ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલનું નિધન

ગુજરાત પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલનું અમદાવાદમાં નિધન થયું છે. શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને શહેરની સ્ટર્લિંગ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 92 વર્ષના હતા.

કેશુભાઈના નિધન પર મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ શોક વ્યક્ત કર્યો છે. ગુજરાત ભાજપના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પર તેમનો શોકસંદેશ ટ્વીટ કરવામાં આવ્યો છે.

જેમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું, "જેમણે ગુજરાતમાં જનસંઘથી ભાજપનું આ વટવૃક્ષ ઊભું કર્યું, જેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રના કામ માટે ન્યોછાવર કર્યું, જેમણે એક ખેડૂતપુત્ર તરીકે ખેડૂતો માટે ખૂબ જ મોટું કામ કર્યું હતું તેવા આપણા વડીલ આદરણીય કેશુભાઈ પટેલનું આજે દુઃખદ અવસાન થયું છે."

"આપણા બધા માટે ખૂબ જ દુઃખની લાગણી છે. ગુજરાતને મોટી ખોટ પડી છે. ભારતીય જનતા પાર્ટીને મોટી ખોટ પડી છે. પ્રભુ તેમના આત્માને સદગતિ આપે તેવી હું પ્રભુને પ્રાર્થના કરું છું."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો