સુશ્રી દિવ્યદર્શિની પ્રધાન : મહિલા ક્રિકેટમાં સ્પિનનાં 'જાદુગર'

સામાન્ય રીતે ઓડિશાની ગણતરી દેશના 'ક્રિકેટ પાવરહાઉસ' રાજ્ય તરીકે નથી થતી. છતાં દેશના પૂર્વ રાજ્યમાંથી મહિલા ક્રિકેટમાં એક સ્ટારનો ઉદય થયો છે, આ ખેલાડી એટલે સુશ્રી દિવ્યદર્શિની પ્રધાન.
તેમણે દૃઢતા અને સખત મહેનત દ્વારા વિપરીત સંજોગો અને સાધનોના અભાવની વચ્ચે ક્રિકેટમાં આગવું નામ ઊભું કર્યું છે. રાઇટ-આર્મ ઑફ-સ્પિન બૉલર પ્રધાન ઓડિશાની સ્ટેટ ટીમમાં રમે છે.
તેમણે ડૉમેસ્ટિક ક્રિકેટની 'ચૅલેન્જર્સ ટ્રૉફી વુમન્સ અંડર-23'માં ઇન્ડિયા ગ્રીન ટીમનું નેતૃત્વ કર્યું હતું અને પોતાની ટીમને ફાઇનલ્સ સુધી દોરી ગયા હતા.
પ્રધાન વર્ષ 2020માં યુ.એ.ઈ. ખાતે મહિલાઓની ટી-20 ચૅલેન્જમાં 'વેલૉસિટી ક્રિકેટ ટીમ' વતી વરિષ્ઠ મહિલા ખેલાડી મિતાલી રાજના નેતૃત્વમાં મેદાન પર ઊતર્યાં હતાં. આ ટુર્નામેન્ટનું આયોજન બોર્ડ ઑફ કંટ્રોલ ક્રિકેટ ઇન ઇન્ડિયા (બી.સી.સી.આઈ.) દ્વારા કરવામાં આવ્યું હતું.

સામાન્ય સ્થિતિમાં અસામાન્ય શરૂઆત
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કોઈ સામાન્ય છોકરીની જેમ પ્રધાને માત્ર સાત વર્ષની ઉંમરે પાડોશના છોકરાઓ સાથે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.
એ સમયે તેમણે કલ્પના પણ નહોતી કરી ક્રિકેટ તેમનું ઝનૂન બની જશે અને તેને કૅરિયર બનાવશે. તેઓ ભારતીય મહિલા ક્રિકેટના અસ્તિત્વ અંગે વાકેફ ન હતા કે છોકરીઓ ક્રિકેટને વ્યાવસાયિક રીતે રમી શકે તે વાતની કલ્પના પણ નહોતી કરી.
પિતાએ તેમને ક્રિકેટના બદલે ઍથ્લેટિક્સ કે અન્ય કોઈ ખેલને પસંદ કરવા સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પ્રધાને નિર્ધાર કરી લીધો હતો અને તેઓ પ્રૅક્ટિસ કરવાં લાગ્યાં.
તેઓ સ્થાનિકસ્તરે 'જાગૃતિ ક્રિકેટ ક્લબ'માં જોડાયાં અને કોચ ખિરોડ બેહરા પાસેથી તાલીમ હાંસલ કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રધાનના કહેવા પ્રમાણે, ક્રિકેટ ખર્ચાળ રમત હોવાને કારણે કૅરિયરની શરૂઆતમાં તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
બીજું કે ક્રિકેટ કલ્ચર કે માળખાકીય સુવિધા જેવી બાબતોમાં ઓડિશા રાજ્ય મહારાષ્ટ્ર કે કર્ણાટક જેટલું સજ્જ નથી.
જ્યારે પરિવારજનોએ જોયું કે પ્રધાન તેમની રમત પ્રત્યે ગંભીર છે, એટલે તેમણે ક્રિકેટને ગંભીરતાથી લેવાનું શરૂ કરી દીધું અને પરિવારજનો પણ તેમનું સમર્થન કરવા લાગ્યા.
વર્ષ 2012માં તેમણે ઇસ્ટ ઝૉનની અંડર-19 વુમન ક્રિકેટ ટીમમાં સ્થાન હાંસલ કર્યું. તેઓ ઓડિશા રાજ્યની મહિલા ક્રિકેટ ટીમ વતી રમે છે તથા અંડર-23 ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજ્યનું નેતૃત્વ પણ કરે છે.

બહાર આવ્યાં, આગળ આવ્યાં

પ્રધાનની કૅરિયરમાં મોટો વળાંક 2019માં આવ્યો. તેમને મહિલાઓની અંડર-23 ચૅલેન્જર્સ ટ્રૉફી ટુર્નામેન્ટમાં ઇન્ડિયા ગ્રીન ટીમનું નેતૃત્વ કરવાની તક ઝડપી.
તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનની મદદથી ટીમ ટુર્નામેન્ટની ફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહી, પરંતુ 'ઇન્ડિયા બ્લૂ'ની સામે હારી ગયા.
ત્યારબાદ તેઓ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એ.સી.સી.)ની વુમન્સ ઇમર્જિંગ એશિયા કપ 2019 માટે પસંદ થયાં, જેમાં ભારતનો વિજય થયો. તેમણે સૌથી વધુ વિકેટ લીધી હતી.
વર્ષ 2020માં યુ.એ.ઈ. ખાતે આયોજિત મહિલાઓની ટી-20 ટુર્નામેન્ટ માટે તેમને 'વેલૉસિટી ટીમ' વતી રમવાની તક મળી. એ ટુર્નામેન્ટમાં પ્રધાન કે તેમની ટીમ ખાસ પ્રદર્શન કરી શક્યાં નહીં અને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયાં.
પ્રધાનના કહેવા પ્રમાણે, ટોચની મહિલા ખેલાડીઓ સાથે અને સામે રમવાનો તેમનો અનુભવ યાદગાર રહ્યો અને તેનાથી ઘણો લાભ થયો.
પ્રધાન ભારતની મહિલા ક્રિકેટ ટીમમાં પ્રવેશ મેળવીને નવું સીમાચિહ્ન પાર કરવા માગે છે. તેઓ દેશ માટે ક્રિકેટ વર્લ્ડકપ જીતવા માગે છે.
પ્રધાને ઊંચો લક્ષ્યાંક સેવ્યો છે, પરંતુ નાણાકીય અસુરક્ષાનો મૂળભૂત મુદ્દો હજુ પણ તેમના માનસ પર છવાયેલો છે.
પ્રધાનનું માનવું છે કે દેશની પ્રતિભાવંત મહિલા ખેલાડીઓ આગળ આવે અને તેમને નાણાકીય બાબતોની ચિંતા ન રહે તે માટે રાજ્ય સરકારો તથા કેન્દ્રે જરૂરી પગલાં લેવાં જોઈએ.
જેમ કે, રેલવેના પૂર્વ ઝોને ઓડિશા જેવા પૂર્વીય રાજ્યોની મહિલા ખેલાડીઓને વધુ પ્રમાણમાં નોકરીઓ આપવી જોઈએ, જેથી કરીને તેઓ આર્થિક બાબતો કે આજીવિકાની ચિંતા વગર માત્ર રમત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે.
(બીબીસીએ સુશ્રી દિવ્યદર્શિની પ્રધાનને મોકલેલી પ્રશ્નાવલિના જવાબોના આધારે આ પ્રોફાઇલ તૈયાર કરવામાં આવી છે.)


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












