સોનું : સૉવરેન ગૉલ્ડ બૉન્ડ શું છે અને ક્યાંથી ખરીદી શકાય છે?

સૉવરેન ગૉલ્ડ બૉન્ડની 11મી સિરીઝ 1 ફેબ્રુઆરીથી રોકાણ માટે ખુલી છે અને તે 5 ફેબ્રુઆરી સુધી ખુલી રહેશે.

સરકારે ઇશ્યુ પ્રાઇઝ 4912 રૂપિયા પ્રતિ ગ્રામ એટલે કે 49120 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નક્કી કરી છે.

ઑનલાઇન ખરીદી પર 50 રૂપિયાની છુટ મળશે.

ઑનલાઇન ઇન્વેસ્ટર્સ માટે ઇશ્યુ પ્રાઇઝ 4862 રૂપિયા પ્રતિગ્રામ એટલે કે 48620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હશે

કેટલું રોકાણ કરી શકો છો?

એક વ્યક્તિ વધુમાં વધુ 400 ગ્રામ સોનાના બૉન્ડ ખરીદી શકે છે

ઓછામાં ઓછું 1 ગ્રામનું રોકાણ કરવું જરૂરી છે

HUFs તેમાં એક નાણાંકીય વર્ષમાં 4 કિલોગ્રામ સુધી રોકાણ કરી શકશે, જ્યારે ટ્રસ્ટ 20 કિલોગ્રામ સુધી રોકાણ કરી શકશે

ક્યાંથી ખરીદી શકાય છે બૉન્ડ?

ગૉલ્ડ બૉન્ડ ઑનલાઇન ખરીદી શકાય છે

બૅન્કો, સ્ટૉક હૉલ્ડિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ, કેટલીક પોસ્ટ ઑફિસ અને NSE, BSE જેવા સ્ટૉક એક્સચેન્જના માધ્યમથી ખરીદી શકાય છે

શું છે તેના ફાયદા?

ગૉલ્ડ બૉન્ડ મૅચ્યુરિટી પર ટૅક્સ ફ્રી હોય છે.

તેમાં કોઈ પ્રકારના ડિફૉલ્ટનો ખતરો રહેતો નથી

ફિઝિકલ ગૉલ્ડ કરતાં બૉન્ડને મૅનેજ કરવા સહેલા હોય છે

તેમાં પ્યૉરિટીનો કોઈ સવાલ આવતો નથી

તેના ભાવ શુદ્ધ સોનાના આધારે નક્કી થાય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો