You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નિધિ રાજદાન : હાવર્ડ યુનિવર્સિટીને નામે છેતરપિંડીનો ભોગ બન્યાનો જાણીતાં પત્રકારનો દાવો
એનડીટીવીનાં જાણીતાં પત્રકાર નિધિ રાજદાન સાથે હાવર્ડ યુનિવર્સિટીમાં નોકરીને નામે છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે.
નિધિ રાજદાને પોતે સોશિયલ મીડિયામાં તે અંગે જાણકારી આપી છે.
આ કેસમાં નિધિ રાજદાનને ઑનલાઇન હાવર્ડ યુનિવર્સિટીમાં ઍસોસિયેટ પ્રોફેસરની નોકરીની ઓફર કરવામાં આવી હતી.
એમણે ટ્વિટમાં લખ્યું કે, "હું એક ખૂબ મોટાં ફિશિંગ હુમલાનો શિકાર થઈ છું."
એમણે પોતાનાં નિવેદનને ટ્વિટ કરતાં કહ્યું કે, આ મામલે હવે હું સોશિયલ મીડિયામાં કંઈ નહીં કહું.
નિધિ રાજદાને 21 વર્ષ એનડીટીવીમાં કામ કર્યું અને આ કથિત નવી નોકરીની ઓફર બાદ તેમણે જૂન 2020માં રાજીનામું આપી દીધું હતું.
નિધિ રાજદાને પોતાનાં નિવેદનમાં કહ્યું કે, એમને પહેલાં સપ્ટેમ્બર 2020થી એમની નોકરી શરૂ થશે એમ કહેવામાં આવ્યું હતું. પછી, કોરોના મહામારીને કારણે એમની નોકરી જાન્યુઆરી 2021થી શરૂ થશે એમ કહેવામાં આવ્યું.
નિધિ રાજદાનનો દાવો છે કે આ પછી જે કહેવામાં આવી રહ્યું હતું એમાં અનેક વહીવટી વિસંગતિઓ એમનાં ધ્યાને આવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમણે લખ્યુંકે, "પહેલાંતો મેં આ વિસંગતિઓ પર મહામારીને કારણે અપનાવવામાં આવેલા માપદંડો ગણીને ધ્યાન ન આપ્યું પરંતુ તાજેતરમાં મને એમાં જરા વધારે ગરબડ નજર આવી. આ પછી મે હાવર્ડ યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓનો આ બાબતે સંપર્ક કર્યો. મને જે હાર્વડમાંથી મોકલવામાં આવેલી લાગતી હતી તે તમામ માહિતીઓ મેં એમની સાથે શૅર કરી."
એમણે લખ્યું કે, " યુનિવર્સિટીની તરફથી મળેલી જાણકારીને આધારે મને એ ખબર પડી કે હું એક વ્યવસ્થિત રીતે ફિશિંગ હુમલાનો શિકાર થઈ છું. ખરેખર તો મને હાવર્ડ યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં ઍસોસિયેટ પ્રોફેસરની નોકરીની કોઈ ઓફર થઈ જ નથી. હુમલાખોરોએ મારો વ્યક્તિગત ડેટા, કમ્યુનિકેશન ડિવાઇક અને સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી મેળવેલી માહિતીઓનો ફિશિંગ હુમલામાં ઉપયોગ કર્યો હતો."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો