હાથરસ કેસ : ચાર આરોપી સામે ગૅંગરેપ-હત્યાની કલમો સાથે CBIની ચાર્જશીટ

ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી સાથે દુષ્કર્મની ઘટના મામલે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને 4 આરોપીઓ સામે સામૂહિક બળાત્કાર, હત્યા અને એસટી, એસસી ઍટ્રોસિટી ઍક્ટ સહિતની કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અને પીટીઆઈએ પ્રકાશિત કરેલા રિપોર્ટ અનુસાર હાથરસ કેસ મામલે 4 આરોપીઓ, સંદીપ, લવકુશ, રવિ અને રામુ સામે સામૂહિક બળાત્કાર સહિતની કલમો સાથે ચાર્જશીટ દાખલ થઈ છે.
સીબીઆઈએ કહ્યું કે ચારે આરોપીઓનો ગુજરાતની ફૉરેન્સિક લૅબમાં અલગ-અલગ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1

X કન્ટેન્ટ પૂર્ણ, 2
પત્રકાર અરવિંદ ગુનસેકરે ટ્વીટ કર્યું કે સીબીઆઈએ ચાર્જશીટમાં સામૂહિક બળાત્કાર અને હત્યાની કલમો લગાવી છે. ઉત્તર પ્રદેશમાં વિશેષ અદાલતમાં કાર્યવાહી ચાલી રહી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
અત્રે નોંધવું કે કેટલાક મહિના પૂર્વે દલિત યુવતી સાથે દુષ્કર્મની ઘટનાનો મામલો સામે આવ્યો હતો. અને 29મી સપ્ટેમ્બરે યુવતીએ દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં સારવાર વેળા દમ તોડ્યો હતો.
અને 30મી સપ્ટેમ્બરે પીડિતાના તેમના ઘર પાસે જ રાત્રે અંતિમસંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
આ સમગ્ર ઘટનાને લીધે સમગ્ર દેશમાં જનતામાં રોષ જોવા મળ્યો હતો. ઉત્તર પ્રદેશ સરકારે પહેલા કેસની તપાસ માટે એસાઈટીની રચના કરી હતી.
પરંતુ પછી કેસ મામલે રાજકારણ પણ ગરમાયું અને મામલો અત્યંત વિવાદિત બની જતા યોગી સરકારે સીબીઆઈ તપાસ માટે કેન્દ્રને ભલામણ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્તરપ્રદેશના હાથરસમાં બળાત્કાર અને હત્યા મામલે દેશભરમાં વિરોધ પણ થયો હતો. અને મહિલા સુરક્ષા મુદ્દે ફરીથી એક વખત નવી ચર્ચા છેડાઈ હતી.
વળી અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે અગાઉ યુપી પોલીસે એવો આરોપ પણ લગાવ્યો હતો કે રાજ્યમાં જાતીય અને સાંપ્રદાયિક હિંસા ભડકાવવા અને મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને બદનામ કરવા માટે એક આંતરરાષ્ટ્રીય કાવતરું રચવામાં આવ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images
હાથરસ મામલે કથિત આંતરરાષ્ટ્રીય ષડયંત્રના સંબંધમાં ઉત્તરપ્રદેશ પોલીસે રાજ્યભરમાં ઓછામાં ઓછી 19 એફઆઈઆર નોંધી હતી અને મુખ્ય એફઆઈઆરમાં અંદાજે 400 લોકો સામે રાજદ્રોહ, ષડયંત્ર, રાજ્યમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ અને ધાર્મિક નફરતને વધારવા જેવા આરોપ લગાવ્યા હતાં.
તો અહેવાલ અનુસાર વળી પીડિત પરિવારના સભ્યએ પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે 'પોલીસ કૉલ ડિટેઇલના આધારે અમારી સામે કાવતરું ઘડી રહી છે.'
તેમણે કહ્યું હતું કે,"અમે ગરીબ છીએ માટે અમારી સામે ઉત્તર પ્રદેશ પોલીસ ખોટા આરોપ લગાવી રહી છે. પજવણીનો અંત આવતો નથી. તેમની પાસે પુરાવા હોવા જોઈએ. મારે કૉલ રેકૉર્ડિંગ્સ સાંભળવાં છે."
હાલ આ કેસની તપાસ ચાલુ છે અને વિશેષ કોર્ટમાં કાર્યવાહી પણ.

ઇમેજ સ્રોત, MohFW, GoI

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો