નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરો : ગુજરાતની જેલોમાં કાશ્મીર કરતાં વધુ અટકાયત કરાયેલા કેદીઓ કેમ?

ગુજરાત, જેલ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરોએ હાલમાં જાહેર કરેલા પ્રિઝન્સ સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા-2019ના આંકડા પ્રમાણે અટકાયતી પગલારૂપે જેલમાં નાખવામાં આવેલા લોકોની સંખ્યામાં ગુજરાત, જમ્મુ અને કાશ્મીર કરતાં પણ આગળ છે.

રાજ્યમાં 698 કેદીઓ એવા છે કે જેમને વિવિધ જેલોમાં માત્ર અટકાયતી પગલાના સ્વરૂપે રાખવામાં આવ્યા છે, જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં આવા કેદીઓની સંખ્યા 373 છે.

આ પ્રકારના સૌથી વધુ 1240 લોકો તામિલનાડુની જેલોમાં છે અને એ બાદ ગુજરાતનો નંબર આવે છે.

આ રિપોર્ટ પ્રમાણે સરકારી કૉમ્પિટેન્ટ ઑથૉરિટીના હુકમ કે કાયદાની રાહે અટકાયતી પગલાં વગેરે લેવા માટે જે લોકોને જેલમાં રાખવામાં આવે તેને ડિટેન્યુ કહેવાય છે અથવા તો સરળ ભાષામાં જેની અટકાયત કરાયેલી હોય તેવી વ્યક્તિને ડિટેન્યુની કૅટેગરીમાં સામેલ કરવામાં આવે છે.

જોકે જ્યારે આખા દેશની વાત કરવામાં આવે તો દેશભરમાં કુલ 3183 લોકો ભારતીય જેલોમાં ડિટેન્યુ તરીકે રાખવામાં આવ્યાં હતા, તેમાંથી 3085 પુરુષ અને 98 મહિલાઓનો સમાવેશ થતો હતો.

તામિલનાડુ અને ગુજરાત આ પ્રકારના સૌથી વધુ લોકો જમ્મુ અને કાશ્મીરની જેલોમાં હતા, જેની સંખ્યા 373 હતી.

આ ત્રણેય રાજ્યમાં આ પ્રકારના લોકો જે જેલમાં હતા, તેમની ટકાવારી 72.6 ટકા જેટલી થાય છે.

દેશભરમાં આ કેદીઓમાં 18-30 વર્ષની વયજૂથમાં સૌથી વધુ કેદીઓને અટકાયત કરીને વિવિધ જેલોમાં રાખવામાં આવ્યા હતા.

જોકે 2018માં પણ તામિલનાડુ પ્રથમ ક્રમે અને તેની બાદ ગુજરાત બીજા ક્રમે હતું અને ત્યારબાદ તેલંગણા રાજ્ય હતું.

આંકડાઓની સમજણ માટે તમામ કેદીઓને પાકા કામના કેદીઓ, કાચા કામના કેદીઓ અને ડિટેન્યુ તેમજ બીજા કેદીઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

line

બીજાં રાજ્યો કરતાં ગુજરાતનો આંકડો કેમ વધારે છે?

ગુજરાત, જેલ

ઇમેજ સ્રોત, Getty Images

જોકે આ વિશે જ્યારે પ્રિઝન્સ ડિપાર્ડમેન્ટના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ ડૉ. કે. એલ. એન. રાવ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી તો તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં આ આંકડો વધુ આવવાનું એક મુખ્ય કારણ અહીંના કાયદાઓ પણ છે.

તેમણે કહ્યું કે ખાસ કરીને પ્રિન્વેન્શન ઑફ ઍન્ટી સોશિયય ઍક્ટિવિટી (PASA)ના કાયદા હેઠળ જે લોકોની અટકાયત કરવામાં આવે છે, તેમને આ કૅટેગરીમાં મૂકવામાં આવે છે.

જોકે આ વિશે જ્યારે ઍડવૉકેટ આનંદ યાજ્ઞિક સાથે વાત કરી તો તેમણે કહ્યું કે આ ડિટેન્યુ જેવી કોઈ કૅટેગરી કાયદાની ભાષામાં કહેવામાં આવી નથી.

આ કૅટેગરી હેઠળ એવા લોકો આવે છે, જેમને કોઈક કારણસર અટકાયત કરી લાંબા સમય સુધી ગુનો સાબિત ન થવા છતાં જેલમાં રહેવું પડે છે.

line

ગુજરાતની જેલોમાં ડિટેન્યુ કેદીઓ

સાબરમતી જેલ, ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં 698 કુલ ડિટેન્યુ કેદીઓમાંથી 469 સેન્ટ્રલ જેલોમાં છે, 34 ડિસ્ટ્રિક જેલોમાં, 19 મહિલા જેલોમાં, જ્યારે 176 ખાસ જેલોમાં છે.

આ કુલ કેદીઓમાંથી 147 બિલકુલ અક્ષરજ્ઞાન વગરના, 427 ધોરણ 10થી નીચે સુધી ભણેલા, 74 ધોરણ 10 પછી સુધી ભણેલા, 41 ગ્રેજ્યુએટ તેમજ 7 પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ કરી ચૂકેલા કેદીઓ છે.

જોકે આ 698માંથી દલિત સમાજના 140, આદિવાસી સમાજના 75 તેમજ બીજા પછાત વર્ગોના 346 લોકો છે.

દેશભરમાં સૌથી વધુ જેલો રાજસ્થાનમાં છે (144), જ્યારે ગુજરાતમાં કુલ 30 મુખ્ય જેલો છે.

ગુજરાતની જેલોમાં હાલમાં 15089 કેદીઓને રાખવામાં આવ્યા છે, તેમાંથી 698 ડિટેન્યુ ઉપરાંત 4592 પાકા કામના કેદીઓ એટલે કે જેમને સજા થઈ ચૂકી છે તેવા કેદીઓ, 9799 કાચા કામના કેદીઓ એટલે કે જેમનો કેસ હજી કોર્ટમાં ટ્રાયલ પર હોય તેવા કેદીઓનો સમાવેશ થાય છે.

જોકે દેશમાં સૌથી વધુ કેદીઓ ઉત્તર પ્રદેશની જેલોમાં છે. આ રિપોર્ટ પ્રમાણે દેશની જેલોમાં બંધ 41 પાકા કામના કેદીઓ બીજા દેશના નાગરિક છે.

કુલ 4592 પાકા કામના કેદીઓમાં 951 અનુસૂચિત જાતિ, 813 અનુસૂચિત જનજાતિ, 1767 ઓબીસી તેમજ 1061 બીજા સમુદાયોના લોકો છે.

line

ગુજરાતની જેલોમાં કેવી પ્રવૃત્તિઓ ચાલે છે?

ગુજરાત, જેલ

ઇમેજ સ્રોત, Getty Images

આ રિપોર્ટમાં નોંધાયું છે કે ગુજરાતની જેલોમાં આધ્યાત્મિક પ્રવૃત્તિઓ ચાલે છે, જે વિવિધ NGO દ્વારા ચલાવવામાં આવે છે.

તે ઉપરાંત જેલોમાં વિવિધ તહેવારો પણ ઉજવાય છે. ભયંકર બીમારીથી પીડાતા કેદીઓને મફત સારવારની યોજના પણ છે.

તેની સાથેસાથે ગુજરાતની જેલોમાં વિવિધ લીગ સેલની મદદથી ઘણા લોકોને ફાયદો થયો હોવાનું પણ આ રિપોર્ટમાં નોંધાયું છે.

ગુજરાતની જેલમાં 'બાબાસાહેબ આંબેડકર સ્ટડી સેન્ટર' અને 'ઇન્દિરા ગાંધી ઑપન યુનિવર્સિટી'ના કોર્સ મારફતે અનેક કેદીઓ ભણી રહ્યા છે, કારણ કે 2011 બાદ આ સેન્ટરો દરેક જેલોમાં શરૂ કરવામાં આવ્યાં છે.

2019ના વર્ષમાં 496 લોકો વિવિધ કોર્સમાં ઍનરોલ થયા છે.

અમદાવાદ અને વડોદરા સૅન્ટ્રલ જેલોમાં સંગીતના શિક્ષકોની નિમણૂક કરાઈ છે અને કેદીઓને સંગીતની તાલીમ પણ આપવામાં આવે છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો