You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : એ કંપનીઓ જે લૉકડાઉનની વચ્ચે પણ કરે છે અબજોનો નફો
કોરોના વાઇરસના સંક્રમણની મહામારીને લીધે વિશ્વભરના ઉદ્યોગો-ધંધા ઠપ થઈ ગયા છે.
ટેક્નૉલૉજી કંપનીઓ પણ સારી સ્થિતિમાં નથી, પરંતુ કેટલીક કંપનીઓ એવી છે કે જે લૉકડાઉનના સમય દરમિયાન પણ નફો મેળવવામાં સફળ રહી છે. જેમ કે:
સૉફટવૅર કંપનીઓ
લૉકડાઉન શરૂ થતાં જ, જ્યારે તમને કહેવામાં આવ્યું કે તમારે ઘરેથી કામ કરવું પડશે, તો તમે તરત જ તેના માટે ટેક્નિકલ તૈયારીઓ શરૂ કરી દીધી હશે. પરંતુ શું તમે જાણો છો કે સૉફ્ટવૅર કંપનીઓ માટે આ કેટલા સારા સમાચાર સાબિત થયા?
ડેટા સુરક્ષાના કેટલાક મુદ્દાઓને બાદ કરીએ તો ડિસેમ્બરથી ઝૂમ ઍપ્લિકેશનના શૅરની કિંમત બમણી થઈ ગઈ છે અને વપરાશકર્તાઓની સંખ્યા એક કરોડથી વધીને 2 કરોડ થઈ ગઈ છે.
આ ઍપ્લિકેશન વિશે ભાગ્યે જ કોઈ જાણતું હતું, પરંતુ હવે કૅબિનેટની બેઠકોથી લઈને ઑફિસ મિટિંગ્સ સુધીનું બધું તેના પર થઈ રહ્યું છે. ઝૂમ ઍપ તેનું એકમાત્ર ઉદાહરણ નથી.
માર્ચમાં માઇક્રૉસૉફ્ટની ટીમે અહેવાલ આપ્યો કે તેના વપરાશકર્તાઓ 4.4 કરોડ થઈ ગયા છે. જેમાં એક અઠવાડિયામાં 40 ટકાનો વધારો છે.
રિમોટ ઍક્સેસ સૉફટવૅર ટીમવ્યુઅરની માગ પણ વધી છે. વર્ક-ચેટ ઍપ સ્લેકના ચીફ ઍક્ઝિક્યુટિવે જણાવ્યું છે કે માર્ચના અંત સુધીમાં દરરોજ નવા યુઝર રેકર્ડ્સ સેટ થઈ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગેમિંગ સૉફટવેરની કંપનીઓ
આજકાલ આપણે વર્ક ફ્રૉમ હોમ કરતાં હોઈએ એટલે કામ પૂરું થયા પછી પણ ઘરમાં જ હોઈએ, ત્યારે એવામાં ગેમિંગ સૉફટવૅર બનાવતી કંપનીઓનું કામકાજ સારું ચાલી રહ્યું છે.
હવે ઑનલાઇન ગેમ્સ રમનારાઓની સંખ્યામાં મોટો વધારો જોવા મળે છે. નવી લૉન્ચ થયેલી ગેમ કૉલ ઑફ ડ્યુટીના યુઝર્સ રાતોરાત 10 લાખ જેટલા થઈ ગયા છે.
વિક્રેતાઓ માને છે કે ગેમ્સના વેચાણમાં 35 ટકાનો ઉછાળો આવ્યો છે, તો હાર્ડવેરના વેચાણમાં 63 ટકાનો. આનો અર્થ એ થયો કે જલદી ગેમિંગ કંસોલનો માલ ખૂટી પડશે.
જો કે આ માર્કેટ હજુ વધવાની સંભાવનાઓ છે. નવી ગેમ્સ અને કંસોલમાં વધારા છતાં તેનું માર્કેટમાં લૉન્ચિંગ કદાચ થોડું મોડું થઈ શકે છે.
ઍક્સબોય્ઝના હેડનું કહેવું છે કે 2021માં આ ઇન્ડસ્ટ્રીએ મુસીબતોનો સામનો કરવો પડી શકે છે અને સારું વેચાણ હોવા છતાં સ્ટૉકની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે.
વીડિયો સ્ટ્રીમિંગ કંપનીઓ
માત્ર ગેમિંગ જ નહીં, વીડિઓ સ્ટ્રીમિંગ કંપનીઓને પણ આનો ફાયદો મળી રહ્યો છે.
મનોરંજન માટે ગ્રાહકો નેટફ્લિક્સ અને બીજી વીડિયો સ્ટ્રીમિંગ કંપનીઓની સેવા માટે પૈસા ખર્ચી રહ્યા છે.
નેટફ્લિક્સને 16 લાખ નવા સબસ્ક્રાઇબર્સ મળ્યા છે. તેમણે એક વર્ષનું કન્ટેન્ટ પહેલાંથી જ તૈયાર કરી રાખ્યું હતું. આગામી મહિનાઓમાં પણ તેમની પાસે ઘણા નવા કાર્યક્રમ છે.
ડિઝની પ્લસે પણ માર્ચના અંતમાં બ્રિટન અને અન્ય ઘણા સ્થળે પોતાનું લૉન્ચિંગ કરી દીધું. તેના 3.3 કરોડ સબસ્ક્રાઇબર પહેલાંથી હતા, જે હવે લગભગ સાડા પાંચ કરોડની નજીક પહોંચી ગયા છે.
હવે તેઓ માર્કેટમાં નેટફ્લિક્સને સારો પડકાર આપી રહ્યા છે.
કેટલાક દેશોમાં થિયેટર બંધ હોવાને લીધે મોટી ફિલ્મો સીધી ડિજીટલ પ્લૅટફૉર્મ્સ પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મ્સ બનાવનારી કંપની યુનિવર્સલનું કહેવું છે કે તેઓ લૉકડાઉન પૂર્ણ થયા પછી પણ આ પ્રથા ચાલુ રાખશે.
લૉકડાઉન દરમિયાન સ્પૉટિફાય ઍપના 13 કરોડ પેઇડ(પૈસા ચૂકવીને) સબસ્ક્રાઇબર બની ગયા છે.
ફિટનેસ
આ એક એવું ક્ષેત્ર છે જેના પર લૉકડાઉનની વિપરીત અસર પડી છે. તેમ છતાં જાળવી રાખવામાં તેમણે કોઇ પ્રચાસ નથી છોડ્યા.
ક્લાસપાસ જીમિંગ ક્લાસ ઑફર કરનારી વેબસાઇટ છે. લૉકડાઉન શરૂ થતાં તેમણે ઓનલાઇન સર્વિસના માધ્યમથી તાલીમ આપવાનું શરૂ કર્યું.
કંપનીનું કહેવું છે કે લૉકડાઉન બાદ તેમની આ નવી સેવાની માગ સખત વધી ગઈ છે. તેમ છતાં તેમણે પોતાના મોટાભાગના સ્ટફાને રજા આપવી પડી અને તેમના 95 ટકા નફા પર તેની અસર પડી છે.
પેલોટોન પોતાની ફિટનેસ બાઇકને પ્રમોટ કરવા માટે વીડિયો સ્ટ્રીમિંગ ક્લાસિસ ચલાવે છે.
કોરોના વાઇરસના સંક્રમણના મામલા મળ્યા બાદ તેમને પોતાનો સ્ટુડિયો બંધ કરવો પડ્યો. તેમ છતાં તેમને 60 ટકા કરતાં વધુ નફો મેળવી લીધો છે.
યુટયૂબર જૉ વિક્સને પણ લૉકડાઉનનો ફાયદો મળ્યો છે.
તેઓ ઘરે બેઠા વર્કઆઉટની તાલીમ આપે છે. તેમના યુટ્યૂબ પર રેકર્ડ સ્તરે લોકોએ સ્ટ્રીમિંગ કર્યું. હવે એવી ચર્ચા છે કે કેટલીક મોટી બ્રાન્ડ્સ તેમને સ્પૉન્સર કરી શકે છે.
ઍમેઝોન
આ મહામારીના સમયે ઍમેઝોનને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે.
તેમના ગોડાઉનમાં કામ કરતાં કર્મચારીઓએ ખરાબ સુવિધાનો હવાલો આપીને ચોક્કસ સમય સુધી કામ અટકાવી રાખ્યું હતું.
જ્યાં સુધી સુરક્ષાતપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફ્રાન્સની સરકારે બિનજરૂરી ઉત્પાદકોની ડિલિવરી પર પ્રતિબંધ મૂકી દીધો.
તેમ છતાં ઍમેઝોનના માલિક જેફ બેઝોસે લૉકડાઉન દરમિયાન પોતાની સંપત્તિમાં 24 બિલિયન ડૉલરની વૃધ્ધિ કરી છે. તેમના શૅરમાં પણ સારો એવો ઉછાળો જોવા મળ્યો.
જોકે તેમની ક્લાઉડ કૉમ્પ્યુટિંગની પણ સૌથી મોટી કંપની છે.
એટલે કેટલાક લોકોનું માનવું છે કે જ્યાં અન્ય કંપનીઓ પોતાની બાકી રહેલી રકમ મેળવવા સંધર્ષ કરી રહી છે. ત્યારે ઍમેઝોન નફો કરવામાં સફળ રહ્યું છે.
ટ્રાન્સપૉર્ટ
આ દરમિયાન કારના વેચાણમાં પણ મોટો ફટકો પડતો જોવા મળ્યો છે. બ્રિટનમાં વર્ષ 1946 બાદ કારનું વેચાણ સૌથી ઓછું જોવા મળ્યું છે.
ઉબરમાં હજારો લોકોની નોકરીઓ જતી રહી છે. જે લોકોની નોકરી ગઈ છે, તેઓ ડ્રાઇવર નથી પણ ઉબરની ઑફિસમાં કામ કરતાં કર્મચારીઓ છે. ડ્રાઇવર તો ઉબર સાથે કૉન્ટ્રાકટના માધ્યમે જોડાયેલા હોય છે.
જોકે તેમને પણ કટોકટીની પરિસ્થિતીમાંથી પસાર થવું પડી રહ્યું છે.
ઇ-સ્કુટર્સ અને અન્ય પબ્લિક ટ્રાન્સપૉર્ટની પરિસ્થિતી પણ આવી જ કંઈક છે. કેમ કે લૉકડાઉનના હિસાબે બધું બંધ હોવાથી આ વ્યવસાય સાથે જોડાયેલા સેંકડો લોકો બેરોજગાર થયા છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો