સુશાંતસિંહની આત્મહત્યા : એ બોલીવૂડ સ્ટાર્સ જેમણે આ પહેલાં આત્મહત્યા કરી હતી

સુશાંતસિંહ રાજપૂત

ઇમેજ સ્રોત, INSTAGRAM.COM/SUSHANTSINGHRAJPUT

ઇમેજ કૅપ્શન, સુશાંતસિંહ રાજપૂત

જાણીતા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે બાંદ્રાના પોતાના ઘરમાં આત્મહત્યા કરી. આત્મહત્યાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

બાંદ્રા પોલીસસ્ટેશનમાં સુશાંતસિંહ રાજપૂતના નોકરે આ અંગે જાણકારી આપી છે. ટીવીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારા સુશાંતસિંહ રાજપૂતે હાલનાં કેટલાંક વર્ષોમાં મોટા પડદે પોતાની ઉલ્લેખનીય હાજરી નોંધાવી છે.

બિહારના પટણામાં જન્મેલા સુશાંતની ફિલ્મી કારકિર્દી સારી ચાલી રહી હતી. પોતાની કારકિર્દીમાં તેમણે એમ.એસ. ધોની જેવી હિટ ફિલ્મ આપી હતી.

ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો એ પહેલાં સુશાંત થિયેટર અને ટીવી પર ખૂબ લોકપ્રિય બની ગયા હતા.

સુશાંતસિંહ પહેલાં પણ ઘણા ફિલ્મી સ્ટાર્સે પોતાનું જીવન અવેળાએ ખતમ કરી લીધું.

ગુરુદત્ત

ઇમેજ સ્રોત, other

ગુરુદત્ત – ગુરુદત્ત 50 અને 60ના દાયકામાં ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર મનાતા હતા.

એક સારા નિર્દેશક સિવાય એક સારા અભિનેતા તરીકે પણ તેઓ ઓળખાતા હતા. ઑક્ટોબર 1964માં મુંબઈના પેડ્ડર રોડ વિસ્તાર સ્થિત પોતાનાઍપાર્ટમૅન્ટમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.

તેમનું મૃત્યુ વધારે પ્રમાણમાં દારૂ અને ઊંઘની ગોળી ખાવાના કારણે થયું હતું.

મનમોહન દેસાઈ – હિંદી ફિલ્મોના સફળ ફિલ્મકારોમાંથી એક ગણાતા મનમોહન દેસાઈએ ઘણી કૉમર્શિયલ ફિલ્મો બનાવી હતી.

બૉક્સ-ઑફિસ પર તેમની કેટલીક સફળ ફિલ્મો હતી – ‘અમર અકબર એન્થની’, ‘કૂલી’ અને ‘મર્દ’. 1979માં તેમનાં પત્નીનું મૃત્યુ થયું હતું. 1992માં તેઓ નંદા સાથે સંબંધમાં બંધાયા અને એ સંબંધ તેમના મૃત્યુ સુધી ચાલ્યો હતો.

મસાલા ફિલ્મોના બાદશાહ તરીકે ઓળખાતા મનમોહન દેસાઈની ફિલ્મો ફ્લોપ જવા લાગી. માર્ચ 1994માં પોતાના ફ્લેટની બાલ્કનીમાંથી તેમણે કૂદકો લગાવ્યો હતો જેમાં તેમનું મોત થયું હતું.

શાહરૂખ ખાન સાથે દિવ્યા ભારતી

ઇમેજ સ્રોત, GUDDU DHANOA

ઇમેજ કૅપ્શન, શાહરૂખ ખાન સાથે દિવ્યા ભારતી

દિવ્યા ભારતી – બોલીવૂડનાં ચર્ચિત અભિનેત્રી દિવ્યા ભારતીનું મોત ખૂબ શંકાસ્પદ હતું. તેમના પતિ સાજિદ નાડિયાદવાલાના જણાવ્યા પ્રમાણે દિવ્યા ભારતીએ પાંચમા ફ્લોર સ્થિત ઍપાર્ટમેન્ટ પરથી છલાંગ લગાવી હતી.

5 એપ્રિલ 1993ના રોજ એ ઘટના ઘટી હતી. એ સમયે દિવ્યા ભારતી માત્ર 19 વર્ષનાં હતાં. તે સમયે તેમણે 14 ફિલ્મોમાં કામ પણ કરી લીધું હતું.

સિલ્ક સ્મિતા – સિલ્ક સ્મિતાનું અસલી નામ વિજયલક્ષ્મી હતું. તેઓ અનાથ હતાં અને આંધ્ર પ્રદેશમાં એક મહિલાએ દત્તક લીધાં હતાં.

16 વર્ષની ઉંમરે સિલ્ક સ્મિતા પોતાનાં માતા સાથે મદ્રાસ ગયાં હતાં. મેકઅપ આર્ટિસ્ટ તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યા બાદ સિલ્ક સ્મિતા ધીમે ધીમે ફિલ્મોમાં કામ કરવા લાગ્યાં હતાં.

તેમને વૅમ્પનો રોલ મળવા લાગ્યો. સપ્ટેમ્બર 1996માં સિલ્ક સ્મિતા પોતાનાં ચેન્નાઈ સ્થિત ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતાં.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

રીમ કપાડિયા – રીમ કપાડિયા ડિમ્પલ કપાડિયાનાં નાના બહેન હતાં. કેટલીક હિંદી ફિલ્મોમાં તેમણે કામ કર્યું હતું. તેમાંથી એક ફિલ્મ હવેલી પણ હતી, જેમાં રાકેશ રોશન અને માર્ક ઝુબૈર સાથે પડદા પર જોવા મળ્યાં હતાં.

વર્ષ 2000માં લંડનમાં તેઓ મૃત અવસ્થામાં મળી આવ્યાં હતાં. એવું માનવામાં આવતું હતું કે તેમણે આત્મહત્યા કરી હતી. પરંતુ કંઈ સ્પષ્ટ થયું ન હતું.

પરવીન બૉબી – હિંદી ફિલ્મોમાં સફળ અભિનેત્રીઓમાંથી એક પરવીન બૉબી વર્ષ 2005માં પોતાના ઍપાર્ટમેન્ટમાંથી મૃત અવસ્થામાં મળી આવ્યાં હતાં.

તેઓ લાંબા સમયથી એકલાં રહેતાં હતાં અને દુનિયા સાથે તેમનો કોઈ સંપર્ક ન હતો. પાડોશીઓએ જણાવ્યું હતું કે લાંબા સમયથી તેમણે ઘરની બહાર પડેલા ન્યૂઝપેપર પણ લીધા નથી, જ્યારબાદ તેમનાં ઍપાર્ટમૅન્ટમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

નફીસા જોસેફ – નફીસા જોસેફ એમટીવીનાં જાણીતા વીજે હતાં. સાથે જ તેમણે મૉડલિંગ પણ કર્યું હતું.

1997માં તેમણે ફેમિના મિસ ઇન્ડિયા યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો અને મિસ યુનિવર્સનાં ફાઇનલિસ્ટ પણ હતાં, 2004માં વર્સોવા સ્થિત તેમના ફ્લેટમાં તેમનો મૃતદેહ લટકેલી હાલતમાં મળી આવ્યો હતો.

કુલજીત રંધાવા- કુલજિત રંધાવા નફીસા જોસેફનાં સારા મિત્ર હતાં. નફીસાનાં મૃત્યુથી તેઓ ખૂબ આઘાતમાં હતાં.

ફેબ્રુઆરી 2006માં બધું સારું ચાલી રહ્યું હતું. તેમણે ફિલ્મ ‘બાઈ ચાન્સ’નું શૂટિંગ પૂર્ણ કર્યું અને સ્ટાર વનની સિરીયલ ‘સ્પેશ્યલ સ્ક્વૉડ’માં લીડ રોલ મેળવ્યો હતો. પરંતુ અચાનક તેમનો મૃતદેહ પણ પંખા પર લટકેલો મળ્યો હતો.

સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે તેઓ તેમના જીવન પર દબાણ ઝેલી શકતાં નથી.

જિયા ખાન

ઇમેજ સ્રોત, Mail today

જિયા ખાન – બોલીવૂડમાં જિયા ખાનની ઍન્ટ્રિ ખૂબ જોરદાર હતી. તેમણે શરૂઆતમાં અમિતાભ બચ્ચન અને આમિર ખાન જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું. પરંતુ તેમની કારકિર્દી પાટે ન ચઢી. 2013માં તેમનો મૃતદેહ પંખા પર મળી આવ્યો હતો.

અભિનેતા આદિત્ય પંચોલીના દીકરા સુરજ પંચોલી પર આરોપ લગાવવામાં આવ્યો કે તેમણે જિયાની આત્મહત્યા માટે ઉશ્કેરણી કરી હતી. સુરજ પર હજુ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

પ્રત્યુષા બેનર્જી

ઇમેજ સ્રોત, COLORS

ઇમેજ કૅપ્શન, પ્રત્યુષા બેનર્જી

પ્રત્યુષા બેનર્જી – ભારતીય ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરામાંથી એક પ્રત્યુષા બેનર્જીએ પણ આત્મહત્યા કરી હતી. 2016માં તેમનો મૃતદેહ તેમના ફ્લેટમાંથી મળી આવ્યો હતો.

એવું મનાય છે કે તેઓ ખૂબ ડિપ્રેશનમાં હતાં. ટીવી સિરિયલ ‘બાલિકા વધુ’થી તેઓ ખૂબ ચર્ચામાં આવ્યાં હતાં. તેઓ રિયાલિટી શૉ બિગ બૉસનો પણ ભાગ રહ્યાં હતાં.

કુશલ પંજાબી – 27 ડિસેમ્બર 2019ના રોજ ટીવી કલાકાર કુશલ પંજાબીએ મુંબઈના પાલી હિલ સ્થિત પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. મુંબઈ પોલીસે તેમની આત્મહત્યાની પુષ્ટિ કરી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે તેમનો મૃતદેહ પંખા પર લટકેલો મળ્યો હતો. ‘CID’, ‘લવ મેરેજ’, ‘દેખો મગર પ્યાર સે’, ‘શ… ફિર કોઈ હૈ’, ‘ફિયર ફેક્ટર’, ‘કભી હા કભી ના’ જેવા લોકપ્રિય ટીવી કાર્યક્રમોમાં તેઓ જોવા મળ્યા છે.

કુશલ પ્રોફેશનલ ડાન્સર પણ હતા અને તેમણે રિયાલિટી ટીવી ડાન્સ શૉ ઝલક દિખલા જાની સાતમી સિઝનમાં ભાગ પણ લીધો હતો.

કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો