસેક્સ વચ્ચે મૅચ રમાઈ રહી હતી. ત્યારે એક એલબીડબ્લ્યુનો નિર્ણય આવ્યો જે અમને લાગ્યું કે અમારા વિરુદ્ધ આપવામાં આવ્યો છે. ઇશાંત બહુ ગુસ્સે થઈ ગયા હતા અને તેમને શાંત કરવા માટે મારે જવું પડ્યું હતું."
"તેમણે ઝડપથી બાજી સંભાળી લીધી. તેઓ બહુ ઘાતક ફાસ્ટ બૉલર છે."
ઇશાંત શર્મા 100 ટેસ્ટ મેચ રમનાર ભારતના પ્રથમ ફાસ્ટ બૉલર બનવાની તૈયારીમાં છે. જે પ્રકારે ભારતના ફાસ્ટ બૉલરો તૈયાર થઈ રહ્યા છે એ જોતાં લાગે છે કે 100 ટેસ્ટ મેચ રમનાર તેઓ આખરી બૉલર નહીં હોય.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












