પાકિસ્તાનના તોડી પડાયેલા ડ્રોન સાથે BSFને કયાં હથિયારો મળ્યાં?

શનિવારે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સે(બીએસએફ) ભારત-પાકિસ્તાન સરહદે પાકિસ્તાનના સ્પાય ડ્રોનને તોડી પાડ્યું હતું. આ ડ્રોન હથિયારો સાથે જઈ રહ્યું હતું.

સમાચાર એજન્સી એએનઆઈએ પ્રારંભિક માહિતી આપતાં જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં બૉર્ડર આઉટપોસ્ટ ખાતે આ ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું.

એજન્સી જણાવે છે કે સવારે પાંચ વાગ્યે ને 10 મિનિટે પાકિસ્તાનનું સ્પાય ડ્રોન બૉર્ડર આઉટપોસ્ટ ખાતે જોવા મળ્યું હતું.

આ ડ્રોન સાથે 01 M4 કાર્બાઇન મશીન રાઇફલ (યુએસ મેડ), 02 ભરેલી મેગ્ઝિન (60 આરડીએસ), 07 ચાઇનીઝ ગ્રૅનેડ મળી આવ્યાં છે.

ભારત-પાકિસ્તાનની સીમા પર હેક્સા કૉપર (આઈબીથી 250 મીટર દૂર) જોવા મળ્યું હતું. એ વખતે સૈનિકોએ હેક્સા કૉપરને ગોળીબારી કરીને નીચે તોડી પાડ્યું.

કયાં હથિયાર મળ્યાં?

નીચેની ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

હેક્સા કૉપર-01 (સાઇઝ- 8 ફૂટ×6 ફૂટ બૅટરી-04 (22000 MAH), રેડિયો સિગ્નલ રિસીવર-01

  • ગ્રૅનેડ- 07 (M -67)
  • M4 કાર્બાઇન મશીન રાઇફલ- 01 (US Made)
  • મેગ્ઝિન- 02
  • 5.56 Rds - 60

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો