રિયા ચક્રવર્તીની ધરપકડ : વકીલે કહ્યું 'ત્રણ-ત્રણ કેન્દ્રીય તપાસ સંસ્થાઓ એક મહિલાની પાછળ પડી છે'

ઇમેજ સ્રોત, Getty Images
સુશાંતસિંહ રાજપૂતના હત્યાના મામલે સતત ચર્ચામાં રહેલાં અભિનેત્રી રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે.
એનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાને ટાંકતાં સમાચાર એજન્સી એએનઆઈ લખે છે કે "મુંબઈમાં રિયા ચક્રવર્તીની વિધિવત ધરપકડ કરાઈ છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
રિયાને તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યાં હતાં. આ અંગે પ્રતિક્રિયા આપતાં રિયાના વકીલે કહ્યું, "ન્યાયનો ઉપહાસ થઈ રહ્યો છે. ત્રણ-ત્રણ કેન્દ્રીય તપાસ સંસ્થાઓ એક મહિલાની પાછળ પડી છે, કારણ કે તેણે એક નશાના બંધાણીને પ્રેમ કર્યો હતો. જે વર્ષોથી માનસિક બીમારીથી પીડિત હતો."
"જેણે ગેરકાયદેસર રીતે આપવામાં આવતી દવાઓ તથા ડ્રગ્સને કારણે આત્મહત્યા કરી લીધી હતી."
આ પહેલાં ત્રણ દિવસ સુધી બ્યૂરો દ્વારા રિયાની પૂછપરછ કરવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ એન.સી.બી.ની પૂછપરછ દરમિયાન ભાઈ સૌવિક ચક્રવર્તીએ સ્વીકાર્યું હતું કે તેણે બહેનને માટે ડ્રગ્સ ખરીદ્યું હતું. .

પ્રતિક્રિયા અને પ્રત્યાઘાત

ઇમેજ સ્રોત, Ani
બિહાર પોલીસના ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (ડી.જી.પી.) ગુપ્તેશ્વર પાંડેના કહેવા પ્રમાણે, "ડ્રગ્સની હેરફેર કરનારાઓ સાથેના તેના સંબંધથી તેણી એક રીતે ખુલ્લી પડી ગઈ હતી. આ પ્રસ્થાપિત થયું છે એટલે તેની ધરપકડ કરવામાં આવી છે."
"એન.સી.બી.ને તેની વિરુદ્ધ પુરાવા મળ્યા હશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ કેસની તપાસ મુદ્દે ઑગસ્ટ મહિનામાં બિહાર તથા મુંબઈ પોલીસ વચ્ચે ગજગ્રાહ થયો હતો.
એ સમયે ડી.જી.પી. પાંડેએ કહ્યું હતું કે 'બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અંગે ટિપ્પણી કરવાની રિયાની ઓકાત નથી.'
આ અંગે વિરોધ થતા તેમણે માફી માગી લીધી હતી.

ઇમેજ સ્રોત, RHEA CHAKRABORTY INSTA
મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખના કહેવા પ્રમાણે, "ધારાસભ્ય સુનિલ પ્રભુ તથા પ્રતાપ શારણિકની અરજી ઉપર મેં કહ્યું હતું કે એક જૂના ઇન્ટરવ્યૂમાં અધ્યયન સુમને કહ્યું હતું કે કંગના રનૌત ડ્રગ્સ લે છે અને તેમને પણ લેવાની ફરજ પડાતી હતી. મુંબઈ પોલીસ તેની તપાસ કરશે."
આના વિશે પ્રતિક્રિયા આપતાં કંગનાએ કહ્યું હતું, "હું મુંબઈ પોલીસ તથા અનિલ દેશમુખને કહેવા માગીશ કે કૃપા કરીને મારો ડ્રગ્સનો ટેસ્ટ કરો. મારા કૉલ રેકર્ડ્સની તપાસ કરો."
"જો ક્યારેય ડ્રગ્સની હેરફેર કરનારાઓ સાથે મારા સંબંધ હોવાનું બહાર આવે તો હું મારી ભૂલ સ્વીકારીશ અને મુંબઈ છોડી દઈશ."
આ પહેલાં મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં આઈપીસી અને એનડીપીએસ ઍક્ટ અંતર્ગત સુશાંતસિંહ રાજપૂતનાં બહેન પ્રિયંકાસિંહ અને દિલ્હીના એક ડૉક્ટર તરુણ કુમાર વિરુદ્ધ એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ પહેલાં રિયા ચક્રવર્તીના ભાઈ અને સુશાંતસિંહના પૂર્વ મૅનેજરની આ મામલે પહેલાં ધરપકડ કરવામાં આવી હતી.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












