નરેન્દ્ર મોદી 2.0 : લૉકડાઉનમાં વડા પ્રધાનનાં 'પોસ્ટર વુમન'ની સ્થિતિ કેવી છે?

- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
આ મહિને મોદી સરકારના બીજા કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. જોકે, કોરોના વાઇરસના કારણે સરકાર વર્ષ પૂર્ણ કર્યાની કોઈ ઉજવણી કરી રહી નથી. અલબત્ત, વડા પ્રધાન મોદી હોય કે સરકારના બીજા મંત્રી, 16 મેથી પોતાની સિદ્ધિઓને ટ્વિટર પર શૅર કરી જ રહ્યા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ભાજપે એક નવ મિનિટનો વીડિયો શૅર કર્યો છે, તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 'આયુષમાન ભારત'ની સફળતા પર ટ્વીટ કર્યું. સરકારે એક વર્ષ નહીં પરંતુ સંપૂર્ણ છ વર્ષના કાર્યકાળનો હિસાબ આપ્યો, જેમાં 'સ્વચ્છ ભારત', 'ઉજ્જ્વલા યોજના', 'પ્રધાન મંત્રી આવાસયોજના'ની સાથે 'આયુષમાન યોજના'નાં વખાણ કર્યાં છે.
બીબીસી આપના સુધી લઈને આવ્યું છે મોદી સરકારની યોજનાઓનાં 'પોસ્ટર વૂમન'ની કોરોના વાઇરસના સમયમાં કહાણી. વાત આ મહિલાઓની જિંદગીમાં ગત એક વર્ષ આવેલા પરિવર્તનની.
એ સફાઈકર્મીઓ જેમના પગ ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ધોયા, 'પ્રધાન મંત્રી આવાસયોજના', 'ઉજ્જ્વલા' અને 'આયુષમાન યોજના'ની કેટલાંક પહેલાં લાભાર્થી મહિલાઓ સાથે અમે ગત એપ્રિલમાં વાત કરી હતી. એક વર્ષ પછી મોદી સરકારના કાર્યકાળમાં શું બદલાયું તે જાણવા અમે ફરી તેમની સાથે વાત કરી.
મોદી સરકારના એક વર્ષના સફરને માત્ર સાત મહીનાના કામને આધારે આંકી તો ન શકાય. એમાં માર્ચથી મેના મહિનાને પણ જોડવા એટલા જ જરૂરી છે જેટલા પહેલાંના સાત મહિના.
કેવું રહ્યું ગત એક વર્ષ - સાંભળો મોદી સરકારનાં 'પોસ્ટર વુમન' મહિલાઓની જુબાની.

સૌથી પહેલી કહાણી છે - બાંદાનાં જ્યોતિ અને ચૌબીની
24 ફેબ્રુઆરી 2019એ કુંભમેળામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ સફાઇકર્મીઓના પગ ધોયા હતા. આમાં બે મહિલાઓ પણ હતાં. એક ચૌબી અને બીજાં જ્યોતિ. તેમની તસવીરોને આખા દેશમાં ટીવીની સ્ક્રીનો પર દેખાડવામાં આવી.
પરંતુ ત્યારબાદ તમામ લોકો તેમને ભૂલી ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે મીડિયામાં ચર્ચા શાંત પડી ત્યારે બીબીસીએ ઉત્તર પ્રદેશના બાંદામાં રહેનારાં આ મહિલાઓ સાથે મુલાકાત કરી અને તે જાણ્યું કે છેલ્લી 24 ફેબ્રુઆરી પછી તેમની જિંદગીમાં શું ફેરફાર આવ્યો?
ગત એક વર્ષમાં તેમના જીવનમાં કોઈ વિશેષ પરિવર્તન જોવા મળ્યું નથી. ચૌબી હાલ પણ બાંદામાં રહે છે.
ગત વર્ષે અલ્હાબાદમાં આયોજીત કુંભમેળામાં ચૌબીને સફાઈનું કામ મળ્યું હતું. ચૌબી બાંદા જિલ્લાના મંઝિલા ગામમાં રહે છે. જ્યારે વડા પ્રધાન મોદીએ તેમના પગ ધોયા, ત્યારે ચૌબીને પોતાની આંખ પર વિશ્વાસ થતો ન હતો.
ત્યારે ચૌબીને લાગ્યું હતું કે તેની તમામ સમસ્યા દૂર થઈ જશે અને તેના સારા દિવસો આવશે. પરંતુ ગત એક વર્ષમાં ચૌબી માટે કાંઈ બદલાયું નથી. પરંતુ લૉકડાઉનમાં સ્થિતિ વધારે ખરાબ થઈ છે. લૉકડાઉનના કારણે પહેલાં જે રૂપિયા કમાઈ લેતાં હતા તે પણ હવે કમાઈ શકતાં નથી,
મેળામાં સફાઈનું કામ 12 મહિના તો હોતું નથી, તો ખાલી સમયમાં ચૌબી વાંસની ટોપલી બનાવી લેતાં હતાં. પરંતુ હવે લૉકડાઉનમાં તેમની વાંસની ટોપલી પણ વેચાઈ રહી નથી.
ન કોઈ ઘર મળ્યું અને ન કોઈ રોજગારી કે ન કોઈ સરકારી યોજનાનો લાભ. લૉકડાઉનમાં તેમના માટે રાહતની વાત એ રહી કે સરકારી રૅશન મળી ગયું એટલે ઘરે બાળકોનું પેટ ભરી શકે છે.
ચૌબી લૉકડાઉન પહેલાં પ્રયાગરાજ ગયાં હતાં, સફાઈકામ કરવા. પરંતુ એનો પગાર પણ તેમને આજ સુધી મળ્યો નથી.
ચૌબીની સાથે જે બીજાં મહિલાના પગ વડા પ્રધાન મોદીએ ધોયા હતા, તે હતા બાંદાનાં જ્યોતિ.

જ્યોતિને પ્રયાગરાજમાં સફાઈનું કામ મળી ગયું છે. અમે જ્યોતિનો સંપર્ક કર્યો. જ્યોતિનો દાવો છે કે વડા પ્રધાનના પગ ધોવાથી તેમની જિંદગીમાં કોઈ ફરક પડ્યો નથી.
તેમની કહાણી પણ ચૌબી જેવી જ નિકળી.
જ્યોતિ પ્રમાણે, "અમારું જીવન હાલ પણ એવું જ છે. અમારી પાસે તમામ પ્રકારનું કામ કરાવવામાં આવી રહ્યું છે. પરંતુ ત્રણ મહિનાથી પૅમેન્ટ નથી અપાયું. પૈસા માગતા અમને ધમકી આપવામાં આવી રહી છે. કામ કરવું હોય તો કરો, નહીં તો જાઓ, તમારી ભરતી નહીં કરીએ અને ના તમારી નોકરી પાકી થશે. અમારા ઘરમાં ન તો રૅશન છે અને ન તો પૈસા મળ્યા છે. અમે કરીએ તો કરીએ શું."
જ્યોતિને પ્રયાગરાજના મેળાના મેદાનમાં 12 મહિનાનું કામ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો પરંતુ તેમનું કહેવું છે કે પગાર સમયસર મળી રહ્યો નથી. હાલ 318 રૂપિયા પ્રતિ દિવસના હિસાબે તેમને પગાર આપવાની વાત છે.
જ્યોતિ કહે છે કે તેમને એપ્રિલમાં સરકાર તરફથી તેલ અને રૅશન મળ્યું હતું. તેઓ પૂછે છે,
"અડધો કિલો તેલ કેટલા દિવસ ચલાવીશ દીદી?"
મે મહિનાથી હાલ સુધી કંઈ મળ્યું નથી. અમારી વાત જ્યોતિ સાથે 18 મે 2020ના રોજ થઈ હતી.
જ્યોતિ પાસે કોઈ જનધન ખાતું નથી અને સરકાર તરફથી સહાયની કોઈ રકમ તેમને મળી નથી. પ્રયાગરાજના મેળાના મેદાનમાં સવારે ચાર કલાક અને સાંજે ચાર કલાક કામ કરવું પડે છે.
કેન્દ્ર સરકારનો દાવો છે કે 38 કરોડ જનધન ખાતાં ખોલવામાં આવ્યાં છે પરંતુ જ્યોતિ અને ચૌબી બંનેનો દાવો છે કે તેમનો નંબર હાલ સુધી આવ્યો નથી.
જ્યોતિ 2019માં પહેલીવાર કુંભમાં સફાઈ કરવા ગયાં હતાં. આમ તો તેઓ ઘરે રહે છે અને ખેતરોમાં કામ કરે છે. ગત વર્ષે એપ્રિલમાં જ્યારે બીબીસીએ જ્યોતિ સાથે મુલાકાત કરી ત્યારે તેમને સરકારી નોકરીની આશા હતી.
તેમની આશા એક વર્ષ પછી પણ ટકી રહી છે. તે એક વખત ફરીથી વડા પ્રધાન મોદીને મળવા માગે છે, જેથી પોતાની નોકરીની વાત કરી શકે.
'સ્વચ્છ ભારત'ને મોદી સરકાર પોતાની સૌથી મોટી સિદ્ધિ ગણાવે છે.
વડા પ્રધાન મોદીએ 24 ફેબ્રુઆરી, 2019એ આ જ શ્રેણીમાં 'સ્વચ્છ કુંભ - સ્વચ્છ આભાર' નામથી કાર્યક્રમ કર્યો, જેમાં પાંચ લોકોનું સન્માન કરાયું હતું.
વડા પ્રધાન મોદીના આ કાર્યક્રમને 'ચરણવંદના'નું નામનું નામ અપાયું હતું.
2019ના કુંભમાં રેકર્ડ પણ બન્યો- એક સાથે રેકર્ડ સંખ્યામાં સફાઈકર્મચારીઓ દ્વારા સફાઈ કરવાનો.
વડા પ્રધાન મોદીએ આ દરમિયાન આ સફાઈકર્મચારીઓ માટે 21 લાખ રૂપિયાના એક ફંડની પણ શરૂઆત પણ કરી હતી. પરંતુ અભિયાનમાં લાગેલા સફાઈકર્મચારીઓની શું સ્થિતિ છે તેનું જીવતું જાગતું ઉદાહરણ ચૌબી અને જ્યોતિ છે. બંનેને પગાર કેમ નથી મળ્યો આ અંગે પ્રયાગરાજ મેળાના મેદાનના અધિકારીઓ સાથે અમારી વાત થઈ શકી નથી.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો


બીજી કહાણી વડા પ્રધાન આવાસયોજનાનો લાભ લેનારાં મીના દેવીની
મીના દેવી આગ્રાના પોઈયા ગામમાં રહે છે. પ્રધાન મંત્રી આવાસયોજના હેઠળ તેમને સૌથી પહેલું ઘર મળ્યું હતું.
મીના બાળકોનું પેટ ભરવા માટે સરકારી શાળામાં સાફ-સફાઈનું કામ કરતાં હતાં અને શિયાળામાં બટાકાના ખેતરમાં બાળકોની સાથે મજૂરી.
પરંતુ તે લૉકડાઉનમાં સ્કૂલ જઈ શકતા નથી અને બટાકાના ખેતરોમાં આ સિઝનમાં કામ રહ્યું નથી. સ્કૂલની સફાઈના રૂપિયા પણ ચાર મહિનાથી મળ્યા નથી.
બીબીસીએ મીના દેવી સાથે ફોનથી સંપર્ક કર્યો. તેમના કહેવા પ્રમાણે, "લૉકડાઉનમાં ઘર ચલાવવા માટે કંઈ કામ નથી. ગત 10-15 દિવસથી મનરેગામાં રસ્તા બનાવવાનું કામ જરૂર મળ્યું છે. પરંતુ કામના હાલ સુધી પૈસા મળ્યા નથી."
મનરેગાના કામ માટે મીના દેવી સવારે સાત વાગ્યે ઘરેથી નીકળી જાય છે. પ્રધાન મંત્રી આવાસયોજના હેઠળ મીના દેવીને જે ઘર મળ્યું હતું, તેનું વીજળીનું બિલ 35 હજાર આવ્યું હતું.

ગત વર્ષે એપ્રિલ મહિનામાં બીબીસીના અહેવાલ બાદ તેમના ઘરે વીજળી તો આવી, પરંતુ ગત વર્ષે જે હજારો રૂપિયામાં બિલ આવ્યું, તે તેઓ આજ સુધી હપ્તામાં ભરી રહ્યાં છે.
વીજળીબિલ વિશે મીનાએ કહ્યું, "સરકારી અધિકારી આવ્યા હતા, તેમણે કહ્યું હવે કાંઈ નહીં થઈ શકે. તમે હપ્તા બંધાવી લો. તો દર મહિને 2100 રૂપિયા અમે તેમને આપીએ છીએ. મદદના નામે અધિકારીઓએ રૂપિયા પર લાગનારું વ્યાજ ઓછું કરી દીધું છે."
મીનાએ હાલ સુધી બે હપ્તા ભર્યા પણ લૉકડાઉનને લીધે બાકીના હપ્તા ન ભરી શક્યાં.
લૉકડાઉનમાં ઘર કેવી રીતે ચાલી કહ્યું છે? આ સવાલના જવાબમાં તેઓ કહે છે, "લૉકડાઉન પહેલાં થોડા ઘઉંની કાપણી કરી દીધી હતી, આમાં થોડા રૂપિયા અને ઘઉં મળી ગયા હતા, આમાં કામ ચાલી રહ્યું છે."
મીનાનું જનધન ખાતું પણ છે. જેમાં એક વખત 500 રૂપિયા પણ આવ્યા હતા પરંતુ પાંચ લોકોને મહિનાના 500 રૂપિયામાં શું થાય?
કેન્દ્ર સરકારનો દાવો છે કે પીએમ આવાસયોજના હેઠળ બે કરોડ આવાસ બનાવાયા છે. મીના દેવીના ઘરે શૌચાલય છે, ગૅસ પર ખાવાનું બને છે, મનરેગા હેઠળ તેઓ મજૂરી કરી રહ્યાં છે. પરંતુ લૉકડાઉને તેમની તકલીફ વધારી દીધી છે.

ઉજ્જવલા યોજનાનાં લાભાર્થી ઝરીનાની કહાણી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
"શું કહીએ દીદી, પાણી પીને રોઝા ખોલીએ છીએ. ઘરે ખાવા માટે કાંઈ નથી, લૉકડાઉનમાં સામાન્ય માણસને કંઈ કામ મળી રહ્યું નથી. હવે ગૅસ લઈને શું કરીશું?" આ છે 'ઉજ્જવલા યોજના'નાં પહેલાં લાભાર્થીની કહાણી.
ઝરીના ઉત્તર પ્રદેશના મઉમાં રહે છે. ઉજ્જવલા યોજનાની શરૂઆત ઉત્તર પ્રદેશના બલિયાથી વડા પ્રધાન મોદીએ પોતે કરી હતી. ઝરીનાને ત્યાં જ વડા પ્રધાનના હાથે ગૅસનું સિલિન્ડર મળ્યું હતું.
ગત એક વર્ષથી તેમનો દાવો છે કે તેમણે ઉજ્જવલા સ્કીમમાં છ સિલિન્ડર લીધાં છે.
ઝરીના વર્ષોથી પ્રધાનમંત્રી આવાસયોજના હેઠળ મકાનની રાહ જોઈ રહ્યાં હતાં પણ તેમને આજ સુધી તે મકાન મળ્યું નથી. હા, શૌચાલય માટે 12,000 રૂપિયા જરૂર મળ્યા છે. આમાં 3000 રૂપિયા વધુ ઉમેરીને ઝરીનાએ ઘરે એક શૌચાલય બનાવી લીધું છે.
ઝરીનાના પતિ પેન્ટિંગનું કામ કરે છે અને કામ ન હોય ત્યારે લારી પર ઘરનો સામાન વેચે છે. પરંતુ લૉકડાઉનને લીધે 50 દિવસથી તેમને કોઈ કામ મળ્યું નથી.

ઝરીનાના કહેવા પ્રમાણે તેમને સરકાર તરફથી રૅશન મળ્યું છે. પરંતુ આમાં પણ તેમનો નંબર આવતાંઆવતાં દાળ ખતમ થઈ ગઈ હતી. અડધો મે પસાર થઈ ગયો છે અને આ મહિનાનું રૅશન હજુ સુધી મળ્યું નથી.
ઝરીનાના કહેવા પ્રમાણે છ લોકોનાં પરિવાર માટે આ પૂરું નથી. ચાર બાળકો અને પતિ-પત્ની એમ છ જણાનો ઝરીનાનો પરિવાર છે.
તેઓ આ અંગે ઘરે કેવું ચાલી રહ્યું છે? ઝરીના તરત જ કહે છે - રોઝા ચાલે છે માટે ઘર ચાલી રહ્યું છે.
ઝરીના ના તો સરકારની મનરેગા સ્કીમ વિશે જાણે છે અને ના જનધન યોજના વિશે. એમને જાણ માત્ર પ્રધાન મંત્રી આવાસયોજના અંગે છે. આ યોજના હેઠળ તેઓ ઘરના ઘરનું સપનું સજાવીને બેઠાં છે.
એક વર્ષમાં વડા પ્રધાન મોદીએ કેટલું સારું કામ કર્યું, આ સવાલના જવાબમાં ઝરીના કહે છે - આ લૉકડાઉન ક્યારે પૂર્ણ થશે? જો આ નહીં હઠે, તો ગરીબ કેવી રીતે જીવશે. મજૂર માણસ મરશે, ભૂખમરો થશે અને શું-શું થશે. લૉકડાઉન હઠાવવામાં નથી આવી રહ્યું. બસ વધારાઈ રહ્યું છે. ઘરમાં માત્ર મીઠું અને રોટલી છે. આનાથી ગુજારો થઈ રહ્યો છે. પાણી પીને રોઝા રાખીએ છીએ અને પાણી પીને જ રોઝા ખોલીએ છીએ. બસ આજ ચાલી રહ્યું છે.
પહેલાં જ્યારે પતિનું કામ ચાલતું હતું, તો રોઝા માટે બધી વસ્તુ ઘરમાં લાવી રાખતા હતા. હવે કામ નથી, તો ઘરમાં કંઈ નથી. સારી વાત એ છે કે ગૅસનો રૂપિયો સમયસર ખાતામાં આવી જાય છે.
પરંતુ એમના ઘરમાં કમાનાર કોઈ વ્યક્તિને ન તો સ્કિલ ઇન્ડિયાનો લાભ મળ્યો છે, ન તો મુદ્રાયોજનાની કોઈ લૉન મળી છે.
કેન્દ્ર સરકારનો દાવો છે કે ઉજ્જવલા યોજનામાં તેમણે હાલ સુધી 8 કરોડ લોકો સુધી ગૅસસિલિન્ડર પહોંચાડીને ધુમાડાથી મુક્તિ આપી છે.

ધુમાડામાંથી મુક્તિ મેળવનારાંમાં ગુડ્ડી દેવી પણ છે. તેમણે ઉજ્જ્વલા યોજનનો લાભ મળ્યો છે. પરંતુ લૉકડાઉનમાં પણ પરેશાની છે.
ગુડ્ડી દેવી કૅમેરા પર પણ હવે વાત કરવા તૈયાર નથી. તેઓ કહે છે, "શું ફાયદો છે આવા ઇન્ટરવ્યૂનો. વારંવાર સવાલ પૂછે છે, પરંતુ અમારી જિંદગી તો એવી જ છે. લૉકડાઉનમાં ઈંટની ભઠ્ઠી બંધ છે. છ મહિના કમાણી થાય છે તો છ મહિના ઘરે બેસવું પડે છે. ત્રણ બાળકો છે તેમને ભણાવવાની કોઈ સુવિધા નથી. ખેતર પણ નથી. ઘર કઈ રીતે ચાલી રહ્યું છે એ અમે જ જાણીએ છીએ."
ગુડ્ડી દેવીના પતિ ઘરની પાસે જ ઈંટની ભઠ્ઠીમાં કામ કરે છે. પરંતુ લૉકડઉનમાં તેમનું કામ બંધ પડ્યું છે.
જોકે લૉકડાઉનમાં સરકારે ભઠ્ઠીમાં કામ કરવાની પરવાનગી આપી છે. ગુડ્ડી દેવીનો દાવો છે કે ભઠ્ઠીના માલિકે હાલ સુધી ભઠ્ઠી શરૂ કરી નથી. એવામાં તેમના માટે ઘરનો ખર્ચ, બાળકોનું ભણવાનું એ બધી બોજ બની ગયું છે. બીબીસી ભઠ્ઠા માલિકનો સંપર્ક કરી શક્યું નથી.

આયુષમાન ભારતનાં પહેલાં લાભાર્થી કરિશ્માની કહાણી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
દેશ જ નહીં આખી દુનિયામાં મોદી સરકારે 'આયુષમાન યોજના'નો ડંકો વગાડ્યો. કેન્દ્ર સરકારનો દાવો છે કે દેશમાં યોજનાના એક કરોડ લાભાર્થી થઈ ગયા છે. આ દુનિયાની સૌથી મોટી હેલ્થ સ્કીમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આયુષમાન ભારત યોજનાને શરૂ થયે અંદાજે બે વર્ષનો સમય વીતી ગયો. આ યોજના હેઠળ ગરીબ પરિવારોના દરેક સભ્યનું આયુષમાન કાર્ડ બને છે, જેમાં હૉસ્પિટલમાં ભરતી થનારી વ્યક્તિની સારવાર 5 લાખ સુધી મફતમાં થાય છે.
હરિયાણાના કરનાલ જિલ્લામાં રહેતી કરિશ્મા હાલ એક વર્ષ દસ મહિનાની થઈ ગઈ છે. કરિશ્મા ચાલવા લાગી છે અને મા-પાપા બોલવા લાગી છે. કરિશ્માને કરનાલમાં તમામ લોકો ઓળખે છે.
કરિશ્મા, સરકારની 'આયુષ્યમાન ભારત' યોજના હેઠળ જન્મ લેનારી પહેલી બાળકી છે. હરિયાણાના કરનાલની 'કલ્પના ચાવલા હૉસ્પિટલ'માં કરિશ્મા 15 ઑગસ્ટ 2018એ જન્મી હતી.
તે સમયે 'આયુષમાન ભારત યોજના'ની ટ્રાયલ ચાલી રહી હતી. કરિશ્માનાં માતા-પિતાએ 'કલ્પના ચાવલા હૉસ્પિટલ' એટલા માટે પસંદ કરી હતી કે બાળકના જન્મનો ખર્ચ ઓછો આવે. આ પહેલાં તેમનો પ્રથમ પુત્ર મોટા ઑપરેશનથી જન્મ્યો હતો અને પરિવારે દેવું કરવું પડ્યું હતું.
પરંતુ જ્યારે કરિશ્મા જન્મી તો માતા-પિતાને એક રૂપિયાનો પણ ખર્ચ ન થયો.
માતા-પિતાને આ સમયે સરકાર પાસેથી સુવિધા મળી તો લાગ્યું કે બાકીનું દુ:ખ પણ દૂર થઈ જશે. પરંતુ ગત એક વર્ષમાં કરિશ્માનાં માતા-પિતાએ આયુષમાન યોજના સિવાય બીજો કોઈ લાભ મળ્યો નથી.
પરિવારની સ્થિતિ આજે પણ દયનીય છે. કરિશ્માના પિતાની પાસે કંઈ કામ નથી. તે રાઇસમિલમાં કામ કરતા હતા, જે હાલ લૉકડાઉનના લીધે બંધ છે.
તેઓ લૉકડાઉનમાં ઘરે બેસીને જેમતેમ ગુજરાન ચલાવી રહ્યા છે. કરિશ્મા હવે મોટી થઈ ગઈ છે. તેનું ભણવાનું અને પોષણ બંનેની ચિંતા પરિવારને પરેશાન કરી રહી છે. પરિવાર ઉધાર લઈને પોતાની જિંદગી ચલાવી રહ્યો છે.
પરંતુ જો લૉકડાઉન વધ્યું તો તેમનું કહેવું છે કે પરિવાર ભૂખે મરવાની સ્થિતિમાં આવી જશે.
મોદી સરકારની યોજનાઓનાં 'પોસ્ટર વૂમન'ની વડા પ્રધાનને માત્ર એટલી જ વિનંતી છે કે રોજગારની નવી તક મળે અને બીજી યોજનાઓ વચ્ચે તાલમેલ અને સમન્વય વધે જેથી અન્ય યોજનાઓનો પણ લાભ તેમને મળે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














