રફાલ: કહાણી એ બાર વર્ષની જેનો અંજામ પાંચ રફાલ છે

ઇમેજ સ્રોત, EUROPEAN PHOTOPRESS AGENCY
- લેેખક, જુગલ પુરોહિત
- પદ, બીબીસી સંવાદદાતા
પાંચ રફાલ જૅટ્સના 29 જુલાઈએ અંબાલા પહોંચવાની કહાણીને સમજવા ચાલો એનાથી પાછળની ઘટનાઓ પર નજર નાખી લઇએ.
આ વર્ષ 2008ના ઑગસ્ટની વાત છે.
કારગિલ યુદ્ધ સમાપ્ત થયાને એક વર્ષ થઈ ચૂક્યું હતું. ભારતીય વાયુ સેના (આઈએએફ)એ રક્ષા મંત્રાલય (એમઓડી)ને જણાવ્યું કે એમને 126 મિરાજ-2000 II ફાઇટર જૅટ્સની જરૂરિયાત છે.

કારણ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જેથી લડાકૂ વિમાનોની કમીને પૂરી કરી શકાય અને એનાથી પણ વધીને વાત એ પણ કે ભારતીય વાયુ સેનાને લાગતું હતું કે મિરાજ એક સફળ યુદ્ધ અને મલ્ટી-રોલ ફાઇટર જૅટ છે.
ત્રણ વર્ષ પછી જાન્યુઆરી 2004ની આસપાસ આ પ્રસ્તાવને મંત્રાલયે બાજુ પર મૂકી દીધો.
આપણે 2004ની કહાણી પર પાછળથી ફરી પાછા આવીશું.
હવે 29 જુલાઈ 2020ની વાત કરીએ. 29 જુલાઈએ ફ્રાન્સમાં નિર્મિત 36 રફાલ જૅટ્સ ખરીદવાના સોદામાંથી પહેલા પાંચ વિમાનો અંબાલા આવી ગયાં.
એ દિવસે પોતાના નિવેદનમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું, "આ વિમાનોનું આગમન આપણા સૈન્યમાં એક નવા યુગની શરૂઆત છે. આ મલ્ટી-રોલ ઍરક્રાફ્ટ ભારતીય વાયુ સેનાની ક્ષમતામાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમણે આગળ કહ્યું, "રફાલ જૅટ્સ માત્ર એ કારણે ખરીદી શકાયા કારણકે પીએમ નરેન્દ્ર મોદીએ ફ્રાન્સ સાથે બંને દેશોની સરકારો વચ્ચે સીધી સમજૂતી કરવાનો એક યોગ્ય નિર્ણય કર્યો હતો. આની પહેલા એની ખરીદી લાંબા સમયથી પડતર હતી."
પરંતુ રાજનાથસિંહના આ નિવેદનમાં અનેક પાસાઓના જવાબ મળતા નથી.
આખરે કેવી રીતે માત્ર 36 રફાલ જૅટ્સ બે દાયકા જૂની 136 ફાઇટર જૅટ્સની જરૂરિયાતને પૂરી કરી શકે છે? સરકાર ક્યારે આ કમીને પૂરી કરી શકશે?

સંખ્યા છે મહત્વની
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ડિસેમ્બર 1998થી ડિસેમ્બર 2001 સુધી વાયુ સેના પ્રમુખ રહેલા ઍર ચીફ માર્શલ કે વાય ટિપનિસ જણાવે છે, "આપણને એમ લાગે છે કે બે સ્ક્વૉડ્રન એક મોટી વસ્તુ છે. પરંતુ આપણી લાંબી સરહદને જોતા એ કંઈ ખાસ નથી. મને લાગે છે કે આપણી પાસે રફાલના ઓછામાં ઓછા ચારથી પાંચ સ્ક્વૉડ્રન હોવા જોઈએ."
એવા લોકો જેમને લાગે છે કે રફાલ ચીનીઓ પાસે હાજર દરેક વસ્તુથી વધીને છે એમના માટે ટિપનિસ કહે છે, "ચીન પાસે કદાચ આટલા સારા પ્લેન ન હોય. પરંતુ એમની પાસે સંખ્યા છે અને આ બાબત મહત્વ રાખે છે. અંતે તો પ્લેન માત્ર એક પ્લેટફૉર્મ છે જેમાં હથિયાર હોય છે."
નામ ન જાહેર કરવાની શરતે એક અન્ય ભૂતપૂર્વ વાયુ સેના પ્રમુખે જણાવ્યું, "વાયુ સેનાનાં લડાકૂ વિમાનોની સંખ્યા ઝડપથી ઘટીને 40 સ્ક્વૉડ્રનથી 30 પર આવી ગઈ છે. દરેક સ્ક્વૉડ્રનમાં 18 ફાઇટર જૅટ્સ હોય છે. આપણે એવું કેવી રીતે થવા દઈ શકીએ જ્યારે આપણો દુશ્મન દેશ આક્રમક રીતે પોતાની ક્ષમતા વધારી રહ્યો છે. મિગ-21 રીટાયર થઈ જશે એ પછી મિગ-27 પણ નિવૃત્ત થઈ જશે. પછી જગુઆરનો નંબર આવશે. આની સરખામણીએ વાયુ સેના પાસે નવા વિમાનો આવી શકતા નથી."
જોકે, ભલે સ્ક્વૉડ્રનની સંખ્યા ઘટી રહી હોય પરંતુ જ્યારે રફાલ જેવા ઍરક્રાફ્ટ આવી રહ્યા છે તો આપણે શું એટલા ચિંતિત થવાની જરૂર છે?
તેઓ કહે છે, "વધુ વિમાન અને વધુ શક્તિશાળી વિમાન એક ડેટરેંટની જેમ કામ કરશે. ભારત સંઘર્ષને ટાળવાની ઇચ્છા રાખે છે. પરંતુ જો આપણી ડેટરંસ અથવા સૈન્ય તાકાત ઘટતી રહેશે તો એક દિવસ આપણા વિરોધી એક સંઘર્ષથી સ્થિતિને પોતાના પક્ષમાં કરવા માટે લલચાઈ શકે છે. સરળ શબ્દોમાં આપણી ઉપર એક યુદ્ધ થોપવામાં આવી શકે છે."
તેમણે જણાવ્યું કે એમ વિચારવું કે માત્ર લડાકૂ વિમાનોની સંખ્યા ઘટી રહી છે, ખોટું હશે.
એમણે ઍર ટુ ઍર રિફ્યૂલર્સ અને ઍરબોર્ન અર્લી વૉર્નિંગ ઍન્ડ કંટ્રોલ પ્લેન ગણાવ્યા જેની સંખ્યા પણ ઘણી ઓછી રહી ગઈ છે. તેઓ કહે છે, "આપણે આની ખરીદી માટે દસથી પંદર વર્ષથી પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ એની ખરીદી હજુ પણ જોજનો દૂર છે."
રફાલથી ભારતીય વાયુ સેનાને રણનૈતિક ફાયદો મળે છે પરંતુ એમ કહેવું સંપૂર્ણ રીતે ખોટું હશે કે ભારતીય વાયુ સેનાની ક્ષમતા ઘટી રહી છે.
અનેકનું માનવું છે કે ત્યાં સુધી કે દેશમાં પહોંચનારા 5 રફાલ જૅટ્સ પણ રણનીતિની દૃષ્ટિએ એક વધુ સારી મારક ક્ષમતા ઉપલબ્ધ કરાવે છે.
ઍર માર્શલ એસ બી દેવ આઇએએફના ઉપપ્રમુખના પદથી નિવૃત્ત થયા છે. તેઓ પૂર્વી અને પશ્ચિમી બંને કમાનોની આગેવાની કરી ચૂક્યા છે. તેઓ કહે છે, "ત્યાં સુધી કે આ પાંચ જૅટ્સ પણ હથિયારોથી સજજ થઇને આવી રહ્યા છે અને એ આપણી ક્ષમતાને ઘણી વધારશે. સાથે જ આપણી ટેકનિકલ ક્ષમતામાં પણ વધારો કરશે."
એમની ચિંતા ઘરેલું મોરચાને લઈને વધુ છે. તેઓ કહે છે કે મીડિયમ કૅટેગરીમાં એક આધુનિક ફાઇટર ન બનાવી શકવું ચિંતાજનક છે. મીડિયમ કૅટેગરીનો મતલબ તેજસ જેવું લાઇટ કૉમ્બેટ ઍરક્રાફ્ટ નથી.
તેઓ કહે છે, "હિંદુસ્તાન ઍરોનોટિક્સ લિમિટેડ, ઍરોનૉટિકલ ડેવલપમેન્ટ એજન્સી, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઈઝેશન જેવી ઘરેલું એજન્સીઓ આ વિષયમાં કોઈ મોટું પગલું ઉઠાવી નથી રહી. અત્યાર સુધી આવનારી પેઢીના સૅલ્ફ-મેડ ફાઇટરની આપણી ડિઝાઇન નક્કી થઈ જવી જોઈતી હતી અને એના ઉપર કામ શરૂ થઈ જવું જોઈતું હતું. આપણે આ પ્રયાસોમાં ક્યાં ઊભા છીએ?"
પાછલા વર્ષે ઑક્ટોબરમાં વાયુ સેના પ્રમુખ આરકેએસ ભદૌરિયાએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે ફાઇટર વિમાનોની આયાત કરવાના તેઓ બિલકુલ પક્ષધર નથી.

શું ભારત આગલી પેઢીનું ફાઇટર પ્લેન બનાવી શકે છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
સીડી બાલાજીથી વધુ સારી રીતે કદાચ જ કોઈ આ સવાલનો જવાબ આપી શકે. બાલાજી એક નેવી કોમોડૉર રહ્યા. બાદમાં તેમણે રક્ષા મંત્રાલયનાં ડિપાર્ટમેન્ટ ઑફ ડિફૅન્સ હેઠળ આવનારી ઍરોનૉટિકલ ડેવલપમેન્ટ એજન્સી(ADA)નું નેતૃત્વ કર્યું.
તેઓ કહે છે, "ઘરેલું અથવા સ્વદેશી પ્રયાસોની જો આપણે વાત કરીએ તો એના બે પાસાં સંશોધન અને ઉત્પાદન છે. પહેલા સંશોધનની વાત કરીએ તો ભારતનું આગલી પેઢીનું ફાઇટર ઍડવાન્સ મીડિયમ કૉમ્બેટ ઍરક્રાફ્ટ (એએમસીએ) છે. એની પ્રાથમિક ડિઝાઇન તૈયાર છે અને પાછલા લગભગ પાંચ વર્ષથી અમે કેન્દ્ર સરકાર પાસે ફૂલ સ્કૅલ ઍન્જિનિયરિંગ ડૅવલોપમેન્ટ (એફએસઈડી) માટે મંજૂરી મળવાની રાહ જોઈ રહ્યા છે. એવું નથી કે ઍરફોર્સને તેમાં રસ નથી અથવા સરકાર આમાં આગળ નથી આવી રહી. પરંતુ તથ્યો પોતાની વાત જાતે જ કહી રહ્યાં છે."

શું થાય છે જ્યારે મંજૂરી મળવામાં આટલો સમય લાગે છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તેઓ જણાવે છે, "એનાથી આપણા પ્રયાસ ઉપર ખોટી અસર પડે છે. ટેકનૉલૉજી ગૅપ ઉત્પન્ન થઈ જાય છે. અને આપણે આ ગૅપને ભરવા માટે ડિઝાઇનને અપડેટ કરતા રહેવું પડે છે."
ઉત્પાદનના પાસાંઓ વિશે તેઓ કહે છે, "એચએએલના માધ્યમથી વધુ સંખ્યામાં તેજસ જૅટ્સ બનાવવાનાં પ્રયાસ થઈ રહ્યા છે. પરંતુ અહીં હું એક વાત કહેવા માગીશ. 2016માં રક્ષા મંત્રાલયે ભારતનાં પોતાના ફાઇટર જૅટ્સ હાંસલ કરવાની ડીલને મંજૂરી આપી હતી. એના થકી 83 એલસીએ તેજસ એમકે1એ (જૅટનું સૌથી ઍડવાન્સ્ડ વર્ઝન) બનાવવાના હતા. હજુ સુધી આ ઑર્ડર પૂરો નથી થઈ શક્યો. એક સ્વદેશી પ્રોડક્ટ માટે પણ આટલું મોડું થવાનો અર્થ સમજની બહાર છે."

નાણાંની અછત

ઇમેજ સ્રોત, DASSAULT RAFALE
કોઈપણ ઍરફોર્સ અત્યાધુનિક ટેકનૉલૉજી અને મોંઘા ઍસેટ્સમાં રોકાણની માગ કરે છે.
પરંતુ આઈએએફ એને મેળવી શકવાની હેસિયતમાં નથી. રક્ષા મંત્રાલયની થિંક ટૅંક મનોહર પરિકર ઈન્સ્ટિટયૂટ ફૉર ડિફૅન્સ સ્ટડીઝ ઍન્ડ ઍનાલિસિસ (એમ પી - આઈ ડી એસએ)નાં રિસર્ચ ફૅલો ડૉક્ટર લક્ષ્મણ કુમાર બેહેરા કહે છે, "વીતેલા અનેક વર્ષોમાં આર્મી, નેવી અને ઍરફોર્સનાં આધુનિકીકરણ ઉપર ખોટી અસર પડી છે. વાયુ સેનામાં સૌથી વધુ મૂડીની લાગત રહે છે. એવામાં આની ઉપર સૌથી વધુ અસર થવી નક્કી છે."
એમનું ઍનાલિસિસ જણાવે છે કે પ્રતિબદ્ધતાવાળા ખર્ચ અને સેનાઓ માટે ઉપલબ્ધ ફંડ્સ વચ્ચે અંતર પાછલા અનેક વર્ષોથી વધી રહ્યું છે.
2018-19માં એ લગભગ 33 ટકા હતું અને 2019 માં તે 29 ટકા રહ્યું.

જૂની કહાણી

ઇમેજ સ્રોત, Reuters
તો ઑગસ્ટ 2000 અને જાન્યુઆરી 2004 વચ્ચે મિરાજ 2000ના આઈએએફના પ્રસ્તાવ અને મંત્રાલયની એને રદ કરવાની કહાણી શું છે?
સરકારી દસ્તાવેજોથી માલુમ પડે છે કે વાયુ સેનાએ ન માત્ર એક અથવા બે બલ્કે ત્રણવાર મંત્રાલયને 126 મિરાજ-2000 II જૅટ્સ ખરીદવા માટે મનાવવાના પ્રયાસ કર્યા હતા.
રફાલ વિમાનનો એ વખતે ઉલ્લેખ કરતા ભારતીય વાયુ સેનાએ તર્ક આપ્યો હતો તે કઈ રીતે મિરાજ 2000 II ન માત્ર સસ્તા સાબિત થશે બલ્કે તે અત્યાધુનિક પણ છે. એ વખતની સરકારે કોઈ કદમ ન ઉઠાવ્યું.
ઘણા જૂના કિસ્સાની યાદ હવે કદાચ જ કોઈને હોય પરંતુ એવું નથી કે આઈ.એ.એફ.એ પણ એને ભુલાવી દીધું હોય.
નામ ન જાહેર કરવાની શરતે એક ભૂતપૂર્વ સેના પ્રમુખે જણાવ્યું, "અમે 126 ફાઇટર જૅટ્સ મેળવવા માટે 15 વર્ષ લગાવી દીધા. ત્યારે એક દિવસ અમને કહેવાયું કે અમને ફક્ત 36 વિમાનો મળવાના છે અને એમાં પણ પાંચથી છ વર્ષનો સમય લાગશે. અને આજે ફક્ત પાંચ જેટ્સ આવ્યા છે. અને આપણે ખુશીથી ઉછળી રહ્યા છીએ. કેમ?

ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














