ચિરાગ પાસવાન: નીતીશ કુમારને બિહારમાં હંફાવનારા બોલીવૂડ ઍક્ટર

ચિરાગ પાસવાન

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ઇમેજ કૅપ્શન, ચિરાગ પાસવાન
    • લેેખક, ટીમ બીબીસી ન્યૂઝ ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

વાત છે 3 નવેમ્બર, 2011ની. દિલ્હીમાં બિહારના વરિષ્ઠ નેતા રામવિલાસ પાસવાનના ઘરે એક પ્રેસ કૉન્ફરન્સ રાખવામાં આવી હતી. પ્રેસ-કૉન્ફરન્સ રાજકારણની ચર્ચા માટે ન હતી. પરંતુ રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગ પાસવાન ફિલ્મમાં ડેબ્યૂ કરવાના હતા તેની હતી. પરંતુ ચર્ચા થાય છે રાજકારણની જ.

એ વખતે જ્યારે ચિરાગ પાસવાનને પૂછવામાં આવ્યું કે તમે રાજકારણની જગ્યાએ બોલીવુડ કેમ પસંદ કર્યું, ત્યારે ચિરાગે કહ્યું, “રાજકારણ એવી વસ્તુ છે જે મારા લોહીમાં છે. રાજકારણથી ન હું દૂર હતો, ન છું અને ક્યારેય રહી શકતો નથી. પરંતુ હાલમાં મેં ફિલ્મોને પોતાનો વ્યવસાય તરીકે પસંદ કર્યો છે કારણ કે મારું બાળપણથી સપનું હતું કે મારી જાતને મોટા પડદાં પર જોઉં.”

ચિરાગ પાસવાને ફિલ્મ ‘મિલે ના મિલે’થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ચિરાગની સાથે તે ફિલ્મમાં કંગના રનૌત હતાં.

ટવિટર પર પોતાની જાતને યુવા બિહારી તરીકે પોતાને ઓળખાવતા ચિરાગ પાસવાન આજે બિહારની ચૂંટણીમાં ગૅમ ચેન્જર માનવામાં આવી રહ્યા છે.

બિહારની ચૂંટણી સામાન્ય રીતે એનડીએ અને મહાગઠબંધન એમ બે જૂથોની વચ્ચે લડાતી હતી. પરંતુ આ વખતે બિહારની ચૂંટણી ત્રણ જૂથો વચ્ચે લડાઈ રહી છે. જેનું મોટું કારણ ચિરાગ પાસવાન છે.

બિહારના વરિષ્ઠ નેતા અને છ વડા પ્રધાનની કૅબિનેટમાં મંત્રી બનેલાં રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગ પાસવાને નેશનલ ડેમૉક્રેટિક અલાયન્સ(એનડીએ) સાથેનો પોતાનો છેડો ફાડીને બિહારની ચૂંટણીમાં ઝંપલાવવાનું નક્કી કર્યું હતું. બિહારના બે તબક્કાની ચૂંટણી પૂર્ણ પણ થઈ ગઈ છે અને ત્રીજા તબક્કાની ચૂંટણી ચાલી રહી છે.

એનડીએના સમર્થક અને ખાસ કરીને જનતા દળ યુનાઇટેડના સમર્થકોનું કહેવું છે કે ચિરાગ પાસવાનના કારણે રાજકીય સમીકરણ પ્રભાવિત થઈ રહ્યું છે.

line

ચિરાગ પાસવાનનો ઉદય

ચિરાગ પાસવાન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ચિરાગ પાસવાન

વર્ષ 2009માં લોકસભાની ચૂંટણીમાં ચિરાગ પાસવાનના પિતા રામવિલાસ પાસવાન ખૂબ જ ખરાબ રીતે હાર્યા હતા. લોક જનશક્તિ પાર્ટીને એક પણ સીટ એ ચૂંટણીમાં ન મળી.

2010માં પણ લોક જનશક્તિ પાર્ટીને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 3 સીટ મળી હતી. આ હારમાંથી બહાર આવવા માટે પાર્ટી સંઘર્ષ કરી રહી હતી.

2014ની લોકસભાની ચૂંટણી પહેલાં ચિરાગ પાસવાન રાજકારણમાં સક્રિય થયા અને તેમને લોક જનશક્તિ પાર્ટીના સંસદીય બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. ચિરાગ પાસવાને પાર્ટીના સંગઠનને ફરીથી ઊભું કર્યું અને લોકસભાની ચૂંટણીમાં બે સીટ પર જીત મેળવી હતી.

તેઓ 32 વર્ષની ઉંમરે 2014ની લોકસભાની ચૂંટણીમાં જુમઈની સીટ પરથી 85,947 મતથી વિજેતા બન્યા હતા. જ્યારે 2019માં દોઢ લાખ મતથી વિજેતા બન્યા હતા.

રામવિલાસ પાસવાને 2002ના ગુજરાતના રમખાણો પછી ભાજપ સાથેનું ગઠબંધનને તોડી નાખ્યું હતું. 2014ની ચૂંટણી પહેલાં રામવિલાસ પાસવાનને આ ગઠબંધન જોડાવવા માટે ચિરાગે કન્વીન્સ કર્યા હતા. જેના કારણે બિહારમાં પાર્ટીની છબિ સુધરી હતી.

લોક જનશક્તિ પાર્ટીને 2015માં યોજાયેલી બિહારની ચૂંટણીમાં માત્ર 2 સીટ મળી હતી. પરંતુ 4 ટકા મત મળ્યા હતા.

લોક જનશક્તિ પાર્ટીએ 2019ની લોકસભાની ચૂંટણીમાં બિહારમાં સારું પ્રદર્શન કર્યું અને 6 સીટ મેળવી હતી. જ્યારે 7.86 ટકાનો તેમનો વોટ શેર રહ્યો હતો.

line

ચિરાગ મૂળે ઇજનેર છે

લોક જનશક્તિની પાર્ટીની વેબસાઇટ પ્રમાણે ચિરાગ પાસવાનનો જન્મ 31 ઑક્ટોબર, 1982માં થયો હતો. તેમનું શાળાકીય શિક્ષણ વાયુસેનાની સ્કૂલ ઍરફોર્સ જ્યુબિલીમાં મેળવ્યું.

શાળાના દિવસોમાં તેમને યુનિસેફ દ્વારા આયોજિત ઑલ ઇન્ડિયા ટેલેન્ટશિપ સ્પર્ધામાં ભાગ લીધો અને આખા દેશમાં સાતમાં ક્રમે આવતા તેમને નાની ઉંમરમાં દુનિયા ફરવાની તક મળી. તેમને વડા પ્રધાન દ્વારા સન્માનવામાં આવ્યા હતા.

સ્કૂલના શિક્ષણ પછી ચિરાગ કમ્પ્યુટર ઇજનેર બન્યા આ દિવસોમાં તેમને નાટકમાં રસ પડ્યો અને મુંબઈમાં તેમણે બોલીવૂડની એક ફિલ્મ ‘મિલે ના મિલે હમ’માં કામ પણ કર્યું. અમિતાભ બચ્ચન તેમના પ્રેરણાસ્ત્રોત છે.

તેમણે પોતાની પહેલી ફિલ્મની પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું, “બોલીવૂડમાં મારા જેવા નવા ઍક્ટર માટે અમિતાભ બચ્ચનથી વધારે પ્રેરણાદાયક બીજું કોઈ હોઈ ન શકે. તેઓ પોતે એક સંસ્થા છે. તમે તેમનાથી તમામ વસ્તુ શીખી શકો છો, એ પછી તેમને ઍન્ગ્રી યંગ મૅન લૂક હોય અથવા તેમની કૉમિક ટાઇમિંગ અથવા તેમનો ડાયલોગ બોલવાનો અંદાજ.”

ચિરાગે પોતાના ફિલ્મી કરિયર વિશે કહ્યું હતું, “હું અહીં પગ જમાવવા માટે આવ્યો છું, અહીં બની રહેવા માટે મારો સંઘર્ષ ચાલુ રહેશે. અને તમે જો દિલથી પ્રયત્ન કરો છો તો કામિયાબ થાવ છો.”

જોકે પોતાના લોહીમાં રાજકારણ હોવાની વાત પણ ચિરાગ પાસવાને ત્યારે કરી હતી અને 2020ની બિહારની ચૂંટણીમાં એ વાત પ્રચાર પૂરતી તો સાબિત થઈ જ ચૂકી છે.

line

નીતીશ કુમાર માટે ખતરો?

ચિરાગ પાસવાન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ચિરાગ પાસવાન

ચિરાગ પાસવાને ચૂંટણીમાં નીતીશ કુમારની સીટ ઘટે તે માટે ફોક્સ કર્યું છે. તેમની વાતો પરથી લાગી રહ્યું છે કે રણનૈતિક રીતે ઓછું અને ભાવનાત્મક રીતે વધારે લડી રહ્યા છે. તેમની આ લડાઈના કારણે ત્રણ મહિના પહેલાં જોવા મળતી ભાજપ અને જેડીયુના ગઠબંધનની જીત સરળ દેખાતી નથી.

એવામાં સવાલ થાય કે ચિરાગ પાસવાન નીતીશ કુમાર માટે કેવી રીતે બન્યા ખતરાનો ઘંટ .

પિતા રામવિલાસ પાસવાન કેન્દ્રના રાજકારણમાં વ્યસ્ત રહેવાના કારણે તે બિહાર પર એ પ્રકારે ફોક્સ કરી શક્યા ન હતા. તેમણે આની જવાબદારી ચિરાગ પાસવાનને સોંપી હતી.

બિહારના રાજકારણને ગંભીરતાથી લઈને નવેમ્બર, 2019માં લોક જનશક્તિ પાર્ટીએ એક સર્વે કરાવ્યો.

સર્વેની સૅમ્પલ સાઇઝ માત્ર 10 હજાર હતી પરંતુ તેનાથી ચિરાગની ટીમને આઇડિયા મળ્યો કે બિહારની જનતા શું ઇચ્છે છે. આ સર્વેમાં સામેલ 70 ટકા લોકો નીતીશ કુમારથી નારાજ હતા.

આ સર્વે પછી ચિરાગને એ ખ્યાલ આવ્યો કે બિહારના રાજકારણમાં સ્પેસ છે અને જેને ભરવા માટે પ્રયત્ન કરવા જોઈએ અને તેમણે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને સંદેશ પહોંચાડ્યો કે બિહારમાં નીતીશ કુમારની સામે ભારે નારાજગી છે.

એનડીએમાં રહીને નીતીશ કુમારની સામેના આક્રોશને કાઉન્ટર કરવા માટે સવાલ પૂછવા જોઈએ.

ફેબ્રુઆરી આવતા-આવતા તેમણે બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટનો કૉન્સેપ્ટ તૈયાર કર્યો. જેમાં બિહારના સામાન્ય લોકોની વાત અને તેની અનેક બાબતો સામેલ કરવામાં આવી.

line

નીતીશ કુમાર અને પાસવાન વચ્ચે લડાઈ

નીતીશ કુમાર

ઇમેજ સ્રોત, Getty Images

લૉકડાઉન દરમિયાન બિહારમાં નીતીશ કુમારની પદ્ધતિની આકરી ટીકા થઈ અને તેના વિરુદ્ધમાં નારાજગી પણ વધી.

એક બીજી વાત એ થઈ કે કેન્દ્ર સરકારના પુરવઠા મંત્રી રહેલાં રામવિલાસ પાસવાન અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર વચ્ચે લૉકડાઉનમાં અનાજ વિતરણને લઈને અસહમતી ઊભી થઈ.

ઑગસ્ટ, 2020માં એક ઇન્ટરવ્યૂમાં ચિરાગ પાસવાનને પુછવામાં આવ્યું કે આગામી મુખ્ય મંત્રી કોણ હશે તો તેમણે કહ્યું ભાજપ જેને બનાવશે. તે તેમની સાથે હશે.

ચિરાગ પોતાની પાર્ટીના વિસ્તારની મહાત્વાકાંક્ષા રાખે છે અને તેમને થયું કે ગઠબંધનમાંથી અલગ થશે તો તે કાંઈ ગુમાવશે નહીં. છેલ્લે બિહારમાં 2015ની ચૂંટણીમાં બે ધારાસભ્ય જ જીત્યા હતા.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

line

બિહારમાં માત્ર 48 કલાકમાં ઉમેદવારના નામ નક્કી કર્યા

બિહાર ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએમાં સીટોના ભાગલા પાડવાની ચર્ચા વચ્ચે ચિરાગ પાસવાને ત્રણ ઑક્ટોબરે એકલા ચૂંટણી લડવાનું એલાન કર્યું.

ભાજપના શીર્ષ નેતૃત્વએ તેમને એકલા ચૂંટણી લડવાથી રોક્યા નહીં. તે સતત ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે બની રહેવાની વાત કરે છે.

બિહારના પહેલાં ચરણની ચૂંટણી માટે ઉમેદવારના ફોર્મ ભરવાની તારીખ 12 ઑક્ટોબર હતી, આઠ ઑક્ટોબરે રામવિલાસ પાસવાનનું અવસાન થયું, 9 તારીખે તેમના અંતિમ સંસ્કાર કર્યા પછી ચિરાગે છેલ્લાં 48 કલાકમાં ઉમેદવારોને ફાઇનલ કર્યા. તે દુ:ખના સમયમાં પણ રણનૈતિક રીતે ડગ્યા નહીં.

line

ચિરાગ પાસવાનને એકલા લડવાથી થયેલો ફાયદો

ચિરાગ પાસવાન

ઇમેજ સ્રોત, PARWAZ KHAN/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

બિહારમાં ચિરાગ પાસવાનની પોપ્યુલારિટી વધી રહી છે. જો તેઓ આ ચૂંટણીમાં 5થી 20 સીટ લઈ આવે છે તો તેમના વિના કોઈ સરકાર નહીં બનાવી શકે એમ હાલ માનવામાં આવી રહ્યું છે.

પ્રચારમાં બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટની વાત કરીને યુવાનોની વચ્ચે પોતાનું સ્થાન બનાવવામાં તેઓ કામિયાબ રહ્યા છે, આ જ કારણે તેમની સભામાં લોકોની મોટી હાજરી જોવા મળી. અલબત્ત, લોકોની આ હાજરી દરેક વખતે મતમાં નથી પરિવર્તિત થતી એ પણ રાજકારણમાં જાણીતી વાત છે.

ચિરાગે એક જ વખતમાં 143 વિધાનસભાની સીટ પર પાર્ટીનું સંગઠન અને ઉમેદવાર ઊભા કર્યા. હવે તેમની નજર વિધાનસભા સીટ અને મતની ટકાવારી વધારવાની છે. આમાં તે સફળ થતા દેખાય છે.

ચિરાગ જે પ્રકારની રણનીતિથી મેદાનમાં ઉતર્યા છે તેને જોઈને લાગે છે કે આનાથી ભાજપને ફાયદો થશે પરંતુ જેડીયુને નુકસાન થવાનું નક્કી છે.

2020ની ચૂંટણીમાં નીતીશ કુમારને પરેશાન કરશે?

બિહારમાં પહેલા ચરણનું મતદાન પૂર્ણ થયા પછી ચિરાગ પાસવાન ખૂબ જ ઉત્સાહિત હતા, તે એ વાતથી ખુશ હતા કે તેમના પિતા જ્યાં હશે ત્યાંથી તેમને જોઈને ખૂબ ખુશ થતા હશે.

બિહાર ચૂંટણીના પહેલાં તબક્કામાં જે 71 સીટ પર ચૂંટણી યોજાઈ હતી, ત્યાંથી મળેલા ફીડબેક પ્રમાણે ચિરાગ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવારોએ નીતીશની પાર્ટી જનતા દળ યુનાઇટેડના નેતાઓની ઉંઘ ઉડાડી દીધી છે. જનતા દળ યુનાઇટેડ આ 71 સીટમાંથી 35 સીટ પર ચૂંટણી લડી રહી હતી.

આ 35 સીટ પર ઉભેલાં લોજપાના ઉમેદવારના આધારે ચિરાગ પાસવાને દાવો કર્યો હતો કે નીતીશ કુમાર કોઈપણ સ્થિતિમાં 10 નવેમ્બરે બિહારના મુખ્ય મંત્રી નહીં બને, જોકે એમ પણ દાવો કર્યો કે એલજેપી-ભાજપની સાથે મળીને સરકાર બનાવવાની સ્થિતિમાં છે.

જોકે જનતા દળ યુનાઇટેડના પ્રવક્તા પ્રગતિ મહેતા કહે છે, “ચિરાગ પાસવાનના દાવાઓની હકીકત 10 નવેમ્બરે સામે આવશે. કારણ કે બિહારમાં નીતીશ કુમારથી મોટો કોઈ ચહેરો તેમનો નથી અને લોકોનો ભરોસો તેમની ઉપર બનેલો છે.”

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો