ભારત-ચીન સીમા પર માર્યા ગયેલા ભારતીય કર્નલ અને જવાન કોણ છે?

કર્નલ સંતોષ બાબુ
ઇમેજ કૅપ્શન, કર્નલ સંતોષ બાબુ

ભારત અને ચીની સેનાઓ વચ્ચેના ઘર્ષણમાં જે ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં, જેમાંથી એક કર્નલ તેલંગણાના સૂર્યાપેટ જિલ્લાના રહેવાસી છે.

આ સિવાય જે બે જવાનનાં મૃત્યુ થયાં છે, તેમાં એકનો સંબંધ તામિલનાડુના રામાનાથપુરમ જિલ્લા સાથે છે. તો બીજા જવાન ઝારખંડના સાહીબગંજ જિલ્લાના છે.

મૃતક કર્નલનું નામ સંતોષ બાબુ છે, જેઓ ચીનની સીમા પર છેલ્લા દોઢ વર્ષથી તહેનાત હતા.

કર્નલ સંતોષ બાબુ 16-બિહાર રેજિમૅન્ટમાં હતા. તેમને પત્ની અને બે પુત્ર છે.

કર્નલ સંતોષનાં માતા મંજુલાએ જણાવ્યું કે તેમને ભારતીય સેનાએ સોમવારે બપોરે આ સમાચાર આપ્યા હતા. કર્નલનાં પત્ની દિલ્હીમાં રહે છે.

કોણ છે જવાન?

કુંદન ઓઝા

ઇમેજ સ્રોત, RAVI PRAKASH

ઇમેજ કૅપ્શન, કુંદન ઓઝા

એક જવાન ઝારખંડના સાહીબગંજ જિલ્લાના ડિહારી ગામના રહેવાસી કુંદન ઓઝા છે.

તેઓ બિહાર રેજિમૅન્ટમાં હતા. તેમના મૃત્યુના સમાચાર સેનાએ તેમના પરિવારને ફોન કૉલથી આપ્યા હતા.

ઝારખંડના પૂર્વ મુખ્ય મંત્રી બાબુલાલ મરાંડીએ જવાન કુંદન ઓઝાના મૃત્યુ પર દુખ વ્યક્ત કરતું ટ્વીટ કર્યું છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

તો તામિલનાડુના જવાનનું નામ પલની (40 વર્ષ) છે, જેમનું સીમા પર હિંસક ઘર્ષણમાં મૃત્યુ થયું.

તેમના ભાઈએ બીબીસી તમિલને તેની પુષ્ટિ કરી છે. પલની છેલ્લાં 22 વર્ષથી ભારતીય સેનામાં હતા.

જવાન પલની
ઇમેજ કૅપ્શન, જવાન પલની

જોકે હજુ સુધી એક જવાનની ઓળખ જાહેર કરાઈ નથી.

તો ચીન તરફથી કોઈ મૃત્યુ પામ્યા હોય કે ઘાયલ થયા હોય તેની ચીની સરકાર કે સેના તરફથી હજુ સુધી કોઈ જાણકારી અપાઈ નથી.

પરંતુ ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સના એક સંપાદકે ટ્વીટ કરીને ચીનના પક્ષે પણ નુકસાન થયાની પુષ્ટિ કરી છે.

તામિલનાડુના મુખ્ય મંત્રી ઈ.કે. પલાનીસામીએ ટ્વીટ કરીને રાજ્યના જવાનના મૃત્યુ પર દુખ વ્યક્ત કર્યું છે અને તેમના ગામની જાણકારી આપી છે.

પલનીના ભાઈના પણ સૈન્યમાં

જવાન

પલનીના ભાઈ ઇતાયાકક્ની પણ સૈન્યમાં છે અને રાજસ્થાનમાં તહેના છે. તેમણે બીબીસી તમીલ સેવાના સાઈરામ સાથે વાત કરી અને કહ્યું તેઓ પોતાના ઘર માટે રવાના થઈ રહ્યા છે.

તેમણે કહ્યું, "ગત રાતે સૈન્યકર્મીઓએ મને ફોન કરીને જણાવ્યું કે લદ્દાખમાં ઘર્ષણ દરમિયાન ઘર્ષણ દરમિયાન મારા ભાઈનું મૃ્ત્યુ થયું છે. તેમના અંતિમસંસ્કાર માટે રાજસ્થાન અમારા ઘરે જઈ રહ્યો છું."

ઇતાયાકક્નીએ એવું પણ જણાવ્યું તે તેમના ભાઈ સાથે છેલ્લી વાર દસ દિવસ પહેલાં તેમણે વાત કરી હતી.

તેમણે કહ્યું, "તેમણે મને જણાવ્યું હતું કે તેઓ શહેરમાંથી લદ્દાખ સરહદ તરફ જઈ રહ્યા છે, જ્યાં નેટવર્કની સમસ્યા હશે. તેમણે એમને એવું પણ કહ્યું હતું આગામી ફોનમાં વાર લાગશે."

ઇતાયાકક્નીએ જણાવ્યું તેઓ તેમના ભાઈને લીધે જ સૈન્યમાં જોડાયા હતા.

તેમણે કહ્યું, "મારા પરિવાર માટે આ બહુ મોટું નુકસાન છે. મારી ભાભી અને બન્ને બાળકો અત્યારે કેવી પરસ્થિતિમાંથી પસાર થતાં હશે એની હું કલ્પના નથી કરી શકતો."

કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો