કોરોનાની સારવાર માટે ડૉક્ટરોને પોલીસના નામે ગુજરાતમાં ધમકાવાઈ રહ્યા છે?

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/Getty
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
“એક બાજુ કોરોના વૉરિયર તરીકે સન્માનિત કરવાના દેખાડા કરાય છે અને બીજી તરફ તંત્રની અસંવેદનશીલતાની પરાકાષ્ઠા જોઈને મન રડી પડે છે.” આ શબ્દો છે ગીર-સોમનાથ જિલ્લામાં ખાનગી હૉસ્પિટલ ચલાવતાં એક 45 વર્ષીય ડૉક્ટરના.
નામ જાહેર ન કરવાની શરતે તેમણે બીબીસી ગુજરાતી સાથે સ્થાનિક તંત્ર દ્વારા કરાઈ રહેલી પરેશાની વિશે વાત કરી હતી.
“મને ગીર-સોમનાથ જિલ્લાની વેરાવળ સિવિલ હૉસ્પિટલમાં અમુક દિવસ પહેલાં સાત દિવસ સુધી કોવિડ-19 ICU વૉર્ડમાં ફરજ બજાવવાનું સ્થાનિક તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું."
"મને છેલ્લા કેટલાક સમયથી કલેસ્ટેરૉલની તકલીફ રહેતી હોવાથી મેં આ સેવામાંથી મુક્તિ માગી હતી. પરંતુ કલેક્ટર સાહેબની ઑફિસમાંથી અને સિવિલ હૉસ્પિટલમાંથી કોઈ પણ ભોગે ફરજ બજાવવી જ પડશે તેવાં સૂચનો અપાતાં હતાં, હું આશ્ચર્યચકિત થઈ ગયો.”
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
તેઓ આગળ પોતાની આપવીતિ જણાવતાં કહે છે, “મેં જણાવ્યું કે આ પરિસ્થિતિમાં PPE કિટ પહેરવાને કારણે મને શ્વાસ લેવામાં તકલીફ પડશે, મારી રજૂઆતો વાજબી હોવા છતાં મારું કોઈએ ન સાંભળ્યું.”
“હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે મને એવી ધમકીઓ મળવા લાગી કે જો હું ICU વૉર્ડમાં ફરજ નહીં બજાવું તો મારી હૉસ્પિટલ સીલ કરી દેવાશે. પોલીસ મારફતે કડક પગલાં લેવાશે. મારી સામે એપિડેમિક ઍક્ટ અંતર્ગત કામ ચલાવવાની વાત કરવામાં આવી. મને ધમકાવવાનો પ્રયત્ન કરાયો.”
એક બાજુ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોના મહામારીની કપરી પરિસ્થિતિમાં ફરજ બજાવનાર ડૉક્ટરોને કોરોના વૉરિયર ગણાવી તેમનો અનન્ય સન્માન કરાઈ રહ્યો છે.
ત્યારે બીજી તરફ ગુજરાતમાં કેટલાંક સ્થળોએ ડૉક્ટરો પર કોરોના વૉર્ડમાં ફરજ બજાવવાની વાતને લઈને ગેરવાજબી રીતે દબાણ કરાઈ રહ્યું હોવાની ફરિયાદ ઊઠી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શું હતો મામલો?

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/Getty
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (IMA)ના ગુજરાત ચૅપ્ટર દ્વારા ગુરુવારે રાજ્યના વિવિધ ભાગોમાં કોરોનાને લગતી કામગીરીમાં સામેલ કરવાની વાતને લઈને સ્થાનિક તંત્ર દ્વારા સામ-દામ- દંડ-ભેદની નીતિ અપનાવાઈ રહી હોવાની ફરિયાદ કરાઈ છે.
IMA, ગુજરાતના પ્રમુખ ડૉ. ચંદ્રેશ જરદોશે આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરી હતી.
તેઓ જણાવે છે કે, “પોતાના જીવને જોખમે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ સામે ઝઝૂમી રહેલા ડૉક્ટરો હાલ ગીર-સોમનાથ, ભુજ, ગાંધીધામ, ગોંડલ, જામનગર, બોટાદ, ગોધરા અને દાહોદમાં તંત્રના કડક, ગેરવાજબી અને અસંવેદનશીલ વલણનો સામનો કરી રહ્યા છે.”
આ તમામ વિસ્તારોમાં સ્થાનિક ડૉક્ટરોને પડી રહેલી મુશ્કેલી અંગે વાત કરતાં તેઓ આગળ જણાવે છે, “તંત્ર દ્વારા પહેલાં પોતાની ખાનગી હૉસ્પિટલો ચાલુ રાખી તેમાં કોરોનાની સારવાર આપવા માટે દબાણ કરાય છે."
"તો પછી ક્યારેક સરકારી હૉસ્પિટલોમાં પોતાની સેવાઓ આપવાનું કહેવામાં આવે છે. આમ, આ સમગ્ર પ્રક્રિયામાં ક્યાંય એકરૂપતા ન જળવાવાને કારણે ડૉક્ટરો મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા છે.”
“આટલું જ નહીં કોરોનાની પરિસ્થિતિમાં વાજબી કારણોસર ફરજ ન બજાવી શકનારા ડૉક્ટરોને પોલીસતંત્રની ધમકીઓ આપવામાં આવી રહી છે. આ બાબત સરકારને ધ્યાને લાવવા માટે અમે ગુજરાત સરકારને પત્ર લખ્યો છે.”
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તેઓ કહે છે, “પોતાની હૉસ્પિટલોમાં અડધી પથારી કોરોનાના દર્દીઓ માટે અનામત રાખવાની સાથે અન્ય હૉસ્પિટલોનું સંચાલન કરવાની જવાબદારી ડૉક્ટરોને શિરે આવી પડી છે."
"ડૉક્ટરો આ તમામ સેવાઓ આપી પણ રહ્યા છે, તેમ છતાં કેટલાંક સ્થળે સત્તાનો દુરુપયોગ કરી તંત્ર દ્વારા ડૉક્ટરોને દબાવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો હોવાની ફરિયાદો મળી રહી છે.”
તેઓ કહે છે કે “જો કોઈ ડૉક્ટરો વાજબી કારણો આગળ ધરીને કોરોનાની ફરજમાંથી મુક્તિ માગે છે તો તેમની આવી અરજી પણ ઘણી જગ્યાએ ગ્રાહ્ય રાખવામાં આવતી નથી."
"તેમને ગમે તે ભોગે, ગમે તે રીતે નક્કી કરાયેલા સમયપત્રક મુજબ પોતાની ફરજની જગ્યાએ હાજર રહેવાનું ફરમાવવામાં આવે છે. જો કોઈ ડૉક્ટર ફરજ ન બજાવી શકે તો તેની સામે એપિડેમિક ઍક્ટનો દંડો ઉગામવાની ધમકીઓ અપાઈ રહી છે. જેથી તબીબોમાં ભારે મૂંઝવણમાં મુકાયા છે.”

સરકારને રજૂઆત કરાઈ પણ પગલાં અંગે મૂંઝવણ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સ્થાનિક તંત્ર અને ડૉક્ટરો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને તેના કારણે ડૉક્ટરોને વેઠવી પડી રહેલી મુશ્કેલી અંગે IMA દ્વારા મુખ્ય મંત્રી, નાયબ મુખ્ય મંત્રી અને આરોગ્ય ખાતાના મુખ્ય સચિવને પત્ર લખી જાણ કરાઈ છે. પરંતુ IMA, ગુજરાતના પ્રમુખ ડૉ. ચંદ્રેશ જરદોશ 'આ રજૂઆતો બહેરા કાને પડશે અને તેના પર કોઈ પગલાં નહીં લેવાય' તેવી નિરાશા વ્યક્ત કરે છે.
તેઓ આ વિશે વાત કરતાં જણાવે છે, “અત્યાર સુધી કોવિડ-19ની કામગીરીમાં મૃત્યુ પામેલા તબીબોને 50 લાખની સહાય ચૂકવવા અંગે નિર્ણય લેવાયો નથી. તેવી જ રીતે આ મામલે પણ તાત્કાલિક પગલાં લેવાશે એ અંગે શંકા છે.”
“જ્યાં આ બીમારીના કારણે સામાન્ય પ્રજામાં મૃત્યુદર 2થી 3 ટકા છે, ત્યાં તબીબોમાં બીમારીના કારણે મૃત્યુદર 8થી 10 ટકા છે. અત્યાર સુધી સમગ્ર ગુજરાતમાં 35 તબીબો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે."
"આવા જોખમરૂપ સમયમાં તબીબોની સેવાની કદરરૂપે સરકાર માત્ર કાગળ પર જ નહીં પરંતુ ખરા અર્થમાં કાર્યરત્ થાય તે માટે અમારે પત્ર લખવો પડ્યો છે. હજુ સુધી તેનો કોઈ જવાબ મળ્યો નથી.”

‘માત્ર પોલીસ જ નહીં સ્થાનિકોના હુમલાનો પણ ભય’
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
IMA, ગુજરાતના સચિવ ડૉ. હિરેન ઠુમર રાજકોટના ગોંડલમાં 'તંત્રની અસંવેદનશીલતાને કારણે સ્થાનિક તબીબો માટે સર્જાયેલી પરિસ્થિતિ' અંગે વાત કરે છે.
તેઓ કહે છે, “આ વિસ્તારમાં સરકારી હૉસ્પિટલ ઉપરાંત બે-ત્રણ ખાનગી હૉસ્પિટલો કોરોનાની સારવાર આપી રહી છે."
"સાથે જ છેલ્લા દોઢ માસથી સરકાર પાસેથી લીઝ પર જગ્યા લઈને સ્થાનિક ડૉક્ટરોના એક સમૂહ દ્વારા પણ 40 પથારીવાળી કોરોના હૉસ્પિટલનું સંચાલન કરાઈ રહ્યું છે. આ સાથે જ તંત્રના નવા નિયમ પ્રમાણે જે-તે હૉસ્પિટલના સંચાલકોએ કોરોનાની સારવાર માટે 50 ટકા પથારીઓ અનામત પણ કરી છે.”
તેઓ કહે છે, “ગોંડલમાં 200-250 પથારીની ક્ષમતાવાળી હૉસ્પિટલ છે. જેમાં પૂરતો સ્ટાફ અને વ્યવસ્થાઓ નથી. વિસ્તારની કેટલીક લાક્ષણિકતાઓને કારણે ત્યાં કોઈ કામ કરવા તૈયાર નથી."
"આવી પરિસ્થિતિમાં ખાનગી તબીબોને 55 પથારીવાળી સરકારી કોવિડ હૉસ્પિટલમાં ફરજ બજાવવાનું કહેવામાં આવી રહ્યું છે."
"આમ, પોતાની પ્રાઇવેટ પ્રૅક્ટિસ, અન્ય ખાનગીપણે ચલાવાતી કોવિડ-19 હૉસ્પિટલોમાં સેવા આપ્યા બાદ સરકારી કોવિડ હૉસ્પિટલમાં સેવા આપવાની ફરજ પડાતાં પરિસ્થિતિ નાજુક બની છે, કારણ કે ડૉક્ટરો પર કામનું ભારણ અતિશય વધ્યું છે.”
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
સરકારી હૉસ્પિટલની હાલત વિશે વાત કરતાં તેઓ કહે છે, “સરકાર દ્વારા બનાવાયેલી હૉસ્પિટલમાં ઑક્સિજન અને વૅન્ટિલેટરવાળા બેડની સુવિધા પૂરતા પ્રમાણમાં નથી. આવી પરિસ્થિતિમાં ત્યાં કોરોનાની સારવાર માટે દાખલ થયેલા દર્દીના જીવ પર કોઈ પણ પ્રકારનું જોખમ ખડું થાય તો તેવી પરિસ્થિતિમાં આ વિસ્તારમાં લોકો દ્વારા ડૉક્ટરો પર હુમલો થવાની સંભાવના ખૂબ વધુ છે."
"આમ, તંત્રની સાથોસાથ ડૉક્ટરોને લોકોનો પણ ભય છે. તેથી સરકારી કોવિડ હૉસ્પિટલના આવા વાતાવરણમાં ફરજ બજાવવા માટે ડૉક્ટરો તૈયાર નથી.”
“ડૉક્ટરો પર હુમલાની ઘટના ન બને એ માટે તંત્રે પૂરતી વ્યવસ્થા કરી હોવાની વાતો કરાય છે, પરંતુ ડૉક્ટરો સ્થાનિક પરિસ્થિતિના જાણકાર હોઈ તેમને વિશ્વાસ બેસતો નથી."
તેઓ કહે છે, "અધૂરામાં પૂરું જ્યારે સિનિયર ડૉક્ટરોએ સિવિલ હૉસ્પિટલને સ્થાને ખાનગી હૉસ્પિટલમાં દર્દીને દાખલ કરી સેવા આપવાનો આગ્રહ કર્યો ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા એવી ચીમકી ઉચ્ચારાઈ હતી કે જે ડૉક્ટરો સિવિલમાં ફરજ નહીં બજાવે તેમના પર પોલીસ કાર્યવાહી કરાશે.”
“આ પ્રકારની ધાકધમકીને કારણે સ્થાનિક ડૉક્ટરોમાં રોષની લાગણી જન્મી છે. ડૉક્ટરોના મનમાં પ્રશ્ન થઈ રહ્યો છે કે જ્યારે આટલી સેવા કર્યા બાદ પણ આવી ધાકધમકી સાંભળવી પડતી હોય તો આવી સેવા આપવાનો કોઈ ખરો?"
"અહીં સરકારે અને તંત્રે સમજવું જ પડશે કે ડૉક્ટરો કામ નથી કરવા માગતા એવું નથી, પરંતુ ત્યાંની સિવિલ હૉસ્પિટલમાં કામની ગુણવત્તા જળવાય તે શક્ય નથી.”

‘વાતચીતથી ઉકેલવાનો પ્રયાસ કરીએ છીએ’

ઇમેજ સ્રોત, Hindustan Times/ Getty
ગોંડલના ખાનગી તબીબોના આક્ષેપો અંગે જાણવા માટે અમે રાજકોટના જિલ્લા આરોગ્ય અધિકારી મિતેષ ભંડેરીનો સંપર્ક સાધ્યો હતો.
તેમણે આ મુદ્દે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું, “તંત્ર દ્વારા ગોંડલની સરકારી હૉસ્પિટલમાં સેવા આપવા બાબતે ડૉક્ટરો પર કોઈ પણ પ્રકારની ધાકધમકીનો ઉપયોગ નથી કરાઈ રહ્યો."
"પ્રજાના હિત માટે મધ્યમ સ્તરની ગંભીરતા ધરાવતા દર્દીઓ કે જેમને ઑક્સિજનની જરૂર હોય તેમને ગોંડલમાં જ સારવાર મળી રહે અને રાજકોટ લાંબા ન થવું પડે તે માટે સંકલન સાધી રહ્યા છીએ.”
“આવી જ વ્યવસ્થા અગાઉથી જસદણમાં લાગુ કરી દેવાઈ છે. અમને ખ્યાલ છે કે હાલ ડૉક્ટરો પણ દબાણમાં છે, પરંતુ આ કાર્યવાહીનો હેતુ માત્ર લોકોનો હિત થાય એ છે. જેથી તેમને કોરોના સામે મફત સેવા નજીકના સ્થળે જ મળી શકે. અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ડૉક્ટરોને મનાવી અને આ વ્યવસ્થા સુચારુપણે ચાલુ કરાવી શકાય.”
IMA, ગુજરાતના પત્રમાં કરાયેલ આક્ષેપો અંગે દાહોદના કલેક્ટર વિજય ખરાડીએ કહ્યું હતું કે તેમની સમક્ષ આવો કોઈ જ મામલો આવ્યો નથી. જિલ્લામાં તંત્ર અને ડૉક્ટરો વચ્ચે સંકલન સાધી કામ કરાઈ રહ્યું છે.
જ્યારે જામનગરના કલેક્ટર રવિશંકરે પણ જિલ્લામાં સ્થાનિક તંત્ર દ્વારા કોરોના સમયે ફરજ બજાવવા માટે ડૉક્ટરો પર દબાણ કરાઈ રહ્યું હોવાની વાત તેમના ધ્યાને ન હોવાનું જણાવ્યું હતું.
તેમના મત પ્રમાણે જિલ્લામાં વહીવટી તંત્ર અને ડૉક્ટરો વચ્ચે કોવિડ-19ની ફરજને લઈને કોઈ જ ઘર્ષણ અસ્તિત્વમાં નથી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 6
IMA, ગુજરાતના પત્ર અંગે વાત કરતાં બોટાદના કલેક્ટર વિશાલ ગુપ્તાએ જણાવ્યું કે “અમારી પાસે ડૉક્ટરો દ્વારા કે IMA દ્વારા આવી કોઈ જ બાબતની રજૂઆત કરાઈ નથી. ઊલટાનું અત્યાર સુધી તંત્ર ડૉક્ટરો સાથે મળીને યોગ્ય અનુકૂલન સાધીને કામ કરી રહ્યું છે.”
“સરકારના આદેશ પ્રમાણે ખાનગી ડૉક્ટરોએ 7 દિવસ સુધી કોવિડ-19 હૉસ્પિટલોમાં સેવા આપવાની હતી. આ અંગે ડૉક્ટરોના પ્રતિનિધિઓ સાથે વાતચીત થતાં તેઓ એક-એક દિવસની ફરજ બજાવવા માટે તૈયાર થયા હતા."
"આમ, જિલ્લામાં એકમેકના સહકારથી સારી રીતે કોરોના વિરુદ્ધ લડત ચાલી રહી છે. ડૉક્ટરોની રજૂઆત પ્રમાણે વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે.”
કચ્છના કલેક્ટર પ્રવીણા ડી. કે.એ તંત્ર અને ડૉક્ટરો વચ્ચે કોઈ પણ પ્રકારના ઘર્ષણ અંગે જાણ હોવાની વાતથી ઇનકાર કર્યો હતો.
તેમણે કહ્યું હતું, “હું દરરોજ ડૉક્ટરોને મળી રહી છું. અત્યાર સુધી મારા ધ્યાને આવી કોઈ વાત આવી નથી. ઉપરથી ખાનગી તબીબો પાસેથી કોરોનાની સ્થિતિને કાબૂમાં લેવા માટે પૂરતો સાથસહકાર મળી રહ્યો છે અને તંત્ર પણ તેમની સાથે કાર્યદક્ષતાથી કામ કરી રહ્યું છે.”
આ અંગે ગોધરાના કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું, “તેમની પાસે પણ આવી કોઈ પણ પ્રકારની ફરિયાદ આવી નથી. ડૉક્ટરો અને સ્થાનિક તંત્ર વચ્ચે ઘર્ષણ અંગેનો કોઈ પણ મામલો જિલ્લામાં બન્યો નથી.”
ગીર-સોમનાથ જિલ્લામાં ખાનગી ડૉક્ટરો અને તંત્ર વચ્ચે સર્જાયેલી પરિસ્થિતિ વિશે જાણવા માટે ગીર-સોમનાથ જિલ્લાના કલેક્ટર અજય પ્રકાશનો વારંવાર પ્રયાસ કરાયો હતો છતાં સંપર્ક સાધી શકાયો નહોતો.

ઇમેજ સ્રોત, MohFW, GoI

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 7
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો