પ્રજાસત્તાક દિન: રાષ્ટ્રધ્વજ કોણ ફરકાવે છે, રાષ્ટ્રપતિ કે વડા પ્રધાન?

ઇમેજ સ્રોત, EPA
ભારત 15 ઑગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થયું અને 26 જાન્યુઆરી, 1950ના રોજ તેના બંધારણનો અમલ શરૂ થયો, જે હેઠળ ભારતને એક લોકતાંત્રિક, સાર્વભૌમ અને પ્રજાસત્તાક દેશ જાહેર કરાયો. તે માટે દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ તરીકે ઊજવવામાં આવે છે.
પ્રજાસત્તાક દિવસ મનાવવાની પરંપરા કોણ શરૂ કરી હતી?
દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે 26 જાન્યુઆરી, 1950ના રોજ 21 તોપોની સલામી સાથે ધ્વજારોહણ કરીને ભારતને પૂર્ણ ગણતંત્ર ઘોષિત કર્યું હતું. ત્યાર બાદ દર વર્ષે આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઊજવવામાં આવે છે ને આ દિવસે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય રજા હોય છે.
ભારતે પોતાનું બંધારણ ક્યારે ગ્રહણ કર્યું?
ભારત રાજ્યોનો એક સંઘ છે. તે સંસદીય પ્રણાલીવાળી સરકારનું ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના બંધારણના આધારે શાસિત છે જે બંધારણસભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ ગ્રહણ કરાયું હતું અને તેનો અમલ 26 જાન્યુઆરી, 1950થી થયો.
ભારતીય બંધારણમાં પંચવર્ષીય યોજનાની અવધારણા કયા સંવિધાનમાંથી લેવાઈ છે?
ભારતીય સંવિધાનમાં પંચવર્ષીય યોજનાની અવધારણા સોવિયેત સંઘ (USSR) પાસેથી લેવામાં આવી હતી.
પ્રજાસત્તાક દિવસે ધ્વજ કોણ ફરકાવે છે?
દેશના પ્રથમ નાગરિક એટલે કે રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસ સમારોહમાં ભાગ લે છે અને રાષ્ટ્રીય ધ્વજ પણ તેઓ જ ફરકાવે છે.

રાજ્યોની રાજધાનીમાં ગણતંત્ર દિવસના સમારોહમાં રાષ્ટ્રીય ધ્વજ કોણ ફરકાવે છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
સંબંધિત રાજ્યોના રાજ્યપાલ રાજ્યનાં પાટનગરોમાં ગણતંત્ર દિવસના સમારોહના અવસરે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે.
ભારતમાં બે રાષ્ટ્રીય ધ્વજ સમારોહ યોજાય છે. એક ગણતંત્ર દિવસે અને બીજો સ્વતંત્રતા દિવસે. સ્વતંત્રતા દિવસ સમારોહના અવસરે વડા પ્રધાન રાષ્ટ્રીય પાટનગરમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવે છે અને રાજ્યોનાં પાટનગરોમાં મુખ્ય મંત્રી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવી દિલ્હીમાં યોજાતી ગણતંત્ર દિવસની ભવ્ય પરેડની સલામી કોણ લે છે?

ઇમેજ સ્રોત, TWITTER
ભારતના રાષ્ટ્રપતિ ભવ્ય પરેડની સલામી લે છે. તેઓ ભારતીય સશ્ત્ર બળોના કમાંડર ઇન ચીફ પણ હોય છે. આ પરેડમાં ભારતીય સેના પોતાના નવા ટૅન્કો, મિસાઇલો, રડાર વગેરેનું પ્રદર્શન કરે છે.
‘બીટિંગ રિટ્રીટ’ નામનો સમારોહ ક્યાં આયોજિત થાય છે?
બીટિંગ રિટ્રીટનુ આયોજન રાયસીના હિલ્સ પર રાષ્ટ્રપતિ ભવન સામે કરાય છે, જેના ચીફ ગેસ્ટ રાષ્ટ્રપતિ હોય છે. બીટિંગ ધ રિટ્રીટ સમારોહને ગણતંત્ર દિવસનો સમાપન સમારોહ કહેવામાં આવે છે.
બીટિંગ રિટ્રીટનું આયોજન ગણતંત્ર દિવસ સમારોહના ત્રીજા દિવસે એટલે કે 29 જાન્યુઆરીની સાંજે કરાય છે. બીટિંગ રિટ્રીટમાં થલ સેના, વાયુ સેના અને નૌસેનાના બૅન્ડ પારંપરિક ધૂન વગાડતાં વગાડતાં માર્ચ કરે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ

ભારતીય રાષ્ટ્રીય ધ્વજ કોણે ડિઝાઇન કર્યો હતો?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ભારતીય રાષ્ટ્રીય ધ્વજ પિંગલી વેંકૈયાએ ડિઝાઇન કર્યો હતો. પિંગલીએ શરૂઆતમાં ઝંડો ડિઝાઇન કર્યો ત્યારે તે માત્ર બે રંગનો હતો, લાલ અને લીલો. તેમણે આ ધ્વજ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટીના બેઝવાડા અધિવેશનમાં ગાંધીજી સમક્ષ રજૂ કર્યો હતો.
બાદમાં ગાંધીજીની ભલામણ આધારે તેમણે ધ્વજમાં સફેદ પટ્ટો જોડી દીધો. આગળ જતાં રાષ્ટ્રીય પ્રતીક સ્વરૂપે અશોક ચક્રને ચરખાનું સ્થાન મળ્યું.
ભારતીય રાષ્ટ્રીય ધ્વજને વર્તમાન સ્વરૂપમાં 22 જુલાઈ, 1947ના રોજ આયોજિત બંધારણસભાની બેઠક દરમિયાન અપનાવવામાં આવ્યો. ભારતમાં “ત્રિરંગા”નો અર્થ ભારતીય રાષ્ટ્રીય ધ્વજ છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર ક્યારે અપાય છે?
રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ બહાદુર બાળકોને અપાય છે. આ પુરસ્કારોની શરૂઆત 1957થી થઈ હતી. પુરસ્કાર સ્વરૂપે એક ચંદ્રક, પ્રમાણપત્ર અને રોકડ રકમ અપાય છે. તમામ બાળકોને સ્કૂલનું ભણતર પૂરું થાય ત્યાં સુધી આર્થિક સહાય પણ આપવામાં આવે છે.
ગણતંત્ર દિવસની પરેડ ક્યાંથી શરૂ થાય છે?
ગણતંત્ર દિવસની પરેડ રાષ્ટ્રપતિ ભવનથી શરૂ થાય છે અને ઇંડિયા ગેટ પર ખતમ થાય છે.
પ્રથમ ગણતંત્ર દિવસે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા?
પ્રથમ ગણતંત્ર દિવસે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ભારતના રાષ્ટ્રપતિ હતા. સંવિધાન લાગુ થયા બાદ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે વર્તમાન સંસદ ભવનના દરબાર હૉલમાં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા અને ત્યાર બાદ પાંચ માઇલ લાંબી પરેડના સમારોહ બાદ ઇરવિન સ્ટેડિયમમાં તેમણે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો.
ભારતીય સંવિધાન કેટલા દિવસમાં તૈયાર કરાયું હતું?
બંધારણ સભાએ લગભગ ત્રણ વર્ષ (2 વર્ષ, 11 મહિના અને 17 દિવસ)માં ભારતનું બંધારણ તૈયાર કર્યું હતું. આ સમયગાળા દરમિયાન, 165 દિવસોમાં 11 સત્ર આયોજિત કરાયા હતા.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












