વસીમ બારી : કાશ્મીરમાં જેમની હત્યા કરી દેવાઈ એ ભાજપ નેતા કોણ હતા?

વસીમ બારી

ઇમેજ સ્રોત, Ram Madhav Social Media

ઇમેજ કૅપ્શન, વસીમ બારી
    • લેેખક, માજીદ જહાંગીર
    • પદ, શ્રીનગરથી, બીબીસી ગુજરાતી માટે

જમ્મુ-કાશ્મીરમાં ભાજપના મહાસચિવ અશોક કૌલ મુજબ શેખ વસીમ બારી 2014માં ભાજપમાં જોડાયા હતા અને બંદીપોરાના જીલ્લા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

અશોક કૌલ કહે છે કે, "બારી પાર્ટીમાં જોડાયા એ પહેલા બાંદીપોરામાં ભાજપની સ્થિતિ ઘણી નબળી હતી."

અશોક કૌલ કહે છે, "વસીમ એક પાયાના કાર્યકર હતા. છેલ્લા પાંચ વર્ષમાં તેમણે સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ સામાન્ય લોકો સુધી પહોંચાડી, જેના કારણે પક્ષ વધુ મજબૂત બન્યો. આ સમય દરમિયાન તેઓ ઘરે-ઘરે ગયા અને હજારો લોકોને પાર્ટી સાથે જોડ્યા. વસીમ બારીની મહેનતના કારણે આજે બાંદીપોરામાં ભાજપ મજબૂત બન્યો છે. બાંદીપોરામાં ભાજપના ઘણા કાર્યક્રમોમાં મે હાજરી આપી છે. પાર્ટીના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપતા હતા. આના કારણે વસીમ પાર્ટીમાં ખૂબ લોકપ્રિય બની ગયા હતા. "

બાંદીપોરા સ્તિથ પોતાના ઘરમાં વસીમ બારીએ પાર્ટી ઓફિસ બનાવી હતી, જ્યાં દરરોજ સેંકડો લોકો તેમની મુલાકાત માટે આવતા હતા.

ભાજપમાં શામેલ થયા તે અગાઉ વસીમ બારી અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.

અશોક કૌલ કહે છે, "આ વર્ષે જ્યારે પાર્ટીના તમામ જિલ્લા પ્રમુખની બદલી કરવામાં આવી, ત્યારે વસીમ બારીને પણ જિલ્લા પ્રમુખ પદ પરથી હઠાવવામાં આવ્યા હતા. તેમને રાજ્ય કારોબારી સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા અને ભાજપ તાલીમ પાંખના પ્રદેશ પ્રમુખની જવાબદારી આપવામાં આવી."

વસીમ બારીના ફેસબુક પેજ પર તેમને રાષ્ટ્રધ્વજ સાથે ઉભા જોઈ શકાય છે.

અશોક કૌલના મુજબ ફેસબુક પેજથી વસીમ બારીનો રાષ્ટ્ર પ્રત્યે જે જુસ્સો તેનો ખ્યાલ આવે છે.

line

પરિવારના ત્રણ સભ્યોની હત્યા

વસીમ બારી રામ માધવ સાથે

ઇમેજ સ્રોત, Ram Madhav Social Media

ઇમેજ કૅપ્શન, વસીમ બારી રામ માધવ સાથે

વસીમ બારી, તેમના પિતા બશીર અહેમદ અને તેમના ભાઈ ઓમર બશીરની બુધવારે ઉગ્રવાદીઓએ હત્યા કરી નાંખી હતી. હત્યાના સમય બારી, બાંદીપોરાસ્થિત પોતાની દુકાનમાં હતા, જે ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર છે.

ડૉક્ટરો મુજબ ત્રણેયને માથામાં ગોળી મારવામાં આવી હતી.

ગુરુવારે જમ્મુ-કાશ્મીરના આઈજી વિજય કુમારે કહ્યું કે આ હત્યા માટે ઉગ્રવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા જવાબદાર છે.

વિજય કુમારે કહ્યું કે એવું લાગે છે કે આ સુનિયોજિત રીતે હત્યા કરવામાં આવી છે. બધા હત્યારાઓની ઓળખ થઈ ગઈ છે.

મીડિયા સાથે વાત કરતાં આઇજીએ જણાવ્યું કે વસીમ બારીની સુરક્ષામાં તૈનાત તમામ 10 સુરક્ષાકર્મીઓને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમને બરતરફ કરવાની કાર્યવાહી પણ ચાલી રહી છે.

line

આખો પરિવાર ભાજપમાં શામેલ હતો

વસીમ બારી

ઇમેજ સ્રોત, Vasim Bari Social Media post/Ram Madhav

ભાજપના ફરિયાદ સેલના પ્રદેશ પ્રમુખ ડૉક્ટર રફીના કહે છે, "વસીમ બારીની બહેન શેખ ગૌસિયા ઇસ્લામ પણ ભાજપ સાથે સંકળાયેલાં છે અને તેઓ બાંદીપોરાના જિલ્લા ઉપપ્રમુખ તેમજ રાજ્ય કારોબારી સમિતિના સભ્ય છે."

ભાજપના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે વસીમ બારીના પિતા બશીર અહેમદ પણ ભાજપ બાંદીપોરા જિલ્લાના ઉપ-પ્રમુખ હતા જ્યારે વસીમના ભાઈ ઉમર બશીર, ભાજપ યુવા પાંખના નેતા હતા.

વસીમ તેમની પાછળ પત્ની અને બે સંતાનોને રડતાં મૂકી ગયા છે. ગયા વર્ષે થયેલા એક માર્ગ અકસ્માતમાં વસીમ બારીનાં માતા મૃત્યુ પામ્યા હતા.

દાયકાઓ પહેલા વસીમ બારીનો પરિવાર અનંતનાગ જિલ્લાથી બાંદીપોરામાં સ્થાયી થયો હતો. ભાજપ કાશ્મીરના પ્રવક્તા અલ્તાફ ઠાકુર મુજબ બાંદીપોરામાં ભાજપના કાઉન્સિલરો અને સરપંચો છે, જે ફક્ત વસીમ બારીને કારણે જ શક્ય બન્યું છે.

જોકે, બાંદીપોરાના સ્થાનિક પત્રકારના જણાવ્યા મુજબ બાર ધોરણ પાસ વસીમ બારી જિલ્લામાં બહુ લોકપ્રિય ન હતા.

કાશ્મીરમાં ત્રણ દાયકાથી સક્રિય કટ્ટરપંથીઓએ ભાજપના ઘણા નેતાઓની હત્યા કરી છે અથવા તેમના ઉપર હુમલો કર્યો છે.

આ હત્યાકાંડ પછી પ્રવક્તા અલ્તાફ ઠાકુરે કહ્યું, "ઉગ્રવાદીઓ ગુસ્સે છે. એક બાજુ દરરોજ ઉગ્રવાદીઓ માર્યા જાય છે અને તેમના પ્રત્યે લોકોની સહાનુભૂતિ ઓછી થઈ રહી છે. ઉગ્રવાદીઓ જાણે છે કે લોકો મુખ્ય ધારામાં જોડાઈ રહ્યા છે. આજ કારણોસર તેઓ લોકશાહી અને દેશ માટે કામ કરી રહેલા લોકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. વસીમ શાંતિપ્રિય વ્યક્તિ હતા."

કાશ્મીરના તમામ પક્ષોએ ભાજપ નેતાઓની હત્યાની નિંદા કરી છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો