કંગના રનૌતને મહારાષ્ટ્રના ગૃહમંત્રીનો જવાબ - મુંબઈમાં રહેવાનો હક નથી

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે અભિનેત્રી કંગના રનૌતના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે જેને મુંબઈ સુરક્ષિત નથી લાગતું એવી કોઈ પણ વ્યક્તિને મુંબઈમાં રહેવાનો હક નથી.
દેશમુખે ટ્વિટર પર લખ્યું, "મહારાષ્ટ્ર અને મુંબઈ પોલીસ પર એક અભિનેત્રીએ લગાવેલા આરોપોની હું આકરી નિંદા કરું છું."
"અમારી પોલીસ બહાદુર છે અને તે આખા રાજ્યમાં પોતાની ફરજ નિભાવવામાં અને કાયદો-વ્યવસ્થાનું પાલન કરાવવામાં સક્ષમ છે."
"જેને પણ લાગે છે કે તે અહીં સુરક્ષિત નથી, તેને અહીં રહેવાનો કોઈ હક નથી."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ દરમિયાન કંગનાએ શુક્રવારે કહ્યું કે તેઓ 9 સપ્ટેમ્બરે મુંબઈ પરત ફરી રહ્યાં છે.
તેમણે ટ્વીટમાં લખ્યું, "હું જોઈ રહી છું કે કેટલાય લોકોએ મને મુંબઈ પરત નહીં ફરવાની ધમકી આપી છે. એટલે મેં આગામી સપ્તાહ 9 સપ્ટેમ્બરે મુંબઈ જવાનો નિર્ણય કર્યો છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આ પહેલાં મુંબઈની સરખામણી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સાથે કરનાર કંગના રનૌતને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ થયો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
કંગના રનૌતે ગુરુવારે એક ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું, "સંજય રાઉતે મને ખુલી ધમકી આપી છે અને મુંબઈ ન આવવા કહ્યું છે, મુંબઈની ગલીઓમાં આઝાદીનાં ચિત્રો અને હવે ખુલ્લામાં ધમકી, મુંબઈ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જેવો અહેસાસ કેમ આપી રહ્યું છે? "
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કંગનાની ટીમના ટ્વિટર હૅન્ડર પરથી કરવામાં આવેલાં ટ્વીટ અને સાથે જ એક અખબારમાં પ્રકાશિત સમાચારની ક્લિપિંગ પણ પોસ્ટ કરવામાં આવી છે.
એ સમાચારમાં શિવસેના નેતા સંજય રાઉતના નિવેદનનો ઉલ્લેખ છે જેમાં તેમણે કહ્યું કે જો મુંબઈ પોલીસથી તેમને ડર લાગતો હોય તો તેઓ મુંબઈ પાછાં ન આવે.
પછી કંગનાની ટીમના ટ્વિટર હૅન્ડલ પરથી વધુ એક ટ્વીટ કરાયું, "એક મોટા સ્ટારના મર્યા પછી મેં ડ્રગ અને ફિલ્મ માફિયાના રૅકેટ વિશે અવાજ ઉઠાવ્યો. હું મુંબઈ પોલીસ પર ભરોસો નથી કરતી કારણકે તેમણે સુશાંતસિંહ રાજપૂતની ફરિયાદને અવગણી હતી. તેમણે કહ્યું હતું કે એ લોકો મને મારી નાખશે, છતાં તેમને મારી નાખવામાં આવ્યા. હું અસુરક્ષા અનુભવું છે, શું આનો અર્થ એ છે કે હું ફિલ્મ ઇંડસ્ટ્રી અથવા મુંબઈને નફરત કરું છું.?"
કંગના રનૌતના આ ટ્વીટ પછી સોશિયલ મીડિયા પર ટ્વીટ્સનું પૂર આવી ગયું છે, મુંબઈ અંગે બોલીવૂડ સેલેબ્રિટીઝથી લઈને અન્ય ટ્વિટર યૂઝર્સ પોત-પોતાનાં મંતવ્ય મૂકી રહ્યા છે.
અભિનેત્રી રેણુકા શહાણે કંગનાના ટ્વીટના જવાબમાં લખ્યું કે જે શહેરે તમારા બોલીવૂડ સ્ટાર બનવાનાં સ્વપ્નાં સાચાં કર્યા, એ શહેર પ્રત્યે થોડું સન્માન બતાવવું જોઈએ. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સાથે મુંબઈની સરખામણી કરવાથી હું દુખી છું.
તેમણે આ ટ્વીટના અંતમાં મરાઠીમાં લખ્યું, ''જે મનમાં આવે તે બોલી નાખવું.''
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
રેણુકાના ટ્વીટ પછી કંગના રનૌતે તેનો જવાબ આપતા લખ્યું કે, "પ્રિય રેણુકાજી, કયારથી સરકારના નબળા વહીવટીતંત્રની ટીકા કરવી એ વહીવટીતંત્ર હેઠળ આવતા શહેરની ટીકા સમાન થઈ ગઈ?"
"મને નથી લાગતું કે તમે આટલા ભોળા છો. તમે પણ લોહીથી તરસ્યા ગીધની જેમ ઓચિંતો હુમલો થાય તેમ મારા માંસના ટુકડાની રાહ જોઈ રહ્યા છો? તમારી પાસે સારી અપેક્ષાઓ છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
કંગનાના આ ટ્વીટ પછી રેણુકા શહાણેએ ફરીથી જવાબ આપતા કહ્યું, "પ્રિય કંગના, હું સરકારની ટીકા કરવા માટે જ છું."
"પણ 'કેમ મુંબઈને પીઓકે લાગે છે' મને લાગે છે કે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર અને મુંબઈ વચ્ચેની સીધી સરખામણી કરાઈ છે."
"તમારી સરખામણી ખૂબ જ ખરાબ હતી. એક મુંબઈકર તરીકે મને ગમી નથી! હું કદાચ તમારાથી વધુ સારી અપેક્ષા રાખતી હતી. તે મારું ભોળપણ હતું."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6
જોકે રેણુકા શહાણે આ ટ્વીટ પછી ટ્રોલ પણ થઈ રહ્યાં છે.
કંગના રનૌતે તેમના ટ્વીટના જવાબમાં લખ્યું છે કે તેઓ તેમની પાસેથી આવી આશા નહોતા રાખતાં.
તો અન્ય ટ્વિટર યૂઝર સર્વપ્રિયાએ લખ્યું કે મુંબઈમાં લોકોનાં સપનાં પૂરાં થાય છે પરંતુ તેનો એક બીજો ચહેરો પણ છે જેમાં આપણે સુશાંતસિંહ રાજપૂતનો કેસ અને હવે કંગનાને શિકાર થતાં જોઈ રહ્યાં છીએ.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 7
સોશિયલ મીડિયા પર #Mumbai #MumbaiMerijaan #Kangana #KanganaRanaut જેવા ટ્રેન્ડ સતત ચાલી રહ્યા છે.
ફિલ્મ નિર્દેશન રાહુલ ઢોલકિયાએ ટ્વીટ કરીને કહ્યું કે મુંબઈ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર હોય તો દિલ્હી અને યુપી ગ્વાંતનામો છે. મુંબઈ ભારતનું શ્રેષ્ઠ શહેર છે ને હું મુંબઈને પ્રેમ કરું છું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 8
અભિનેતા સોનૂ સૂદે કહ્યું કે મુંબઈ શહેર નસીબને બદલે છે. સલામ કરશો તો સલામ મળશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 9
અભિનેત્રી ઉર્મિલા માર્તોંડકરે પણ આ વિશે ટ્વીટ કર્યું છે જેમાં તેમણે કહ્યું કે શિવાજી મહારાજની ભૂમિ મહારાષ્ટ્ર ભારતનો સાંસ્કૃતિક અને બૌદ્ધિકવાદનો ચહેરો છે. મુંબઈ શહેરે લાખો ભારતીયોને રોજીરોટી અને નામ આપ્યું છે. એ લોકો જે કૃતધ્ન છે એ લોકો જ મુંબઈની સરખામણી પાક અધિકૃત કાશ્મીર સાથે કરી શકે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 10
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી વિલાસરાવ દેશમુખના પુત્ર અને અભિનેતા રિતેશ દેશમુખે ટ્વૂટ કરીને લખ્યું છે કે મુંબઈ ભારત છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 11
ત્યારે બોલીવૂડ સેલેબ્રિટી અને ડિઝાઇનર ફરાહ ખાન અલીએ લખ્યું છે કે મુંબઈ એક સુરક્ષિત શહેર છે જ્યાં તમે બળાત્કારના ડર વગર રાત્રે ત્રણ વાગ્યે પણ બહાર નીકળી શકો કે કૅબ લઈ શકો છો. મુંબઈ પોલીસ આપણી સુરક્ષા સુનિશ્ચચિત કરે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 12

શું છે સમગ્ર મામલો ?

ઇમેજ સ્રોત, Getty Images
સમગ્ર વિવાદ ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યુના કેસથી જોડાયેલો છે.
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યુ અને બોલીવૂડમાં ડ્રગ માફિયા વચ્ચે કનેક્શન હોઈ શકે છે.
ત્યાર પછી કંગનાએ ટ્વિટર પર લખ્યું કે તેઓ બોલીવૂડ અને ડ્રગ માફિકા વચ્ચેના નેક્સસ પરથી પડદો ઉઠાવી શકે છે જો તેમને પોલીસ સુરક્ષા મળે તો.
કંગના છેલ્લા કેટલાક દિવસોથી પોતાના ગૃહરાજ્ય હિમાચલ પ્રદેશમાં મનાલીમાં પોતાના બંગલે રહી રહ્યાં છે.
પછી તેમણે લખ્યું કે તેમણે માફિયા અને ગુંડાઓથી વધારે મુંબઈ પોલીસથી ડર લાગે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 13
પછી તેમણે હિમાચલ પ્રદેશની સરકાર પાસેથી સુરક્ષા અથવા કેન્દ્ર સરકાર તરફથી સુરક્ષાની માગ કરી. તેમણે કહ્યું કે મુંબઈ પોલીસની સુરક્ષા નથી જોઈતી.
તેમના આ ટ્વીટના જવાબમાં સંજય રાઉતે કહ્યું હતું કે જો મુંબઈ પોલીસથી આટલા ડરો છો તો મુંબઈ ન આવો.
ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યુ પછીથી અભિનેત્રી કંગના રનૌત સોશિયલ મીડિયા પર પણ સતત બોલતાં રહ્યાં છે.
સુશાંતસિંહના મૃત્યુ માટે કથિત ન્યાયની માગ કરનારાઓમાં તેઓ આગળ રહ્યાં છે અને તેમણે આ દરમિયાન બોલીવૂડ પર અનેક પ્રકારના આરોપ પણ કર્યા છે.
તેમની સરખામણી અભિનેતા આમિર ખાન સાથે પણ થઈ રહી છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો