You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
MDH : ટાંગો ચલાવતા મહાશય ધર્મપાલ ગુલાટી મસાલાના શહેનશાહ કેવી રીતે બન્યા?
'મસાલા કિંગ' તરીકે જાણીતા એમડીએચ મસાલા કંપનીના ચૅરમૅન મહાશય ધર્મપાલ ગુલાટી ત્રીજી ડિસેમ્બર 2020ના રોજ 98 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા.
ભારતમાં એમડીએચ માસાલાની જાહેરાત અને તેના ડબ્બા પર તેમની તસવીરના કારણે તેમને ઘણી ઓળખ મળી હતી.
એક સામાન્ય વેપારી તરીકે ધંધો શરૂ કરીને તેમણએ એમડીએચ મસાલા કંપનીના વેપારને આખા ભારતમાં ફેલાવ્યો હતો.
વેપાર અને વાણિજ્યમાં પ્રદાનને કારણે વર્ષ 2019માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
એમડીએચ મસાલા કંપનીનું નામ તેમના પિતાના વેપાર પર આધારિત છે.
તેમના પિતા 'મહશિયાન દી હટ્ટી'ના નામે મસાલાનો વેપાર કરતા હતા. જોકે લોકો તેમને 'દેગી મિર્ચ વાલા'ના નામથી ઓળખતા હતા.
દિલ્હીમાં વાવને બાવલી કહેવામાં આવે છે. દિલ્હીમાં હાલ પણ અગ્રસેનની બાવલી અને ફિરોઝ શાહ કોટલા બાવલી જાણીતી જગ્યાઓ છે.
એક સમયે અહીં ખારી બાવલ હતી. જે મસાલાઓ માટેની જાણીતી જગ્યા હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દેશમાં બનતા તમામ પ્રકારના મસાલા અહીં મળતા હતા. અનેક પેઢીઓ અહીં મસાલા વેચતી હતી. આ બધામાં એક મસાલાનો વેપારી અલગ હતો.
તેમનો જન્મ 27 માર્ચ 1923માં સિયાલકોટમાં મહાશય ચુન્નીલાલ ગુલાટી અને ચન્નન દેવીના ઘરે થયો હતો, સિયાલકોટ હવે પાકિસ્તાનમાં છે.
બીબીસી મરાઠી સર્વિસના ઓમકાર લખે છે કે તેઓ પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમના શિક્ષક તેમની પર ગુસ્સે થયા અને શાળા છોડી દેવા માટે કહ્યું, તેથી તેઓ પરીક્ષા આપી ન શક્યા.
ઘોડાગાડીથી કરી શરૂઆત
વર્ષે 1933માં તેમણે શાળા છોડી દીધી અને પિતાની મદદથી નવો વેપાર શરૂ કરવાના પ્રયત્નો કરવા લાગ્યા.
તેઓ આત્મકથામાં લખે છે કે તેમણે 'પોણા પાંચ ધોરણ સુધી' અભ્યાસ કર્યો છે.
પિતાની મદદથી અરીસાની દુકાન ખોલી, પછી સાબુ અને પછી ચોખાનો વેપાર કર્યો. આ બધા વેપારમાં મન ન લાગતાં તેઓ પિતાના મસાલાના વેપારમાં તેમની મદદ કરવા લાગ્યા.
તેમના પિતાએ ઘરમાં ઉઘાડેલા મસાલાઓને ઘણાં વર્ષો સુધી વેચ્યા હતા. ત્યારબાદ આ છોકરાએ મુલ્તાન, કરાચી, રાવલપિંડી, પેશાવર જઈને વેચવાનું શરૂ કર્યું, તેઓ રોજના 500થી 800 રૂપિયા કમાતા હતા.
ભાગલા પછી 27 સપ્ટેમ્બર, 1947માં તેમનો પરિવાર ભારત આવ્યો. ભારત આવ્યા પછી તેમને ગરીબીએ ખૂબ જ પરેશાન કર્યા હતા.
તેઓ ભારત માત્ર 1500 રૂપિયા લઈને આવ્યા હતા. એ પૈસામાંથી તેમણે એક ઘોડાગાડી ખરીદી અને નવી દિલ્હી રેલવેસ્ટેશનથી કુતુબ રોડ સુધી અને કરોલ બાગથી બાડા હિંદુ રાવ સુધી ઘોડાગાડી ચલાવતા હતા.
થોડા વખતમાં કરોલ બાગમાં 'મહાશિયાન દી હટ્ટી'નામથી ફરી મસાલાની દુકાન શરૂ કરી. તેઓ સૂક્કા મસાલા ખરીદે તેને પીસીને વેચતા હતા.
આજે આ વેપાર દેશ-વિદેશમાં ફેલાયેલો છે. 93 વર્ષ જૂની આ કંપની હવે ભારતની સાથે-સાથે યુરોપ, જાપાન, અમેરિકા, કૅનેડા અને સાઉદી અરબમાં મસાલા વેચે છે.
કંપનીનો વેપાર 1500 કરોડ રૂપિયાથી વધારે છે, તેમણે પોતાની માતા ચન્નન દેવીના નામે દિલ્હીમાં સ્પેશિયાલિટી હૉસ્પિટલ બનાવી છે.
તેમની આત્મકથાનું નામ 'તાંગેવાલા કૈસે બના મસાલો કા શહેનશાહ' છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો